બંદૂકની અણીએ
કોઈ અવાજને દબાવવામાં આવે છે,
ગળામાં જ
મારી નાખવામાં આવે છે
ત્યારે એ –
દબાતો નથી કે મરતો નથી.
સદીઓ સુધી પડઘાયા કરે છે.
વડલા હેઠળથી પસાર થતા
કોઈ એકલદોકલ વટેમાર્ગુ પાસે
બીડી સળગાવવા,
દીવાસળી માગ્યા કરે છે
અવગત આત્માની જેમ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 03