સત્તાનું સિંહાસન હાંસલ કરવાનો મોકો હાથવેંતમાં છે અને તે માટે ક્રાંતિની હાકલ કરવાની સાહસવાદી નીતિએ નિરર્થક રક્તપાત સર્જ્યાની અને તેમાં અનેક આદર્શવાદી યુવાનોનો ભોગ લેવાયાની અનેક ઘટનાઓ ઇતિહાસનાં પાનાંઓમાં પથરાયેલી છેઃ બટુક દેસાઈનો જયંતી પારેખ વિષયક લેખ (“નિરીક્ષક” – ૧/૬/૨૦૧૯, ૧૬/૬/૨૦૧૯ તેમ જ “ઓપિનિયન” – ૨૮/૫/૨૦૧૯) વાંચતા એની યાદ તાજી થાય છે.
સામજિક, આર્થિક તથા રાજકીય વ્યવસ્થાને કારણે પીડિતો અને વંચિતો દરેક રાષ્ટ્રમાં જોવા મળે છે. હકીકતમાં આવો સમૂહ ક્રાંતિ માટેનો સહાયકવર્ગ છે. પરિણામે અઢારમી સદીના બાકુનીનથી માંડી વીસમી સદીના ચે ગ્યુવેરા સહિતના અનેક ચિંતકો અને નેતાઓ દરેક પળ અને દેશ ક્રાંતિ માટે પરિપક્વ છે, એમ માનતા રહ્યા છે.
ગઈ સદીમાં જ ચીન, ભારત, લેટિન અમેરિકા, ઇન્ડોનેશિયામાં આ પ્રકારની માન્યતાને કારણે થયેલા સામ્યવાદ પ્રેરિત બળવાઓમાં લાખો વ્યક્તિઓ મોતને ભેટી છે.
ભારતમાં સ્વાધીનતા પછીનાં વર્ષમાં આવો જ એક પ્રયાસ થયો. સ્ટાલીનનો મત હતો કે ભારતની સ્વાધીનતા વાસ્તવમાં મૂડીવાદી વ્યવસ્થાના હાથમાં જ હસ્તાંતરણ છે અને તેની સામે વિપ્લવ જગાવવો જોઈએ. અગાઉ આવાં જ મંતવ્યના આધારે ૧૯૨૭ દરમિયાન ચીનમાં બળવો કરવાની કોશિશમાં અનેક સામ્યવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ તેમાંથી બોધપાઠ લેવાને બદલે ભારતમાં તેવી જ સાહસવાદી નીતિ અપનાવવામાં આવી, જે તે સમયના સામ્યવાદી નેતા રણદીવેના નામે જાણીતી છે.
આ પ્રયાસમાં અનેક સામ્યવાદીઓ જેલમાં પુરાયેલા. આપણા ઘરઆંગણે સાબરમતી જેલમાં પણ અનેક યુવાનો હતા. જયંતી પારેખ, જમાનાદાસ અને બીજા અનેક નિષ્ઠાવાન સામ્યવાદીઓએ આ હાકલને માન આપી જેલમાં બળવો કરવાની કોશિશ કરતાં પોલીસના ગોળીબારમાં મોતના મુખમાં ધકેલાઈ ગયા. બટુકભાઈ દેસાઈએ (બટુકભાઈ પણ યાદ આવે છે. સાદા, હસમુખા, ખાદીધારી અને પ્રેસનોટ આપવા પણ જાતે આવે.) જયંતી પારેખનો પરિચય આપતા લેખોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જયંતી પારેખ ગાંધી આશ્રમમાં ઉછરેલા. અહિંસામાં માનતા, સાદા, સરળ, કર્તવ્યનિષ્ઠ, સંવેદનશીલ અને દલીત-પીડિતોના હામી આદર્શવાદી યુવાન અને તેમના જેવા પીડિતોના હામી યુવાનો આવી સાહસવાદી નીતિને કારણે આપણે ગુમાવ્યા, તે અફસોસજનક છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 11
![]()



લોર્ડ ભીખુ પારેખનું આ વ્યાખ્યાન પુસ્તિકારૂપે મળ્યું અને ઉત્સુક થઈને વાંચ્યું પણ ખરું. ભીખુભાઈએ આત્મિયતાપૂર્વક આઈ.પી. દેસાઈ, ઘનશ્યામભાઈ અને પ્રવીણભાઈ સાથેના હૂંફાળા સંબંધોના ઉલ્લેખ સાથે પ્રવચનની શરૂઆત કરી એટલે એને અંગત સ્પર્શ મળ્યો. આવી અનૌપચારિક શરૂઆત ગમે કારણ કે તેનાથી વાતાવરણમાં વિદ્વત્તા અને ગંભીર ચર્ચાનો ભાર થોડો ઓછો થઈ જાય. વિષય તો ભારેખમ ખરો એટલે મને એમાં ઊંડા ઊતરવા માટે અવઢવ હતી. આજકાલ સામ્પ્રત અને આગળપાછળના સમયને અનુલક્ષીને પણ લોકશાહી માટે ખતરો હતો અને છે એવું સાંભળવાં મળે છે, એટલે અણસાર તો આવે કે કઈ મર્યાદા વિશે વાત થઈ હશે. જો કે અહીં ખૂબ તટસ્થતાપૂર્વક જનમાનસનો ઉલ્લેખ થયો છે. એમના વ્યાખ્યાનના અગત્યના મુદ્દાઓને સમાજવિજ્ઞાની ભાઈ કિરણે સંક્ષિપ્તમાં પોતાની પ્રસ્તાવનામાં પણ વણી લીધા છે. પૂરું વ્યાખ્યાન સમજવાનું એ પ્રસ્તાવના વાંચ્યા પછી સરળ થઈ જાય છે.
બ્રિટન કે ભારતની લઢ
લોકતંત્ર કે લોકશાહી સાથે સંબંધ છે અને તે કેવો છે એનું સરળ સમજી શકાય તેવું વિવરણ એમણે કર્યું છે. ચૂંટણીની નિર્ણાયક પ્રક્રિયા માટે એમનું નિરીક્ષણ એવું રહ્યું કે એ રાજકીય કરતાં સામાજિક અને સાંસ્કૃતિક રીતે વ્યક્તિગત સમાનતાને વધારે પ્રતિષ્ઠિત કરે છે. એમણે મતદાન, ગોદાન અને સંપત્તિદાનના સમાન ગૌરવ વિશે વિવરણ કર્યું છે. સારું થયું કે સાથે એમણે કન્યાદાન શબ્દપ્રયોગ ન કર્યો! જો કે તટસ્થ ચિંતક તરીકે તેઓ ન જ કરે તે સમજાય એવું છે.