સોનાની ઈંટો ભરેલી એક ગાડી ઉજ્જડ જગ્યામાં આવેલા એક જૂના, વણવપરાયેલા મકાનના ચોગાનમાં આવી. એ ચોગાનના એક ખૂણામાં કૉફિનના આકારની ચાર કાચની પેટીઓ તૈયાર હતી.
ગાડીમાંથી ચાર જણ ઊતર્યા અને એ કોફિનોમાં સૂઈ ગયા. સૂતા પહેલાં બધાંએ એક ખાસ તૈયાર કરેલું રસાયણ પીધું. આ રસાયણની અસરથી તેઓ એકસો વર્ષ સુધીની ઊંઘ ખેંચી શકશે, અને જ્યારે ઊઠશે ત્યારે, સૂતી વખતે હતા તેવા જ હશે, એમની વય વધશે નહીં, એવી ટોળકીના નાયક ભદ્રેશ લોખંડવાલાની યોજના હતી.
એ ચાર દોસ્તો, ભદ્રેશ લોખંડવાલા, પ્રફુલ્લ હાંસોટિયા, મધુકર દમણિયા અને કશ્યપ નાગરેચા, બધા ય કરામતી હતા. ક્યાં હાથ મારીને માલ-મિલ્કતની ઉચાપત કરવી તેની જ પેરવીમાં રહેતા. એમનાં કાંઇ વ્યવસ્થિત નોકરી-ધંધા નહોતા. છૂટાછવાયા કામો કરીને અને બની શકે ત્યારે ઉઠાંતરી કરીને માલમત્તા ભેગી કરવાનું રાખ્યું હતું.
આ પ્રકારના ધંધાપાણીમાં થોડો વખત પળોટાઈને એમણે મોટો શિકાર કરવાનું નક્કી કર્યું. આ ચારેયમાં ભદ્રેશ “બ્રેઇન” હતો, અને વિજ્ઞાન અને કમ્પ્યુટરનું પણ જ્ઞાન ધરાવતો. બાકીના ત્રણ મગજ કરતાં બળનો ઉપયોગ વધુ કરતા.
એક વખત કાળજીપૂર્વકનું પ્લાનિંગ કરીને આ ટોળકીએ સોનાની ઈંટો લાવતી એક ટ્રક પર છાપો માર્યો, અને તેમાંથી સારી એવી ઈંટોની ઉચાપત કરી.
વિજ્ઞાન, કમ્પ્યુટર અને અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઈને, આ લૂંટને પૂરેપૂરી એમની પોતાની કરવાની યોજના ભદ્રેશે એની દીર્ઘદૃષ્ટિ વાપરીને વિચારી રાખી હતી. તે મુજબ તેઓ વસતિથી દૂરના આ વણવપરાયેલા મકાનના ચોગાનમાં આવ્યા.
એકસો વર્ષ સૂઈને જ્યારે તેઓ ઊઠ્યા ત્યારે ચારમાંથી ત્રણ જ જણ ઊઠ્યા. કશ્યપ નાગરેચાની કોફીનમાં કશીક ખામી રહી જવાથી એને આ કોફીનની અને પેલા રસાયણની ધારી અસર ન થઈ, અને માત્ર એનો મૃતદેહ જ મળ્યો. તેથી એને ત્યાં જ પડતો મૂકીને બાકીના ત્રણ ગાડીમાં સોનાની ઈંટો સાથે ત્યાંથી રવાના થયા.
ભદ્રેશની યોજના મુજબ આ સોનાની લૂંટ કરવા અને તેનો ભાગ પાડવા બધા કબૂલ થયા હતા, પણ થોડું આગળ જતાં મધુકર દમણિયાની દાનત બગડી, અને બધા ય સોનાનો માલિક થવાનું સ્વપ્નું સેવતાં એણે એના સાથીઓનું કાસળ કાઢી નાખવાનું વિચાર્યું. પણ તેનો અમલ કરવાની ઝપાઝપીમાં એ પોતે જ માર્યો ગયો.
આ બધી પેંતરાબાજી દરમિયાન એમની ગાડી પણ હવે એમનો સાથ આપતી ન હતી, અને થોડુંક ચાલ્યા પછી તે પણ અટકી ગઈ. ત્યાં સુધીમાં ભદ્રેશ અને પ્રફુલ્લ વસતિથી ઘણે દૂર એક ખુલ્લી, વેરાન જગ્યામાં આવી ગયા હતા. બગડેલી ગાડી એમણે પડતી મૂકી, અને ખભા પરની બેગોમાં સોનાની ઈંટો ભરીને ચાલવા માંડ્યા. સમય જતાં ખાવાનું ખૂટ્યું. પાણીની એક માત્ર મશક બચી, અને તે ભદ્રેશ પાસે હતી. સખત તડકામાં બન્ને ચાલી રહ્યા હતા. તરસ લાગતી ત્યારે ભદ્રેશ પાણી પી લેતો. પ્રફુલ્લને પીવું હોય ત્યારે એ ભદ્રેશને પાણી માટે કહેતો, અને એક ઘૂંટડા માટે ભદ્રેશ સોનાની એક ઈંટ એની પાસેથી માગતો.
બેગમાંની સોનાની ઈંટોએ તેમનું કામ કર્યું, અને ભદ્રેશની મતિ બગડી. એના લોભની સીમા ન રહી, અને હવે એણે એક ઘૂંટડાનો ભાવ એકને બદલે બે ઈંટોનો કરી નાખ્યો. પ્રફુલ્લ માટે આ તદ્દન ખોટનો સોદો હતો. ધૂંધવાતાં ધૂંધવાતાં એણે બે-એક વખત તો બબ્બે ઈંટો આપીને પાણીનો એક-એક ઘૂંટડો ભર્યો, પણ તે પછી પાણી માંગવાને બહાને, સોનાની ઈંટો ભદ્રેશને આપવાને બદલે એના માથામાં મારીને એનો ખાતમો કરવાનો પ્રયાસ કર્યો.
ભદ્રેશ ગાંજ્યો જાય એવો ન હતો. પ્રફુલ્લની જ ઈંટો છીનવી લઈને તેના વડે જ ભદ્રેશે એને મારી નાખ્યો. હવે મશકનો માલિક એ એકલો જ હતો, પણ ધોમ તડકામાં મશકમાંનું પાણી પણ છેવટે ખૂટી ગયું. તરસથી વ્યાકુળ, લથડિયાં ખાતો ભદ્રેશ કોઈ વસતિ દેખાતી હોય એવી જગ્યાએ જવા મરણિયા પ્રયાસો કરતો આગળ વધ્યો, પણ ભૂખ, તરસ અને થાકથી જમીન પર ફસડાઈ પડ્યો.
બન્ને હાથોમાં સોનાની ઈંટો રાખીને “પાણી પાણી”ની બૂમો પાડતો ભદ્રેશ, એક ઘૂંટડાને માટે બે, ત્રણ કે ચાર ઈંટો આપવા તૈયાર હતો. પણ ન તો કોઈ આવ્યું કે ન તો ક્યાંયથી પાણીનો મેળ પડ્યો.
કેટલીક વાર પછી એક કાર ત્યાંથી નીકળી, અને જમીન પર કોઈને પડેલો જોતાં ચાલકે કાર અટકાવી. ઊતરીને ભદ્રેશ પાસે ગયો તો ભદ્રેશે દયામણે ચહેરે અને હતું એટલું બળ એકઠું કરીને એને કહ્યું, “પાણી, … પાણી મળશે, પાણી? આ સોનાની ઈંટો છે, બધી જ તમારી.” અને એટલું કહીને તરફડિયા ખાતા ભદ્રેશે પ્રાણ છોડ્યો. ચાલક પાછો ગાડીમાં આવ્યો. “શું હતું? કોણ છે?”
ગાડીમાંની એની સ્ત્રીમિત્રે એને પૂછ્યું. “મને એણે સોનાની ઈંટો બતાવી, અને હું એને પાણી આપું તો તે સોનું હું લઈ શકું, એમ કહ્યું,” ચાલકે જવાબ વાળ્યો. “આ નવાઈની વાત નહીં? સોનાથી શું થાય?
કોઈ સોનું શું કરવા આપે, એની જરૂર શી? કદાચ એક સમયે તેની કાંઈક કિંમત હશે,” સ્ત્રીમિત્રે કહ્યું. પુરુષે કહ્યું, “મારી પાસે પાણી હોત તો એને આપી દેત; હવે તો બિચારાનો જાન ગયો. પણ સોનાને શું કરું? ચાલો, શહેરમાં જઈને ખબર આપીએ. સુધરાઈના માણસો આવીને આનો નિકાલ કરશે.”
e.mail : surendrabhimani@gmail.com
![]()



પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પિલબર્ગ દ્વારા દિગ્દર્શિત અને સ્વનામધન્ય અદાકારો મેરિલ સ્ટ્રીપ અને ટોમ હેન્કસ દ્વારા અભિનિત ફિલ્મ “ધ પૉસ્ટ” ફર્સ્ટ ઍમેન્ડમેન્ટ દ્વારા રક્ષિત વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર છે – જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. ફિલ્મનું કથાનક આમ છે – અમેરિકન સરકારની વિયેતનામ યુદ્ધ નીતિને લગતા કેટલાક ગોપનીય દસ્તાવેજો 1971માં વર્તમાનપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ પાસે પહોંચે છે. તે પ્રકાશિત થાય તો સરકાર ઊઘાડી પડી જાય તેમ છે. તેથી તેનું પ્રકાશન નહીં કરવા સરકાર હુકમ કરે છે. નીચલી અદાલત પ્રકાશન સામે મનાઈહુકમ ફરમાવે છે. કેસ અંતે યુ.એસ.એ.ની સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. બીજા જાણીતા વર્તમાનપત્ર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. જો આ દસ્તાવેજો ‘વૉશિંગ્ટન પોસ્ટ’ છાપે તો વર્તમાનપત્ર પોતાની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરી શકે તેમ છે; પણ તે છાપે તો અદાલતના હુકમના અનાદર બદલ સજા પણ થઇ શકે તેમ છે. એટલે પ્રેસ સ્વાતંત્ર્ય અને જાહેર જનતાના સાચી વાત જાણવાના અધિકારના અમલ માટે સુપ્રીમ કૉર્ટમાં ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના કેસમાં સાથે ‘વૉશિંગ્ટન પૉસ્ટ’ પણ જોડાય છે. કાયદાના ક્ષેત્ર માટે બહુ મહત્ત્વના પુસ્તક “The Least Dangerous Branch”ના લેખક અને બંધારણીય વિદ્વાન ઍલેક્ઝાન્ડર બિકેલ વર્તમાનપત્રો તરફથી વકીલ તરીકે દલીલો કરે છે. યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ વર્તમાનપત્રોની તરફેણમાં ચુકાદો આપે છે. વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું આમ રક્ષણ થાય છે.
“માર્શલ” ફિલ્મ યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટના પ્રથમ શ્યામ ન્યાયાધીશ થરગૂડ માર્શલની, તે ન્યાયાધીશ બન્યા તે પહેલાંની, વકીલ તરીકેની કારકિર્દી પર છે – ખાસ કરીને શાળાશિક્ષણમાં જાતિભેદ નાબૂદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેસ “બ્રાઉન વિ. બૉર્ડ ઑફ ઍજ્યુકેશન”માં માર્શલની વકીલ તરીકેની ભૂમિકા ઉપર આ ફિલ્મ આધારિત છે. અમેરિકામાં કાળી પ્રજાનાં સંતાનોને માટે અલગ શાળાઓ હતી. કૅન્ટકી નામના રાજ્યમાં ઓલિવર બ્રાઉનની પુત્રીને, તે કાળી હોવાથી, તેની નજીકમાં આવેલી શાળામાં દાખલ કરવાનો શાળા દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો. તેણે કાળા વિદ્યાર્થીઓ માટે અલગ સ્થપાયેલી ને બ્રાઉનના ઘરથી ઘણી દૂર આવેલી શાળામાં જવું પડે તેમ હતું. સમાનતાના અધિકારના રક્ષણ માટે બ્રાઉન દ્વારા કેસ કરવામાં આવ્યો, જે યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચ્યો. બ્રાઉન વતી વકીલ તરીકે થરગૂડ માર્શલે દલીલો કરી હતી. 1954માં આ કેસનો, સમાનતાના અધિકારનું રક્ષણ કરતો, ચુકાદો આવ્યો અને શાળાશિક્ષણમાં જાતિભેદનો અંત આવ્યો. જો કે ઘણાં રાજ્યોએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. યુ.એસ.એ.ની દક્ષિણમાં આવેલ રાજ્ય આર્કાન્સોના ગવર્નરે આ ચુકાદાનો અમલ કરવાની ધરાર ના પાડી ત્યારે 1957માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રીય સેના મોકલીને યુ.એસ.એ. સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો અમલ કરાવ્યો હતો.
જેમ ગ્રીસના ડેમોસ્થેનિસ કે રોમના સિસેરોની વક્તૃત્વકલા વિષે ઘણું લખાયું છે તેમ પાલખીવાલાની, ખાસ કરીને આ કેસમાં પ્રદર્શિત થયેલી, વાક્ છટા વિષે પણ ઘણું બધું લખાયું છે. બંધારણમાં સુધારો કરવા ઉપર સંસદની ગર્ભિત મર્યાદાઓ હોવાથી સુધારા નીચે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકાય નહીં તેવો સિદ્ધાંત સુપ્રીમ કૉર્ટે આ કેસમાં આપ્યો, જે વિશ્વભરમાં બૅઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તરીકે જાણીતો છે. 13માંથી 11 ન્યાયાધીશોએ અલગ અલગ ચુકાદાઓ આપ્યા. 6 ન્યાયાધીશો સંસદની બંધારણમાં સુધારો કરવાની ગર્ભિત મર્યાદાના પક્ષમાં હતા; અન્ય 6 તેથી વિરુદ્ધનો મત ધરાવતા હતા. છેવટે 13મા ન્યાયમૂર્તિ હંસરાજ ખન્નાનો મત નિર્ણાયક બન્યો અને આમ સંસદની બંધારણ સુધારવાની સત્તા પર અંકુશ આવ્યો. કેસની આગળપાછળની ઘટનાઓ, તેમાંના રમૂજપ્રેરક પ્રસંગો, અદાલતમાં થયેલી ઉગ્ર દલીલો અને સ્વયંસ્ફૂર્ત ઉદ્દભવેલી હળવી ક્ષણો – આ બધું જ એક ઉત્તમ ફિલ્મ માટે કથાવસ્તુ બની શકે તેમ છે.
વારસાની એ ભાષા અને વારસાના એ પ્રદેશ સાથે સર્જકનો નાતો ચોક્કસપણે જળવાયેલો રહે છે, પણ એ તળ કે મૂળ પ્રદેશ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવૃત્તિથી આવર્તન પૂરાં પાડે કે જે તીવ્રતાથી ધક્કો મારે તેની માત્રા કે તીવ્રતા, જ્યાં વસવામાં આવ્યું છે એ પ્રદેશમાં એટલાં હર્ટ્ઝ કે એટલા ડેસિબલમાં થોડી વર્તાવાની. તો બીજી પાસ, પોતે જ્યાં રહે છે, શ્વસે છે, જીવે છે એ પ્રદેશ ખુદ પણ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવર્તનો પૂરાં પાડે છે ને જે ધક્કા મારે છે, એની અસર પણ કંઈ ઓછી પ્રભાવી હોય છે?! …