રાખે છે એક લાગણી મુજ ને અમીર જેમ
પ્રેમમાં ભાવભીનાં નેણે નીર ઉભરાતાં જેમ.
મોર મારા મનનો ગહકતો રહ્યો છે રાતભર,
દિલની વીણા પર પ્રેમની ગઝલ લખાતી જેમ.
દૂધ જેવી ચાંદીશી ઊર્મિઓ પ્રેમ રંગે વરસતી રહી,
મેઘ-ધનુ અમૃત ધારા વરસાવે ધરતી પર જેમ.
હર્ષની હેલીમાં પ્રેમ મદિરા જામ નવા છલકાવે,
આંસુઓ કોરા જિંદગીની સુરા પીવાતી જેમ.
રંગમય વાતાવરણ નશીલી આંખો મદિલી ક્ષણો,
છાની અછાની પ્રણયની આશાઓ ફળતી જેમ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ગુજરાત સ્થાપના દિને વિન્ટેજ વેટરન્સના ઉપક્રમે પ્રીતેશ સોઢા લિખિત અને પરેશ વોરા દિગ્દર્શિત નાટક STOP જોયું. આમ તો ‘વિન્ટેજ વેટરન્સ’ના ઉપક્રમે સભ્યોને ફિલ્મ બતાવાય છે, પણ આ વખતે રોહિત મારફતિયાએ નાટકનો અપવાદ કર્યો તેનો આનંદ છે. નાટકના લોગોમાં સુરતનું, સુરત દ્વારા, સુરતીઓ માટેનું નાટક એમ કહ્યું છે, પણ તે માત્ર સુરત પૂરતું સીમિત નથી, કારણ જે સમસ્યા છે તે સુરતની હોય તો પણ વૈશ્વિક છે.