તાજેતરમાં ભાવનગરનાં અગ્રણી પત્રકાર મહેન્દ્ર ગોહેલનું અકસ્માતમાં નિધન થયું. આ મહેન્દ્ર ગોહેલ ’ઉલ્કા’ કવિ, ગઝલકાર, પત્રકાર. ભાવનગરના સ્થાનિક પત્રકાર જગતમાં તેમનું નામ અગ્ર હરોળમાં ગણાય. ડિજિટલ પત્રકારણમાં લગભગ સર્વ પ્રથમ પ્રવેશ કરનાર મહેન્દ્ર ગોહેલ હશે. હવે તેઓ શો ટાઇમવાળા મહેન્દ્રભાઈથી ઓળખાય છે. પહેલાં તેઓ સાહિત્યમાં અતિશય સક્રિય હતા. સાહિત્ય સંગમ નામની સંસ્થાના મોભી હતા. દિલેરબાબુ સાથે તેમનું નામ જોડાયેલું હતું. હિંમત ખાટસૂરિયાના સાથમાં સામ્યવાદ તરફનો ઝોક રાખી ઘણાં વર્ષો કામ કર્યું.
ખાસ્સા પ્રયોગશીલ હતા. ‘સંબંધ’ નામે સાઇક્લોસ્ટાઇલ મૅગેઝિનથી બહુ જાણીતા બનેલા. ગઝલ લખવી, લખતાં બીજાને શીખવવી તે યુવા મહેન્દ્રનો શોખ હતો. તેઓ તથા શ્રીમતી ભારતીબહેન ઘણો સમય સાહિત્ય – પરિષદનાં અધિવેશનોમાં આવનારા ભાવનગરી હતાં. પછીથી સાહિત્ય ગૌણ બનતું ગયું. પત્રકારત્વમાં તેમનું નામ થયું. પહેલાં ‘સૌરાષ્ટ્ર સમાચાર’, પછી ‘ગુજરાત સમાચાર’ની સ્થાનિક આવૃત્તિના તંત્રી, પછી ‘શો ટાઇમ’ના માલિક. ખૂબ પ્રગતિ કરી. એક તકે ‘પગદંડી’ દૈનિકને ખરીદીને પગભર કરવા બીડું ઝડપ્યું. પણ તેમનો મુખ્ય રસ શો ટાઇમ. અનેક યુવા લોકોને વિકસવાની તક પૂરીપાડી. અનેક સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય પ્લૅટફૉર્મ આપ્યું. અત્યંત પ્રવૃત્તિશીલ.
વર્ષો થયાં કમ્પ્યૂટર પર કામ કરતા ને એડિટિંગમાં માસ્ટરી દર્શાવતા મહેન્દ્રને કામ કરતા જોવાની એકાદ તક મને તેમની ઑફિસે જવાથી મળી છે. મને મળે ત્યારે અચૂક પરિષદની જ વાત છેડે. ભારતીબહેન પણ મને જોતાં પરિષદને યાદ કરે. તેઓ અચાનક ગયા. અકસ્માતમાં ગયા.
દંપતી તરીકે પણ નોંધપાત્ર. મહેન્દ્રભાઈ અને ધર્મપત્ની ભારતીબહેનનું એક બીજાં માટે કરેલું કમિટમેન્ટ હતું કે જે જીવન યાત્રામાં પહેલા વિદાય લે તેને બચેલા જીવનસાથી એ પોતાના હાથે અગ્નિદાહ દેવાનો. ધર્મપત્ની ભારતીબહેને એ કઠણ હૈયે પતિ મહેન્દ્રભાઈને અગ્નિદાહ પણ આપ્યો! તેમનાં દીકરો-દીકરી બન્ને હાલ વિદેશ છે. ત્યારે ભારતીબહેને કહ્યું કે આવા બહાદુર પતિ પાછળ રડવાનું ન હોય, તેને તો આ જીવનકળા માટે સલામી આપવાની છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2020; પૃ. 16
![]()


૧૯ : હોટેલના રૂમનું બારણું ખોલ્યું અને …… વર્ષ ૨૦૦૪ની વાત છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના મારા રૂમમાં હતો ને ચાવીના ખખડાટ સાથે સ્વીટી રૂમમાં દાખલ થઈ. મારું બારણું હંમેશાં ખુલ્લું જ રહેતું. એક નાનું પાર્ટિશન બારણાંની આડશ હતું. સર આવું ? એમ કહેતી તે મારા સામેની ખુરશી પર બેસી ગઈ. સ્વીટી અમારા પ્રોજેક્ટમાં પિયર એજ્યુકેટર તરીકે કે અન્યથા એ સક્રિય ન હતી, પણ ક્યારેક શનિવારની મિટિંગમાં આવતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ભલામણ કરી છે કે તેમણે રાજ્યમાં મંદિરો ખોલવાં જોઈએ. તેઓ આટલી ભલામણ કરીને અટક્યા નથી. તેમણે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં પૂછ્યું છે કે, ‘શું હવે તમે સેક્યુલર થઈ ગયા છો? તમે હિન્દુત્વવાદી રાજકારણ કરતા હતા. મુખ્ય પ્રધાન બન્યા પછી તમે અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા ગયા હતા અને હજુ ત્રણ મહિના પહેલાં અષાઢી એકાદશીને દિવસે પંઢરપુરમાં વિઠ્ઠલ રુકિ્મણીની પૂજા કરવા પણ ગયા હતા.’ તેમણે વ્યંગ કરતા લખ્યું છે કે, ‘મંદિરો ખોલવાનું મુલતવી રાખવાનો નિર્ણય કોઈ દૈવી સંદેશનું પરિણામ છે કે પછી તમે હવે સેક્યુલર થઈ ગયા છો? એક સમયે તો સેક્યુલર શબ્દ તમને સાંભળવો પણ ગમતો નહોતો.’