પરસેવો પાડી હું રળું રોજી-રોટી,
તેમાં'ય પુરી મળે નહીં દાળ-રોટી.
મોંઘવારીમાં વળે નહીં શક્કરવાર,
એક સાંધુ તાર તોડે તેર દાળ-રોટી.
બઉ ભયંકર માઝા મૂકે મોંઘવારી,
પેટ આઞ સૌ બોલે ઞાળ હાય! રોટી.
આમાં જ જઞ કરે દિન-રાત એક,
માણસની મળવા ન દે ભાળ રોટી.
હવે તો માણસ સસ્તા થયા ને રોટી મોંઘી,
પેટની આઞે "અનુ"ઉત્તર બોલ્યો હાય! રોટી.