મોંઘીદાટ ગાડી ને, મોંઘું છે પેટ્રોલ
ખેડુ છે, નથી તાત જગતનો!
એની અડફેટે આવીશ નૈં
નહિતર ખેડુને કચડી દઈશ …
એની છે પોલીસ ને એનો છે મંત્રી
પીળાં પાનાંનો એનો છે તંત્રી
ભૂલથી ટીવી ઉઘાડીશ નૈં
નહિતર ખેડુને કચડી દઈશ …
ચોર છે ભૈ, એ જ ચોકીદાર છે
અદાણી, અંબાણીનો દોસ્તાર છે
ભૈબંધીમાં પંચર પાડીશ નૈં
નહિતર ખેડુને કચડી દઈશ …
મોંઘીદાટ કલમ ને મોંઘો છે કાગળ
મરે છે માણસો, આગળ ને પાછળ
એની કવિતા જોડીશ નૈં
નહિતર ખેડુને કચડી દઈશ
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 02
![]()


અંગ્રેજી સલ્તનતનો ભારતમાં પાયો નખાયો ત્યારે થોડાં વર્ષ સુધી તો પ્રજાએ ગુલામી વેઠી લીધી, પણ પછી જુલમો વધવા માંડ્યા તેમ તેમ અહીંની પ્રજાએ પણ માથું ઊંચકવા માંડ્યું. દેખીતું છે કે તે અંગ્રેજી વાઇસરોયોને માફક ન જ આવે. એ માથાં કચડવા તે વખતના જજ જેમ્સ સ્ટીફને 1870માં ઇંડિયન પિનલ કોડ(આઇ.પી.સી.)ની કલમમાં 124-એ નામની એક કલમ રાજદ્રોહને નામે ઉમેરી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતના નેતાઓ સામે એ કલમનો ઉપયોગ થયો. આ કલમ હેઠળ ભગત સિંહ, લોકમાન્ય તિલક, ગાંધી, નહેરુ જેવાઓ સામે કામ ચલાવવામાં આવ્યું. જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે કે બોલે ને એ દ્વારા સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરે કે એમ કરવાનો પ્રયત્ન કરે તો તે આ કલમ હેઠળ દોષિત ઠરે છે. આ બિનજામીન પાત્ર ગુનો છે ને તેને માટે 3 વર્ષની જેલથી તે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આમાં દંડની જોગવાઈ પણ છે. આ કાયદો અંગ્રેજોના વખતમાં હતો ને સરકારનો કોઈ વિરોધ ન કરે એટલે અમલમાં આવ્યો હતો.
શ્રીલંકાના વડા પ્રધાન, એક સમયના પ્રમુખ, શ્રીલંકાના તારણહાર, સર્વેસર્વા અને ઈશ્વરના અવતાર ગણાતા મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું છે. રાજીનામું લોકોના ડરથી અને લોકોને શાંત પાડવા આપવું પડ્યું છે. બે દાયકા સુધી બેવકૂફ બન્યા પછી લોકોને હવે આર્થિક હાલાકીથી રાહત જોઈએ છે અને રાજપક્સ પરિવાર એ આપી શકવાની સ્થિતિમાં નથી. પરિવાર એટલા માટે કે તેમના પરિવારના એક ડઝન લોકો શાસક છે, અર્થાત્ સરકારમાં છે. આવો નાગો સગાવાદ ક્યાં ય જોવા મળ્યો નથી.