Opinion Magazine
Number of visits: 9743157
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—206

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2023

બ્રિટનની પાર્લામેન્ટના પહેલા હિન્દી સભ્ય કોણ?   

(ભીખા શેઠ અને રઘલો ભીખા બહેરામના કૂવાથી દાદાભાઈ નવરોજીના પૂતળા તરફ ચાલતા જઈ રહ્યા છે.)

ભીખા શેઠ : રઘલા, તુને માલમ છે કે ગાંધીજી લોનું ભનવા બ્રિટન ગિયા તે વારે કોના પર ભલામણ ચિઠ્ઠી લઈ ગયેલા?

રઘલો : સું સેઠ! તુને હજી રાતે પીધેલી તારી ઊતરી લાગતી નથી. મહાત્મા ગાંધીજીને તે વલી ભલામણ ચિઠ્ઠીની જરૂરત પડે?

ભીખા શેઠ : અરે અક્કલમુઠ્ઠીના! એવન ભનવા ગિયા ત્યારે મહાત્મા બનિયા હુતા નહિ. એ તો હુતા ૧૯ વરસના મોહનદાસ કરમચંદ ગાંધી. અને એવન ૧૮૮૮ના સપ્ટેમ્બરની ચોથી તારીખે મુંબઈથી લંડન જવા નીકલિયા તે વારે તેઓ તન ભલામણ ચિઠ્ઠી સાથે લઈ ગિયા હુતા. તેમાંની એક હુતી દાદાભાઈ નવરોજી પરની.

રઘલો : તે સું દાદાભાઈ બહુ પૈસાવાલા હુતા? 

ભીખા શેઠ : વેપાર કરતા હુતા એટલે બે પાનરે સુખી તો હુતા, પણ ગ્રેટ બ્રિટનના પોલિટિક્સમાં બી પડેલા હુતા. અને તુને માલમ છે? ૧૮૯૨માં એવન ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના મેમ્બર ચૂંટાઈ આવેલા. 

રઘલો : એક હિન્દી, અને બ્રિટનની પાર્લામેન્ટનો ચૂંટાયેલો મેમ્બર?

ભીખા શેઠ : હા, અને લંડનના એક પરગણામાંથી બીજા અંગ્રેજ ઉમેદવાર સામે ચૂંટણી લડીને મેમ્બર બનનારા એવન પહેલા હિન્દુસ્તાની હુતા.

પાર્લામેન્ટની ચૂંટણી માટે દાદાભાઈનો પ્રચાર કરતા અંગ્રેજો

રઘલો : એ તો એવન ગોરાઓના દેસમાં જનમિયા હોસે, એટલે.

ભીખા શેઠ : નિ રઘલા. પાર્લામેન્ટના મેમ્બર બનિયા પછી એવનની સામે એક પ્રોબ્લેમ ઊભો થિયો. અત્તાર સુધી દરેક મેમ્બર બાઈબલ પર હાથ રાખી શપથ લેતા હુતા. પણ દાદાભાઈ તો પાક્કા જરથોસ્તી. એટલે એવને તેમ કરવા ‘ના’ ભણી. અને પારસીઓના પવિત્ર પુસ્તક ‘ખોરદે અવસ્તા’ પર હાથ રાખી શપથ લેવાની મંજૂરી લીધી. અને રઘલા, એવનનો જનમ નવસારીમાં થિયો હૂતો.

રઘલો : ઓહો! તારે વિલાયતમાં બી નવસારી નામનું ગામ છે?

ભીખા શેઠ : હવે તુને નક્કી તાડી દિમાગ પર ચડી છ. અરે ઘોઘા! આપના ગુજરાતનું નવસારી. 

રઘલો : સું વાત છે! મારા વલહાડ પાસેનું નવસારી?

ભીખા શેઠ : હા રઘલા. પણ તારે એ વડોદરાના ગાયકવાડના તાબામાં હુતું. ૧૮૨૫ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ખોડાયજીએ દાદાભાઈને આય દુનિયામાં મોકલ્યા. એવનનાં માય-બાપ રહેતા હુતા મુંબઈના માંડવી નામના મોહલ્લામાં. નવરોજી પાલનજી દોરડી અને એવનનાં ધણિયાણી માણેકબાઈ એક નાનકડા ઘેરમાં જેમ તેમ ગુજારો કરતાં. નવરોજી હતા અમારા પારસીઓના દસ્તૂર. 

દાદાભાઈ માટે બહાર પાડવામાં આવેલી અપીલ

રઘલો : પન ગરીબ માયબાપનો પોરિયો  છેક વેલાત પહોંચ્યો કેમનો?

ભીખા શેઠ : જો ડીકરા! પહેલાં એવન ગાયકવાડી રાજના દીવાન બનિયા. પછી મુંબઈ આવી અમારા પારસીઓમાં ‘સમાજ સુધારો’ કરવા એકુ મંડલી શુરુ કીધી અને ‘રાસ્ત ગોફતાર’ નામનું ચોપાનિયું બી શુરુ કીધું. એલ્ફિન્સ્ટન કોલેજમાં ગણિત અને ફિલસૂફિયાના પ્રોફેસર બનિયા. ૧૮૫૫માં લંડન ગિયા અને કામા એન્ડ કંપનીના એક ભાગિયા બનિયા. જો કે તનેક વરસ પછી બીજા ભાગિયાઓ સાથે જીવ ઊંચો થતાં છુટ્ટા થઈ ૧૮૫૯માં કોટનના વેપાર માટે પોતીકી કંપની શુરુ કીધી. સાથે સાથે વિલાયતમાં રહેતા હિન્દીઓની સુખાકારી માટે કામ કરતા થિયા. ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશન શુરુ કરી હિંદીઓ બાબતની ગેરસમજનો દૂર કરી તેમના વાજબી હક્ક માટે બુલંદ અવાજ ઉઠાવિયો. બ્રિટનની પાર્લામેન્ટના મેમ્બરો સાથે ઉઠતા-બેસતા થિયા. તો માયભૂમિમાં ૧૮૮૫માં સુરુ થયેલી ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૧૮૮૬માં બીજા સરનસીન (પ્રમુખ) બનિયા. બાદમાં ૧૮૯૩ અને ૧૯૦૬માં ફરી સરનસીન તરીકે ચૂંટાઈ આવ્યા. માયભૂમિને માટે ઘન્ંના સોજ્જાં કામ કરીને ૯૧ વરસની જૈફ ઉંમરે ૧૯૧૭ના જૂનની ૩૦મી તારીખે એવન મુંબઈમાં જ ખોડાયજીને પ્યારા થઈ ગિયા. 

રઘલો : હવે હમજ્યો કે એવનનું બાવલું અઈ કેમ મૂકેલું છ.

ભીખાજી : બાવલું તો છે જ પણ અહીંથી નજીક દાદાભાઈ નવરોજી રોડ બી આવેલો છે. પાકિસ્તાનના કરાચીમાં અને વેલાતનાં ફિન્સબરીમાં બી એવનના નામના રોડ. આપરા દિલ્લીમાં બી ‘નવરોજી નગર’ કરીને એક એરિયા છે. 

રઘલો : સેઠ, એક બાબત પૂછું?

ભીખા શેઠ : સું?

રઘલો : બીજાં બધાં પૂતલાંઓએ તો પોતાની વાત પોતાની જુબાને કીધી. પણ આ દાદાભાઈ સાહેબની બધી વાત તેં જ કેમ કીધી?

ભીખા શેઠ : જો રઘલા! આય દાદાભાઈ એટલે નમનતાઈનું જ પૂતલું. એવન પોતાને મોએ પોતાની વાત કભ્ભી બી નિ કરે. એટલે એવનની વાત મેં કીધી. અને બીજી એક વાત : આપના દેશની સરકારે તન તન વખત દાદાભાઈના માનમાં ટપાલની ટિકેત બહાર પાડી છે : ૧૯૬૩, ૧૯૯૩, અને ૨૦૧૭માં. 

(બંને જણા ચાલતા ચાલતા દાદાભાઈના પૂતલા લગન આવી પૂગે છે.)

દાદાભાઈ : આવો, આવો. તમારી જ રાહ જોતો હૂતો.

ભીખા શેઠ : કેમ વારુ?

દાદાભાઈ : સબબ કે સર ફિરોઝશાહ મહેતા આજે અહીં પધારવાના છે.

ભીખા શેઠ : ઓહોહો! અરે રઘલા, જલ્દીથી બધી તૈયારી કરી નાખ. 

રઘલો : ફિરોઝશાહ, કે એક્તર ફિરોઝ ખાન?

ભીખા શેઠ : હવે મૂંગો મર, ગધેરા! 

(હળવી, પણ મક્કમ ચાલે ફિરોઝશાહ મહેતા આવે છે.)

ફિરોઝશાહ : સલામ, દાદાભાઈ સાહેબ! 

દાદાભાઈ : પધારો પધારો. ઘન્ના લાંબા વખત પછી મલવાનું થિયું.

ફિરોઝશાહ : પેલા એક ગઝલકારે કહ્યું છે ને તેવું જ કૈક થિયું :

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું!

નહીંતર મિલનનો માર્ગ છે વીટીથી ફૌંટન સુધી! 

જુઓ, મારી વાત સમજો. મારા બાવા ઝાઝું ભણેલા નહિ હુતા, પણ ગણેલા હુતા. એટલે કલકત્તા સાથે વેપાર કરતા. એ સબબે ત્યાંની આવનજાવન બી રહેતી. અને હા. એવનનું અંગ્રેજી ખાસ્સું પાવરફૂલ. એટલે કેમિસ્ટ્રીની એક ચોપડીનો તરજુમો કિધેલો અને નિશાળના પોરિયાઓ માટે ભૂગોળની એક ચોપડી બી લખેલી. આપરું ગાડું જરા સારું ચાલિયુ. ૧૮૬૪માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. થયો અને પછી યુનિવર્સિટીમાંથી એમ.એ.. આય બોમ્બે યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવનાર હું પહેલવહેલો પારસી હૂતો. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ હુતા વાઈસ ચાન્સેલર. એવન એટલા ખુસ મારા પર, કે જમશેદજી જીજીભાઈની સ્કોલરશીપ મને મળે તેવી જોગવાઈ કીધી. પણ મેં કીધું કે નહિ, હું ભણવા લંડન જાવસ તો મારા બાવડાના જોરે. ગિયો, અને લિંકન્સ ઈનમાં દાખલ થિયો. ૧૮૬૮માં બેરિસ્ટર થિયો તે પહેલાં અહીંથી બીજો કોઈ બી પારસી બેરિસ્ટર થિયો હૂતો નિ. પણ મારે પ્રેક્ટિસ તો મારા દેશમાં જ કરવી હુતી. એટલે મુંબઈ આવી પ્રેક્ટિસ શુરુ કીધી. આજે બી લોક જે માર્કેટને ‘ક્રાફર્ડ માર્કેટ’ કહી બોલાવે છે તે આર્થર ક્રાફર્ડ પર પૈસાની બાબતમાં ગફલા કરવાનો કેસ મંડાયો. તેના તરફથી બોમ્બે મ્યુનિસિપાલ્ટી એકટમાંનાં છીંડાંનો ફાયદો વકીલે લીધો. તે વારે મેં સરકારને કીધું કે આય એક્ટમાં જે જે છીંડાં છે તે પૂરવાં જોઈએ. સરકારે કહ્યું કે તો નવો એકટ તમે જ તૈયાર કરી આપો. આપરે તો આખ્ખો કાયદો નવેસરથી લખી નાખિયો, જે ૧૮૭૨માં પાસ થિયો. તે વારથી ઘણા લોક મુને ‘ફાધર ઓફ બોમ્બે મ્યુનિસિપાલીટી’ કહીને બોલાવતા. 

મ્યુનિસિપાલિટીના મકાનની બહાર સર ફિરોઝશાહ મહેતાનું પૂતળું 

રઘલો : અચ્છા, એટલે એવનનું બાવલું મુનશીપાલ્ટીના મકાનની બહાર ઊભું કીધેલું છે. 

ભીખા શેઠ : હા, અને તે જગાથી સુરુ થતા રોડનું નામ બી સર ફિરોઝશાહ મહેતા રોડ એવું રાખિયું છે. અને લોકો જેને હેંગિંગ ગાર્ડન કહીને ઓલખે છે તેનું બી ખરું નામ છે ફિરોઝશાહ મહેતા ગાર્ડન.

ફિરોઝશાહ મહેતા ગાર્ડન ઉર્ફે હેંગિંગ ગાર્ડન

ફિરોઝશાહ : આય પોલિટિક્સ એક એવી જાળ છે કે એકવાર અંદર ઘૂસો, પછી બહાર નીકલવાનું એકદમ કઠિન. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની ૧૮૮૫માં શુરુઆત થઈ તે વારથી તેની સાથે જોડાયો અને તેની કલકત્તા સેશનનો પ્રમુખ બી બનિયો. તે વખતે હજી કાઁગ્રેસ અને બ્રિટિશ સરકાર આમનેસામને નહિ હૂતી. ૧૮૮૭માં સરકારે મારી નિમણૂક બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અને ૧૮૯૩માં ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં કીધી. 

ભીખાશેઠ : આપે એકુ છાપું બી સુરુ કીધેલું, નહિ?

ફિરોઝશાહ : હા, ૧૯૧૦માં ‘ધ બોમ્બે ક્રોનિકલ’ નામનું આઠવારિયું સુરુ કીધું.

દાદાભાઈ : આય ફિરોઝશાહે મુંબઈની એટલી તો સેવા કીધી કે લોક એવનને ‘ધ લાયન ઓફ બોમ્બે’ અને ‘મુંબઈનો બેતાજ બાદશાહ’ કરી ઓળખવા લાગિયા. ૧૯૧૫ના નવેમ્બરની પાંચમી તારીખે ફિરોઝશાહ બેહસ્તનશીન થિયા. 

ભીખા શેઠ : મુને એક વાત યાદ આવે છે, જે સર હોમી મોદીએ ફિરોઝશાહ સાહેબની અંગ્રેજીમાં બાયોગ્રાફી લખેલી છે. એવન જ્યારે સાતેક વરસના હુતા ત્યારે જીવલેણ તાવમાં પટકાયા. દિવસો સુધી બેસુધ રહ્યા. બીજા બધા ડોક્ટર હાર્યા એટલે એ વખતના નામીચા ડોક્ટર ભાઉ દાજીને ઘેર બોલાવિયા. એવને તપાસીને કીધું કે આય છોકરાનું દિમાગ વધુ પડતું તેજ છે. એટલે આવી માંદગી આવી છે. આ પોરિયો બચશે કે નહિ, એ કહેવું મુસ્કેલ છે. પણ જો જીવશે તો ઘણો મોટ્ટો માનુસ થશે. થોરા દિવસ પછી એક દિવસ છોકરો સફાળો જાગીને જોર જોરથી રડવા લાગ્યો. માઈબાપે પૂછયું કે બેટા કેમ રડે છે, તો કહે કે હું તો એક બહુ જ મોટ્ટા ખુસ્નુમાં બાગમાં ગિયો હૂતો. એકેક ફૂલ પાસે જઈને હુન્ગતો હૂતો તેવામાં મારાં દાદીમાં આયાં. મુને જોઇને જોરથી ધક્કો મારિયો તે એ બાગમાંથી હું સિધ્ધો આય આપના ઘેરમાં આયો. આય સમજીને ઘરના ગલ્ઢેરાએ કીધું કે આ તો બહુ સોજ્જાં શુકન થિયાં. એ બાગ તે બેહસ્ત. આવરી નાની ઉંમરના દોતરાને ત્યાં જોઈને જ દાદી માએ ધક્કો મારીને તેને બહાર કાઢી મૂકયો અને છોકરો મોતના દરવાજેથી પાછો ઘેર આયો.

ફિરોઝશાહ : સાચું ખોટું તો ખોડાયજી જાને. ચાલો, સલામ આપ સૌને.

ભીખા શેઠ : પધારજો. 

તો સાહેબો, સવારની અવરજવર શુરુ થઈ ગઈ છે. એટલે હવે વધુ વાત આવતા શનિવારે. પન અહીં નહિ. આપના દેશની ઔદ્યોગિક ક્રાંતિના પહેલા મશાલચી જમશેદજી તાતાના પૂતલા પાસે ભેગા થઈશું. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 જુલાઈ 2023)

Loading

અસ્મિતાના નિર્માતાઃ કનૈયાલાલ મુનશીજી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|22 July 2023

લગભગ રાત્રે અગિયાર સાડા અગિયારના સુમારે પંદર વીસ ગાડીઓનું ઘણ લાલ માટીની ડમરી ઉડાડતું સ્વતંત્ર પક્ષના કાર્યાલય પાસે આવીને ઊભું. કાર્યાલયના પટાંગણમાં એકઠી થયેલ મેદનીમાંથી થોડાક કાર્યકરોનું ટોળું હડી કાઢતું એક કાળી એમ્બેસેડર ગાડીને ઘેરી વળ્યું. ગાડીમાંથી તે વખતે મુંબઇની એક બેઠક પરથી ચૂંટણી લડતા ઉમેદવાર મઘુ મહેતા સાથે ઈશાન મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડતા યુવાન ઉમેદવાર ગિરીશ મુનશી સ્મિત ફરકાવતા ઊતર્યા. તેમની પાછળ લીલાવતી મુનશીનો હાથ પકડીને કનૈયાલાલજી ભાવભીનું વંદન કરતા ઊતર્યા; ઘેરી વળેલા કાર્યકરો સાથે હસ્તઘૂનન કરતા મુનશીજી કાર્યાલયના દ્વાર તરફ ઢીલાં પગલાં ભરતાં જઈ રહ્યા હતા, એવામાં ટોળાની ભીડને વીંઘતી, માથે ચકમકતી ટાલ અને શરીરે એકવડિયા બાંઘા સાથે સારી એવી લંબાઈ ઘરાવતી શ્વેત લુંગી-ઘારી એક વ્યકિત કનૈયાલાલ મુનશીજીની સમક્ષ આદરપૂર્વક બે હાથ જોડી વંદન કરતી આવીને ઊભી.

“અરે! જયસુખલાલ! તમે અત્યારે અહીં કયાંથી!’

‘દાદાજી! આ સામે દેખાતા લાલ મકાનના પહેલા માળે હું રહું છું. તમે આજ અહીં ગિરીશભાઈના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવા આવવાના છો, એવું મેં મારા પુત્ર જતિન પાસેથી જાણ્યું તે ક્ષણથી શબરીની જેમ તમારા આગમનની પ્રતિક્ષા કરતો, સમી સાંજથી, અહીં આવીને બેઠો છું. જો તમે થોડોક સમય તમારા કાર્યક્રમમાંથી કાઢી તમારાં પુનિત પગલાં મારી પ્રેમ કુટિરે કરશો તો મને બહુ જ આનંદ થશે!”

ક્ષણનો પણ વિચાર કર્યા વગર મુનશીજીએ બહુ જ મૃદુ સ્વરે લેડી લીલાવતીજીને પૂછયુંઃ “અત્યારે કેટલા વાગ્યા હશે!” લીલાવતીજી, મુનશીજીને જવાબ આપે તે પહેલાં જ કાંડા ઘડિયાળમાં નજર કરતાં મઘુ મહેતાએ જણાવ્યું, “મુનશીજી, સાડા અગિયાર થવા આવ્યા છે! તરત જ મુનશીજીએ જયસુખલાલને કહ્યું, “ભાઈ, કાર્યાલયના ઉદ્દઘાટનની વિઘિ તેમ જ સભા પૂર્ણ થતાં જ અમે આખો કાફલો લઈ તમારા ઘરે પઘારીએ છીએ!”

ગિરીશ મુનશીના કાર્યાલયની ઉદ્દઘાટન વિઘિ તેમ જ પક્ષના નાના મોટા કાર્યકરોનાં પ્રવચન વગેરે પૂર્ણ થતાં લગભગ રાતના બે અઢી વાગી ગયા હશે! ઉદ્દઘાટન બાદ ઉપસ્થિત રહેલ કાર્યકરોને નાનાંમોટાં સલાહ સૂચન તેમ જ તેમની સાથે હળવી વાતચીત દરમિયાન એકાએક મુનશીજીનું ઘ્યાન કાર્યાલયના એક ખૂણામાં શાંત ચિત્તે તેમની રાહ જોતા ઊભેલા જયસુખલાલ પર ગયું. તરત જ તેમને યાદ આવી ગયું કે મેં જયસુખલાલને વચન આપ્યું છે કે, મિટિંગ બાદ અમે તમારા ઘરે આવીશું! બસ, બેચાર પળમાં કાર્યકરો સાથે વાતચીતનો દોર પૂર્ણ કરી મુનશીજીએ જયસુખલાલને કહ્યું, “ચાલો હવે આપણે તમારા ઘરે પ્રયાણ કરીશું!” આગળ ઉત્સુક જયસુખલાલ અને તેમની પાછળ લીલાવતીજીનો હાથ પકડીને ચાલતા મુનશીજી, સાથે ગિરીશભાઈ, મઘુ મહેતા અને બેચાર કાર્યકરો! મુનશીજી જયસુખલાલના ઘરે પહોંચ્યા ત્યારે રાતના અઢી વાગ્યા હોવા છતાં, મુનશીજીએ જયસુખલાલના પલંગ પર એક તકિયાનો ટેકો લઈ નિરાંતે બેઠક જમાવી. મુનશીજીએ જયસુખલાલના પરિવાર સાથે સુખદ ક્ષણોની લહાણી તો કરી સાથોસાથ એટલા જ સ્નેહભાવથી જયસુખલાલની ઓરડીની આસપાસ વસતા મઘ્યમ વર્ગના પરિવારો સાથે સારો એવો સમય પસાર કર્યો. રાત્રે સાડા ત્રણ-ચારે તેમના નિવાસ્થાન ચોપાટી તરફ જવા, જયસુખલાલ તેમ જ તેમના પરિવાર પાસેથી સ્નેહભરી વિદાય માંગી!

ભારતીય વિઘાભવનના ઉપક્રમે કનૈયાલાલ મુનશીની ષષ્ઠીપૂર્તિ ઊજવાઈ રહી હતી. આ શુભ પ્રસંગે ભવને મુનશીજીની નવલકથા આઘારિત ત્રણ એંકાકી ભજવવાનું નક્કી કરેલ. આ કાર્યક્રમમાં પઘારવા આમ જનતાને ખુલ્લું નિમંત્રણ, મુંબઈના તમામ સમાચારપત્રોમાં જહેર ખબર આપીને પાઠવતાં જણાવવામાં આવ્યું હતું કે, “કાર્યક્રમમાં વહેલા તે પહેલાના આઘારે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે પરંતુ પ્રવેશ પાસ અગાઉથી નક્કી કરેલા દિવસે ભવનની ચોપાટી પરની ઑફિસમાંથી મેળવી લેવા કૃપા કરશો!”

મુનશીજીની ષષ્ઠીપૂર્તિ ઊજવાઈ રહી હતી તે વખતે મિત્ર વસંત જોષીની ઉંમર લગભગ દસબાર વર્ષની હશે! આ ઉંમરે વસંતભાઈએ મુનશીજીની લગભગ તમામ નવલકથાઓ વાંચી કાઢેલ. વસંતભાઈ તો મુનશીજીની વાર્તાઓના એક ગાંડા ચાહક હોવાને નાતે સમાચારપત્રમાં જાહેર ખબર વાંચી તે જ દિવસે સવારે ભારતીય વિઘાભવનની ઓફિસ ખૂલે તે પહેલાં બારી પાસે નાટકનો પાસ મેળવવા ઊભા રહી ગયા! સમય મુજબ ભવનની બારી ખૂલતાં જ બારી પર બેઠેલા મહાશય પાસે વસંતભાઈએ એક પાસની માગણી કરી. “ભાઈ, પાસ તમને જરૂર આપવામાં આવશે! પરંતુ આજે નહીં પણ ત્રણ દિવસ બાદ. અમે જાહેર ખબરમાં આમ જનતા માટે જણાવેલ સમય મુજબ વહેંચણી કરીશું, તો તમે તે દિવસે સવારે આવીને પાસ લઈ જઈ શકો છો!”

‘મોટાભાઈ, તમારી વાત સાચી છે, પરંતુ તમે જાહેર ખબરમાં જે દિવસે પાસની વહેંચણી કરવાનું જણાવ્યું છે તે દિવસે સવારે હું પાસ લેવા નહીં આવી શકું. તે દિવસે તો મારી પરીક્ષા છે! મારે પરીક્ષા પણ આપવી છે અને મુનશીજીનું નાટક પણ જોવા આવવું છે! જો તમે મહેરબાની કરીને એક પાસ અત્યારે આપો તો તમારો ખૂબ આભાર!

બરાબર એ જ વખતે કોઈ કારણ સર કનૈયાલાલજી ભવન પર આવેલ હશે, તેમના કાને વસંતભાઈ અને બારી પર બેઠેલા મહાશયનો સંવાદ પડતાં તેમણે પેલા મહાશયને પૂછયું, “કોણ આટલી જિજ્ઞાસાથી ત્રણચાર દિવસ પહેલાં નાટકના પાસની માંગની કરી રહ્યું છે!”

ટિકિટ બારી પરના મહાશયે મુનશીજીને વસંતભાઈની માંગણીના કારણની વાત કરી. ઑફિસમાંથી બહાર આવી મુનશીજીએ વસંતભાઈ સાથે થોડીક વાતચીત કરી. વાતચીત દરમિયાન મુનશીજીએ જાણ્યું કે, શાળાના દસબાર વર્ષના એક વિઘાર્થીએ એમની પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાઘિરાજ અને જય સોમનાથ વગેરે નવલકથાઓ વાંચી કાઢી છે. આ સાંભળી મુનશીજી બહુ જ ખુશ થઈ ગયા! તેમણે બારી પર બેઠેલા મહાશયને કહ્યું કે, “ભલે, આપને જાહેર ખબરમાં જણાવ્યું છે કે પાસ પરમ દિવસે વહેંચીશું, પરંતુ તમે અત્યારે જ આ વિઘાર્થીને એક પાસ આપો! આપણે સમજી શકીએ છીએ કે પરીક્ષાના દિવસે તે પાસ લેવા ન આવી શકે! આવા સાહિત્યપ્રેમી વિઘાર્થીઓ મારા નાટક અને મારી નવલકથાથી વંચિત રહી જાય તે મને ન પરવડે!

જે મુનશીજીના નામથી ગુજરાતી સાહિત્યની અસ્મિતાનાં દ્વાર ખૂલે છે, જે મુનશીજીએ શામ, દામ અને દંડથી ભારતનાં દેશી રાજયોના વિલીનીકરણ વખતે હૈદરાબાદના નિઝામને ક્ષણમાં નમાવી સરદાર વલ્લભભાઈના કાર્યને સરળ બનાવી દીઘું હતું તે જ કનૈયાલાલ મુનશી સામાન્ય માણસના હ્રદયને ભૂલથી પણ કયાં ય ઠેસ ન વાગે તેનો કેટલો ખ્યાલ રાખતા હતા!

નોઘ :

કચ્છના ભૂકંપ પહેલાં બરાબર એક વરસે અમેરિકાની પચ્ચીસ ત્રીસ વર્ષની જાહોજલાલીની જિંદગીને તિલાંજલિ આપી, કચ્છની શાળામાં વિનામૂલ્યે સેવા આપવા, મારે ગામ રોચેસ્ટરથી ડો. વસંત જોષી ચાલ્યા ગયા છે. તેઓ વ્યવસાયે pharmacists હતા.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

सांप्रदायिकता, हिन्दुत्व और बीजेपी का चुनावी तरीका

अभीष॰ के. बोस द्वारा  राम पुनियानी का साक्षात्कार [अनुवाद  :  नूतन भाकल]|Opinion - Opinion|22 July 2023

अभीष बोस : आपने राम जन्मभूमि आंदोलन के समय और उसके बाद, उत्तर भारत में इस विषय पर अत्यंत विस्तृत अध्ययन किया है, विशेष रुप से दंगाग्रस्त स्थानों में। इन जगहों पर सांप्रदायिक स्थिति के बारे में फिलहाल आप का क्या आकलन है?

राम पुनियानी

राम पुनियानी: जिन स्थानों पर सांप्रदायिक हिंसा हुई है, वहां बहुत ध्रुवीकरण हुआ है और धार्मिक समुदायों के बीच भौतिक और भावनात्मक दीवारें खड़ी कर दी गई हैं।  बहुसंख्यक समुदाय अपने मन में अल्पसंख्यक समुदाय के प्रति नफरत की गलत धारणा पाले हुए है और अल्पसंख्यक समुदाय के मन में मुख्य भावना डर और असुरक्षा की है। सामाजिक और धार्मिक स्तर पर खुशियाँ साझा करना, पूरी तरह से खत्म हो गया है। राष्ट्र और भाईचारे के मूलभूत मूल्यों को गहरा झटका लगा है। सांप्रदायिक हिंसा के ज्यादातर जख्म अब भी भरे नहीं हैं।

हिंसा के शिकार लोगों को न्याय और उनके पुनर्वासन में सरकार की असफलता इसमें मुख्य अवरोध रहा है। जिन स्थानों पर हिंसा हुई है, वहां शायद नजदीकी भविष्य में दुबारा हिंसा न हो क्योंकि इन स्थानों पर ध्रुवीकरण लगभग पूरा हो चुका है और हिंसा की जिम्मेदार सांप्रदायिक ताकतों को इन्हीं स्थानों पर दोबारा हिंसा करके आम तौर पर कुछ खास उपलब्ध नहीं होता है। परंतु समग्र रूप से देश में हिंसा को बढ़ाने के लिए आवश्यक उकसावे के कारण बहुत ज्यादा हैं और भड़काना बहुत आसान है। अल्पसंख्यकों के विरुद्ध नफरत, वर्तमान राजनीतिक विमर्श का एक मुख्य तत्व है।

अ॰ बो: विद्वानों ने यह माना है कि गुजरात दंगे भारतीय सांप्रदायिक हिंसा के लंबे इतिहास में विशिष्ट रूप से एक नए सांस्कृतिक आंदोलन का प्रतिनिधित्व करते हैं, जो सन 1984 के सिख दंगों के समान है, जिसमें लोगों को उसी तरह से निशाना बनाया गया था। क्या आप ऐसे वर्गीकरण की सैद्धांतिक और साक्ष्य आधारित उपयुक्तता की चर्चा करेंगे?

रा॰ पु: सबसे पहले मैं यह ध्यान दिलाना चाहता हूं कि सन 1984 के सिख-विरोधी दंगे और गुजरात दंगे तथा अन्य मुस्लिम-विरोधी दंगों की तुलना नहीं हो सकती है। धार्मिक अल्पसंख्यकों के विरुद्ध हिंसा दो श्रेणियों में बांटी जा सकती है। एक, सिख-विरोधी हिंसा, जो कि एक अकेली घटना थी और अभागे सिख समुदाय के विरोध में राजनीतिक बदला लेने के लिए हुई। दूसरी, नियमित और बारंबार होने वाली हिंसा है, जो मुस्लिमों और ईसाइयों के विरुद्ध होती है और जो हिंदू राष्ट्रवादी एजेंडा का एक हिस्सा है।

इन दोनों श्रेणियों में जो बात समान है, वह है, निरपराध लोगों के खिलाफ हिंसा का तरीका। यह हिंसा स्वत:स्फूर्त दिखाई देती है परंतु उसके पीछे योजना बनाई गई हो, ऐसा लगता है। नेतृत्व करनेवाले लोग आम तौर पर इस हिंसा को ऐसे आयोजित करते हैं कि वह स्वतःस्फूर्त, उर्ध्वगामी दिखाई दे। यह उर्ध्वगामी प्रक्रिया, अल्पसंख्यक समुदायों के खिलाफ फैलाई गई नफ़रत के कारण पहले से ही तैयार की गई ज़मीन द्वारा उकसाई जाती है।

सिख विरोधी नरसंहार, जो एक अकेली घटना थी, इंदिरा गांधी की हत्या का बदला लेने के लिए किया गया था, जो खालिस्तानी तत्वों द्वारा स्वर्ण मंदिर में बसने के बाद  ऑपरेशन ब्लूस्टार की कार्रवाई का बदला लेने के लिए  (इंदिरा गांधी की हत्या)की गई थी। गुजरात दंगे गोधरा ट्रेन की आग के बहाने आयोजित किए गए थे। मुसलमानों के घरों और दुकानों की सूची तैयार थी और उस शहर की तत्कालीन स्थानीय कलेक्टर जयंती रवि की सलाह के बावजूद, गोधरा में जले हुए मृतदेहों का जुलूस निकालकर लोगों को भड़काया गया। अल्पसंख्यक समुदाय पर ‘उन्होंने आग लगाई’ का आरोप लगाकर हिंसा की शुरुआत की गई ;  स्थानीय लोग, विशेष रूप से निम्न लोग  ‘बदला’ लेने के लिए बहकाये गए।

मुस्लिम-विरोधी हिंसा नियमित और बार-बार होती है; यह हिंदू राष्ट्रवादी एजेंडा का एक हिस्सा है, जिसका उद्देश्य समुदायों का ध्रुवीकरण कर चुनावी लाभ उठाना है। मेरा मानना है कि हिंसा को ‘नीचे से’ भड़का कर और उसमें भाग लेनेवालों को यह जता कर कि उन्हें  दंडमुक्ति प्राप्त है, उसे आयोजित किया जाता है। हिंसा की उत्पत्ति का तरीका  समान है, फिर भी उसके पीछे की राजनीति दोनों ही मामलों में बहुत अलग है।

अ॰ बो॰:  इसका क्या कारण है कि निम्न वर्ग की आबादी का एक बहुत बड़ा हिस्सा हिंदू राष्ट्रवाद की योजना और भारतीय जनता पार्टी से जुडा हुआ है?

रा॰ पु॰: भारतीय जनता पार्टी हिंदू राष्ट्रवादी राजनीति का  चुनावी पक्ष है। इसके मूल संगठन ने दलितों और आदिवासियों के बीच कई अन्य संगठन बनाये हैं। राष्ट्रीय स्वयंसेवक संघ ने अपनी शाखाओं के विस्तृत नेटवर्क द्वारा स्वयंसेवकों की एक बड़ी फौज को प्रशिक्षित किया है, जो जमीनी स्तर पर और सामुदायिक स्तर पर समाज के इन तबकों के बीच काम करती है।

सबसे पहले वे धार्मिक दांव पेंच शुरू करते हुए, इन तबकों में हिंदू धार्मिक त्योहारों को बढावा देते हैं । 70 और 80 के दशकों के बीच उनके स्वयंसेवकों ने भगवान गणेश के त्योहारों को दलित बस्तियों में बढ़ावा दिया।  वे इस प्रकिया की शुरुआत करते, आर्थिक सहायता देते और दलित समुदायों को शामिल कर उनमें ब्राह्मणवादी मानदंड  लागू करते।

आदिवासी क्षेत्रों में वे “शबरी संगम” आयोजित करते थे। शबरी रामायण में एक पात्र है, जो भगवान राम को बेर समर्पित करती है। वह गरीबी और अभाव का प्रतीक है। राष्ट्रीय स्वयंसेवक संघ ने उसके नाम पर मंदिर बनाया है और उसे आदिवासियों की देवी के रूप में प्रस्तुत किया है। यह एक सांस्कृतिक संदेश भी है कि आदिवासियों का आदर्श कौन है।

इसके अलावा उन्होंने भगवान हनुमान को आदिवासियों के देवता के रूप में ढालना शुरू किया और आदिवासी बस्तियों में उन्हें लोकप्रिय बनाने के लिए कई अभियान शुरू किये। यह भी एक तरह से संदेश देने की बात है – राम के प्रति निष्ठावान, जिसे हिंदू राष्ट्रवादी ताकतों ने आदर्श के रूप में प्रस्तुत किया है। इससे धार्मिक स्तर पर इन तबकों को हिंदुवाद के आरएसएस संस्करण से जोड़ने में मदद मिली।

सामाजिक स्तर पर वे नियमित रूप से इन समुदायों के साथ नियमित रूप से मिलते-जुलते रहे, जिससे उन्हें सम्मान की भावना का एहसास हुआ। नियमित रूप से मिलते-जुलते रहने से इन समुदायों को सम्मानित होने का अहसास हुआ, जिसके परिणामस्वरूप चुनावी स्तर पर भारतीय जनता पार्टी जीत गई, जबकि भाजपा आरक्षण का विरोध करती है, आर्थिक आधार पर कोटा आरक्षण और जातिगत जनगणना का विरोध करती है। यह पूरी तरह से जमीनी स्तर पर इन समुदायों से मिलते-जुलते रहने के कारण हुआ,जो विस्तृत स्तर पर किया गया और जिसने चुनावी स्तर पर समाज के इन तबकों के बीच भाजपा के फायदे के लिए जमीन तैयार की।

अ॰ बो॰:  एक परिपेक्ष्य के अनुसार 1980 के दशक के बाद भारत में “लोकतंत्र मजबूत” हुआ है। इसी दौर में एक प्रमुख ताकत के रूप में भाजपा भी उभर कर आई। भारत में लोकतंत्र का मजबूत होना और उसी समय भारत में भाजपा का उद्भव, इन दोनों को आप किस तरह से देखते हैं?

रा॰ पु॰ :यह सच है कि देश में लोकतांत्रिक प्रक्रिया गहरी होती जा रही है। यह प्रक्रिया समाज के निम्नतम वर्गों  को अभिव्यक्त करती है। लोकतंत्र की मजबूती और सामाजिक परिदृश्य में दलितों और स्त्रियों के आगे बढ़ने से समाज के एक वर्ग को डर का एहसास हुआ और उसने सांप्रदायिक राजनीति का सहारा लिया।

1980 के दशक में यह अभिव्यक्ति पहले गुजरात में आरक्षण विरोधी दंगों के रूप में सामने आई, बाद में 1985 में अन्य पिछड़े वर्गों की पदोन्नति नीति विरोधी के रूप में और फिर बाद में मंडल कमीशन को लागू करने के विरोध के रूप में सामने आई।

इसकी प्रतिक्रिया में (सामाजिक न्याय के उपाय) समाज के विशेषाधिकार  प्राप्त वर्ग ने भाजपा और संप्रदायवाद की राजनीति के साथ एकजुटता दिखाई, जिससे उसकी चुनावी शक्ति को मजबूती मिली।

भारतीय जनता पार्टी और राष्ट्रीय स्वयंसेवक संघ पूर्व-आधुनिक, पूर्व-औद्योगिक जाति और लिंग के अनुक्रम के मूल्यों के पक्षधर हैं और 1980 के दशक के आते-आते समानता की ओर सामाजिक बदलाव अपने मौलिक  स्वरूप में दिखाई देने लगा था। इसी की वजह से, पहले से विद्यमान भारतीय जनता पार्टी के तंत्र को प्रोत्साहन मिला। भारतीय जनता पार्टी भारत में लोकतंत्र की मजबूती के पीछे मूल ताकत नहीं है। बल्कि सच्चाई तो यह है कि उसने लोकतंत्र की मजबूती की प्रक्रिया का फायदा उठाया है ताकि उस एजन्डा को पूरा करने के लिए घुसपैठ करे,जो लोकतंत्र की मूल जड़ों को ही काट दे।

अ॰बो:  कुछ विद्वानों का यह अभिप्राय है कि भारतीय राजनीति में मोदी युग लंबे समय तक नहीं चलेगा और भारतीय जनता पार्टी के अलावा हिंदुत्व के आधार पर एक नए राजनीतिक वातावरण के बनने की ओर इशारा करते हैं। आप की राय में ऐसे अनुमान कितने वास्तविक हैं?

रा॰ पु॰: भारतीय राजनीति में मोदी युग ने समाज के आम लोगों की हालत पर कहर बरपा दिया है। बेरोजगारी, महंगाई, गरीबी का बढ़ना, अमीर-गरीब के बीच खाई का बढ़ना और सामाजिक ध्रुवीकरण के कारण भारतीय जनता पार्टी के शासन के नकारात्मक प्रभाव के बारे में बड़ी संख्या में लोग समझ रहे हैं। प्रेस की स्वतंत्रता में लगातार कमी,  लोकतंत्र के गिरते हुए सूचकांक और धार्मिक स्वतंत्रता ने समाज के ज्यादातर वर्गों में गंभीर चेतावनी पैदा कर दी है।

भारतीय जनता पार्टी की सरकार लोगों की हालत के प्रति असंवेदनशील है, जैसा कि किसानों के आंदोलन के समय (जिसमें लगभग 650 लोगों ने अपनी जान गवाई) दिखाई दिया। फिर राष्ट्रीय नागरिक रजिस्टर से मुस्लिमों का अधिकार छीनने का प्रयास, जिससे शाहीन बाग आंदोलन शुरू हुआ और फिर दिल्ली हिंसा का आयोजन और आखिर में महिला पहलवानों के यौन उत्पीड़न के खिलाफ शिकायत की अवहेलना।

विपक्षी नेताओं के खिलाफ एनफोर्समेंट डायरेक्टरेट, सीबीआई, इन्कम टैक्स विभाग के उपयोग से वे मोदी के खतरे को भांप गए हैं। इसके अलावा, राहुल गांधी की “भारत जोड़ो” यात्रा और कर्नाटक विधानसभा चुनाव के परिणाम से राजनीतिक क्षितिज पर बड़ा बदलाव आया है। अब विपक्षी राजनीतिक पार्टियां एकजुट होने और लोकतंत्र एवं धर्मनिरपेक्षता के लिए राजनीतिक मोर्चा बनाने की जरूरत पहले से कहीं अधिक महसूस कर रही है।

इस राह में कई अवरोध हैं परंतु जैसे बात आगे बढ़ रही है, बहुत संभव है कि भारतीय जनता पार्टी के उम्मीदवारों के विरुद्ध चुनाव में एक साझा उम्मीदवार खड़ा कर संयुक विपक्षी मोर्चे को सत्ता में आने में सफलता मिलेगी। यह कहना ज्यादा आसान है ,पर करना मुश्किल है क्योंकि भारतीय जनता पार्टी राष्ट्रीय स्वयंसेवक संघ के हजारों स्वयंसेवकों से सुसज्जित है, लाखों स्वयंसेवक उससे जुड़े हुए हैं और राष्ट्रीय स्वयंसेवक संघ के अधीन कई संगठन हैं, जो चुनाव में भाजपा की सफलता के लिए काम करते हैं। भारतीय जनता पार्टी के पास मीडिया है, उसका आईटी सेल है और सोशल मीडिया नेटवर्क है, जो उसके संदेश का प्रसार करते हैं। आज वह देश की सबसे अधिक धनी राजनीतिक पार्टी है। अब भी वह पहले से जारी, समान नागरिक कानून और राष्ट्रीय सुरक्षा के मुद्दों के अलावा समाज के ध्रुवीकरण के लिए और भी कोई तरकीबें अपना सकती है।

अ॰बो॰ : यह कहा जाता है कि भारतीय समाज के एक बड़े हिस्से को शिक्षित कर भारतीय जनता पार्टी के चुनावी रुझान को काफी हद तक कम किया जा सकता है। क्या आपको लगता है कि ग्रामीण और शहरी इलाकों में यदि मतदाता शिक्षित हो तो भारतीय जनता पार्टी को वोट देना बंद कर देगा?

रा॰ पु॰ : इसमें कोई शक नहीं है कि चुनावी जागरूकता के लिए शिक्षा की महत्वपूर्ण भूमिका है। यह मजाक भी किया जाता है कि भारतीय जनता पार्टी केरल में जीत नहीं सकती क्योंकि वहां के लोग बहुत शिक्षित हैं। पर  फिर भी सिर्फ औपचारिक शिक्षा से भारतीय जनता पार्टी की राजनीति का मुकाबला नहीं किया जा सकता।

राष्ट्रीय स्वयंसेवक संघ और उसकी शाखाओं का विस्तृत नेटवर्क, सरस्वती मंदिर की स्कूलों की शृंखला और एकल विद्यालय, ये सभी इतिहास,संस्कृति और राजनीति के उसके (भाजपा के) संस्करणों को प्रचारित करते हैं, जिससे  भारतीय जनता पार्टी की सफलता को मजबूती मिलती है। मोदी-तरफी मीडिया, भारतीय जनता पार्टी का आईटी सेल और बड़ी संख्या में प्रिंट मीडिया के सहयोग से राजनीति के भारतीय जनता पार्टी के संस्करण का प्रसार किया जाता है। इसी को नोम चोम्स्की ने “विनिर्माण सहमति” कहा है।

भारतीय परिदृश्य में समाज के बड़े हिस्से में सांप्रदायिक आधार पर “सामाजिक सामान्य समझ” बनाई गई है; इतिहास का उपयोग करके धार्मिक अल्पसंख्यकों का पाशवीकरण किया गया है। इतिहास का मध्यकालीन युग मुस्लिम समुदाय को पाशवी बताने के लिए इस्तेमाल किया गया है और यह प्रोपेगेंडा किया गया है कि मुस्लिम राजाओं ने हिंदू मंदिरों को नष्ट किया, जबरदस्ती इस्लाम धर्म का प्रचार-प्रसार किया और हिंदू प्रजा के प्रति मुस्लिम राजा बहुत क्रूर थे। मुस्लिम आबादी में बढ़ोतरी से संबंधित भौगोलिक मुद्दे प्रचलित मान्यता के अनुसार धर्म के मत्थे मढ़ दिये गये और देश में मुसलमानों के बहुसंख्यक बनने के खतरे को हिंदुओं का ध्रुवीकरण करने के लिए इस्तेमाल किया गया।

इसी तरह ईसाइयों को भी जबरदस्ती, लालच और दगा करके धर्मांतरण करने वालों के रूप में प्रस्तुत किया गया है। हालांकि यह सब पूरी तरह से गलत है,परंतु यह सामाजिक सामान्य समझ का हिस्सा बन रहा है। नफरत, हिंसा, ध्रुवीकरण और भारतीय जनता पार्टी को चुनाव में जीत दिलानेवाली इन गलत धारणाओं का प्रतिरोध करने के लिए हमें जनहित की सामग्री प्रकाशित करने की जरूरत है। सिर्फ़ औपचारिक शिक्षा से भारतीय जनता पार्टी की राजनीति का प्रत्युत्तर नहीं दिया जा सकता।

“ध क्विंट” से https://www.thequint.com/news/politics/ram-puniyani-interview-hindutva-communalism-bjp-politics

Loading

...102030...1,0891,0901,0911,092...1,1001,1101,120...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved