વર્ષોજૂની ‘વિકાસ માધ્યમિક શાળા’નું નવું સત્ર શરૂ થતાં વેંત પ્રધાન આચાર્ય દ્વારા અધ્યાપકોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. બૉર્ડની પરીક્ષામાં, અપેક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓએ દેખાવ ન કર્યાનું દુઃખ, પ્રત્યેક ચહેરા પર દેખાઈ આવતું હતું. સભાને સંબોધતાં આચાર્યશ્રીએ ઉપાચાર્યને કહ્યું. ‘આપણી શાળાનું સમાજશાસ્ત્ર વિષયમાં પરિણામ નબળું રહ્યું છે. આ વર્ષે તમે જ તે ભણાવો, એ ઠીક રહેશે.’
‘હું અને સમાજશાસ્ત્ર?’ માટે નાગરિકતાના પાઠ શીખવવાનાં વર્ષોથી ગણિત ભણાવતો આવ્યો છું, મારે ત્યાં ગણિત શીખવા વિદ્યાર્થીઓએ વૅકેશનમાં જ બુકિંગ કરાવવું પડે છે. લાઇન લાગે છે. લાઈન અને આપણા દેશમાં આદર્શ થવું એટલે દુઃખી થવાના ધંધા માટે મારા વિદ્યાર્થીઓ દુઃખી થાય એમ હું નથી ઇચ્છતો. શ્રી ગાંધી ઉવાચ.
પ્રધાન આચાર્ય થોડા દિવસો બધો તમાશો જોતા રહ્યા. દીવાલો પર ‘ગણિતશિક્ષક કૈસા હો, ગાંધીસર જૈસા હો’ જેવા સૂત્રો લખાઈ ગયાં. અનિશ્ચિત મુદ્દતની હડતાલનું એલાન આપવામાં આવ્યું. ‘ગાંધીને અન્યાય એટલે લઘુમતી વણિકસમાજને અન્યાય સમાજ નહીં સાંખી લે? છેવટે ગાંધીને ગણિત વિષય મળી ગયો. વિદ્યાર્થીઓ અને સમાજે ફટાકડા ફોડી ઉજવણી કરી.’
પણ પ્રધાન આચાર્યની મુશ્કેલીનો એમ થોડો ઝટ અંત આવે? એમની માગણી સંતોષાય તો અમારી કેમ નહીં? બાંધ્યા પગારે કામ કરતા શિક્ષકે, (એને બિચારાને ઉગ્ર કે ઉદ્દંડ થવાનું ક્યાંથી પોષાય?) નમ્રતાથી રજૂઆત કરી, ‘સાહેબ, ટૂંકા પગારમાં ઘર ચાલતું નથી. જો મને અંગ્રેજી વિષય અપાય તો ટ્યૂશન પણ પૂરતાં મળી રહે અને મારું ગાડું ગબડે’. પ્રધાન આચાર્ય કંઈક રોષથી બોલ્યા. ‘હું અહીં કોઈ ખેરાત કરવા બેઠો છું? બધાંને મલાઈવાળા વિષયો જોઈએ છે. શુદ્ધ ગુજરાતી પણ લખતાં વાંચતાં ન આવડતું હોય એ અંગ્રેજી ભણાવવાના મનસૂબા સેવે છે.’
એ અધ્યાપક ચૅમ્બરમાંથી બહાર નીકળ્યા કે એક અધ્યાપિકા દાખલ થયાં. ‘સાહેબ, આખા સ્ટાફમાં અધ્યાપિકા હું એક જ. મહિલાના પ્રતિનિધિત્વનો આપ વિચાર કરશો જ. આપ મને ઇતરપ્રવૃત્તિની કામગીરી સોંપો તેની અરજ છે.’
‘સારું વિચાર કરીશ. હંમણાં તમે જઈ શકો છો.’
પ્રધાન આચાર્યને મૂંઝવણ થઈ કે દરેક અધ્યાપકને પોતપોતાની પસંદગીના વિષય આપી દેવામાં આવે, તો તેમની પાસે પોતાના માટે વ્યાયામ સિવાય કોઈ વિષય બાકી ન રહે. પોતાના મૅનેજિંગ ટ્રસ્ટીને ય અખાડો, કુસ્તી, દાવપેચ, આટાપાટા, દોડ ગમતાં હોય તો એ જ વિષયનો મહિમા સમજી વિદ્યાર્થીઓને એમાં જ પાવરધા કરવા ઇષ્ટ ગણાશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 07
![]()


ગુજરાતભરમાં હિંમતનગરમાં ચાલતા એકમાત્ર સહકારી પ્રિન્ટિંગ પ્રેસના સ્થાપક અને પ્રમુખ નૂરભાઈ લાઘાણીનું મૃત્યુ થતાં કામદારોએ મને આવીને પ્રમુખ થવા કહ્યું. મેં કહ્યું કે પ્રિન્ટિંગ પ્રેસના કામનો મને અનુભવ નથી, એટલે ઉપયોગી થઈ શકીશ નહીં. ત્યારે કામદારોએ કહ્યું કે પ્રેસનું કામકાજ અમો સંભાળી લઈશું. આપ પ્રમુખ હોવ તો પંચાયત, સહકારી અને સરકારી કામકાજ મળી શકે. મારા પ્રમુખ થયા પછી જિલ્લાની સહકારી સંસ્થાઓ સભ્ય બનાવી શૅરભંડોળ વધાર્યું. પ્રેસ ધમધોકાર ચાલવા માંડ્યો અને મોડાસામાં તેની શાખા શરૂ કરી, છ માસમાં જ પ્રિન્ટિંગ પ્રેસના મૅનેજર ઉપર પ્રોવિડન્ટ ફંડ લાગુ ન કરવા માટે પ્રોવિડન્ટ ફંડના ઇન્સ્પેક્ટરે કોર્ટમાં ફરિયાદ મૂકી, ત્યારે મૅનેજરે કહ્યું કે પ્રેસમાં પૂરા કામદારો નથી. એટલે પ્રોવિડન્ટ ફંડ દાખલ કર્યો નથી. આ તો ઇન્સ્પેક્ટર બધા પાસેથી હપતા ઉઘરાવે પણ આપણે આપીએ નહીં, એટલે ખોટો કેસ કર્યો.
કાન્તિભાઈ શાહ તો “ભૂમિપુત્ર”, પોતાનાં પુસ્તકો અને મનન-ચિંતનના કારણે જાણીતા. ‘એકત્વની આરાધના’ દ્વારા એમણે હરિશ્ચંદ્ર બહેનોનો પરિચય પણ કરાવ્યો. સર્વોદય પરિવાર ટ્રસ્ટનાં અમારાં જેવાં શુભેચ્છકોને ક્યારથી રાહ હતી કે ક્યારેક ડૉ. નવનીતભાઈના પ્રદાનની પણ ગુજરાતને જાણ થાય. જો કે ડૉક્ટર-સાહેબ પોતાની કોઈ કદરદાની કે પ્રશંસાના ક્યારે ય મોહતાજ ન હતા. વાસ્તવમાં એનાથી અળગા જ રહેતા. કામને સમર્પિત, નિર્મોહી, અપરિગ્રહને આત્મસાત્ કરનાર, તૃણમૂળ વસનારાં વંચિતોની સમસ્યાને સમજનાર, જિંદગીને ચાહનાર ડૉક્ટર નવનીતભાઈ ફોજદારના જીવન-કવનને સર્વગ્રાહી છતાં સંક્ષિપ્તમાં વર્ણવીને પણ એમને ન્યાય આપનાર વિક્રમભાઈ અને ભદ્રાબહેન તો સાથે પુસ્તિકામાં સરસ, તરલ, પ્રવાહી શૈલીમાં અભિવ્યક્તિ કરનાર મુનિ દવેનો આભાર માનીએ એટલો ઓછો. વિચારવર્તુળ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકા ગુજરાતી પ્રજાને મળેલી અનોખી ભેટ છે, તો ડૉક્ટરસાહેબનું સાચું તર્પણ છે.