રાક્ષસી અશોક,
તને એ યાદ તો છેને?
પટણાના એ ગોઝારા કૂવામાં
તારાં ત્રીસે-ત્રીસે ભાંડરુંને ભંડારીને જ
તું બેઠો’તોને સિંહાસને?
પછી તો તારી લોહીનીંગળતી ઇચ્છાઓને પાંખો ફૂટી!
પ્રદેશ પર પ્રદેશ પર પ્રદેશ ભરખવાની લ્હે લાગી’તીને?
તારા હણહણતા અશ્વમેધી અશ્વો પણ
તે દા’ડે કેમ થથરી ગયા’તા?
કલિંગ એ જમીનનો ટુકડો નહોતો, અશોક!
લાખોલાખોને વટાવતાં વટાવતાં તારા રથમાં
તું વિજેતા છતાં કેમ લાગતો’તો હારેલો?
એ વેળાએ જ હું તને સાંભર્યો?
પ્રદેશ પર પ્રદેશ પર પ્રદેશ જીતી શકાય છે કેવળ
કરુણાથી, નહીં કે લોહીનીંગળતી તલવારથી.
પછી તો તારાં દીકરા-દીકરી, ને સૈન્ય ફરી વળ્યાં
જૂનાગઢથી ચીન લગી, ચીનથી દિક્દિગંત!
યુગેયુગે આ વાત ગાંઠે બાંધી રાખજે
રાક્ષસી અશોક!
યાદ રાખજે, ભારતે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે !
પોખરણમાં અણુધડાકો કરીને
તારા પૂર્વજ કવિની જેમ ગાતો નહીં
બુદ્ધા ઇઝ સ્માઇલિંગ!
કલિંગની જેમ કાશ્મીરને વીંખીપાંખી નાખી
મને યાદ ન કરતો,
કરીશ તો મને થશે કે
ઓહ! હજુ આટઆટલી સદી પછી પણ
તું તો પેલ્લો જ
પટણાના ગોઝારા કૂવામાં, ત્રીસેત્રીસ ભાંડરુંને ભંડારી બેઠેલો
એ રાક્ષસી અશોક જ!
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 05
![]()


ભારતમાં મુઘલ વંશના શાસનની સ્થાપના બાબરે ૧૪૮૩માં કરી હતી. તેમના પૌત્ર અકબરનો જન્મ ૧૫૪૨માં ભારતમાં જ થયો હતો અને મૃત્યુ ૧૬૦૫માં થયું હતું. તેણે ૧૫૫૬માં શાસનની ધૂરા સંભાળી હતી અને ૪૯ વરસ શાસન કર્યું હતું. આમ અકબર બાદશાહ બન્યો એ પહેલાં મુઘલ સામ્રાજ્યને ૭૩ વરસ થઈ ગયાં હતાં અને ભારતમાં મુસલમાનોનું શાસન આવ્યું એને સાડા ત્રણસો વરસ કરતાં વધુ વરસ થઈ ચૂક્યાં હતાં. પોતાના વંશના શાસનના ૭૩ વરસ અને વિદેશી મુસલમાનોના શાસનના સાડા ત્રણસો કરતાં વધુ વરસ એ કોઈ નાનોસૂનો સમયખંડ નથી.
આજે મને ગાંધીની જરૂર ત્રણ કારણે છે : પ્રથમ તો સ્વ-વિકાસ માટે. તેમની પાસેથી સૌથી મહત્ત્વનો બોધપાઠ સ્વ માટેની સતત સાવધાની અને અંતરાત્માના સુધારા અને વિકાસનો મળે છે. બહુમતીના અજ્ઞાન અને બૌદ્ધિકોના અભિમાને આ જ કારણે ગાંધીને નકારીને વ્યક્તિગત જીવનમાં આફતને નિમંત્રી છે. જાહેર અને વ્યક્તિગત જીવનમાં ઈમાનદારી અને સત્યનિષ્ઠા જોખમમાં છે. પશ્ચિમની ઉદારવાદી વિચારસરણીએ ભરોસો બંધાવ્યો હતો કે કોઈ પણ દખલગીરીની ગેરહાજરીમાં નાગરિકસમાજમાં ’સદાચાર, ઈમાનદારી, ફરજ, બલિદાન, માન, સેવા, સ્વ-શાસન, સહિષ્ણુતા, ન્યાય, શિષ્ટતા, હિંમત, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, રાષ્ટ્રભક્તિ, અન્ય માટે નિસ્બત, કરકસર અને આદર’ જેવાં મૂલ્યોનો સમાવેશ થશે. કમનસીબે સમાજમાં અતિરેક, મદ, સ્વાર્થ અને લોભ પ્રભાવક બની ગયાં છે. પરિણામે જીહજૂરી વર્તણૂક માન્ય બની છે અને પદચ્યૂત વર્તનને ટેકનૉલોજીની મદદથી નિયંત્રિત કરવા છોડી દેવાય છે.
ગાંધી પણ વ્યક્તિગત સ્વતંત્રતાના મજબૂત સમર્થક હતા, પરંતુ તેઓ મિલ અને સ્પેનસરની વિભાવના કરતાં અલગ મત ધરાવતા હતા. તેમના મતે સ્વ-નિયમન માટે વ્યક્તિગત જવાબદારી સાથે વ્યક્તિની સ્વતંત્રતા જોડાયેલી છે. તેમણે અગિયાર વ્રતોનું પાલન કર્યું અને અન્યોને પાલન કરવા જણાવ્યું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, અભય, અસ્વાદ, જાતમહેનત, સ્વનિયમન માટેનાં વ્રત છે; જ્યારે સ્વદેશી, સ્પર્શભાવના, સર્વધર્મસમભાવનાં વ્રત ગ્રામીણ વિકેન્દ્રિત અર્થરચના તેમ જ જ્ઞાતિઓ તથા ધર્મો વચ્ચે સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટેનાં છે. વર્તમાન સમયમાં આ વ્રતોને શિક્ષણ અને વ્યવહારમાં વણી લેવા આવશ્યક બની રહે છે.