કોરા રહેવાનું ગીત
ચારે કાંઠે સરવર છલકે
નભ વરસાવે ફોરાં,
ગાતી નદીઓ, નાચે દરિયો,
સૌ બોલાવે ઓરા-
ને તો ય જીવણજી કોરા.
વાદળ ક્હે, લે પ્હેર મને,
ને ઝાકળ ક્હે કે પી,
ઝરણું ક્હેતું ધરી આંગળી,
રમવા ચાલોજી
ઘર પણ બોલે, નેહે નેવાં
નીતરે જો ને મોરા –
ને તો ય જીવણજી કોરા.
વાત એમ છે, આંસુ દીઠું
એક દિવસ કો’ આંખે,
બસ, તે દિ’થી ભીંજાવાનું
આઘું આઘું રાખે –
પાણી મૂક્યું જીવણજીએ,
ધખધખ ભલે બપોરા –
આ જીવણજી ર્હે કોરા.
**
મધ્યાહ્ને કોયલ
મારી બારીએ ઝૂકેલી ડાળી પર બેસીને
બપ્પોરે કોયલનું બોલવું –
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
ધીખતા બપોરમાં સળગે સૂનકાર,
ચૂપ થૈ બેઠી ધરતી આ આખી,
સૂરજની આણ બસ કોયલ-ગુલમ્હોર –
આ બન્ને બાગીએ નથી રાખી –
કોયલ તો ગાતી કંઠ મોકળો મૂકીને, મૂંગા
ગુલમ્હોરે રંગોનું બોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
મળે એક પીંછું કે પાંખડી, તો હું ય કરું
સૂરજની સામે ધીંગાણું,
કહી દઉં કે તું તારે તપી લે તપાય એવું,
મારી પાસ ગુલમ્હોરી ગાણું
રંગ લૈ, સૂર લૈ, રાગ લૈ આગમાં
મારે તો ફક્કડ કલ્લોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
**
ઈચ્છામતી નદીનું ગીત
ના’જે તું ગંગામાં, ના’જે તું જમુનામાં,
ઈચ્છામતીમાં નહીં ના’તી.
નાનકડી નદી ભલે, નિતર્યાં છે નીર જેનાં,
નમણું છો ગીત એ ગાતી –
તું ઈચ્છામતીમાં નહીં ના’તી.
ઈચ્છામતીનાં નીર એવાં તો મીઠડાં
કે મધની મીઠાશ દે ભૂલાવી,
પણ પીધે જાણીએ કે ઠારવાને ઠેકાણે
એણે તો તરસ્યું ભડકાવી –
શીળાં પાણીમાં આગ સંતાતી,
તું ઈચ્છામતીમાં નહીં ના’તી.
એનામાં ઊંડાણો અઢળક, ભલે
લાગે એ સાવ નદી નાની,
મૃણાલિની ઘોષાલે[1] એક દિ’ વિચાર્યું:
હું તળિયાનો તાગ લેવાની
પીળી ચાંદનીમાં ર્હે એ તણાતી
તું ઈચ્છામતીમાં નહીં ના’તી.
ઈચ્છામતિમાં ફૂલગુચ્છા લઈને
તર્યા કરતી ઓફિલિયા[2] અકેલી
પથ્થર ફગાવી સપાટી પર આવી
એને મળતી વર્જિનિયા[3] સહેલી
એ ગોઠડી હજુ ત્યાં પડઘાતી
તું ઈચ્છામતીમાં નહીં ના’તી.
પ્રગટ : “નવનીત સમર્પણ”; ઑગસ્ટ 2023; પૃ. 17
[1] જીવનાનંદ દાસના કાવ્ય ‘શબ’ની નાયિકા
[2] શેકસ્પિયરના નાટક ‘હેમલેટ’નું પાત્ર
[3] સાહિત્યકાર વર્જિનિયા વૂલ્ફ.
![]()


In the recent announcement of BJP’s new National executive, its President J.P.Nadda, included a prominent Pasmanda Muslim name, Tariq Mansoor, ex Vice-Chancellor of AMU, as one of the thirteen Vice Presidents of the National Executive. Another Muslim face from Kerala BJP, P Abdulkutty retained his place in the executive. The current focus on BJP at national level is to give prominence to pasmanda Muslims. Pasmanda are the most backward Muslims, mostly dalits and OBC, who are at the bottom of socio-economic rungs of society in general and among the Muslims in particular.
અશોકભાઈને એમ.એસ.ના ઉચ્ચ અભ્યાસ માટે સ્કૉલરશિપ તો મળી જ હતી. તેમને આ બાબતની ચિંતા હતી નહીં, પરંતુ જ્ઞાનપિપાસુ વિઘાર્થી હોવાને લીઘે તેમની એક તીવ્ર ઈચ્છા હતી કે જે પુસ્તકો દ્વારા અમેરિકા અને જર્મનીમાં એમ.એસ.નો અભ્યાસ કરતા વિઘાર્થીઓ જ્ઞાન મેળવે છે, તે પુસ્તકો જો તેમને ભારતમાં અને ખાસ કરીને અમદાવાદની મેડિકલ લાઇબ્રેરીમાં મળી જાય તો તેઓ વિદેશના વિઘાર્થી જેટલી જ સરળતાથી ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે.
ભારતના નાણાં પ્રઘાન માટે બે હજારની રકમ બહુ મોટી વિસાત હતી નહીં. મોરારજીભાઈ ધારત તો પોતાની સત્તાની રુએ બે હજાર શું બે લાખ રૂપિયા પણ અશોકભાઈને આપી શક્યા હોત, પરંતુ એમને મન સિદ્ઘાંત અને નીતિનિયમ પોતાના પ્રાણથી ય વિશેષ મહત્ત્વના હતા. મોરારજીભાઈ દેસાઈ ઈચ્છત તો નીતિનિયમ અને સિદ્ઘાંતનું બહાનું કાઢીને અશોકભાઈને ‘દિલગીર” છું કહીને છટકી શક્યા હોત, પરંતુ બે હજાર જેવડી નાનકડી રકમને લીઘે કોઈ તેજસ્વી વિઘાર્થીનો અભ્યાસ બગડશે તે વિચારને ઘ્યાનમાં રાખીને કશી માથાઝીંક કે ચિંતા કર્યા વગર, પોતાના અંગત બૅંક બૅલેન્સમાંથી બે હજાર રૂપિયાનો ચેક ડૉ. અશોક શાહને તેમણે તાત્કાલિક મોકલી આપ્યો. સાથે એમણે પત્રથી જણાવ્યું કે બે હજાર રૂપિયા તમને લોન તરીકે મારા અંગત ખાતામાંથી મોકલું છું. તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી તમારી સગવડે મને પરત કરશો. અને જીવનમાં તમને તમામ શિખરો પર સફળતા વરો એવી આશિષ છે.