અધિકાર શ્રેણી
સ્ત્રીને ગર્ભ રાખવો કે ગર્ભપાત કરાવવો એનો નિર્ણય સ્ત્રી પોતે લઇ શકે … : મુંબઈ હાઈકોર્ટ
નિયત સમય મર્યાદામાં સ્ત્રી ગર્ભપાત કરાવી શકે.
આપણા દેશની આઝાદીને સાત દાયકા જેટલો સમય પસાર થઇ ગયો. સમયની સાથે ધીમી ગતિએ પણ કાયદામાં સુધારો થતો આવે છે, પણ હજુ સામાજિક સ્થિતિ કાયદાના સુધારેલા સ્વરૂપ સાથે તાલ મેળવતી નથી, એવું લાગ્યા વગર ન રહે.
કાયદાનો દુરુપયોગ થાય છે કહી હોબાળો મચાવનાર વર્ગ સ્ત્રીઓ અને મજદૂરોના કાયદાના અમલીકરણમાં બાજી મારી જતા હોય એવું લાગે. વિલંબિત ન્યાય એ પણ મોટો પ્રશ્ન છે. તોયે એવા ચુકાદા પણ આવે છે કે, જેમાંથી સ્ત્રીઓ ને સમકાલીન સમય સાથે જાણે હાથ પકડીને પહોચાડવામાં મદદ કરે છે. કારણ કે, સ્ત્રીનાં શરીર પર એનો પોતાનો હક છે. અલબત હજુ આપણે ત્યાં એ વાતને કાયદાનું અનુમોદન નથી અપાયું કે, પરણિત પુરષ દ્વારા સ્ત્રીની અનિચ્છાએ થયેલ સમાગમને બળાત્કાર તરીકે ખપાવી શકાય. હમણાં ચર્ચાસ્પદ બનેલ ફિલ્મ પિંકમાં એવા સંવાદો દ્વારા પ્રશ્નો ઉઠાવાયા છે. સ્ત્રીનાં શરીર પર હક જમાવનારા કે ચોક્કસ સંજોગોમાં એને ઉપભોગના સાધન તરીકે જોનાર વર્ગ સામે આ મોટો પ્રશ્ન પૂછાયો છે. એ જ રીતે સામાન્ય રીતે કે પછી ભોગ બનેલી સ્ત્રીની પ્રેગ્નન્સી અંગે પણ અવાર નવાર પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે મુંબઈ હાઈકોર્ટનો એક જેઈલની કેદીનો પ્રેગ્નન્સી ટર્મિનેશન બારામા આવેલો આ ચુકાદો નોંધનીય છે.
તાજેતરમાં મંદિર મસ્જિદમાં પ્રવેશ – પૂજા અટકાયત સામે જે ચુકાદો આવ્યો અને એ પછી મુંબઈ હાઈકોર્ટે ફરી એક સચોટ ચુકાદો આપ્યો કે, સ્ત્રીને અનિચ્છીત ગર્ભનો નિકાલ કરવાનો હક છે.
જસ્ટીસ વી.કે. થાહીલરામાની અને જસ્ટીસ મૃદુલા ભટકરની ડિવીઝન બેન્ચે આ ચુકાદો આપતાં જણાવ્યું કે, સ્ત્રીને પોતાની અનિચ્છાએ રહેલો ગર્ભ દૂર કરાવી શકે છે, આ માત્ર પરણિત સ્ત્રી જ નહિ પરંતુ લીવ એન્ડ રિલેશન્સમાં રહેતી સ્ત્રીઓને પણ લાગુ પડે છે. જે 12 સપ્તાહથી ઓછો સમય હોય. અને જો તે 12 સપ્તાહથી 20 સપ્તાહ સુધીનો ગર્ભ હોય તો 2 મેડીકલ એક્સપર્ટની સલાહ પ્રમાણે એની માનસિક અને શારીરિક હેલ્થને, હેલ્થના જોખમને ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને આ ટાઇમ લાઈનની મર્યાદામાં રહીને જો એને શારીરિક સ્વાસ્થ્ય જોખમાતું ન હોય તો એ પોતે પ્રેગ્નન્સી દૂર કરવાનો નિર્ણય લઇ શકે છે.
જેલની કેદીએ કરેલ સુઓ મોટોની સુનાવણીમાં કોર્ટે વધુમાં કહ્યું કે, પ્રેગ્નન્સી સ્ત્રીનાં શરીરના અનુસંધાનમાં એના શરીર સાથે હોય છે. જે એના શરીર માનસિક સ્વાસ્થતા અને જિંદગીની સાથે અસરકારક રીતે અથડાતી હોય ત્યારે તે કેવી રીતે પ્રેગ્નન્સી સાથે રહે ! આવા સમયે તે અને તે પોતે એકલી જ આ નિર્ણય લઇ શકે છે. બંધારણના આર્ટીકલ 21 હેઠળ આ એનો રાઈટ ટૂ લીવનો મૂળભૂત અધિકાર છે. એના પોતાના શરીર પર, એને માતૃત્વ ધારણ કરવું કે પ્રેગ્નન્ટ રહેવું કે પ્રેગ્નન્સી રાખવી છે તે સત્તા એને પોતાને છે. અને વધારામાં બેન્ચે જેલને કેદી સ્ત્રીને એની હેલ્થ ફેસેલિટી માટે સૂચન કરી પ્રેગ્નન્સી દૂર કરવાની પરમીશન આપી.
4/10/2016
e.mail : pratibhathakker@yahoo.com
![]()


અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને મુંબઈ હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ ધનંજય યશવંત ચંદ્રચુડ, ભારતના નવા ચીફ જસ્ટિસ(સી.જે.આઈ.)નો કાર્યભાર સંભાળશે. હાલના 49મા સી.જે.આઈ. ઉદય ઉમેશ લલિત, 47 દિવસના કાર્યભાળ પછી, 8મી નવેમ્બરે નિવૃત્ત થાય છે. જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ સારો એવો લાંબો બે વર્ષનો રહેશે. (ટેકનિકલી, જસ્ટિસ લલિતે તેમના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ ચંદ્રચુડના નામની ભલામણ સરકારને મોકલી છે. તેમના નામ પર મત્તું મારવાનું બાકી છે.)
ઇસ્લામ મહાન ધર્મ છે, ઇસ્લામ શાંતિનો ધર્મ છે, ઇસ્લામ સમાનતામાં માને છે, ઇસ્લામમાં ખુદા અને બંદા વચ્ચેનો સંબંધ વચેટિયાઓ વિનાનો સીધો અને સરળ છે, વગેરે દલીલો કરવાનો કોઈ અર્થ નથી. અર્થ એટલા માટે નથી કે જગતના દરેક ધર્મ એકંદરે મહાન છે. દરેક ધર્મમાં અંદાજે ૯૦ ટકા ધર્મવચનો માનવતાનો મહિમા કરનારાં હોય છે, અને માટે, તે સ્થળ અને કાળને અતિક્રમીને પ્રાસંગિકતા ધરાવતાં હોય છે, પણ દસેક ટકા વચનો એવાં પણ હોય છે જે વર્તમાન યુગમાં અને જગતના કેટલાક પ્રદેશોમાં અપ્રાસંગિક હોય છે અને આજના સભ્યતાના માપદંડોથી માપતા અમાનવીય હોય છે. જેમ કે સવર્ણો હરિજનો સાથે દુર્વ્યવહાર કરે ત્યારે હું ઉપનિષદનાં મહાન વચનો ટાંકીને હિંદુ ધર્મનો અને એ દ્વારા હિંદુઓનો બચાવ કરું તો તેનો કોઈ અર્થ નથી. મારી ફરજ બને છે કે હું એ યુવકની નિંદા કરું. તેના આવા વ્યવહારને જો કોઈ ધર્મવચનોનો કે ધાર્મિક રૂઢિઓનો કે પરંપરાનો સહારો મળતો હોય, તો હું કહું કે એ ધર્મવચનો આજના યુગમાં અપ્રાસંગિક છે, ત્યાજ્ય છે. બુનિયાદી માણસાઈ કરતાં વધારે મૂલ્યવાન કોઈ ચીજ નથી.