Opinion Magazine
Number of visits: 9668065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સીમા વર્તે સાવધાન : લડાઈ, અંદરની અને બહારની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 December 2022

ભારત માટે એવું કહેવાય છે કે આપણે અંદરોઅંદર એટલાં બાઝતા રહીએ છીએ કે અસલમાં જે લડાઈઓ થતી હોય છે અથવા થવાની હોય છે તેના પ્રત્યે ક્રિમીનલ ઉપેક્ષા સેવીએ છીએ. અંગ્રેજો આપણી પર સફળતાપૂર્વક રાજ એટલા માટે જ કરી શક્યા કારણ કે આપણે ધર્મના નામે, જાતના નામે, પ્રદેશના નામે, ભાષાના નામે, ઊંચ-નીચના નામે સતત લડતા-ઝઘડતા રહ્યા હતા. ‘ભાગલા પાડો અને રાજ કરો’ એ નીતિ કોઈ નવી નવાઈની નહોતી. એ આપણે જ અંગ્રેજોને શીખવાડ્યું હતું. અંદરોઅંદર લડતા રહેવું આપણા ડી.એન.એ.માં છે, એ આપણા ‘સંસ્કાર’ છે. આજે, આઝાદીનાં 75 વર્ષ પછી પણ એમાં ફરક નથી પડ્યો. ઊલટાનું, એમાં વધારો થયો છે. આપણે અસલી મુદ્દાઓને ભૂલીને વ્યર્થ બાબતોને ‘રાષ્ટ્ર સ્તર’ની બનાવી દઈએ છીએ.

ગયા અઠવાડિયે, એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાની ટ્વીટ પર જે બબાલ થઇ, તેમાં આ વાત ફરી એકવાર સાબિત થઇ. બન્યું એવું કે ઋચાએ તેની એક ટ્વીટમાં સેનાની ઉત્તરીય કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના એક બયાનનો જવાબ આપ્યો હતો. જનરલ દ્વિવેદીએ તેમના બયાનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પુન: નિયંત્રણમાં લેવા માટે ભારતીય સેના કાયમ તૈયાર છે અને સરકારના આદેશની રાહ જુએ છે.

તેમનું આ બયાન પત્રકારોના એક સવાલના સંદર્ભમાં હતું. દર અસલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે હિમાચલમાં એક ચૂંટણી સભામાં એવું કહ્યું હતું કે 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધવેળા જ પાકિસ્તાનવાળા કાશ્મીરનો ફેંસલો થઇ જવો જોઇતો હતો, પરંતુ એ અફસોસની વાત છે કે તે સમયે ભારતે પાકિસ્તાનના 90,000થી વધુ સૈનિક બંદી બનાવ્યા હતા છતાં ભારતે બદલામાં પી.ઓ.કે.ની માંગણી કરી નહોતી.

આ બંને વાતો, રાજનાથે જે કહ્યું તે અને જનરલે જે જવાબ આપ્યો તે, નવી નવાઈની નથી. ચૂંટણી પ્રચારમાં ઘણી બધી વાતો થતી હોય છે. એકવાર પ્રધા નમંત્રી નરેન્દ્ર મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે ન્યુક્લિયર બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી. એનો અર્થ એવો નથી થતો કે તેઓ સીમા બોમ્બ ફોડશે. પી.ઓ.કે. ભારતનું છે અને પાછું લેવાનું છે એ વાત ભારતની અધિકૃત પોલિસી હેઠળ આવે છે એટલે વખતો વખત તેનું રટણ કરતાં રહીએ છીએ. પી.ઓ.કે. કેવી રીતે પાછું લઈશું કે ક્યારે લઈશું તેની ન તો કોઈ યોજના છે કે ના તો સમય મર્યાદા.

એવી જ રીતે, ભારતીય સેનાનું કામ સરકારની નીતિને અનુસરવાનું છે. તમે એવું પૂછો કે તમે યુદ્ધ કરવા તૈયાર છો? તો સેના એવું તો ન કહે કે “ના, અમે તૈયાર નથી.” બસ, એ રીતે જ એક પત્રકારે રાજનાથનું બયાન યાદ કરાવીને સેનાને તેની તૈયારી અંગે પૂછ્યું (એ સવાલ બહુ મહાન પણ નહોતો) એટલે જનરલે સ્વાભાવિક રીતે જ કહ્યું કે અમે તો સરકાર કહે તેની રાહ જોઈએ છીએ. ભારત જ નહીં, દુનિયાભરની સેનાઓ રોજ તૈયાર થઈને એટલા માટે જ બેઠી હોય છે કે ક્યાંક સરકારનો કોઈ આદેશ આવી જાય.

આખી વાત બહુ જ સહજ હતી, પરંતુ ઋચા ચઢ્ઢાએ એક ટ્વીટ કરી તેમાં ‘લડાઈ’ ફાટી નીકળી. ઋચાએ જનરલ દ્વિવેદીના બયાનને ટેગ કરીને ઉપર લખ્યું, “ગલવાન સેઝ હાઈ” (ગલવાન યાદ કરે છે). એમાં ઋચાએ સેનાનું અપમાન કર્યું છે અને ઋચા દેશ-દ્રોહી છે તેવા આરોપોસર તેની પર એટલું બધું આક્રમણ થયું કે તેણે તેની ટ્વીટ ડિલીટ કરવી પડી. તેણે માફી માંગતા કહ્યું કે, “મારો આવો કોઈ ઈરાદો નહોતો, છતાં જે ત્રણ શબ્દો પર વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તેનાથી સેનામાં કોઈની લાગણી દુભાઈ હોય તો મને ખેદ છે.” તેણે કહ્યું કે તેના નાના સેનામાં હતા અને 65ના યુદ્ધમાં પગમાં ગોળી વાગી હતી. “આ મારા લોહીમાં છે,” તેણે લખ્યું હતું, “કોઈ સપૂત દેશની સેવા કરતી વખતે શહીદ કે ઘાયલ થાય ત્યારે આખો પરિવાર પ્રભાવિત થાય છે. આ મારા માટે ભાવનાત્મક મુદ્દો છે.”

ઋચાના બચાવમાં જે લોકો આવ્યા હતા તેમની દલીલ એ હતી કે ઋચાએ સેનાની ટીકા નથી કરી. તેણે એ સરકારની ટીકા કરી છે જેની અણઆવડતના કારણે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે મારામારીમાં 20 જવાનો શહીદ થયા હતા. આપણા માટે ગલવાન એક દુઃખતી રગ બની ગયું છે. 2020માં, ત્યાં ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ થઇ, તે પછી ચીન ત્યાં લગાતાર તેની પ્રવૃત્તિઓ વધારતું રહ્યું છે. આ બે વર્ષમાં એવો એક પણ મહિનો પસાર નથી થયો, જેમાં ગલવાનમાં ચીનની લશ્કરી હિલચાલના કોઈ સમાચાર ન આવ્યાં હોય. ભારત સરકાર પણ વખતો વખત કહેતી રહી છે કે ત્યાં સીમા પર ચીન સાથે બધું સમુસૂતરું નથી.

ઇન ફેક્ટ, ઋચા ચઢ્ઢાના મુદ્દે આપણું લોહી ઉકળતું હોય તો તેનું પા ભાગનું લોહી સરહદ પર અને સરહદ પારથી જે સમાચારો આવી રહ્યા છે તેના પર ઉકળવું જોઈએ. વાંચવા-વિચારવા જેવો અસલી મુદ્દો અત્યારે ચીન અને પાકિસ્તાનનો છે, પરંતુ આપણે અંદરોઅંદરની લડાઈમાં એટલા મગ્ન છીએ કે ત્યાં શું બની રહ્યું છે તેની ચિંતા નથી કરતાં.

આપણને, એટલે કે સાધારણ જનતાને, એ અંદાજ નથી કે એ ઘટના પછી ચીન સાથેના આપણા સંબંધો કેટલા ખરાબ થઇ ચુક્યા છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં મંત્રણાઓના 14 દૌર થઇ ચુક્યા છે અને છતાં સ્થિતિ સુધરી નથી. કોરોના પછીની દુનિયામાં કૂટનીતિ સ્તરે ધરખમ ફેરફારો આવ્યાં છે. ચીન આર્થિક, રાજકીય અને લશ્કરી મોરચે અંત્યંત આક્રમક બન્યું છે અને દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ તેના માટે તેનો કક્કો ખરો કરાવી રહ્યું છે. અમેરિકા સાથે તેનું શીત યુદ્ધ શરૂ થયું છે અને દુનિયાના દેશો ચીન અને અમેરિકા, એમ બે છાવણીઓમાં વહેંચાઇ રહ્યા છે. ચીન ભારતને અમેરિકાનું ‘પીઠ્ઠું’ અને દક્ષિણ એશિયામાં તેના હરીફ તરીકે જુએ છે.

એવી એક વ્યાપક માન્યતા છે કે ગલવાન વિવાદમાં ચીન ટસથી મસ થવા તૈયાર નથી અને તેની હરકત એવી છે જાણે તેને સેનાઓ વચ્ચે સંઘર્ષ થાય તેમાં રસ હોય. તાજેતરમાં જ, સેના પ્રમુખ મનોજ પાંડેએ વાસ્તવિક નિયંત્રણ રેખા(એલ.એ.સી.)ની સ્થિતિને ‘અસાધારણ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બે વર્ષ પછી પણ ત્યાં ચીની સૈનિકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. વિદેશી નિષ્ણાતો અનુસાર, ચીન સીમા પરના વિભિન્ન વિવાદિત ક્ષેત્રોમાં ઘૂસપેઠ કરવાની ફિરાકમાં છે. તે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભાં કરી રહ્યું છે.

ચીનની આ યોજનામાં તેને પાકિસ્તાનનો સાથ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાઈ થઇ તે પછી ચીન અને પાકિસ્તાન વચ્ચે દોસ્તીના કોલ લેવાયા છે અને તેની એક આડઅસર ભારતની સીમાઓ પર છે. ભારત અને ભારત બહારના સલામતી નિષ્ણાતો એક એવા ભવિષ્યની કલ્પના કરી રહ્યા છે કે ભારત સીમાએ જ્યારે પણ કોઈ યુદ્ધ થશે, ત્યારે તે ત્રિ-પાંખિયું હશે. એક તરફ ભારત અને બીજી તરફ ચીન અને પાકિસ્તાન.

એ સંદર્ભમાં, પાકિસ્તાનમાંથી આવેલા સમાચાર પણ ‘ચિંતાજનક’ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ., જે ભારતમાં બહુ સક્રિય છે, તેના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ-જનરલ સૈયદ અસિમ મુનિરને પાકિસ્તાનના આર્મી ચીફ બનાવવામાં આવ્યાં છે. 2019માં, પુલવામાની ઘટના બની ત્યારે આઈ.એસ.આઈ.ની કમાન મુનિરના હાથમાં હતી. ઉપરાંત, એર ફોર્સના પાયલોટ અભિનંદન વર્ધમાનની ભારત વાપસીમાં પણ તેમની મોટી ભૂમિકા હતી. 

નવા નિયમ પ્રમાણે, મુનિર આગામી ચાર વર્ષ સુધી એ પદ પર રહેશે. દિલ્હીમાં વર્તુળો માને છે કે આ ચાર વર્ષ દરમિયાન, મુનિર ભારત વિરોધી કટ્ટરતામાં વધુ હવા ભરશે. મુનિર રૂઢિચુસ્ત સાઉદી અરેબિયામાં કામ કરી ચુક્યા છે એટલે તેમનામાં ઉદારતાની અપેક્ષા અસ્થાને છે. ધાર્મિક વૃત્તિવાળા પાકિસ્તાની આર્મી ચીફ ભારત માટે કાયમ માથાનો દુઃખાવો રહ્યા છે અને મુનિર એમાં અપવાદ નથી રહેવાના.

મુનિર એવા સમયે પાક સેનાના વડા બન્યા છે જ્યારે પાકિસ્તાન આંતરિક રીતે રાજનૈતિક અને લશ્કરી સંકટમાંથી પસાર થઇ રહ્યું છે, જ્યારે બાહ્ય સ્તરે એક તરફ અફઘાનિસ્તાનની અસ્થિરતા તેના માટે ચિંતાનો વિષય છે અને બીજી તરફ આક્રમક ભારતનો ડર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેને અમેરિકા અને ચીનની તંગ દોરી પર ચાલવાનું છે. એ બહુ સ્પષ્ટ છે કે વડા પ્રધાન શાહબાઝ શરીફ મુનિરને પૂછ્યા વગર ભારત, ચીન અને અફઘાનિસ્તાનના મોરચે પાણી પણ પીવાના નથી.

ભારત માટે એ જોવાનું રહેશે કે મુનિર, તેમના પુરોગામી જનરલ બાજવાની જેમ, કશ્મીરમાં સીમા રેખા પર ‘શાંતિ’ જાળવી રાખવાના પક્ષમાં છે કે પછી ત્યાં સળીઓ કરવાના મૂડમાં છે. ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણે ન્યુક્લિયર તાકાતો છે. ત્રણેના એકબીજા સાથે ‘ટાંકા ભીડાયેલા’ છે. એકબીજાના દેશમાં કશું પણ થાય, તેનો સીધો પ્રભાવ તેમના સંબંધો અને સુરક્ષા પર પડે છે.

આટલી ‘પ્રસ્તાવના’ પછી આપણે એક જ સવાલ પૂછવાનો છે; સીમાઓ પર જ્યારે આવા અસલી મુદ્દાઓ ગંભીર સ્વરૂપ લેતા હોય, ત્યારે આપણે ફિલ્મ સ્ટારોની ટ્વીટ પર લડી પડતા હોઈએ તે કઈ રીતે દેશના હિતમાં છે?

લાસ્ટ લાઈન:

“યુદ્ધમાં લડવું અને વિજય પ્રાપ્ત કરવો સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા નથી, સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા વગર લડે દુશ્મનના પ્રતિરોધને તોડવામાં છે.”

— સુન ત્ઝુ, ચાઇનીઝ ચિંતક

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

नदव लापिद की ‘कश्मीर फाइल्स’

कुमार प्रशांत|Opinion - Opinion|5 December 2022

जिस तरह का सच यह है कि आईना झूठ नहीं बोलता, उसी तरह का सच यह भी है कि कैमरा झूठ नहीं बोलता. इसे हम इस तरह भी समझ सकते हैं कि सच प्राकृतिक है; झूठ गढ़ना पड़ता है- फिर वह झूठ सौंदर्य प्रसाधनों से बोला जाए या खुराफाती-स्वार्थी इंसानी दिमाग से ! गोवा में आयोजित भारतीय अंतरराष्ट्रीय फिल्म महोत्सव के आखिरी दिन, महोत्सव की जूरी के अध्यक्ष इस्राइली फिल्मकार नदव लापिद ने यही बात कही – न इससे कम कुछ, न इससे अधिक कुछ ! इसके बाद गर्हित राजनीति का जो वितंडा हमारे यहां फूट पड़ा, वह भी इसी सच को मजबूत करता है कि सच घटे या बढ़े तो सच ना रहे / झूठ की कोई इंतहा ही नहीं.

इतिहास बनाना इंसानी साहस की चरम उपलब्धि है; इतिहास को विकृत करना मानवीय विकृति का चरम है. हम दोनों ताकतों को एक साथ काम करते देखते हैं. इंसानी व सामाजिक जीवन में कला की एक अहम भूमिका यह भी है कि वह इन दोनों के फर्क को समझे व समझाए ! जो कला ऐसा नहीं कर पाती है वह कला नहीं, कूड़ा मात्र होती है. इसलिए कोई पिकासो ‘गुएर्निका’ रचता है, कोई चार्ली चैपलिन ‘द ग्रेट डिक्टेटर’ बनाता है, कोई एटनबरो ‘गांधी’ ले कर सामने आता है. अनगिनत पेंटिंगों, फिल्मों के बीच ये अपना अलग व अमर स्थान क्यों बना लेती हैं? इसलिए कि युद्ध की कुसंस्कृति को, विकृत मन की बारीकियों को तथा इंसानी संभावनाओं की असीमता को समझने में ये फिल्में हमारी मदद करती हैं. तो कला की एक सीधी परिभाषा यह बनती है कि जो मन को उन्मुक्त न करे, उद्दात्त न बनाए वह कला नहीं है.

दूसरी तरफ वे ताकतें भी काम करती हैं जो कला का कूड़ा बनाती रहती हैं ताकि सत्य व असत्य के बीच का, शुभ व अशुभ के बीच का, उद्दात्तता व मलिनता के बीच का फर्क इस तरह उजागर न हो जाए कि  ये ताकतें बेपर्दा हो जाएं. विवेक की इसी नज़र से गोवा फिल्मोत्सव में बनी जूरी को 14 अंतरराष्ट्रीय फिल्मों को देखना-जांचना था. लापिद इसी जूरी के अध्यक्ष थे. जूरी में या उसके अध्यक्ष के रूप में उनका चयन सही था या गलत, इसका जवाब तो उन्हें देना चाहिए जिनका यह निर्णय था लेकिन 5 सदस्यों की जूरी अगर एक राय थी कि ‘कश्मीर फाइल्स’ किसी सम्मान की अधिकारी नहीं है, तो इस पर किसी भी स्तर पर, किसी भी तरह की आपत्ति उठना अनैतिक ही नहीं है, घटिया राजनीति है जिसका दौर अभी हमारे यहां चल रहा है.

लापिद ने जूरी के अध्यक्ष के रूप में महोत्सव के मंच से जब ‘कश्मीर फाइल्स’ को ‘अश्लील शोशेबाजी’ ( ‘वल्गर प्रोपगंडा’ का यह मेरा अनुवाद है) कहा तब वे कोई निजी टिप्पणी नहीं कर रहे थे, जूरी में बनी भावना को शब्द दे रहे थे. जूरी के बाकी तीनों विदेशी सदस्यों ने बयान दे कर लापिद का समर्थन किया है. भारतीय सदस्य सुदीप्तो सेन ने अब जो सफाई दी है वह बात को ज्यादा ही सही संदर्भ में रख देती है : “ यह सही बात है कि यह फिल्म हमने कला की कसौटी पर खारिज कर दी. लेकिन मेरी आपत्ति अध्यक्ष ने बयान पर है जो ‘कलात्मक’ नहीं था. ‘वल्गर’ व ‘प्रोपगंडा’ किसी भी तरह कलात्मक अभिव्यक्ति के शब्द नहीं हैं.”  मतलब साफ है कि ‘कश्मीर फाइल्स’ कहीं से भी कला से सरोकार नहीं रखती है, इस बारे में जूरी एकमत थी. ऐसा क्यों था, इसकी सबसे गैर-राजनीतिक सफाई जो कोई भी अध्यक्ष दे सकता था, लापिद ने दी. उन्हें यह बताना ही चाहिए था कि क्यों जूरी ने उन्हें सौंपी गई 14 फिल्मों में से मात्र 13 फिल्मों में से ही अपना चयन किया, और 14वीं फिल्म को फिल्म ही नहीं माना ? जूरी के अध्यक्ष लापिद का धर्म था कि वे यह बताते. जिन शब्दों में लापिद ने वह बताया, वह कहीं से भी राजनीतिक, गलत, अशोभनीय या कला की भूमिका को कलंकित करने वाला नहीं था.

हमारे यहां ही कला-साहित्य-पत्रकारिता का आसमान इन दिनों इतना कायर व कलुषित हो गया है कि वहां कला व सच की जगह बची नहीं है. जूरी के विदेशी सदस्यों ने अपने बयान में इसे पहचाना है : “ हम लापिद के बयान के साथ खड़े हैं और यह साफ करना चाहते हैं कि हम इस फिल्म की विषयवस्तु के बारे में अपना कोई राजनीतिक नजरिया बताना नहीं चाहते हैं. हम केवल कला के संदर्भ में ही बात कर रहे हैं और इसलिए महोत्सव के मंच का अपनी राजनीति के लिए व नविद पर निजी हमले के लिए जैसा इस्तेमाल किया जा रहा है, उससे हम दुखी हैं. हम जूरी का ऐसा कोई इरादा नहीं था.”

जब नविद से पूछा गया कि जिस फिल्म को जूरी ने किसी सम्मान के लायक नहीं माना, उस फिल्म पर आपको कोई टिप्पणी करनी ही क्यों चाहिए थी, नविद ने बड़ी ईमानदारी के साथ अपनी बात रखी. यह कहने की जरूरत नहीं है कि ईमानदारी से खूबसूरत कलात्मक अभिव्यक्ति दूसरी नहीं होती है. नविद ने कहा : “ हां, आप ठीक कहते हैं, जूरी सामान्यत: ऐसा नहीं करती है. उनसे अपेक्षा यह होती है कि वे फिल्में देखें, उनका जायका लें, उनकी विशेषताओं का आकलन करें तथा विजेताओं का चयन करें. लेकिन तब यह बुनियादी सावधानी रखनी चाहिए थी कि ‘द कश्मीर फाइल्स’ जैसी फिल्में महोत्सव के प्रतियोगता खंड में रखी ही न जाएं. दर्जनों महोत्सवों में मैं जूरी का हिस्सा रहा हूं, बर्लिन में भी, केंस में भी, लोकार्नो और वेनिस में भी. इनमें से कहीं भी, कभी भी मैंने ‘द कश्मीर फाइल्स ’ जैसी फिल्म नहीं देखी. जब आप जूरी पर ऐसी फिल्म देखने का बोझ डालते हैं, तब आपको ऐसी अभिव्यक्ति के लिए तैयार भी रहना चाहिए.”

सारा खेल तो यही था. यह सरकारी आदेश था या आयोजकों की स्वामी भक्ति का खुला प्रदर्शन था, यह तो वे ही जानें लेकिन चाल यह थी कि झांसे में एक अंतरराष्ट्रीय फिल्म महोत्सव में सरकारी क्षद्म का यह चीथड़ा दिखा लिया जाए. जूरी मेजबानी के दवाब में आ कर अगर इसे सम्मानित कर दे, तो बटेर हाथ लगी; हाथ नहीं लगी तो दुनिया भर में हम अपना प्रचार दिखा गए, यह उपलब्धि तो हासिल होगी ही. नविद ने यह सारा खेल बिगाड़ दिया. इसलिए हमने देखा कि नविद को भारत स्थित इसराइल के राजदूत से गालियां दिलवाई गईं. जिन ‘अनुपम’ शब्दों में ‘ द कश्मीर फाइल्स’ गैंग ने नविद का शान-ए-मकदम किया, वह कला के चेहरे पर गर्हित राजनीति का कालिख मलना तो था ही, अंतरराष्ट्रीय कला बिरादरी में भारत को अपमानित करना भी था.

(05.12.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

સૌંદર્યશાસ્ત્રનો પ્રશ્ન ——

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|5 December 2022

બહુ ઓછાં પુસ્તકો એવાં હોય છે જે તમારા વિચારોની ધરીને ૧૮૦ ડિગ્રી ફેરવી શકતા હોય. તમે સડસડાટ તમારા વિચારોના હાઈ-વે પર જતા હોય, અને કોઈક એવું પુસ્તક આવે કે તમારે બ્રેક તો મારવી જ પડે, પણ યુ-ટર્ન ય મારવો પડે. મારા માટે આવું એક પુસ્તક એટલે મરાઠી દલિત સાહિત્યકાર શરણકુમાર લિમ્બાલેનું પુસ્તક ‘દલિત સાહિત્યાચે સૌંદર્યશાસ્ત્ર’. હું ૨૦૧૬માં કર્ણાટકમાં ભણતો હતો ત્યારે મારી યુનિવર્સિટીએ ભારતીય દલિત સાહિત્ય વિશે એક સેમીનાર યોજેલો. એ સેમીનાર માટે અમને ઘણાં દલિત સાહિત્યનાં પુસ્તકો વાંચવા માટે આપવામાં આવેલાં. એમાંનું એક આ પુસ્તક. અગાઉ લિમ્બાલેનું ‘અક્કરમાશી’ વાંચેલું, અને ધ્રૂજી ગયેલો. ઘણા દિવસો સુધી ઊંઘ હરામ થઈ ગયેલી. પછી આ પુસ્તક હાથમાં આવ્યું – દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્ર વિશેનું. મારી એ વખત સુધી બંધાયેલી સૌંદર્યશાસ્ત્ર વિશેની બધી જ માન્યતાઓને આ પુસ્તકે પ્રશ્નાર્થ હેઠળ લાવી દીધેલી.

સૌંદર્યશાસ્ત્ર એટલે મૂળે તો કોઈ પણ કળાને સમજવાનું શાસ્ત્ર. કળાને સમજવાની, એના વિશે વિચારવાની ચાવી આપનારું શાસ્ત્ર. વળી, સારી કળાકૃતિ અને નબળી કળાકૃતિ વચ્ચે શો તફાવત હોય એ પણ આ શાસ્ત્ર જણાવે. પશ્ચિમમાં એરીસ્ટૉટલનું ‘પોએટીકસ’, અને ભારતમાં ભારતમુનિનું ‘નાટ્યશાસ્ત્ર’ આ સંદર્ભે સૌથી પ્રભાવશાળી ગ્રંથો રહ્યા છે. સૌંદર્યશાસ્ત્ર વિશેની મોટા ભાગની થિયરીઝના મૂળમાં આ બે ગ્રંથો છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે, રસાનુભૂતિને કોઈ પણ કળાકૃતિનો ઉદ્દેશ ગણવામાં આવે છે. ભરતમુનિએ જણાવેલ આઠ રસોમાંથી (હાસ્ય, કરુણ, શ્રુંગાર, વીર, બિભત્સ, રૌદ્ર, અદ્ભુત, ભયાનક) એક યા એકથી વધારે રસોનું ભાવન કોઈ કલાકૃતિ થકી થાય, એના થકી ભાવકને સૌંદર્યની અને આનંદની અનુભૂતિ થાય, તો એ કૃતિનો ઉદ્દેશ પમાયો છે એમ ગણાય.

શરણકુમાર લિમ્બાલે આ શાસ્ત્રના આધારરૂપ પૂર્વવિધાન સામે, બેઝીક પ્રેમાઈસ સામે સવાલ ઉઠાવે છે. સૌંદર્યની વાતો કોણ કરે? શાસ્ત્ર લખવાની અને તેના વિશે વિચારવાની મંજૂરી, તેમ જ સગવડ કોની પાસે હોય? શાસ્ત્રો લખવા અને કળાકૃતિના ધોરણો ઊભા કરવા એ સદીઓથી સવર્ણ લેખકો-વિચારકોની ઈજારાશાહી રહી છે. વળી, સવર્ણ લેખકો દ્વારા લખાયેલ શાસ્ત્રોને એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે એ શાસ્ત્રની વાતો શાશ્વત (eternal) અને સાર્વત્રિક (universal) હોય. શરણકુમાર લિમ્બાલે પુસ્તકમાં આ પ્રકારની પેટર્ન સામે સવાલ ઉઠાવે છે. 

તેમના મતે કળાના ધોરણો શાશ્વત કે સાર્વત્રિક નહિ, બલકે સામાજિક/આર્થિક સત્તાના જોરે ઘડાયેલા હોય છે. એ ધોરણો સત્તામાં રહેલા લોકોને ફાયદો થાય એ રીતે જ ઘડવામાં આવ્યા હોય છે. આ કારણે લિમ્બાલે દલિત લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વિવેચનમાં જે અન્યાય થાય છે એ વિશે ઝુંબેશ ઉઠાવે છે. તેમના મતે દલિત લેખકો દ્વારા લખાયેલ સાહિત્યને સવર્ણ લેખકો દ્વારા રચાયેલ શાસ્ત્રની નજરે જોવું એ ભૂલભરેલું પગલું છે. આમ કરવાથી હંમેશાં દલિત સાહિત્ય ટૂંકુ પડતું જ લાગશે. કારણ કે આનંદ કે સૌંદર્યની અનુભૂતિ કરાવવી એ દલિત સાહિત્યનો ઉદ્દેશ જ નથી. દલિત સાહિત્યને માપવા માટે અલગ ફૂટપટ્ટી જોઈએ, દલિત સાહિત્યનું એક અલગ શાસ્ત્ર જોઈએ. 

આ શાસ્ત્ર કેવું હોય? કળાકૃતિને માપવાના એના મુખ્ય ધોરણો કેવા હોય? લિમ્બાલે પુસ્તકમાં આ મુદ્દા પર પ્રકાશ પાડે છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્યકારો આંબેડકરની વિચારસરણીને અનુસરે છે. એટલે એ સાહિત્યમાં મુખ્ય ઘટકો સૌંદર્ય અને આનંદ નહિ, સમાનતા, આઝાદી અને સામાજિક ચેતના છે. આ સાહિત્ય ઘોર પીડા અને અન્યાયના અનુભવમાંથી ઉદ્ભવે છે. સૌંદર્યની અનુભૂતિનો સવાલ જ નથી. આ સાહિત્ય થકી અસામનતામાં ખચિત સમાજનો કદરૂપો, બિહામણો ચહેરો તાદૃશ થાય એ મુખ્ય ઉદ્દેશ છે.

દલિત સાહિત્ય લેખકોની કલ્પનાથી નહિ, પણ નક્કર વાસ્તવિક અનુભવથી સર્જાય છે. એ અનુભવની વાત વાચક સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. રૂપની સાધના કરતા વિવેચકોએ આ સાહિત્ય પાસે પહોંચવું હશે તો પોતાના આગ્રહો છોડવા પડશે. ટેકનીક, સ્વરૂપ કે ભાષાસૌંદર્યના ઘટકો નહિ, પણ સામાજિક અસમાનતા વિશે કોઈ દલિત સાહિત્યની કળાકૃતિ વાચકને કેટલી જાગૃત કરે છે, એને માનવતાવાદી અભિગમ કેળવવા તરફ વિચારતી કરે છે કે કેમ, એ કળાકૃતિને મૂલવવાના મુખ્ય ઘટકો હોવા જોઈએ.

કળાકૃતિમાં ભાષાસૌંદર્યની અપેક્ષા રાખતા વિવેચકો સામે પણ લિમ્બાલે સવાલ ઉઠાવે છે. દલિત સાહિત્ય એ વિદ્રોહનું સાહિત્ય છે. એની ભાષા પણ વિદ્રોહની ભાષા હોવાની. જુગુપ્સા પ્રેરે એવી ઘટનાઓ, ગાળો કે જાતીયતાનું સાવ અનાવૃત નિરૂપણ દલિત સાહિત્યમાં આવે તો એને લીધે એ કૃતિઓને ડિસમીસ કરી દેવી એ વિવેચકોની તાસીર છે. પણ લિમ્બાલે કહે છે કે આ પ્રકારની ઘટનાઓ કે ભાષા એ ઘણા દલિત લેખકોના અનુભવનું ભાથું છે. જો એ બધું વિવેચકોને અસ્વસ્થ કરે છે તો એનું કારણ જાતિગત સામાજિક અસમાનતા છે. સમાજ ગંદો છે. દલિત લેખક તો એ સમાજને સચ્ચાઈથી, પોતાના અનુભવના ભાથામાંથી વ્યક્ત કરવાનું નિમિત્ત માત્ર છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્ય વાંચીને તમને સૌંદર્ય કે આનંદનો અનુભવ જો ન થાય, પણ ગુસ્સો આવે, ઉબકા આવે, ઊંઘ ઉડી જાય, દીવાલને મુક્કા મારવાનું મન થાય તો એ દલિત સાહિત્યની નબળાઈ નહિ, પણ તાકાત છે.

લિમ્બાલેની વાત અસરકારક એટલા માટે છે કે પુસ્તકની દલીલો ખૂબ જ તર્કપૂર્ણ છે. પોતાની દલીલોને ટેકો આપવા લિમ્બાલે અશ્વેતોના વિદ્રોહના સાહિત્યની—બ્લેક લીટરેચર—ની પણ વાત કરે છે. આંબેડકરવાદી અને માર્ક્સવાદી સાહિત્યની પણ વાત કરે છે, આંબેડકર અને માર્કસની વૈચારિક સમાનતા અને બંને વિચારસરણીઓ ક્યા અલગ પડે છે એની પણ વાત કરે છે. મજબૂત સંદર્ભો સહિત, તર્કપૂર્ણ દલીલો થકી લિમ્બાલે કળાના સાર્વત્રિક અને શાશ્વત ધોરણોની હેઠળ રહેલા બોદાપણાને ઉજાગર કરે છે.

આ જ વાત ઈટલીના મહાન વિવેચક અને લેખક ઉમ્બર્તો એકો, અલબત્ત થોડી અલગ રીતે, પોતાના સંપાદિત પુસ્તક ‘ઓન બ્યૂટી’માં કરે છે. પુસ્તકમાં તેઓ પશ્ચિમમાં સૌંદર્યશાસ્ત્રનો ઇતિહાસ કેવી રીતે વિકસ્યો એની વાત કરે છે. એકો જણાવે છે કે સૌંદર્યના ધોરણો કદી ય સાર્વત્રિક અને શાશ્વત હતા જ નહિ, પણ અલગ અલગ સમયે એ બદલાતા રહ્યા છે. સત્તામાં રહેલા તત્ત્વોએ હંમેશાં સૌંદર્યના શાસ્ત્રોને પોતાની વિચારસરણી મુજબ બદલ્યા છે. સત્તા બદલાય, એમ સારી કળા કેવી હોય એના ધોરણો ય બદલાય. એક ફૂટપટ્ટીથી બધું જ ન મપાય.

આપણે કોઈ કળાકૃતિને માણીએ ત્યારે ઘણીવાર એને જજ કરવામાં, એનું વિવેચન કરી નાખવા ઉતાવળા થઈ જતા હોઈએ છીએ. કોઈ કૃતિ સારી છે કે ખરાબ, એ સવાલ પૂછવાની જગ્યાએ, કેવા સૌંદર્યશાસ્ત્રને આ કળાકૃતિ અનુસરે છે, અથવા તો, આ કળાકૃતિને માપવા/માણવા માટે મારે કઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ, એ સવાલ વધારે મહત્ત્વનો છે.

હું માનું છું કે આ બદલાયેલો સવાલ એ કૃતિની નજીક પહોંચવામાં, એને માણવામાં વધારે મદદ કરી શકે છે.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3091,3101,3111,312...1,3201,3301,340...

Search by

Opinion

  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved