સુરક્ષિત નથી
કાશ્મીરમાં પંડિત કે કૉલેજમાં નજીબ
ફરવા નીકળેલા દાભોલકર કે દાદરીનો અકલાખ
ઘરમાં ચોપડી વાંચતા કુલબર્ગી કે ઉના-થાનના બત્રીલાખેણા!
ધારાસભ્યે બળાત્કાર કરેલી પીડિતા
જળથળવાયુ કશું ય નથી
સુરક્ષિત
જીવતાં તો ઠીક મરેલાં ય નથી સુરક્ષિત
પછી ભલે ને હો મોટા મહાત્મા કે નહેરુ!
હવે તો બીક લાગે છે
કવિતા કરતાં કરતાં
ચિત્ર દોરતા કે ફિલ્મ કાર્ટૂન બનાવતાં
મિમિક્રી કરો તો ય તમારાં મરશિયા ગવાય!
ડર લાગે છે પોતાના પડછાયાનો ય!
એ વિશે
મીંઢુ મૌન ધારણ કરી
સીટીઓ પર સીટીઓ મારતો હોય એમ
ભાષણ ઠપકારે છે ચોકીદાર!
શું એ ય રહી શકશે સુરક્ષિત?
ભલે ને સહુને ફફડાવવા
ઊંઠા ભણાવતો હોય એમ એ ભણાવે છે
વાઘ આવ્યો ભાઈ વાઘની વાર્તા
પણ વાર્તા કહેતાં કહેતાં એ ય અંદરથી ફફડતો જ હોય છે!
એ બરાબર જાણે છે
બચાવી શકતા નથી
કેવળ મહામૃત્યુંજયના જાપ!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 02
![]()






સરસ વક્તવ્ય કે શુદ્ધ લેખન ન કરી શકતો હોય, ચર્ચા-સંવાદ જાણતો ન હોય, વાચનવૃત્તિ વિનાનો હોય, તો તેવાને, મારું ચાલે તો સાહિત્યમાં પ્રવેશ ન આપું. ઍડમિશન માટે ઇન્ટર્વ્યૂ રાખું. એક વૅલ-ઍરેન્જ્ડ થિક ફિલ્ટર રાખું. વાત વધારે પડતી લાગશે, પણ જરૂરી છે.