Opinion Magazine
Number of visits: 9458412
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

मुंह और मुखौटों की आवाज

कुमार प्रशांत|Opinion - Opinion|7 October 2022

मुखौटे बहुत खतरनाक होते हैं लेकिन बड़े काम के होते हैं. जो अआप मुंह से नहीं बोल पाते हैं, मुखौटा वह आसानी से बोल सकता है. मतलब हींग, ना फिटकरी, रंग फिर भी चोखा !

जो जानते हैं वे जानते हैं कि कब मुंह बोल रहा है, कब मुखौटा; जो नहीं जानते हैं वे मुंह की कम सुनते हैं, मुखौटे की ज्यादा. यह खेल तब तक मजे से चलता है जब तक आप मुखौटे को मुखौटा कह कर, उसका मुखौटा छीनने नहीं लगते हैं. ऐसा खतरनाक खेल हुआ है 80 के दशक में. भारतीय राजनीति में चाणक्य होने का मुगालता पालने वाले एक आचार्यजी ने, भारतीय संस्कृति की अलंबरदार पार्टी के शीर्ष नेता को मुखौटा कह दिया. उन्हें भरोसा था कि मुखौटा जिस मुंह का मुखौटा था, वह असली मुंह उनकी रक्षा करेगा. लेकिन मुखौटा-शास्त्र का प्राथमिक पाठ वे भूल गए कि जो असली मुंह होता है, वह मुखौटे की कीमत जानता है. वह मुखौटे को कभी अरक्षित नहीं छोड़ता है.

ठीक भी है न, मुखौटा खिसक जाए तो फिर तो मुंह ही बचेगा; और वह मुंह, मुंह दिखाने लायक नहीं होगा तभी तो मुखौटे की जरूरत पड़ी. तो मुंह मुखौटा को ही बचाएगा, मुखौटा-चोर को नहीं. सो, तब हुआ यूं कि मुंह भी बचा रहा और मुखौटा भी; रेगिस्तान-बियाबान में जो गया वह मुखौटा-चोर था; और ऐसा गया कि आज तक उसकी घर वापसी नहीं हुई है.

आज हमारे सामने 2014 के बाद वाले मुखौटे हैं. लेकिन आगे की बात करने से पहले मैं बता दूं कि आधुनिक विज्ञान के युग में मुंह कौन और मुखौटा कौन, यह स्थिर सत्य नहीं होता है. कभी मुंह मुखौटा बन जाता है, कभी मुखौटा मुंह बन जाता है. बहुत ज्ञानी लोग ही जान पाते हैं कि कौन, कब किसका मुखौटा है और कौन, किसे, कब मुंह बनने की अनुमति दे रहा है. तो यूं समझ लीजिए कि होते तो दोनों मुखौटा ही हैं, मुंह बनने का खेल खेलना पड़ता है.

तो अब बात की बात पर आते हैं. एक है राष्ट्रीय स्वंयसेवक संघ और एक हैं दत्तात्रेय होसबाले ! संघ परिवार ने एक को काम दिया है समाज को बेहोश रखने का, होसबाले साहब को काम दिया है इस सरकार को होश में लाने व रखने का. आप समझ ही सकते हैं कि जिस काम पर होसबाले लगाए गए हैं, वह काम वे तभी कर सकते हैं जब सरकार उसके लिए रजामंद हो. इसे मुखौटा निर्माण की प्रक्रिया कहते हैं. तो बात कुछ इस तरह तै हुई कि जब होसबाले होश में रहेंगे तो मुंह रहेंगे; जब होश छोड़ देंगे तो मुखौटा बन जाएंगे. 80 के दशक वाला हादसा फिर न हो, इसलिए यह सावधानी जरूरी है. तो आइए, अब कहानी पर आते हैं.  होसबाले साहब ने कहा कि देश में भयंकर गरीबी है, बेरोजगारी है तथा विषमता का ग्राफ बढ़ता ही जा रहा है. उन्होंने भारतीय संस्कृति का सहारा लिया और बोले कि ये सब दानव हैं जिनका सामना देश कर रहा है. बात को विज्ञान का बल देना भी जरूरी होता है, सो वे बोले : देश में 20 करोड़ लोग ऐसे हैं जो गरीबी की रेखा के नीचे हैं जिन्हें देख कर बेचारे होसबाले दुखी हो जाते हैं. फिर उन्होंने कहा कि 23 करोड़ लोग ऐसे हैं कि जो प्रतिदिन 375 रुपयों से कम कमाते हैं. उनके मुताबिक देश में 4 करोड़ बेरोजगार हैं. फिर वे एक कदम आगे जाते हैं : कहा जाता है कि हमारा देश संसार की 6 सबसे बडी अर्थ-व्यवस्था में एक है. लेकिन क्या यह बड़ी सुखद स्थिति है कि देश के सबसे ऊपर के 1 फीसदी लोग देश की राष्ट्रीय आय के 20 फीसदी के मालिक हैं जबकि देश के 50 फीसदी के पास मात्र 13 फीसदी है. वे और आगे गए कि देश की बड़ी आबादी को पीने का साफ पानी व पौष्टिक आहार नहीं मिलता है.

किस्सा तमाम यह कि देश का यह हाल देख कर होसबाले साहब का होश गुम है. मैं सोच रहा हूं कि क्या देश का असली हाल बताने वाले ये आंकड़े ऐसे नये हैं कि जिन्हें पहली-पहली मर्तबा संघ-परिवार की विशेषज्ञ समिति ने खोज निकाला है? नहीं, ऐसे आंकड़े तो पता नहीं कब से हमारे सामने हैं. फिर आज इनकी बात क्यों? यहां मुखौटा अपने खेल खेलता है. केंद्र व राज्य के कई चुनाव सामने हैं और संघ व पार्टी में कई सारों को सारे पासे जगह पर दिखाई नहीं दे रहे. सभी सावधान हैं कि कोई अनहोनी हो न जाए ! ऐसे में संघ-परिवार को एक तीर से कई शिकार करने हैं.

केंद्र में यह सरकार वापस लौटे, उसे यह देखना है क्योंकि संघ-परिवार जानता है कि उसके लिए भारतीय जनता पार्टी से अधिक अनुकूल सरकार हो ही नहीं सकती है. लेकिन वह महसूस करता है कि मोदी-सरकार उस तरह इनके इशारे पर चलती नहीं है कि जिस तरह ये चाहते हैं. संघ चाहता है कि खेल के नियम वह तय करें, सरकार का काम खेलना भर हो. इसलिए यह मुखौटा सामने लाया गया. इसे दो कामों के लिए आगे किया गया है. ये आंकड़े मतदाताओं के सामने रखे तो गए हैं लेकिन दरअसल यह सरकार को सावधान करने के लिए हैं. इशारा यह है कि लाइन पर आओ, नहीं तो सरकारी प्रचार की पोल खोली जा सकती है. होसबाले साहब को बारीकी से सुनेंगे तो पाएंगे कि वे यह भी बताते चलते हैं कि इस सरकार की किस योजना से, कौन-सी समस्या हल होगी. जहां वे गरीबी व शिक्षा व्यवस्था की बुरी दशा की बात करते हैं वहीं यह भी कहते हैं कि इसलिए ही नई शिक्षा-नीति का प्रारंभ किया गया है. स्वावलंबी भारत अभियान, स्किल डेवलपमेंट आदि का उल्लेख भी करते हैं. वे कोरोना काल में मिली इस सीख की भी बात करते हैं कि ग्रामीण रोजगार गांव में ही विकसित हो तथा यह भी कि आयुर्वेदिक दवाओं के विकास की दिशा में सही कदम बढ़ाया जा रहा है. मतलब, मुखौटा हटाएंगे तो आपको सरकार से नाराज होने जैसा कुछ नहीं मिलेगा. एक तेवर है जो सरकार को सावधान करता है कि हमसे बना कर चलो.

आप देखेंगे कि संघ प्रमुख भागवत भी लगातार कुछ ऐसा कहते रहते हैं कि जो सरकार की दिशा से एकदम-से मेल नहीं खाता है. लगता है, रास्वंसं को सरकार से न केवल परेशानी हो रही है बल्कि उसके पास ज्यादा फलदायी दूसरी दिशा भी है. लेकिन यह भी गौर करने लायक है कि ये सब मिल कर डोर उतनी ही और वहीं तक खींचते हैं कि जहां से वह टूटने न लगे. सब कुछ जैसा है वैसा ही चलता रहे लेकिन एक हवा ऐसी बनी रहे कि कोई है जो अंकुश लगाने का काम कर रहा है. लेकिन न तो अंकुश लगता है, न लगाया जाता है, न सरकार की दशा-दिशा में कोई फर्क पड़ता है. ऐसा ही हाल हमारे सड़क कल्याण मंत्री का है. वे भी कुछ अलग व तीखा कहने की मुद्रा में बोलते हैं लेकिन मर्यादा का ध्यान रखते हैं. मर्यादा का ध्यान रखना भी चाहिए. मुखौटों ने मर्यादा तोड़ी तो वे टूट ही जाते हैं. फिर उनकी कोई राजनीतिक दशा बचती नहीं है.

इसलिए हम मुखौटों की बात सुनें जरूर लेकिन यह ध्यान रखें कि मुंह और मुखौटे में फर्क होता है; और कब मुंह बोल रहा है और कब मुखौटा, यह फर्क करने की तमीज अनुभव के बाद ही आती है.

(06.10.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ગુજરાત સરકાર ‘જય જય ગરવી ગુજરાત’ અંગ્રેજીમાં ગવડાવે તો નવાઈ નહીં…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|7 October 2022

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ‘જય જય ગરવી ગુજરાત’ સરકારી કે અન્ય કાર્યક્રમોમાં શરૂઆતમાં ગવાતું. હવે એ ગવાય જ નહીં એવા સંજોગો છે. જો ગાવું જ પડે તો એનો અંગ્રેજી અનુવાદ વેસ્ટર્ન મ્યુઝિકમાં સરકાર ગવડાવે એમ બને, કારણ થોડાં વર્ષ પછી ગુજરાતી બોલવાના જ ફાંફાં હોય ત્યાં ‘જય જય ગરવી ગુજરાત’ ન ગાઈ શકાય એટલી વરવી ગુજરાત કરવા સરકાર ખૂબ મહેનત કરી રહી છે. ગુજરાતી બોલનારા જ ન રહે એ રીતે સરકાર જ માતૃભાષાનો એકડો કાઢી નાખવા બેઠી છે ને પ્રયત્ન એ ચાલે છે કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી બને. ગુજરાતમાં ગુજરાતી મરવા પડે તો તેનો બધો યશ કેસરિયાં કરતી સરકારને આપવો પડે એ હદે તે ગુજરાતી ભાષા પરત્વે ઉદાસીન છે. આ કેળવેલી ઉદાસીમાં શરમ ને સમજ વગરની, મતલબી ને સ્વાર્થી પ્રજાનો પણ એટલો જ ફાળો છે. કોઈ પ્રજા આટલી સ્વમાન વિહોણી પણ હોઈ શકે એનું ઉત્તમ દૃષ્ટાંત ગુજરાતે પૂરું પાડ્યું છે. જે પ્રજાને પોતાની ભાષા માટે માન નથી એનું  દુનિયા અપમાન કરે તો આશ્ચર્ય ન થવું જોઈએ.

આમ તો ભેંશ આગળ ભાગવત જેવું જ છે, પણ સંઘના પ્રમુખે પણ માતૃભાષાનો મહિમા કરતાં યોગ્ય રીતે જ કહ્યું છે કે આપણે નેમ પ્લેટ માતૃભાષામાં લગાવી શકીએ, નિમંત્રણો માતૃભાષામાં પાઠવી શકીએ. સંઘ પ્રમુખે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી નીતિ બનવી જોઈએ. આ બધું તો આપણા હાથમાં છે. એક પ્રજા તરીકે એટલું તો આપણે કરી જ શકીએ, પણ એવું ઓછું જ થાય છે. એ દુ:ખદ છે કે શિક્ષણને આપણે કમાવાનું સાધન માત્ર બનાવી મૂક્યું છે. શિક્ષણથી કમાણી નથી જ થતી એવું નથી, ન કમાવું એવું પણ કહેવાનું નથી, પણ શિક્ષણ સાહિત્ય, કળા કે સંસ્કારનું સિંચન પણ કરે તો તેમાં હાનિ શી છે? તો, કેમ એ દિશામાં પ્રયત્નો ઘટતા આવે છે? જન્મ મા આપે છે ને એ ગુજરાતી હોય તો એની ભાષાનો આટલો છોછ કેમ? બીજા બધાંને તો ઠીક, પણ સરકારને જ માતૃભાષાની સૂગ હોય તેમ તે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરાવે છે ને ગુજરાતી માધ્યમની શાળાઓ એમ કહીને બંધ કરે છે કે એમાં વિદ્યાર્થીઓ મળતા નથી. આ બચાવ પાયામાંથી ખોટો છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ન મળે તો તે શું અમેરિકા કે ઇંગ્લેન્ડથી મળવાના છે? વારુ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ન મળે એવી સ્થિતિ ઊભી કરી કોણે? એને માટે સરકાર જવાબદાર છે. હકીકત એ છે કે સરકાર નફાખોર વેપારીનું માનસ ધરાવે છે. બને તો સર્વે કરવા જેવો છે કે અંગ્રેજી માધ્યમની કેટલી સંસ્થાઓ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓની ને એમના વળના માણસોની છે? સીધું ગણિત એ છે કે ખાનગી સ્કૂલો પર આ બધાંનું વર્ચસ્વ છે ને એમાંની મોટે ભાગની સંસ્થાઓ અંગ્રેજી માધ્યમની છે. એ નિમિત્તે ઊંચી ફી વસૂલાય છે અને એના સંચાલકો ને ટ્રસ્ટીઓ, વાલીઓની ચામડી ખોતરીને તિજોરીઓ ભરે છે. આ બધું સરકાર જાણે છે. બીજી બાજુએ સરકારી સ્કૂલો ગુજરાતી માધ્યમની છે ને તે મફત શિક્ષણ આપે છે. એમાં આવક નથી ને કેવળ ખર્ચ જ છે. એ બોજ સરકારને માથે છે. આમ તો એ પ્રજાના જ પૈસા છે, પણ સરકાર તે ખર્ચવા ઉત્સુક નથી. એ પૈસા બચે તો નફો વધે ને ખાનગી સ્કૂલો વધે તો ઊંચી ફી મળે ને આવક વધે. ખાનગીકરણનો મહિમા પણ એટલે જ થાય છે, કારણ, એમાં આવક છે ને સરકારીકરણમાં ખર્ચ જ છે. બાકી, સરકારે જાતે પરિપત્ર બહાર પાડ્યો હોય તો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આટલા અખાડા થાય ખરા?

કોઠારી કમિશને (1968) ત્રિભાષી ફૉર્મ્યુલાના અમલનું સૂચન કરેલું, જેમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા શિખવવાની વાત છે. એ જ વાતનું નવી શિક્ષણ નીતિમાં પણ સમર્થન થયું છે. એ સંદર્ભે ગુજરાત સરકારનો 13 એપ્રિલ, 2018નો પરિપત્ર પણ છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી વિષય ભણાવવામાં આવે તેવો આદેશ છે, પણ તેનો ચુસ્તપણે અમલ થતો નથી ને ખુદ સરકાર તરફથી જ માતૃભાષાની અવહેલના થતી હોય એવો ઘાટ છે. ખાસ કરીને ખાનગી શાળાઓ અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. ત્યાં માધ્યમ અંગ્રેજી છે એટલે અંગ્રેજી તો ભણાવાય  છે, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી પણ ભણાવાય છે, પણ સ્થાનિક ભાષા તરીકે ગુજરાતી ભણાવાતું નથી.  માતૃભાષાની આવી ઘોર ઉપેક્ષા અક્ષમ્ય છે. એ ખરું કે અંગેજીનું મહત્ત્વ છે ને જેમણે વિદેશમાં જઈને ભણવું છે એમને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ઉપયોગી થાય, એની પણ ના નથી, પણ ગુજરાતી માધ્યમમાં ભણનારા વિદેશ જતા જ નથી, એવું પણ નથી. ત્યાં જતાં પહેલાં એ જરૂરી અંગ્રેજી શીખી જ લે છે ને વિદેશમાં સારો દેખાવ પણ કરે છે. જરા વિચારીએ કે કોઈ રશિયા કે જાપાન જઈને ભણે છે, તો તે અહીંથી રશિયન કે જાપાની ભાષા શીખીને જાય છે? મોટે ભાગે તો તે ત્યાં જઈને જ શીખે છે. અમેરિકા કે ઇંગ્લેન્ડથી સંશોધન માટે અહીં આવતા વિદ્યાર્થીઓ અહીં આવીને ગુજરાતી કે અન્ય ભાષા શીખે જ છે. એને માટે જો અમેરિકા કે ઈંગ્લેંડમાં ગુજરાતી કે અન્ય માધ્યમની સ્કૂલો શરૂ ન કરી દેવાતી હોય તો અમેરિકા કે ઈંગ્લેન્ડ જઈને ભણવાના છે તેને માટે અહીં અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરી દેવાનો કોઈ અર્થ ખરો? અહીં અંગ્રેજીનું બહુ વહી જાય છે એવી વાત નથી, પણ સરકારને અંગ્રેજીમાં સારો ધંધો થાય છે એટલે, અંગ્રેજીનું આટલું કૂટે છે. એવું નથી કે વધુ અભ્યાસ માટે ગુજરાતમાંથી જ બધા વિદેશ જાય છે, અન્ય રાજ્યોમાંથી પણ જાય જ છે, પણ ત્યાં અંગ્રેજી માધ્યમની આટલી ધંધાકીય ઘેલછા નથી. અંગ્રેજી ઓલાદો પેદા કરવાના ત્યાં આવાં કારખાનાં ચાલતાં નથી.

અન્ય રાજ્યોમાં માતૃભાષાની આટલી અવગણના કદાચ નથી, પણ સરકારે તો ગુજરાતમાં જ ઈંગ્લેન્ડ વસાવવું છે, એટલે અંગ્રેજીના મોહમાં ગુજરાતીનો સર્વનાશ કરવા બેઠી છે. કેટલીક સરકારી સ્કૂલોમાં ગુજરાતી ભણાવાય પણ છે, પણ સી.બી.એસ.ઈ. કે આઇ.સી.એસ.ઈ. કે આઇ.બી. જેવાં અન્ય બૉર્ડ દ્વારા ગુજરાતમાં જ ગુજરાતી ભણાવાતું નથી. રાજ્યનો પરિપત્ર છે, ગુજરાતી વિષય એકથી આઠ ધોરણમાં ફરજિયાત ભણાવવા અંગેનો, પણ પરિપત્રની ઐસીતૈસી થાય છે. એને લીધે સ્કૂલમાં કે બહાર ગુજરાતી વાંચવા, લખવા, બોલવાનું ઘટતું જાય છે. એનું ચલણ પછી નથી ઘરમાં રહેતું કે નથી બહાર તેનો ખાસ પ્રભાવ રહેતો. આવી  ઉપેક્ષા ધ્યાનમાં આવતાં જ ગુજરાતી વિષય અંગેની વાત ગંભીરતાથી લેવાય એટલે દાદ માંગતી પી.આઈ.એલ. હાઇકોર્ટ સમક્ષ આવી અને કોર્ટે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સંબંધિત સત્તાવાળાઓને શો કોઝ નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે ગુજરાતની ગુજરાતી માટે આટલી દખલ કરવી પડે એની રાજ્ય સરકારને શરમ આવવી જોઈએ, પણ સરકારો બહુ શરમાતી નથી તે હકીકત છે.

એ પણ છે કે ગુજરાતીની આ ઉપેક્ષા સ્કૂલ શિક્ષણ પૂરતી જ મર્યાદિત નથી, તેનો પડઘો યુનિવર્સિટી શિક્ષણ સુધી પડે છે. સ્કૂલોમાં ગુજરાતીનું મહત્ત્વ ઘટવાને લીધે કોલેજમાં પણ ગુજરાતી વિષય ભણવાનું ઘટી રહ્યું છે. મોટે ભાગે વ્યવસાયલક્ષી શિક્ષણનો મહિમા થાય છે એટલે કળા, સાહિત્યના શિક્ષણનું મહત્ત્વ આમ પણ ખાસ રહ્યું નથી. સંસ્કૃતના, ગુજરાતીના વિષયો ને વિભાગો યુનિવર્સિટીઓમાં બંધ કરવા પડે તેવી કંગાળ હાલત ભાષા શિક્ષણની છે. ગુજરાતીના પીએચ.ડીના વિષયોનું ને તેમના ગાઈડનું દારિદ્ર્ય જગજાહેર છે. એ પણ હવે ખાનગી નથી કે શિક્ષણના ઉચ્ચ હોદ્દાઓ પર હાઈલી ક્વોલિફાઇડની પસંદગી કેવળ અકસ્માત છે. મોટે ભાગે તો ચાપલૂસી કરનારાઓ જ મહાસુખ માણે છે. ક્યાંક સુખદ અપવાદો હશે જ, પણ આજનું સરકારી ગણિત એવું છે કે યોગ્યને અયોગ્ય જગ્યાએ અને અયોગ્યને યોગ્ય જગ્યાએ મૂકો જેથી ભણેલા અભણોથી આરતી ઊતરે અને અભણ ભણેલાઓ કારભાર કરે. એક પણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી ન હોય ને જે અરાજકતા સર્જાય તેથી વધુ અરાજકતા આટલી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓ મળીને ફેલાવી રહી છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑક્ટોબર 2022

Loading

ભગતસિંઘની નજરે નેતાજી અને નહેરુજી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 October 2022

સામાન્ય લોકોમાં તો ભગતસિંઘ (૧૯૦૭-૧૯૩૧) અંગ્રેજ અફસરની હત્યા કરનાર અને એસેમ્બલી પર બોંબ ફેંકનાર વીરલ લોકનાયક, ક્રાંતિવીર અને શહીદેઆઝમ તરીકે જ વધુ જાણીતા છે. પરંતુ તેઓ લેખક, વિચારક, ચિંતક અને અધ્યયનશીલ બૌદ્ધિક પણ હતા. માંડ સાડા ત્રેવીસ વરસની આવરદામાં એમણે જે બે વરસ જેલમાં ગાળ્યા ત્યાં ગહન અધ્યયન કર્યું હતું. સરકારી રેકર્ડ મુજબ જેલવાસ દરમિયાન તેમણે અંગ્રેજી. હિંદી, ઉર્દૂ, પંજાબી અને બંગાળી ભાષાનાં ૩૦૨ પુસ્તકો વાંચ્યા હતા. અગાઉ લાહોરની નેશનલ લૉ કોલેજ કહેતાં ‘તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ’ના વાચનસંસ્કાર તો હતા જ. ભગતસિંઘે જેલવાસમાં માર્ક્સથી ગાંધી અને ગોર્કીથી રવીન્દ્રનાથ સુધીના અગિયારેક લેખકોના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, નાસ્તિકતા, શોષણ જેવા વિષયો પર ગંભીર ચિંતન કર્યું હતું. ૭૧૬ દિવસોના જેલવાસ દરમિયાન તેમણે ૪૦૪ પૃષ્ઠોની જેલ ડાયરી, અસંખ્ય પત્રો અને લેખો તથા ‘મેં નાસ્તિક ક્યોં હું’ પુસ્તિકા લખી હતી.

લગભગ છ ભાષાના જાણકાર ભગતસિંઘે ‘કિરતી’ અને ‘અકાલી’ સામયિકોનું સંપાદન પણ કર્યું હતું. ‘ભગતસિંઘ ઔર ઉનકે સાથીયોં કે દસ્તાવેજ’ પુસ્તકમાં ભગતસિંઘના પત્રો, લેખો અને વિચારો પ્રગટ થયા છે. ‘કિરતી’ના જુલાઈ ૧૯૨૮ના અંકમાં છપાયેલ અને આ પુસ્તકમાં સંગૃહિત “નયે નેતાઓં કે અલગ-અલગ વિચાર” લેખમાં ભગતસિંઘે નેતાજી સુભાષચન્દ્ર બોઝ (૧૮૯૭-૧૯૪૫) અને પંડિત જવાહરલાલ નહેરુ(૧૮૮૯-૧૯૬૪)ના વિચારોની તુલના કરી છે. ૧૯૨૮માં ૨૧ વરસના ભગતસિંઘે ૩૯ વરસના નહેરુ અને ૩૧ વરસના નેતાજીના વિચારોનું જે મૂલ્યાંકન કર્યું છે તેમાં તેમની વૈચારિક સ્પષ્ટતા અને પાકટતાના દર્શન થાય છે.

અસહયોગ આંદોલનની નિષ્ફળતા અને કોમી રમખાણોને કારણે દેશમાં ફેલાયેલી નિરાશાના એ દિવસોમાં આધુનિક વિચારોના જે અનેક નવા નેતાઓ ઉભરી રહ્યા હતા તેમાં ભગતસિંઘને નેતાજી અને નહેરુજી સવિશેષ ઉલ્લેખનીય લાગ્યા હતા. ભગતસિંઘ નેતાજીને ‘બંગાલના પૂજનીય’ અને નહેરુજીને ‘માનનીય’ તરીકે ઓળખાવે છે. તેઓ આ બંને નેતાઓને સમજદાર, સાચા દેશભક્ત અને આઝાદીના કટ્ટર સમર્થક ગણાવે છે.

જવાહરલાલ ૧૯૧૯માં અને સુભાષચન્દ્ર ૧૯૨૧માં ગાંધીજીને પ્રથમવાર મળ્યા હતા. બંને યુવાવયથી જ કાઁગ્રેસમાં સક્રિય હતા. એટલે ભગતસિંઘ જ્યારે તેમના વિચારોની મૂલવણી કરે છે ત્યારે બંનેનું ખાસ્સા એક દાયકાનું જાહેરજીવન હતું. ભગતસિંઘ લેખના આરંભે બંનેનો ટૂંકો પરિચય આપી તેમના વિચારો વચ્ચે આભ-જમીનનું અંતર હોવાનું જણાવી દે છે. મદ્રાસ, અમૃતસર અને મહારાષ્ટ્રના કાઁગ્રેસ અધિવેશનોમાં તેમણે આપેલા ભાષણોને સંભારે છે મુંબઈની એક જાહેરસભામાં નહેરુ અધ્યક્ષ હતા અને સુભાષબાબુ વક્તા હતા તેની જિકર કરી ત્યાં આપેલા પ્રવચનોના આધારે તેમના વિચારોની તુલના કરે છે.

ભગતસિંઘ સુભાષબાબુની ભાવુક બંગાળી, પ્રાચીન સંસ્કૃતિના ઉપાસક અને અંગ્રેજ સરકારની નજરે “તખ્તાપલટ ગિરોહ”ના સદસ્ય તરીકેની ઓળખ આપે છે. નહેરુની અધ્યક્ષતા હેઠળની મુંબઈની સભામાં નેતાજીએ કહ્યું હતું કે, “હિંદુસ્તાનનો દુનિયાને એક વિશેષ સંદેશ છે. તે  વિશ્વને આધ્યાત્મિક શિક્ષણ આપશે.” નેતાજીના પૂનાના એક અન્ય પ્રવચનમાં તેમણે રાષ્ટ્રવાદને આંતરરાષ્ટ્રીયવાદીઓ સંકીર્ણ વિચારધારા માને છે તેને ભૂલભરેલી ગણાવી હતી તે નોંધીને નેતાજીએ ભારતીય રાષ્ટ્રવાદનું મૂળ સત્યમ્‌, શિવમ્‌, સુંદરમ્‌ અર્થાત્‌ સત્ય, કલ્યાણકારી અને સુંદર છે તેમ જણાવ્યું હોવાનું ભગતસિંઘ નોંધે છે ભગતસિંઘ નેતાજીના આ વિચારોને  કોરી ભાવુકતા, દીવાનાપણું અને પુરાતનપંથી ગણાવે છે.

પંડિત નહેરુના વિચારો સુભાષબાબુ કરતાં સાવ સામા છેડાના હોવાનું ભગતસિંઘ જણાવે છે. નહેરુને તેઓ પૂર્ણરૂપે પશ્ચિમના શિષ્ય અને યુગ પલટો કરનાર તરીકે ઓળખાવે છે. ભગતસિંઘ નહેરુને એમ કહેતા ટાંકે છે  કે, “દુનિયાના કોઈ પણ દેશમાં જાવ તે તમને તેનો વિશ્વને એક વિશેષ સંદેશ હોવાનું કહેશે. ઈંગ્લેન્ડ તો આખી દુનિયાને તેણે જ સંસ્કૃતિ શીખવ્યાનું કહે છે. પરંતુ હું કોઈ વિશેષ વાત મારા દેશ પાસે જોતો નથી. સુભાષબાબુને આવી વાતોમાં બહુ ભરોસો છે મને નથી.” નહેરુજી યુવાનોને ન માત્ર રાજકીય ક્ષેત્રે સામાજિક, આર્થિક અને ધાર્મિક ક્ષેત્રે પણ વિદ્રોહ કરવા આહ્વવાન આપે છે. પંડિતજીના શબ્દોમાં તો તેમને એવી કોઈ વ્યક્તિની આવશ્યકતા નથી જે એમ કહે કે ફલાણી વાત કુરાનમાં લખી છે. જે વાત આપણી સમજદારી અને વિવેકબુદ્ધિને સ્વીકાર્ય ન હોય તેને ભલે ગમે તે ધર્મશાસ્ત્રએ સારી બાબત ગણાવી હોય આપણે માનવી ન જોઈએ.

ભગતસિંઘ નહેરુજી અને નેતાજીના વિચારોની તુલના કરીને નહેરુના વિચારોને યુગાંતકારી અને નેતાજીના વિચારોને રાજપરિવર્તનકારી ગણાવે છે. નેતાજીના વિચારોમાં અતીતની મહાનતાના ગુણગાન છે જ્યારે નહેરુજી તેની વિરુદ્ધમાં વિદ્રોહ ઝંખે છે. સુભાષ અને નહેરુ બંને પૂર્ણ સ્વરાજ ઝંખે છે. ગાંધીજીની ઉપરવટ જઈને તેમણે કાઁગ્રેસને પૂર્ણ સ્વરાજના ઠરાવની ફરજ પાડી હતી. અને કેટલાક વરસો ગાંધીની કાઁગ્રેસ નહેરુ-સુભાષની કાઁગ્રેસ બની રહી હતી. પરંતુ નેતાજીને મન પૂર્ણ સ્વરાજ એટલે અંગ્રેજો પશ્વિમના છે અને હિંદુસ્તાનીઓ પૂર્વના છે એટલો જ છે જ્યારે નહેરુ કહે છે કે આપણે પૂર્ણ સ્વરાજ મેળવીને આપણું રાજ્ય સ્થાપીને સમગ્ર સમાજવ્યવસ્થા બદલવી જોઈએ. તે માટે પૂર્ણ સ્વરાજ જરૂરી છે.

સુભાષચન્દ્ર બોઝના વિચારો યુવાનોના દિલને ઝકઝોરી મૂકે તેવા હોવાનું શહીદેઆઝમ ભગતસિંઘને લાગે છે, પરંતુ જવાહરલાલ નહેરુના વિચારો દિલની સાથે દિમાગને પણ ઝકઝોરે છે. પંજાબના યુવાનોને માત્ર મનનો જમણવાર જ ખપનો નથી, દિમાગનો પણ આવશ્યક છે. એમ લખીને ભગતસિંઘ લેખના અંતે નહેરુના વિચારો જ તેમના માટે જરૂરી હોવાનું જણાવે છે.

નેતાજી અને નહેરુજીના વિચારોની ભગતસિંઘે બહુ સીમિત સામગ્રીના આધારે મૂલવણી કરી છે તે સ્વીકારીને પણ કહી શકાય કે તેમનું મૂલ્યાંકન ઘણું દીર્ઘદૃષ્ટિયુક્ત છે. ભગતસિંઘ આ લેખ લખ્યાના ત્રણેક વરસો પછી જ શહાદતને વર્યા હતા. જ્યારે નેતાજી-નહેરુજી લાંબુ જીવ્યા અને તેમનું જાહેરજીવન દીર્ઘ સમયનું હતું એટલે આ લેખમાં બંને નેતાઓની સમગ્ર વિચારસૃષ્ટિની તુલના નથી પણ તેની ઝલક જ છે. જો કે દેશમાં આજે બળવત્તર જમણેરી પરિબળો જ્યારે નહેરુને ભૂંસી નેતાજીને મહાન દર્શાવી રહ્યા છે કે નેતાજી અને ભગતસિંઘના વિચારો એક સમાન હોવાની છાપ ઉપસાવી રહ્યા છે ત્યારે ભગતસિંઘનું આ મૂલ્યાંકન ખૂબ જ મહત્ત્વનું બની જાય છે.

ભગતસિંઘના જન્મને એકસો પંદર વરસ અને શહાદતને એકાણું વરસો વીતી ગયા છે ત્યારે કે  નેતાજી વિરુદ્ધ નહેરુ, ભગતસિંઘ વિરુદ્ધ ગાંધીજી અને સરદાર વિરુદ્ધ નહેરુના વર્તમાન માહોલમાં જે તે સમય સંદર્ભમાં આ નેતાઓના વિચારો અને તેમના પરસ્પર સાથેના સંબંધોને જોવા-તપાસવા રહ્યા. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,2331,2341,2351,236...1,2401,2501,260...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved