ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ભાન શાન હવે ભૂલ્યા, લ્યા બસ કરો.
વરસ્યો ના વરસાદ ને નદી તળાવ નીર ઓછાં,
મોંધા બિયારણ ખરીદવા રૂપિયા વ્યાજે લીધા,
રાતદાડો કરી મજૂરી અમે વાવ્યું છે પાંચ વીધા,
જાત બળદ હળે ઝૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ભણતર મોંઘું, વળી થાતો ફીનો કાળો કકળાટ,
વીજળીના તો ધાંધિયા, ઉજાગરા થયાં અફાટ,
દાડિયાની ખોટ કાયમ ને માવઠે વાળ્યો છે દાટ,
ભાવ ક્યાં કોઇએ મૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ગામ છોડીને આવ્યા સૌ દિલ્લીમાં ન્યાય કાજે,
કાળા કાનૂન ત્રણેય રદ્દ કરો અમ કિસાન માટે,
રોડે રઝળે આબાલવૃદ્ધ, કૈંક થથરે તમારા પાપે,
દરવાજા મોતનાં ખૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ઉદ્યોગપતિને લ્હાણી ભલે થતાં ખેડૂત ધૂળધાણી
ફંડ ફાળે તિજોરી તમારી જોને કેટલી છલકાણી
આપ્યા વચનો લાખ્ખોના, ના આપી પઇ કાણી
મિલા કયા, બાવા કા ઠૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
૧૯/૧/૨૦૨૧
e.mail : naranmakwana20@gmail.com
![]()


આપણે બધાં જાણીએ છીએ કે દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, વડા પ્રધાન જવાહરલાલ નહેરુ હતા ને ગૃહ મંત્રી સરદાર પટેલ હતા. એ સાચું કે વડા પ્રધાન સરદાર બન્યા હોત તો દેશની સ્થિતિ જુદી હોત, પણ એ ન થયું. સરદારને અન્યાય થયો એવું માનનારો એક વર્ગ આજે પણ છે, પણ ગમે તેટલું જુદું વિચારીએ તો પણ તે વખતે કૉન્ગ્રેસનું શાસન હતું એ હકીકત છે ને એ શાસન, વચ્ચેનાં થોડા વર્ષ બાદ કરીએ તો 2014 સુધી રહ્યું. એ પછી ભા.જ.પ.ની સરકાર આવી ને એને એમ લાગ્યું કે સરદારને અન્યાય થયો છે તો સરદારને પુન: સ્થાપવાના પ્રયત્નો થયા ને તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક સ્તરે પુન: પ્રતિષ્ઠા પણ થઈ.