નવું કશું લખવું ન સૂઝે એટલે મારી ટેવ પ્રમાણે હું રુમિ પાસે જઉં છું. એ મને એનાં કાવ્યો ધરે છે ને હું એને મારી ભાવ-ભાષામાં અવતારી લઉં છું :

રુમિ કહે છે :
ભીતરની કોમળતા
શોધી લેશે જ્યારે એ ગુપ્ત ઇજાને
દર્દ પોતે જ તોડી નાખશે ખડકને
ને પછી
ઓહ ! આત્મા પ્રગટશે
પ્રગટવા દેજે
++
કશુંક ગુમાવીએ એટલે રોષ થાય. એ વિશે રુમિ કેવું કાવ્ય સરજે છે, સાંભળો :
તારા વિના મેં વાવ્યા હતા કેટલાક પુષ્પછોડવા
એ થઈને ઊભા
કાંટા
મેં જોયો એક મયૂર
બની ગયો
સર્પ
તન્તુવાદ્ય હાર્પ વગાડું છું
પણ જનમે છે
નર્યો ઘૉંઘાટ …
ઊંચા સ્વર્ગે પ્હૉંચી તો ગયો
પણ એ નીકળ્યું
ખદબદતું નર્ક
++
રુમિ પોતાના દુ:ખમાં ડુબકી મારે છે, ત્યારે :
મને એમ છે કે હું તને તન્તુવાદ્યની જેમ
છાતીએ વળગાડી રાખું
ને આપણે બન્ને પ્રેમથી રડી લઈએ …
તારી કાયા મારાથી ભલે દૂર છે પણ
મારા હૃદયથી તારા હૃદય લગીની બારી તો ખૂલ્લી છે
રડી લે તારી બધી જ વેદનાઓને
તારી નિરાશાઓને
કહી દે એમને ફારસીમાં ને પછી ગ્રીકમાં…
તું બેહદ જીવન્ત છું
કહી દે
શી રીતે છું
++
‘પક્ષીપાંખ’ નામના એક કાવ્યમાં રુમિ સરસ આશ્વાસન આપે છે :
તેં ગુમાવ્યું એની વેદના તને દર્પણ ધરે છે
તું શૌર્યથી કામ કરું છું ત્યાં
માની લે કે એ કુરૂપ હશે
પણ જો
ખરેખર તો તું જોવા ઝંખતી’તી એ
એ જ છે તારો હસમુખ ચ્હૅરો
તારી હથેળીઓ ખૂલે છે ને બંધ થાય છે ને ખૂલે છે
મુઠ્ઠી સદા વળેલી હોત કે
હથેળીઓ સદા ખુલ્લી હોત
તને લકવો થઈ જાત
તારી ઘેરી હાજરી હરેકમાં છે
સંકોચમાં અને વિસ્તારમાં
બન્ને બરાબર ગોઠવાયેલી છે
પક્ષીની પાંખોની જેમ
= = =
(November 13, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


વર્ષોથી એવું કહેવાતું આવ્યું છે કે સ્ત્રી અને પુરુષ તો સંસાર રથનાં ચક્રો છે. હશે, પણ એ ચક્રો કરતાં ચક્રમો વધારે લાગે છે. સંસાર રથને સ્ત્રી ગામ ભણી તાણે તો પુરુષ સીમ ભણી તાણે એવું ઘણી વાર બને છે. સ્ત્રી, પુરુષને આદર્શ ચીતરવામાં આવે છે ખરાં, પણ તેવું કલ્પનામાં સારું લાગે છે, બાકી વ્યવહારમાં તો આદર્શ જેવું ખાસ જોવા મળતું નથી. એમાં વળી આજનું યુવા કલ્ચર તો અનેક રીતે ચર્ચાસ્પદ ને ક્યારેક તો હાસ્યાસ્પદ રીતે વર્તતું હોવાનું લાગે છે. એ સાચું છે કે અનેક પરિવર્તનો સમાજમાં આવ્યાં છે ને સમાજને જ તેનો વાંધો પડે છે, તો આજનું યુવા માનસ અનેક તનાવોનું શિકાર છે તે પણ ખરું. એક સમયે કુટુંબ સંયુક્ત અને તેથી વિશાળ પણ હતું. કુટુંબમાં જ ભાઈ-બહેનો મિત્રની ગરજ સારતાં હતાં. હવે કુટુંબ નાનું થયું છે. મોટે ભાગે તો ભાઈ બહેન હોય કે ભાઈ અથવા બહેન હોય, એટલામાં કુટુંબ પૂરું થઈ જાય છે. એમાં હવે બહારથી મિત્રો ઉમેરાયા છે ને તે પ્રકાર પ્રકારના ને સારી એવી સંખ્યામાં હોય છે. એ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ જેવું ઘણું ઉમેરાયું છે ને ઉમેરાતું જ જાય છે, એટલે એ ભીડથી બચવાનું રહે છે. આ ભીડ વ્યક્તિને એકલી ને એકલપેટી બનાવે છે. મોટે ભાગનું એમાં સાચું નથી હોતું, પણ દેખાડો તો એમાં ભરપૂર થાય જ છે.
એ યોગાનુયોગ પણ હોઈ શકે, પરંતુ આર્થિક રીતે પછાત વર્ગ (ઈકોનોમિકલી વીકર સેક્શન – ઈ.ડબલ્યુ.સી.) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણને બહાલી આપવાના સુપ્રીમ કોર્ટના ફેંસલાની સીધી અસર ગુજરાતની ચૂંટણી પર પડશે. ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટીના સવા બે દાયકાના એકચક્રી શાસનમાં, સૌથી ગંભીર પડકાર 2015માં પાટીદારોના અંદોલનના રૂપમાં આવ્યો હતો, જેમણે હાર્દિક પટેલના નેતૃત્વમાં આર્થિક રીતે પછાત વર્ગના દરજ્જા માટે મોટા પાયે આંદોલન કર્યું હતું. એ આંદોલનમાં જ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલનો ભોગ લેવાયો હતો.