માંડેલી વારતાઓ અધૂરી રહે !
આદરી જાતરાઓ અધૂરી રહે !
વાગતી ઝાલરો આરતીની; અને,
ફર-ફરકતી ધજાઓ અધૂરી રહે !
ભાઇબીજ્ના બહેન વાટ જોતી રહે,
વ્રત અને વ્રતકથાઓ અધૂરી રહે !
આસ્થાઓ નિરાધાર એમ જ થતી,
માનેલી માનતાઓ અધૂરી રહે !
કોઇ કારી ન ફાવે તબીબોની પણ,
સારવારો-દવાઓ અધૂરી રહે !
શ્વાસ એવી રીતે લડથડી; થંભતો,
છંદની માતરાઓ અધૂરી રહે !
છેક મક્તા સુધી પ્હોંચતી ના ગઝલ,
સહુની જીવનકથાઓ અધૂરી રહે !
મૌજે-દરિયા ભલે હોય કોઈ અહીં,
એની સઘળી મજાઓ અધૂરી રહે !
ડાઘુઓ લાશ લઇ ચાલતા થઇ જતા,
સહુ – ‘પ્રણય’ – શક્યતાઓ અધૂરી રહે !
તા. ૦૬/૧૧/૨૦૨૧
મૌજે-દરિયા = મૌજીલું, આનંદી સ્વભાવનું માણસ
![]()


આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા સુધી પહોંચતા અટકાવવા માટે સંગઠિતપણે અને વ્યૂહાત્મક ધોરણે મતદાન કર્યું હતું અને ઇમેન્યુઅલ મેક્રોનને ફરી વાર ચૂંટી આપ્યા, એ ઘટનાને હજુ બે મહિના પણ નથી થયા, ત્યાં ફ્રાંસના એ જ પ્રગલ્ભ મતદાતાઓએ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સજા કરીને મજા પણ ચખાડી દીધી છે. ફ્રાંસમાં પ્રમુખપદની અને ત્યાંની લોકસભા(નેશનલ એસેમ્બલી)ની એમ બન્ને ચૂંટણી દેશના નાગરિકો મતદાન કરીને કરે છે. ફ્રાંસમાં પ્રમુખને ઘણી સત્તા છે, પણ એ સત્તા સાવ અબાધિત પણ નથી, તેમણે ત્યાંની લોકસભા પાસેથી કેટલીક મહત્ત્વની બાબતે મંજૂરી લેવી પડે છે.
અંગ્રેજીમાં શબ્દ છે, ‘ઍડિટર’. એના સાથીને ‘કોઍડિટર’ કહેવાય છે. એમનું કામ ઍડિટોરિયલ ડિસિશન લેવું તે છે – એટલે કે, લેખકો તરફથી મળેલાં લખાણો વિશે સ્વીકાર્ય કે અસ્વીકાર્યના નિર્ણય કરવા. પ્રકાશનયોગ્ય લાગે તે લખાણને સુધારવામાં આવે, કાપકૂપ થાય અને છેલ્લે લેખકને જણાવાય. ફર્સ્ટ ડિસિશન હોય, સૅકન્ડ ડિસિશન પણ હોય; ઍડિટરે ઘણો શ્રમ લેવાનો હોય છે.