વર્ષાવનમાં
અભાન વિચરતી
તરુણી
માદા જગુઆરને
અચાનક પકડી
એનેકોન્ડા
સાંગોપાંગ ગળે
એમ
ગ્રસિત છું હું
પ્રેમથી.
http://thismysparklinglife.blogspot.in
![]()
વર્ષાવનમાં
અભાન વિચરતી
તરુણી
માદા જગુઆરને
અચાનક પકડી
એનેકોન્ડા
સાંગોપાંગ ગળે
એમ
ગ્રસિત છું હું
પ્રેમથી.
http://thismysparklinglife.blogspot.in
![]()
હેં વીહલા એમ કેમ ?
વીહલા, પાછી વળતી જાનમાં જાન્નડીને તેં ગાતા હાંભળેલી કે :
‘ગાળ ખાધી, ગોદા ખાધા પણ માણેકમોતી લાઇવા રે !’
પણ ઘરમાં પગ મૂકતાની હાથે વડીલોને પગે લાગે તિયારે સુખી થાવ ને ઘેર ભરોને બદલે
પુત્રવાળી થજે એવી મરમાળી વાતથી માણેકમોતીના સ્વાગતની સરૂઅાત થાય,
અને પછી તો રોજિંદી એ વાત થઇ જાય.
હાહુ વાતવાતમાં કે’ય ઊઠે,’સાલમાં કંઇ દમ નથી,
તારા બાપને બજારમાંથી કાસ્મીરી સાલ પણ લેતા નીં અાવળી.’
તો વળી વળતે દિવસે ઘરે બેહવા અાવેલી પળોહણને હાંબેલું
બતાવી કે’ય કે,’અા તો હાવ હરબોળા જેવું છે, વાયને ઊડી જાય તેવું
એ હું કામમાં અાવવાનું.’
પછી વાત અાગળ ચાલે : ‘પેલે દહાળે ઢોકળી બનાવી તે તો જાણે
દૂધપાક રાંઇધો ઓય તેવી. કોણ જાણે એની માએ એને હું હીખવેલું.’
ધરધામણમાં અાવેલા સ્ટીલના થાળીવાળકી પિયાલાનો સેટ જોઇને
એના કપાળ પર કરચલી પળે અને પછી બબળે : બધ્ધું અાઇલું
પણ હાથે એક કાંહાની વાળકી નીં મલી, પરસંગે જુએ તિયારે
બીજાને તાં માંગવા જવાનું.’
તો વળી સોફાસેટ જોઇને હળગી ઊઠે કે : એનો બાપ મોટો
ઓફિસર જોયોને. તે અાવે તિયારે બેહવા જુએને. પણ હાથે બાજઠ
અાપતા જાણે એના ઘરમાં ખૂટી પઇળું. વરહ દહાળે કથા વંચાવાની ઓય તિયારે
બાજઠ માંગવા એનો બાપ બામણ પાંહે જવાનો.’
‘અામ તો વઇદાગીરીમાં અાપેલાં લૂગળાંમાં કંઇ દમ નથી.
ઉપર મોટી મોટી કિંમત જાતે લખી લાખેલી એટલું જ.
પોઇરાને વીંટી હાથે મોટે ઉપાળે સૂટ એટલા હારું અાઇલો કે ઘલિયાળ અાલવું નીં પળે.
મારા બેટા હાવ કંજૂસ વાણિયા જેવા.’
એમ કરતાં વરહેક વીતી જાય
ને માણેકમોતીના સીમંતનો પરસંગ ગોઠવાય
તિયારે વઉંને વઇદા કરતા મોં ફૂલાવીને જાણે ડામ દેવાય
‘પોઇરો લેઇને જ અાવજે.’
અને એમાં પોરી જનમે તો તો માણેકમોતીને માથે કમબખતી બેહે :
‘સાલુ, વઉંનું પગલું જ હારું નંઇ, અાવી ને અાવી
ઘરમાં કંઇ ને કંઇ મુસીબત અાઇવા જ કરી’ વગેરે વગેરે વારતા ગોઠવાય.
અામ તો ઘરની બહાર લોકોને અહીઅહીને કે’વાય :
‘અમારી માણેકમોતીને તાં લક્ષ્મીજી પધાર્યા છે.’
બાકી અાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા,
હેં વીહલા એમ કેમ ?
કે’ય ઊઠે=કહી ઊઠે,સાલ=શાલ,નીં=નહિ,બેહવા=બેસવા,પળોહણ=પડોશણ,હાંબેલું=સાંબેલું,હાવ=સાવ, હરબોળા=સરબોળું,જુવારબાજરીનો સાંઠો,રાંઇધો=રાંધ્યો,હું=શું,હીખવેલું=શીખવેલું,વાળકી=વાડકી,પળે=પડે,બબળે=બબડે,કાંહાની=કાંસાની,હળગી=સળગી, પાંહે=પાસે, વઇદાગીરી=વિદાયગીરી,લાખેલી=નાંખેલી, ઉપાળે=ઉપાડે,ઘલિયાળ=ઘડિયાળ,વઉં=વહુ,હારું=સારું,અહીઅહીને=હસીહસીને,અાથીના=હાથીના.
'કિશોર મોદીની કવનકેલી' : Posted on August 19, 2013 : http://kishoremodi.wordpress.com/
![]()
અત્યારે ચોતરફ છેતરપિંડી, લૂંટફાટ, અસત્યાચરણ, મારામારી, ખૂનામરકી, બોમ્બમારો, ગોળીબાર અરે, આ પાનું ભરાય તેવડી લાંબી યાદી થાય એટલા હિંસાત્મક બનાવો બને છે. મન ખૂબ વિક્ષુબ્ધ છે. ટાગોરની જેમ ‘માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ’ એવી અરજ મનમાં સતત ઘુંટાયા કરે છે. એવે ટાણે મારા બાળકો નાનાં હતાં ત્યારે કશેકથી ‘A mighty song of peace’ શીખી લાવેલાં. (CND અાંદોલનનું પ્રેરણાગીત. નીચે અાખો મૂળ પાઠ અાપ્યો છે.) અા એણે મારા મન પર કબજો જમાવ્યો છે, જેનો ભાવાનુવાદ સહુ વાચકો સમક્ષ મુકવાનું મન થાય છે. આશા છે, વાંચનારને આ ગીત સમયને અનુરૂપ અને થોડું આશાવાદી લાગશે.
શાંતિ ગીત
સુરમ્ય શાંતિતણું ગીત હવે ગુંજશે, હવે ગુંજશે
સારાયે વિશ્વમાં, હાં હાં હાં, સારાયે વિશ્વમાં વિશ્વમાં
અખંડ એકતા ’ને શાંતિતણું ગીત હવે ગુંજશે, હવે ગુંજશે
સારાયે વિશ્વમાં, હાં હાં હાં, સારાયે વિશ્વમાં વિશ્વમાં
તટસ્થ ન્યાય, એકતા ’ને શાંતિતણું ગીત હવે ગુંજશે, હવે ગુંજશે
સારાયે વિશ્વમાં, હાં હાં હાં, સારાયે વિશ્વમાં વિશ્વમાં
મંગલ મુક્તિ, ન્યાય, એકતા ’ને શાંતિતણું ગીત હવે ગુંજશે, હવે ગુંજશે
સારાયે વિશ્વમાં, હાં હાં હાં, સારાયે વિશ્વમાં વિશ્વમાં
મધુર મૈત્રી, મુક્તિ, ન્યાય, એકતા ’ને શાંતિતણું ગીત હવે ગુંજશે, હવે ગુંજશે
સારાયે વિશ્વમાં, હાં હાં હાં, સારાયે વિશ્વમાં વિશ્વમાં
ભૂમધ્ય પ્રદેશના દેશોમાં અને અન્યત્ર, સર્વનાશને આરે આવીને ઊભેલી નિર્દોષ પ્રજાને, આ સંહારલીલામાંથી God, अल्लाह કે ભગવાન જે સાંભળતો હોય તે બચાવે એવી પ્રાર્થના સાથે …….
e.mail : 71abuch@gmail.com
Mighty song of peace
Chords
The mighty song of peace will soon be ringing
Soon be ringing, soon be ringing.
The mighty song of peace will soon be ringing
All over this land.
All over this land, this land.
All over this land, this land.
The mighty song of peace will soon be ringing
All over this land.
The mighty song of unity and peace will soon be ringing
Soon be ringing, soon be ringing.
The mighty song of unity and peace will soon be ringing
All over this land.
All over this land, this land.
All over this land, this land.
The mighty song of unity and peace will soon be ringing
All over this land.
The mighty song of justice, unity and peace will soon be ringing
Soon be ringing, soon be ringing.
The mighty song of justice, unity and peace will soon be ringing
All over this land.
All over this land, this land …
The mighty song of friendship, justice, unity and peace will soon be ringing
Soon be ringing, soon be ringing.
The mighty song of friendship, justice, unity and peace will soon be ringing
All over this land.
All over this land, this land ….
The mighty song of freedom, friendship, justice, unity and peace will soon be ringing
Soon be ringing, soon be ringing.
The mighty song of freedom, friendship, justice, unity and peace will soon be ringing
All over this land.
All over this land, this land ….
![]()

