Opinion Magazine
Number of visits: 9458382
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

इतिहास के चीते

कुमार प्रशांत|Opinion - Opinion|19 September 2022

70 साल बाद चीते भारत में दिखाई दिए; अौर वह भी प्रधानमंत्री के जन्मदिन पर, प्रधानमंत्री के साथ जन्मदिन मनाते हुए; और यह भी कि प्रधानमंत्री ने खुद नामीबिया से चीतों को भारत ला कर मध्यप्रदेश के कूनो नेशनल पार्क में बसाया है. बना न इतिहास !! ऐसे बनता है इतिहास; और यहां तो रोज-रोज ही बनाए जा रहे हैं इतिहास. आपने नहीं देखा, राजपथ को कर्तव्यपथ बना कर अभी-अभी तो इतिहास बनाया गया. इतने इतिहास बनाए जा रहे हैं कि गिनने की फुर्सत नहीं है कि कौन-सा इतिहास कहां से निकला और कब बे-इतिहास हुए, इतिहास के गर्त में समा गया !

इतिहास के साथ यही परेशानी है. जिसके काल में वह बना दिखाई देता है, उसी के काल में बनता नहीं है. इतिहास की जंजीर काल की सातत्यता से ही बनती है. अब इन चीतों की बात ही लीजिए. 2010 में तब की सरकार ने चीतों के देश से विलुप्त होने की बात पर ध्यान दिया था और बाहर से चीतों को भारत ला कर बसाने की योजना बनाई थी. गुजरात, राजस्थान, मध्यप्रदेश से जुड़ी जंगलों की वह पट्टी भी तभी चुनी गई थी जिसमें कूनो भी आता है. अब चीते भले बिजली की गति से दौड़ने वाले प्राणी हों, सरकारी योजनाएं तो कछुए की गति से भी चलें तो तेज मानी जाती हैं. सो अब जा कर चीते आए हैं. सच्चा इतिहास तो तब बनता न जब यह सारा इतिहास देश के सामने रखा जाता. लेकिन इतिहास के नये चीते इतनी सच्ची-सरल चाल कैसे चलें ? तो ऐसी तस्वीर बनाई जा रही है मानो सारा कुछ चीते की चाल से 2014 से ही दौड़ने लगा है.

ऐसी अंधी दौड़ में यह जरूरी सवाल न कोई पूछ रहा है, न कोई बता रहा कि अपने देश से चीते लुप्त हुए ही क्यों ? अभी दूसरे लुप्त व लुप्तप्राय प्राणियों-पौधों की बात नहीं करता हूं लेकिन एशियाई चीतों की हमारे यहां अच्छी फसल होती थी. कहा यह जा रहा है कि कोरिया रियासत के महाराज रामानुज प्रताप सिंह देव ने 1947 में उन तीन चीतों का शिकार कर डाला था जो भारत में चीतों के आखिरी वंशज थे. लेकिन क्या यही अंतिम सच है ? भारत सरकार ने 1952 में कबूल किया कि अब भारत में कोई एशियाई चीता नहीं बचा है. तो कोई पूछे तो कि 1947-52 तक भारत सरकार क्या कर रही थी ? और उससे पहले क्या कर रही थी, और उसके बाद क्या करती रही ? चीता बहुत तेजी से भले भागता है लेकिन है बेहद नाजुक प्राणी – बिल्ली-परिवार के विशालकाय व खतरनाक 7 सदस्यों में चीता ही है कि जो मनुष्यों पर हमलावर नहीं होता है, जंगल में भी बहुत बच-छिप कर रहता है, पालतू बनाया जाता रहा है, और घने घास-झाड़ी-झंखाड़ से जुड़े जंगल जिसका सहज निवास हैं.

यह सरकार आज जिसे चीख-चीख  कर विकास कहती है, जिसका घटाटोप सब तरफ दिखाई देता है, उस विकास की तेज आंधी में सबसे पहले ऐसे ही जंगलों का विनाश हुआ. चीतों के स्वाभाविक घर नहीं रहे तो उनका छिपना-बचना कठिन होने लगा. उस पर से राज-परिवार के, सरकारी-परिवार के कानूनी व पेशेवर गैर-कानूनी शिकारी भी उनके पीछे पड़े थे ही. चीते इनसे तेज नहीं दौड़ सके, तो दम तोड़ गए. विकास की वही अवधारणा आज भी चल रही है, तो चीते नामीबिया से लाएं कि दक्षिण अफ्रीका से, वे बचेंगे कैसे, फले-फूलेंगे कैसे ? प्रधानमंत्री को यदि इतनी फुरसत है कि वे चीतों को जंगल में छोड़ने व उनका फोटो खींचने में वक्त लगा सकें, तो उन्हें थोड़ा वक्त यह सोचने पर भी लगाना चाहिए कि चीते के साथ तालमेल बिठा कर चलने वाला विकास का मॉडल क्या हो सकता है और कैसे चलाया जा सकता है? तब उन्हें यह रहस्य भी समझ में आएगा कि सहज मानवीय ऊष्मा से भरा इंसान ही प्रकृति को भी बचा व संवार सकता है. उस इंसान के संरक्षण का कौन-सा पार्क है हमारे यहां ?

ऐसा ही मामला कर्तव्यपथ का भी है. उस दिन भी कहा गया कि हम दासता के इतिहास से मुक्त हो, एक नए इतिहास का सर्जन कर रहे हैं, क्योंकि हम राजपथ का साइनबोर्ड बदल कर कर्तव्यपथ का साइनबोर्ड लगा रहे हैं. साइनबोर्ड बदलने का यह खेल नया नहीं है. इसका इतिहास और वर्तमान भी उलट कर देखना चाहिए. सड़कों-नगरों-संस्थानों-विभागों आदि-आदि के नाम बदलने की दिशाहीन आंधी ही देश में बहाई जा रही है जिसमें इतिहास, परंपरा, जनबोध सभी बहे जा रहे हैं. सत्ता के जोर पर वक्त की कठपुतलियों को वक्त का जादूगर बता कर स्थापित करने की कोशिश देश का इतिहास-बोध धुंधला व विस्मृत कर रही है.

औपनिवेशिक दासता के मानसिक-सांस्कृतिक-राजनीतिक चिन्हों से मुक्त होने की तुमुल अावाज जिसने उठाई ही नहीं थी बल्कि मुक्ति की उस दिशा में देश को साथ ले कर जो चल पड़ा था उस महात्मा गांधी की हत्या करने का पुण्य कर्तव्य किसने निभाया था, वह इतिहास भले आप याद न करिए, यह सावधानी तो रखिए कि उस हत्या का, उस हत्यारे का व उस हत्यारी मानसिकता का महिमामंडन न हो ! लेकिन परेशानी यह है कि उस हत्या से चला इतिहास सीधा आप तक पहुंचता है तो क्यों ? आप उसे गले लगाते हैं तो क्यों ? आपके यहां उनके मंदिर बनते हैं तो क्यों ? जब वे ही लोग आपके सांसद-विधायक हैं, तो आप संविधान व इतिहास के साथ खड़े कैसे हो सकते हैं ? आपका सारा शासन उसी औपनिवेशिक दासता के पदचिन्हों पर पांव धर-धर कर चलता है. राष्ट्रपति, प्रधानमंत्री, राज्यपाल, मंत्रिमंडल की सारी अवधारणा व उसका सारा तामझाम दासता के पदचिन्हों को चूमता ही तो है. मुक्ति मन से होती है तब तन पर, व्यवहार में दिखाई देती है.

जिस छतरी पर किंग जार्ज की प्रतिमा स्थापित थी, उसी छतरी पर नेताजी सुभाष की प्रतिमा की स्थापना, और वह भी फौजी लिबास में, किस मानसिकता का प्रतीक है ? वह फौजी लिबास नेताजी का सामान्य लिबास नहीं था, एक दौर का लिबास था जैसे गांधी भी एक दौर में टाई-सूट में मिलते हैं. देश नेताजी को इस रूप में तब पाता है जब वे आजादी की हमारी सामूहिक लड़ाई से उकता कर निकले थे और दूसरी औपनिवेशिक ताकतों से जा मिले थे. तब गांधी ने उनसे यही तो पूछा था कि एक औपनिवेशिक ताकत से जूझते हुए हम दूसरी औपनिवेशिक ताकत को गले लगाएं यह कैसी बुद्धिमत्ता है ? सुभाष न तब उसका जवाब दे सके थे, न बाद में ही. उनकी उस चूक को आज हम जन-मानस में स्थापित कर क्या किसी आजाद मानसिकता का परिचय दे रहे हैं ? युद्धों को आल्हादकारी बनाने वाला राष्ट्रीय समर स्मारक संस्कृति का नहीं, विकृति का प्रतीक बन जाता है क्यों कि उसमें से वीरता व बलिदान का संदेश नहीं मिलता है, न युद्ध के अंत की लालसा पैदा होती है. भारत राष्ट्र का मान तो कल्याण व बलिदान से भरा बनाना है.

सत्ता-तालियां-उन्माद-जयजयकार-चाटुकारिता आदि से ऊपर उठ कर जो हासिल होता है उसे विवेक कहते हैं. स्वतंत्र मन का गहरा नाता इसी विवेक से होता है. व्यक्ति और समूह में वह विवेक खोता जा रहा है. विवेकहीनता न दासता से मुक्ति है, न आजादी का सयानापन है. विवेकहीनता गुलामी का ही दूसरा नाम है. मनुष्यों का अपमान-तिरस्कार होता रहे और हम चीतों के स्वागत में खड़े हो जाएं, तो यह क्षद्म विवेकहीनता का चरम है.

नामीबिया के चीते भारत के कूनो में फले-फूलें और हमें विवेकवान बनाएं, आज तो हम इतनी ही प्रार्थना कर सकते हैं.

(18.09.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ભારત જોડો યાત્રા: કાઁગ્રેસને તારશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 September 2022

એક મિનિટ માટે રાજકારણને બાજુએ રાખો અને માત્ર શારીરિક અને માનસિક શ્રમની જ વાત કરો, તો રાહુલ ગાંધીની “ભારત જોડો યાત્રા” એક અપ્રતિમ સાહસથી ઓછી નથી. 7મી સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ પદયાત્રા, 11 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થવાની છે. રાહુલ ગાંધી અને 100 યાત્રીઓ રોજે રોજ પગેથી ચાલીને 20થી 25 કિલોમીટરનું અંતર કાપશે અને આગામી પાંચ મહિનામાં યાત્રાનો 3,570 કિલોમીટરનો આખો રૂટ પૂરો કરશે. યાત્રા બે બેચમાં થશે : સવારે 7થી 10:30 અને સાંજે 3:30થી 6:30. અમુક યાત્રીઓ “અતિથિ યાત્રી” જોડાશે અને સાંજ પડે સૌના ઘરે જશે. રાહુલ સહિતના 250 યાત્રીઓ, ટ્રકો પર બનાવામાં આવેલાં 60 કન્ટેનરોમાં રાત વિતાવશે. કન્ટેનરોમાં એરકંડિશન સિવાયની બધી સુવિધા છે.

પણ “ભારત જોડો યાત્રા” શારીરિક વ્યાયામ નથી, એ એક રાજકીય કવાયત છે. કાઁગ્રેસના 52 વર્ષીય નેતા રાહુલ ગાંધીએ આ યાત્રા દ્વારા તેમના નિષ્ફળ નેતૃત્વ અને સતત પતનના માર્ગે જઈ રહેલી કાઁગ્રેસ પાર્ટીમાં જોર પુરવા માટે તેમની કારકિર્દીનો સૌથી મોટો જુગાર ખેલ્યો છે. રાહુલ તેમાં સફળ રહેશે? દેશમાં મતદારો છેલ્લા આઠ વર્ષથી ચૂંટણી દર ચૂંટણી જે રીતે કાઁગ્રેસને જાકારો આપી રહ્યા છે, તે જોતાં આગામી ચૂંટણીમાં કોઈ ચમત્કાર થવાની શક્યતા નહીંવત છે.

તેનું મુખ્ય કારણ સત્તા-વિરોધી લહેરનો અભાવ. નરેન્દ્ર મોદીની સરકારે અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે, છતાં આમ જનતામાં સરકાર વિરોધી ભાવના જોવા મળતી નથી. મોદીની “મજબૂત નેતા”ની છબી લોકોના માનસમાં એવી ઘર કરી ગઈ છે કે મતદારો તેમની કમજોરીને નજરઅંદાજ કરે છે. “મોદી જે કરે છે તે સારા માટે કરે છે” એવો એક વિશ્વાસ જનમાનસમાં છે તેનું કારણ એ છે કે લોકો એવું માનવા તૈયાર નથી કે મોદી અંગત સ્વાર્થ માટે કશું કરે છે. નિર્ણયો વિવાદાસ્પદ હોય તો પણ, છે તો લોકો માટે અથવા રાષ્ટ્ર માટે. આવી લોક ભાવના મોદીને સરસાઈ આપે છે અને વિરોધીઓ(કાઁગ્રેસ)ને નુકસાન કરાવે છે.

એનો અર્થ એવો પણ નથી કે લોકો પાસે સરકારની ટીકા કરવાનાં કારણો નથી. અર્થવ્યવસ્થા નબળી પડી છે અને દેશમાં કોમી સોહાર્દને જબરદસ્ત આઘાત લાગ્યો છે એ બે બાબતોથી બધા લોકો વાકેફ છે, પરંતુ નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? તે પ્રશ્નનો કોઈ ઉત્તર ન હોવાથી મતદારો દરેક ચૂંટણીમાં મોદીના નામ પર ભા.જ.પ.ને સત્તા આપે છે. આ સ્થિતિ નવાઈની નથી. એક જમાનામાં કાઁગ્રેસના જ જવાહરલાલ નહેરુ (16 વર્ષ) અને ઇન્દિરા ગાંધી(બે તબક્કે 14 વર્ષ)ના શાસનમાં પણ વિરોધ પક્ષોની હાલત એટલી નબળી હતી કે તે વખતે પણ “ટિના” (ધેર ઈઝ નો ઓલ્ટરનેટિવ) ફેકટર પ્રચલિત થયું હતું.

જો કે કટોકટી કાળમાં સત્તા વિરોધી ભાવના મજબૂત હતી પણ ઇન્દિરા તેમની લોકપ્રિયતાના ભ્રમમાં રહ્યાં હતાં અને 1977માં વિપક્ષોના ગઠબંધન “જનતા પાર્ટી”એ તેમને ઘરે બેસાડી દીધાં હતાં. “ભારત જોડો યાત્રા”ના નામે રાહુલ ગાંધી મોદી સરકાર સામે જનજાગૃતિ પેદા કરવા માંગે છે. દેખીતી રીતે જ, યાત્રાનો હેતુ 2024ની લોકસભાની ચૂંટણી છે. કાઁગ્રેસ અત્યારે બે જ રાજ્યો (રાજસ્થાન અને છતીસગઢ)માં સત્તામાં છે અને જ્યાં પણ સ્થાનિક પાર્ટીઓ મજબૂત છે, ત્યાં તે ત્રીજા નંબરે છે. એ ઉપરાંત, પાર્ટીમાં ભયાનક આંતરિક ખટપટો ચાલે છે અને તેના અનેક અગ્રણી નેતાઓ પાર્ટી છોડી ગયા છે.

એટલે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે એક સમયે એક જમાનામાં 16 રાજ્યોમાં શાસન કરતી કાઁગ્રેસ પાર્ટીનો આ યાત્રા મારફતે તેની કેડરમાં ઉત્સાહ ભરવાનો, રાજ્યોમાં પાર્ટીને સક્રિય કરવાનો અને 2024 સુધીમાં ભા.જ.પ.ના વિકલ્પ તરીકે ઉભરવાનો છેલ્લો અને મોટો પ્રયાસ છે. આજની નવી પેઢી માટે પદયાત્રા કદાચ જોણું સાબિત થતી હશે, પરંતુ ભારતના ઇતિહાસમાં તેની નવાઈ નથી.

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે જનજાગૃતિ ફેલાવા માટે 1930માં દાંડી યાત્રા કરી હતી. જનતા પાર્ટીની ખીચડી સરકારને ઉખાડી ફેંકીને પુન: સત્તામાં આવેલાં ઇન્દિરા ગાંધી 1983માં તેમની લોકપ્રિયતાની ચરમસીમાએ હતાં, ત્યારે જનતા પાર્ટીના વડા ચંદ્રશેખરે કન્યાકુમારીથી દિલ્હીના રાજઘાટ સુધી “ભારત યાત્રા” આદરી હતી. તેનાથી તેઓ ગરીબ અને પછાત વર્ગના હિરો બની ગયા હતા. બદ્દનસીબે, 31 ઓક્ટોબર 1984માં શિખ સુરક્ષા કર્મચારીઓએ ઇન્દિરાની હત્યા કરી નાખી અને ચંદ્રશેખરનું કર્યું કરાવ્યું ધૂળમાં મળી ગયું.

ભા.જ.પ. આજે રાહુલની પદયાત્રાની ભલે મજાક ઉડાવે, પણ ભારત પર તેના શાસનના મૂળમાં 1990ની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા છે. ભા.જ.પ.ના તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નામે જનજાગૃતિ ફેલાવા આ યાત્રા કાઢી હતી (જેના સંચાલનમાં મોદી હતા). એમાં અડવાણી જનનાયક બની ગયા હતા અને ભા.જ.પ. કાઁગ્રસના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી.

રાહુલની “ભારત જોડો યાત્રા”નું નામ પણ પહેલીવાર નથી. અડવાણીએ જે વાવ્યું હતું, તેને પાણી સિંચવાના આશયથી, તેમના ઉત્તરાધિકારી મુરલી મનોહર જોશીએ 1991માં કન્યાકુમારીથી શ્રીનગર સુધીની “એકતા યાત્રા” આદરી હતી. એમાં પણ નરેન્દ્ર મોદી કર્તાહર્તા હતા. હાલ કેન્દ્રમાં મંત્રી અનુરાગ ઠાકુરે 2011માં કોલકત્તાથી શ્રીનગર સુધીની “એકતા યાત્રા” કાઢી હતી. 1990માં, સત્તા ગુમાવ્યા પછી રાજીવ ગાંધીએ પણ ટ્રેનમાં બેસીને “ભારત યાત્રા” કાઢી હતી. જો કે, એ યાત્રાનું ધાર્યું ફળ મળ્યું નહોતું.

“ભારત યાત્રાઓ”નો આ ટૂંકો ઇતિહાસ એક જ વાત સાબિત કરે છે કે લોકોને પોતાની સાથે જોડવા એ લોકતાંત્રિક રાજનીતિમાં કોઈ નેતા કે પાર્ટીનો પાયાનો હેતુ હોય છે. એટલે આવી યાત્રાઓ હંમેશાં આવકારદાયક જ હોય છે. કાઁગ્રેસે તેની યાત્રા માટે જે માર્ગ પસંદ કર્યો છે તેમાં લોકસભાની લગભગ 65 જેટલી બેઠકો પડે છે. આ સંખ્યા નાની નથી. તેનો લાભ ચૂંટણીમાં મળશે કે કેમ તે બીજો પ્રશ્ન છે, પરંતુ પૂરા ભારતને સમાવતી લોકસભાની 12 ટકા બેઠકો અને તેની આજુબાજુની અન્ય બેઠકો પર એ ચર્ચા તો જરૂર જગાવશે.

એટલા માટે, કાઁગ્રેસના બે પ્રમુખ ટીકાકારો આ યાત્રાની ઉપેક્ષા કરી શક્યા નથી. પહેલા છે ભા.જ.પ.ના બીજા નંબરના કદાવર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ. દેખીતી રીતે જ, તેમણે તેનો વિરોધ જ કરવો પડે, પરંતુ તેમણે વિવિધ વર્ગના ભારતીયોને કાઁગ્રેસના સર્વધર્મ સમાન સિદ્ધાંત સાથે જોડવાના યાત્રાના બૃહદ્દ હેતુને અડક્યા વગર, કુનેહપૂર્વક રાહુલ ગાંધીને અંગત નિશાન બનાવ્યા છે.

બે દિવસ પહેલાં, રાજસ્થાનના જોધપુરમાં ભા.જ.પ.ના બૂથ-સ્તરના કાર્યકરોને સંબોધતાં અમિત શાહે રાહુલ ગાંધીના અગાઉના એક નિવેદનનો સહારો લઈને કહ્યું હતું, “હું રાહુલ બાબા અને કાઁગ્રેસીઓને સંસદમાં તેમના ભાષણને યાદ કરાવવા માગું છું. રાહુલ બાબાએ કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર નથી. રાહુલ બાબા, તમે ક્યા પુસ્તકમાં આ વાંચી આવ્યા છો. આ રાષ્ટ્ર માટે લાખો લોકોએ તેમના જીવનનું બલિદાન આપ્યું છે. તમારે ઇતિહાસ ભણવાની જરૂર છે.” (રાહુલ ગાંધીએ બંધારણને ટાંકીને કહ્યું હતું કે ભારત રાષ્ટ્ર નથી, પણ રાજ્યોનો સંઘ છે).

બીજી, પ્રમાણમાં થોડી હળવી ટીકા ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરની હતી. યાત્રાના માર્ગને લઈને તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “તેઓ જે યાત્રા કરી રહ્યા છે, તેની કેટલી અસર પડશે તે મને ખબર નથી. હું એટલું કહી શકું કે તેમની યાત્રાનો માર્ગ મોટા ભાગે એવા રાજ્યોમાંથી છે, જ્યાં કાઁગ્રેસ અને ભા.જ.પ.નો સીધો મુકાબલો નથી. તમે જો ભા.જ.પ.ની વિચારધારાના વિરોધમાં હો, તો ભા.જ.પ. શાસિત રાજ્યોમાંથી પણ પસાર થવું જોઈએ.”

પ્રશાંત કિશોરની સરખામણીમાં કર્મશીલ અને ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે આશાવાદી સુરે કહ્યું હતું કે, “તમે કાઁગ્રેસ અને રાહુલની તસવીરો ચારે તરફ જોશો, પણ એવી ભૂલ ના કરતાં કે આ યાત્રા એક પાર્ટી કે એક નેતાની નથી. ઘણાં જનઅંદોલનોમાંથી લોકો એમાં જોડાયા છે. આ ભારતીય ગણરાજ્યને પાછુ ઊભું કરવાનો પ્રયાસ છે. એ લોકો તોડે છે, અમે જોડીશું.” ઉલ્લેખનીય છે કે આ જ યાદવે, 2019માં નરેન્દ્ર મોદીને મળેલા પ્રચંડ બહુમતને જોઈને કહ્યું હતું કે “કાઁગ્રેસે હવે ખતમ થઇ જવું જોઈએ.”

રાહુલની યાત્રામાં એક જ કમજોરી છે; તેમાં જનભાવના નથી. યાત્રામાં લોકો જોડાય એનો અર્થ એ નથી કે લોકોની લાગણીઓ તેમાં જોડાયેલી છે. છેક મહાત્મા ગાંધીની દાંડીયાત્રાથી લઈને અડવાણીની રથયાત્રા સુધી, ભારતની રાજનીતિની એ તાસીર રહી છે કે સામાન્ય લોકો દિમાગથી નહીં, પણ દિલથી કોઈ ચળવળમાં જોડાય છે. રાહુલ ગાંધી ભણેલા-ગણેલા અને અમુક મૂલ્યો સાથે ચાલનારા ઉમદા વિચારોવાળા નેતા છે, પરંતુ તેમનામાં, તેમની દાદી ઇન્દિરા કે પ્રતિસ્પર્ધી મોદીની જેમ, જન નેતાના ભાવનાત્મક કરિશ્માનો અભાવ છે. પરિણામે આ દેશની બહુમતી ગરીબ અને નિરક્ષર પ્રજા તેમની સાથે તાદામ્ય અનુભતી નથી.

એનું કારણ એ પણ છે કે રાહુલ પાસે ભા.જ.પ.ની ટીકા કરવા સિવાય વૈકલ્પિક રાજકીય દર્શન નથી. જનતા તમારી સાથે તેમના બહેતર ભવિષ્ય માટે જોડાય છે અને તેના માટે તમારે પાસે યોજના હોવી જોઈએ. ભા.જ.પ.ની ટીકા કરવાથી મતદારો રીઝાતા નથી એ ભૂતકાળમાં સાબિત થઇ ચૂક્યું છે. રાહુલ ગાંધી તેમના જીવનના સૌથી મોટી રાજકીય ચળવળમાં કદાચ એ વાત ફરી ચૂકી ગયા છે.

લાસ્ટ લાઈન :

“તાકાત શારીરિક ક્ષમતામાંથી નથી આવતી. તે અદમ્ય ઈચ્છાશક્તિમાંથી આવે છે.”

— મહાત્મા ગાંધી

(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

– આ બરાબર નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 September 2022

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વીસેક હજાર વિદ્યાર્થીઓને યુક્રેનથી ‘ઓપરેશન ગંગા’ હેઠળ તેમનાં વતન-ભારત પરત લાવવામાં આવ્યા. યુદ્ધની સ્થિતિ પૂરી ટળી નથી એ સ્થિતિમાં આ વિદ્યાર્થીઓએ શું કરવું તે હજી સ્પષ્ટ નથી. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની યુનિવર્સિટી નહીં બદલવાનો નિર્ણય પણ એક તબક્કે થયો, પણ પછી સરકારે દેશ અને યુનિવર્સિટી બદલવાની છૂટ આપી. ભારત સરકારે 18 ઓગસ્ટના રોજ ગાઈડ લાઇન બહાર પાડી, જેમાં જાહેર કર્યું કે ગયે વર્ષે યુક્રેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં એડમિશન ટ્રાન્સફર નહીં અપાય. એને લઈને વિદ્યાર્થીઓ નારાજ થયા એટલે સરકારે એ નિર્ણય પરત લઈને એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ અપાશે એવી જાહેરાત કરી એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અન્ય દેશોની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની કોશિશો શરૂ થઈ છે, પણ ભારત સરકારે વળી નકાર ભણતાં જાહેર કર્યું છે કે ભારતમાં યુક્રેનના એ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે. સરકારે વારંવાર નિર્ણયો બદલ્યા એટલે વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. છેલ્લે છેલ્લે સરકારે તેનો જવાબ પણ સુપ્રીમમાં દાખલ કર્યો છે. યુક્રેન ભણવા ગયેલા અને યુદ્ધને કારણે ભારત પરત લાવવામાં આવેલા મેડિકલના પહેલાં વર્ષનાં વિદ્યાર્થીઓને એડમિશન ન આપવા અંગે સરકારે એફિડેવિટ કરી છે. એની વિગતો જાણવા જેવી છે.

સરકાર અને નેશનલ મેડિકલ કમિશને સુપ્રીમને જણાવ્યું છે કે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સ્થાનિક કોલેજ, યુનિવર્સિટીમાં સમાવી શકાય એમ નથી. કેન્દ્ર સરકાર વતી જણાવવામાં આવ્યું છે કે ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ કોઈ પણ વિદેશી તબીબી શિક્ષણ સંસ્થા અને નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 હેઠળ વર્તમાન સત્રમાં નોંધાયેલા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે કોઈ જોગવાઈ અને નિયમ નથી એટલે યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓને સમાવવાનું અને પ્રવેશ આપવાનું શક્ય નથી. સરકારે જવાબમાં એ પણ ઉમેર્યું છે કે neet –નીટમાં ઓછા માર્કસ આવવાને કારણે આ વિદ્યાર્થીઓ મેડિકલમાં એડમિશન લેવા યુક્રેન ગયા હતા. ત્યાં જવાનું બીજું કારણ ત્યાંની ફી ઓછી છે ને તે શિક્ષણ સસ્તું પડે છે એવું સરકારનું માનવું છે. આવા વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ આપવાથી જેમને અહીં એડમિશન નથી અપાયું એમને અન્યાય કરવા જેવું થશે, એટલું જ નહીં, માપદંડો સાથે સમાધાન કરવા જેવું પણ થશે. આ સ્થિતિમાં આવા વિદ્યાર્થીઓ યુક્રેનની કોલેજમાંથી એપ્રૂવલ લીધાં પછી બીજા દેશોમાં ટ્રાન્સફર લેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. સરકારની વખતોવખત બદલાઈ રહેલી નીતિને કારણે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ, યુદ્ધની અસાધારણ પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક રાહત માંગતી અરજી કરી છે. યુક્રેનથી દેશનિકાલ કરાયેલા લગભગ 14,000 વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી ગયું છે અને તેમનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે. તેમને તેમના જ દેશમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગણી સામે સરકારે એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું છે કે આવા વિદ્યાર્થીઓને દેશની કોલેજોમાં સમાવી શકાશે નહીં. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવા વિદ્યાર્થીઓની મદદ કરવા કહ્યું છે. સરકારને વેબ પોર્ટલ બનાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે. કોર્ટે એ પણ ઉમેર્યું છે કે વેબ પોર્ટલ પર વૈકલ્પિક વિદેશી યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ ફી અને બેઠકોની સંખ્યા વગેરે માહિતી પૂરી પાડવી જેથી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરી શકે. આ મામલે  સરકાર પક્ષે સમય માંગ્યો છે એટલે સુનાવણી હવે 23મીએ થશે.

અત્યાર સુધી તો કોર્ટનું વલણ યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓને અહીં એડમિશન અપાવવાનું જણાતું નથી, બને કે 23મીએ કોર્ટ આઘાત ને બદલે આશ્ચર્ય સર્જે, પણ સરકારનું વલણ બધી રીતે અનુદાર હોવાનું  લાગે છે. એ સાચું કે અહીંનું યુવાધન દેશની પરવા કર્યા વગર વિદેશ ભણવાનું અને ત્યાં જ સ્થાયી થવાનું સમજે છે એ ચિંત્ય છે જ, દેશહિત બાજુ પર મૂકીને વિદેશ કમાવા દોડતા વિદ્યાર્થીઓ પણ ઓછા જવાબદાર નથી જ, પણ અત્યંત મોંઘું ભણતર લીધાં પછી પણ જો દેશમાં નોકરીની પૂરતી તકો ન હોય તો યુવાનો દેશની બહાર નહીં તો બીજે ક્યાં તકો શોધશે? અહીં પૂરતી તકો હોય તો વિદ્યાર્થીઓને વિદેશ દોડવાનું કારણ જ કયું છે? વારુ, યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓને અહીં એડમિશન ન આપવા અંગેનાં જે કારણો સરકારે રજૂ કર્યાં છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ અને ક્યાંક તો હાસ્યાસ્પદ પણ છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓએ સર્જ્યુ નથી. આ એમને માટે અણધાર્યું અને જોખમી હતું. સરકારે ઉત્તમ કામ એ કર્યું કે એ વિદ્યાર્થીઓને તે પરત વતન લઈ આવી.

સરકારનું કહેવું છે કે કાયદામાં એવી જોગવાઈ નથી કે મૂળ ભારતીય, પણ હવે વિદેશ ભણતા વિદ્યાર્થીઓને અહીંની મેડિકલ કોલેજોમાં સમાવી શકાય. કાયદાની જોગવાઇઓ સામાન્ય સંજોગોને અનુલક્ષીને કરવામાં આવી હોય, પણ અસાધારણ સંજોગો હોય ત્યારે કાયદાને વળગી રહેવું માનવીય અભિગમથી વિપરીત છે. વળી એવું નથી કે યુદ્ધ જેવા અકલ્પ્ય અને અસાધારણ સંજોગોમાં કાયદાની કલમો બદલાતી કે સુધરતી નથી. એવી કોઈ ગણતરીથી જ કદાચ વડા પ્રધાને યુક્રેનથી પરત લવાયેલા વિદ્યાર્થીઓને મેડિકલની સીટ વધારવાનું આશ્વાસન આપ્યું હશે ને ! એનાથી વિપરીત જવાબ નોંધાવવામાં તો વડા પ્રધાનની વાતનો જ છેદ ઉડાડવા જેવું થાય છે, એવું નહીં?

સરકાર કહે છે કે આ એવા વિદ્યાર્થીઓ છે જે ઓછા માર્કસે સસ્તું ભણતર શોધવા યુક્રેન ગયા છે. તો સરકારને પૂછી શકાય કે અહીં તકો ન હોય તો ને આર્થિક રીતે ન પહોંચી શકાય એમ હોય તો, બીજે પ્રયત્ન કરવો ગુનો છે? જો અહીં જ સરકાર મેડિકલની જગ્યાઓ વધારી શકી હોત તો વિદ્યાર્થીઓને વતન છોડીને વિદેશમાં જવાનો શોખ થયો હતો તેથી યુક્રેન ગયા હતા એવું ન હતું. સરકાર કહે છે કે ત્યાં સસ્તું હતું તેથી ગયા. તે ન જવાનું કોઈ ફરમાન હતું સરકારનું અને છતાં ગયા એવું હતું? ભારત સરકારની મેડિકલની સીટો મર્યાદિત છે. એટલે ઓછી પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં જ એડમિશન લેવું પડે. એ ભણતર અહીં એકથી બે કરોડનું થાય. એટલું ગજું ન હોય ને યુક્રેનમાં એ ભણતર 10 લાખની આસપાસમાં થતું હોય તો ત્યાં ન જવું એવું સૂચવવું છે સરકારે? ને અહીં 2 કરોડ ખર્ચીને તૈયાર થયેલો ડૉક્ટર 2 કરોડ વસૂલ કર્યાં વગર જ તબીબી સેવા આપે છે, એવું? હકીકત તો એ છે કે અસહ્ય મોંઘા ભણતરે અનેક અનર્થ સર્જ્યાં છે. આટલું મોંઘું તબીબી શિક્ષણ સસ્તું થાય તે અંગે કોઈ પ્રયત્ન થાય છે ખરા કે તેને કેવળ મોંઘું રાખવાથી જ ઉત્તમ તબીબો પેદા થાય એમ છે તે અંગે ગંભીરતાથી વિચારવા જેવું છે. અનિવાર્યપણે જે થતું હોય તે ભલે શિક્ષણમાં થાય, પણ પરાણે શિક્ષણ મોંઘું કરીને શિક્ષિતોને કમાણી માટે છૂટા છોડી દેવા જેવું થતું હોય તો તે યોગ્ય છે? એ સાથે જ આ કહેવાતું મોંઘું શિક્ષણ વિશ્વની યુનિવર્સિટીઓની બરાબરી કરી શકે છે એવો દાવો કરવાની સ્થિતિમાં સરકાર છે ખરી? એટલે સરકાર ધોરણ અંગે એફિડેવિટ કરે છે ત્યારે વિદેશથી ચડિયાતું શિક્ષણ અહીં અપાય છે એવી છાપ ઊભી થાય છે. એવી કોઈ વૈશ્વિક ગુણવત્તા ભારતની યુનિવર્સિટીઓ નથી જ ધરાવતી એ સ્વયં સ્પષ્ટ છે. તો, કયા જોર પર સરકારને લાગે છે કે અહીંના જેવી ગુણવત્તા કોઇની નથી ને યુક્રેનની ગુણવત્તા તો એની તોલે ક્યાં ય ન આવે? સરકાર જ્યારે મોટા ઉપાડે યુક્રેનથી વિદ્યાર્થીઓને ભારત લઈ આવી ત્યારે મેડિકલના વિદ્યાર્થીઓનાં ભણતરનો પ્રશ્ન ઊભો જ નહીં થાય એવું લાગતું હતું? એવું જ હતું તો આ દેશના વિદ્યાર્થીઓને પરત લાવવાની જીવદયા દાખવવાની જરૂર જ શી હતી? જો અહીં એમને લાવવામાં આવ્યા જ છે ને ત્યાં સ્થિતિ સામાન્ય નથી જ ત્યારે એમનાં યોગક્ષેમની ચિંતા કરવાની રહે જ છે.

કમાલ તો એ છે કે સરકાર સલાહ આપે છે કે જેમને એડમિશન જોઈતું હોય તે બીજા દેશોમાં એડમિશન લઈ શકે છે. કેમ જાણે મેડિકલના વિદ્યાર્થીઓને એની ખબર જ નથી. આ દેશના વિદ્યાર્થીઓને ગુણવત્તાને નામે અહીંની જ સરકાર એડમિશન આપવા તૈયાર ન હોય તો બીજા દેશને એટલી શી ગરજ છે કે ઓછી પાત્રતાવાળા વિદ્યાર્થીઓને એડ્મિશન આપીને પોતાની ગુણવત્તા દાવ પર લગાવે? જરા પણ વિચારવાની ક્ષમતા બચી હોય તો સરકારે વહેલી તકે આ દેશમાં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવી જ જોઈએ. એમનું ભાવિ તો યુદ્ધે અનિશ્ચિત કર્યું જ છે તેને સરકાર વધુ અનિશ્ચિત કરે એ બરાબર નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,2511,2521,2531,254...1,2601,2701,280...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved