કેટકેટલું લઈ લીધું આ કોરોનાએ …પણ એનાં ગણિત અહીં નથી લગાડવા. એક જ અફસોસ વ્યક્ત કરવો છે કે વર્ગ નામે મારું સ્વર્ગ પડાવી લઈને જાણે શાપિત યક્ષની જેમ પૃથ્વી પર પટકી દીધો મને આ કોરોનાએ ..
વર્ષ શરૂ થાય ને નવાં નવાં યુવાન વિદ્યાર્થી મિત્રોને જોવા આંખો રીતસરની વાટ જુએ … એક પછી એક નવા મિત્રો સાથે પરિચય કેળવાતો જાય ને જૂના મિત્રો સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનતો જાય …
જે કંઈ નવું નવું કરવાનું મન થાય તે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીએ કે તરત બધાં ખડે પગે હાજર … એમની તત્પરતા જ મારામાં જોમ પૂરે …
હા .. ભણાવતા ભણાવતા હૈયે દાટી રાખેલી કેટકેટલી વાતો સૌથી નિકટના સ્વજન તરીકે વિદ્યાર્થી મિત્રો સમક્ષ સહજ વ્યક્ત થઈ જાય .. ગત વર્ષે વનાંચલ ભણાવતે ભણાવતે મારું વનાંચલ પણ ભણાવી દીધેલું .. ને ભીની આંખોની કોરને લૂછતાં મારાં મરદ મુછાળા વિદ્યાર્થીઓએ કહેલું કે, ‘સાહેબ, અમે બે વનાંચલ સાથે ભણ્યા ને એટલે જ ત્રીજા અમારા જીવનના વનાંચલને પણ સારી પેઠે સમજી શક્યા …'
રાપર જેવા નગરમાં જ્યાં સાહિત્યિક કાર્યક્રમો ભાગ્યે જ યોજાય ત્યાં જયંત પાઠકની શતાબ્દી વંદનાનો કાર્યક્રમ કર્યો ત્યારે કોઈ વડીલે હસતાં હસતાં પૂછેલું કે જયંત પાઠક કોનાં સગાં થાય ? એ ભાઈ જ્યારે કાર્યક્રમમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની તૈયારીઓ જોઈને આભા બની ગયેલા … એક એક વિદ્યાર્થીને પોતાનાં સ્વજનનાં સ્મરણો વાગોળતાં હોય એમ બોલતાં જોઈ એમને સમજાઈ ગયેલું કે જયંત પાઠક અમારા શું સગાં થતાં હતાં ….
પાંચ સાત વર્ગો ભરીને હજુ તો તાજા બંધાયેલા પ્રેમ સંબંધને વ્યક્ત કરવા પરમાર ભરત નાનકડી રબારી કન્યાનું શિલ્પ બનાવી ભેટ ધરે ત્યારે હાથની સાથે હૈયું પણ ભરાઈ જાય … ચૂપચાપ બેસી રહેતાં મિત્રો ધીરેધીરે બોલવાનું શરૂ કરે ને પછી તો એટલે સુધી વાત પહોંચે કે મારે કશું બોલવું ન પડે ને એ સમજી જાય … પ્રહ્લાદ પારેખની 'પછી તો ના વાતો .. ' પંક્તિ મારા માટે જીવતી થઈ જાય …
વર્ગમાં નરસિંહ, મીરાં ભણતાં ભણાવતાં કોઈ પ્રકાશ જેવા ભજનિક નીકળી આવે. મુખ્ય વિષય ગુજરાતી ન હોય ને છતાં એમાં બહુ રસપૂર્વક કામ કરે એવા મિત્રોને જોઈએ ત્યારે હૈયે ટાઢક વળે ને ભાષાની સઘળી ચિંતાઓ ખરી પડે.
વર્ગમાંથી વહેલા ઘરે જતાં કોઈ મિત્રને કારણ પૂછતાં માથે હાથ મુકાઈ જાય ને ખબર પડે એ તાવથી ધગધગે છે. પગે ક્યાં ચાલ્યા એમ પૂછતાં તો પુછાઈ જાય પણ તરત યાદ આવે કે એના ખિસ્સામાં રાખેલી દસની નોટ તો સવારે વપરાઈ ગઈ હશે …. ઈબ્રાહિમને દોડાવીને એક્ટિવા પર બેસાડી એને દવાખાને દવા લઈ ઘરે પહોંચતો કરીએ .. ને સાંજે ખબર પૂછવા ફોન કરું ત્યારે love you sir કહીને પોતાનો સઘળો ભાવ વ્યક્ત કરી દેતા એ ભાઈબંધને જોયે કેટલો બધો સમય થઈ ગયો !
સાહેબ, આપણે ગણેશ ઉત્સવ કરીશું, નવરાત્રિમાં આ વખતે કંઈક નવું વિચારીએ … એન્યુઅલ ફંક્શન તો જોરદાર કરીશું … આવા દરેક સંવાદોમાં છલકાતો વિદ્યાર્થીઓનો ઉત્સાહ ચાવી ગયો આ કોરોના ….
હાર્દિક ને એમની મંડળી જાણે અમારી હનુમાનમંડળી … આ મંડળી જ મારું બાહુબળ. કોઈ દિવસ કોઈ વિશેષ કપડાં પહેરીને જાઉં તો બધા સ્ટાફ રૂમમાં જોવા આવે … અમારી સાથે ફોટો પડાવોને કહી હું જાણે સેલિબ્રિટી હોઉં એવું ફીલ કરાવે … હું પણ એમ કરવા દઉં એમના રાજીપા માટે …
આજે તો બહુ ઠંડી છે ચાલોને અગાસીમાં તડકે બેસીને ભણીએ … એવું કોઈ બોલે ને અમે નભમંડપની નીચે ગોઠવાઈ જઈએ. એકબીજાંમાં ઘૂસીને બેઠેલાં ને વચ્ચે વચ્ચે અડપલાં કરતાં એ મિત્રો વિના અગાસી સૂની પડી છે.
કોલેજમાં પગ મુકતાની સાથે ગુડ મોર્નિંગ સર, કહી વળગી પડતાં એ વિદ્યાર્થીઓ વિના કોલેજ ફૂલો વિનાના બગીચા જેવી લાગે છે.
હજુ તો આ કથા કંઈ એમ સંકેલાય એમ નથી. પણ આવા સંજોગોમાં અંદરનો શિક્ષક જૂના દિવસોને ઝંખે જરૂર પણ ચૂપચાપ બેસી તો ન જ રહે … ઓનલાઈન શિક્ષણની નવી પદ્ધતિમાં ઝડપથી ગોઠવાઈ જઈ એમ તો એમ વિદ્યાર્થીઓ સમક્ષ થયા વિના તો કેમ રહેવાય …
જ્યારે બધા ઓનલાઈન શિક્ષણમાં ગોઠવાઈ રહ્યા હતા, ત્યારે રાપર કોલેજ દ્વારા વર્ગોનો આરંભ થઈ ગયેલો … એક બહુ મોટો ફાયદો એ થયો કે હવે કોલેજના સીમાડા ઓગળી ગયા, વર્ગની ભીંતો પડી ગઈ ને એમાં પ્રવેશી ગયા ભુજ, આદિપુર, અમદાવાદ, ગઢડા જેવી કેટલી ય કોલેજના મિત્રો … પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ વિદ્યાર્થીઓનો સંગ મળ્યો એનો રાજીપો … એ બધા સાથે મૈત્રી કેળવાતી ગઈ .. બહારના મિત્રોમાં ઘણાં ઉત્સાહી મિત્રો મળ્યા … એમની સાથે ભણવા-ભણાવાની મજા પડતી ગઈ. એ લોકો એટલાં પોતીકા થઈ પડ્યાં કે એ જાતે વર્ગો લેતાં થઈ ગયા. કેટલાં ય ઓનલાઈન કાર્યક્રમો કર્યા. એક દિવસ તોલાણી કોલેજના એક આવા મિત્રનો ફોન આવ્યો, સાહેબ, ઘરે છો ? ઘરે આવું ? મેં કહ્યું, જરૂર આવો. આવ્યા, મળ્યા. એક જ મિનિટમાં પાછા જવાની વાત કરી તો મેં કહ્યું કે કેમ આટલી વારમાં ? તો કહે મારી પાસે બિલકુલ સમય નહોતો પણ નિલપર પાટિયું જોયું તો તમને જોવાની ઈચ્છા રોકી ન શક્યો … હું માત્ર તમને જોવા જ આવ્યો હતો .. ક્ષણાર્ધમાં બાઈકથી સરકી જતાં એ પ્રિન્સ વાઘેલાની આંખોમાં વાંચતો પ્રેમ આ કોરોનાની જ ભેટ !!!!
કોરોનાના કારણે જ કાવ્યાસ્વાદ શ્રેણી ચલાવવાનું સૂઝ્યું ને પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી પણ એની જ સોગાદ…
નવા મિત્રોનો પ્રવેશોત્સવ પણ ઓનલાઈન થયો ને ઓરીએન્ટેશન પણ થયું ઓનલાઈન … નવા સિત્તેર જેટલાં મિત્રોનું એડમિશન થયું પણ એમાંથી વીસેક જેટલાં મિત્રો નિયમિત વફાગમાં જોડાય. બાકીના આવે જાય એવું થાય …
થોડું નવું નવું કરવાનું મન થયા કરે ને વિદ્યાર્થીઓ એને શબ્દશઃ ઝીલે પણ ખરા … આદરણીય મહેન્દ્રસિંહ પરમાર સાહેબ કેટકેટલું સાહિત્ય ઓડિયો વીડિઓ રૂપે ધરતાં જાય છે એ જોઈ વિદ્યાર્થીઓ પણ એવું કંઈક કરે એવું વિચારી અસાઈનમેન્ટના રૂપમાં આ કામ સોંપ્યું ને વિદ્યાર્થીઓએ જે કરી બતાવ્યું તે જોઈ હરખથી છાતી ફાટફાટ થાય છે.
ભોળાભાઈ પટેલના નિબંધસંગ્રહ ‘વિદિશા’ના નિબંધોમાંથી ને સ્વામી અને સાંઈના પત્રોમાંથી વિદ્યાર્થીઓ પસાર થાય ને એમની આવડતનો ઉપયોગ કરી એને નવલાં રૂપરંગે તૈયાર કરે એવી ઈચ્છા વ્યક્ત કરી જેનાં સુફળરૂપ કેટલાંક વીડિયો … જોવાં સમ છે …
અવાજના જાદુગર હુશેન હોય કે ભાવભીનાં નરેન્દ્ર, મેરિયા પ્રકાશ હોય કે નાનકડા લખમણ. અંગ્રેજી સરસ બોલતા અરવિંદ હોય કે તડપદું બોલતા મહેશ … રૂપકડા અબ્દુલ હોય કે પરમાર ભરત .. બધાએ બહુ મહેનત કરી પત્રો તૈયાર કર્યા. તો નવા આવેલા મિત્રો રવીન્દ્ર ચાવડા, હરિજન ઊર્મિલા, અમિત રાઠોડ ને એની પ્રજાપતિ પણ પાછળ ન રહ્યાં …
હિમાંશીબહેન શેલતે પણ રાજીપો વ્યક્ત કર્યો આ બધું જોઈને.
આ બધા વીડિયો યુટ્યુબ પર મુકીશું. એક ડોક્યુમેન્ટ તૈયાર થશે. શેષ રહેતાં પત્રો બીજા અધ્યાપક મિત્રો તૈયાર કરાવે તો બધું મોબાઈલવગું થઈ જશે.
ફરિયાદના સૂર કરતાં આનંદની આ ક્ષણો વહેંચવી વધુ ગમે છે.
આ કથા ખૂટે તેમ નથી, પણ અહીં અટકું કોરોનાને એટલું કહીને કે તું જલદી જાજે જેથી મારું સ્વર્ગ મને પાછું મળે … મારા શાપનો સમય જો પૂરો થયો હોય, તો ફરી મને એ આનંદલોકમાં વિહરવાની અનુમતિ આપ .. હા … તેં જે આપ્યું છે એનો ઉપકાર પણ જિંદગી નહિ ભૂલાય. ને છતાં ઈચ્છા તો એ જ રહેશે કે મારો જૂનો સમય ક્યારે પાછો જીવતો થાય …..
સૌજન્ય : લેખકની ફેઈસબૂક દિવાલેથી આંતરીને સાભાર
![]()


એક સમય હતો જ્યારે સ્ત્રીને આઠ પુત્રોની માતા થવાના આશીર્વાદ વડીલો આપતા હતા, પણ કોઈને પણ આઠ પુત્રીની માતા થવાના આશીર્વાદ અપાયા નથી. એ જ સૂચવે છે કે પરાપૂર્વથી પુત્રી ઇચ્છનીય નથી. એ વિધિની વક્રતા છે કે પુત્રને જન્મ તો સ્ત્રી આપે છે, પણ સ્ત્રીનું સ્થાન સમાજમાં ખાસ માન ભર્યું નથી જ. સ્ત્રીને દેવી તરીકે પૂજનીય ગણાવાઈ છે. તે ઇચ્છિત વરને સ્વયંવરમાં વરી શકતી હતી, શાસ્ત્રાર્થ કરી શકતી હતી, તો પણ પુત્રીનું વરણ ન તો પુરુષ માટે કે ન તો સ્ત્રી માટે ઇચ્છનીય ગણાયું છે. સાદી વાત એટલી છે કે બાળકીનો જન્મ આજે પણ અપવાદ રૂપે જ સભ્ય સમાજમાં આવકાર્ય રહ્યો છે.

ક્વાઝુલુ નાતાલના વડા પ્રધાન સિલિ ઝીકલાલાએ [Sihle Zikalala] ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાતના મહત્ત્વ વિષે વાત કરી. ગાંધીની 151મી જન્મતિથિ ઉજવાય છે, તે ટાણે તેમણે ભારતીય મઝદૂરો 160 વર્ષ પહેલાં (ઈ.સ. 1860માં) દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરેલા તેની યાદ અપાવી. ત્યારથી માંડીને નેલ્સન મંડેલાની મુક્તિ સુધીનાં વર્ષો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અતિ મહત્ત્વના રહ્યાં છે. આ જાહેરાત દેશના લોકો અને સરકાર માટે અતિ મહત્ત્વની છે, એવું તેમણે પ્રતિપાદિત કર્યું. દેશમાં પર્યાવરણની જાળવણી હેતુ સુરક્ષિત જાહેર કરાયેલા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળોને પર્યટકોને આકર્ષવા માટે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવે છે, તે સર્વસાધારણ બીના છે. ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ મળ્યાનું મહત્ત્વ દક્ષિણ આફ્રિકાની મુક્તિ અને શાંતિ માટેની લડતના પ્રતીક તરીકે છે. એ ક્રાંતિનું પ્રતીક છે ખરું, પણ સાથે સાથે શાંતિનું પણ પ્રતીક છે. જે પ્રદેશમાં હિંસા વ્યાપકપણે ફેલાયેલી હતી, ત્યાં આજે રંગભેદના અભાવવાળી લોકશાહી પ્રવર્તે છે, જ્યાં અલગ અલગ કોમના લોકો સહજીવન જીવી શકે છે. પ્રવાસન, કે જે દેશની જી.ડી.પી.ના 10% જેટલો હિસ્સો છે, તેને પણ આ હેરિટેજ સાઈટથી બઢાવો મળશે. સ્થાનિક પ્રજા અને વિદેશી મુલાકાતીઓ માટે આ સ્થળ સમાધાન દ્વારા શાંતિ સ્થાપવા અને ટકાવવા માટેના પ્રયાસો માટે દીવાદાંડી બની રહેશે. ફિનિકસ સેટલમેન્ટને યુ.એન.ની માન્યતા મળવાના ઘણા ફાયદા પ્રજાને થશે, જેમાંનો એક છે, સમાધાન વૃત્તિથી બધા એકસૂત્રે જોડાઈને અમનથી જીવી શકશે.
આવાં લોકોનાં નિસ્વાર્થ પ્રદાનને માન આપવું જોઈએ. વધુમાં ઝ્વેલી મ્ખીજેએ કહ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ સહિયારો છે. બંને દેશ રંગભેદ નાબૂદી અને સંસ્થાનના દમનકારી શાસનથી મુક્તિ મેળવવા માટે લડ્યા. એ લડત રંગભેદ નાબૂદી, ન્યાય મેળવવાની, કોમી એકતા લાવવાની અને શાંતિ સ્થાપવાની એક લાંબી મજલ હતી. એ હજુ પણ એક ય બીજી રીતે ચાલુ રહી છે. રંગ, ધર્મ અને જાતિને ન ઓળખનાર આ કોરોના મહામારીમાં આપણે બધાએ એક બીજાનો હાથ પકડીને સાથે મળી, સહકાર આપીને ઝઝૂમવાનું છે.
ભારતના ઉચ્ચ આયુક્ત જયદીપ સરકારે મનનીય પ્રવચન આપતાં કહ્યું, ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર તરીકે મળેલ માન્યતા એ ગાંધીના જન્મની 150મી વર્ષગાંઠ માટે તદ્દન બંધબેસતી ચેષ્ટા છે. આથી વીસમી સદીના સહુથી વધુ પ્રભાવક નેતાના કામનું ગૌરવ તો થયું જ છે, પરંતુ તેની ઐતિહાસિક દેણગીનું પણ બહુમાન થયું છે. એ માટે દક્ષિણ આફ્રિકાની સરકારનો આભાર. આ સ્થળ ગાંધીના રાજકીય અને સામાજિક પરિવર્તનની ભૂમિ. પણ આ જગ્યા માત્રની જાળવણી ભલે ઘણી મહત્ત્વની છે છતાં પૂરતી નથી. ગાંધીજી અહીં શું શીખ્યા એ જાણીને, સમજીને તેને હાલના સંયોગોમાં અમલમાં મૂકવું રહ્યું. એમણે ફિનિક્સ નામ સહેતુક પસંદ કરેલું. એમના સાદું જીવન અને ઊંચી વિચારધારાના મૂલ્યોને આપણે જાળવવા રહ્યા. શ્રમ પ્રતિષ્ઠા, કોમી એખલાસ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીના વિચારો આજે પણ અપનાવવા જરૂરી છે. એમ કરવા માટે બહોળા સમાજનો ટેકો અને સક્રિય ભાગીદારી અંકે કરવી જોઈશે. ગાંધીજી અને ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ [ANC]ના પહેલા પ્રેસિડન્ટ જ્હોન ડૂબે ઈનાન્ડા[Inanda]માં પાડોશી હતા. ગાંધીજી ફિનિક્સમાં પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હતા, તો ડૂબે એષલેન્ડામાં પાયાનું કામ કરતા હતા. આમ એકબીજા સાથેના સંપર્કથી આઝાદીની ચળવળ કેવી રીતે ચલાવવી તેનો ખ્યાલ આવ્યો. બંને કર્મશીલોને માત્ર પોતાની કોમ માટે નહીં, બહોળા સમુદાયની સ્થિતિ અને સમસ્યાઓ અને તેના હિતનો ખ્યાલ આવ્યો.
નેશનલ એસોસિએશન ઓફ આફ્રિકન અમેરિકન સ્ટડીઝના ડાયરેક્ટરે દ’ લેમ્યુઅલ બેરી[De Lemuel Berry]એ ફિનિક્સ સેટલમેન્ટને આ માનભર્યું પદ કઈ રીતે મળ્યું તેનો ઇતિહાસ કહેતા કહ્યું, 2017માં યોજાનારી ઇન્ટરનેશનલ કોલેજ કોન્ફેરેન્સ માટે સ્થળની પસંદગી કરવા 2016માં ડર્બન જવાનું થયું. તે વખતે ફિનિક્સ જવાનું આમંત્રણ મળ્યું. ઇલા ગાંધીએ સેટલમેન્ટની સ્થાપનાનો ઇતિહાસ, તે સમયે થયેલા પ્રયોગો, તે વખતનું જીવન અને પ્રવૃત્તિઓ અને હાલનાં તેના કાર્ય વિષે વિગતે માહિતી આપી. તેનાથી આ મુલાકાતીઓને ઘણી જાણકારી મળી. આવાં સ્થળોની મુલાકાત ભાગ્યે જ આ પદાધિકારીઓએ લીધી હશે. આ મુલાકાત બાદ ડૉ. બેરીને કેટલીક વિનંતીઓ મળી. તેને પરિણામે એક પ્રશ્ન ઊઠ્યો, આ કેન્દ્રને વર્લ્ડ હેરિટેજ સાઇટનું પદ કેમ નથી મળ્યું? યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ માટેના નિર્ણાયકે નિયમો વાંચી જવા ડૉ. બેરીએ તૈયારી બતાવી. તેઓને જાણ થઇ કે આ બાબત અંગે પહેલા કશી કાર્યવાહી નથી કરવામાં આવી. તરત જ પ્રોવોન્શિયલ, નેશનલ અને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન મળે તે માટેની પ્રકિયા શરૂ થઇ. 2017માં ઇલાબહેન ગાંધી સાથે પીટર મેરિત્ઝબર્ગ જઈને નોમિનેશન દર્જ કરાવ્યું.
પ્રો. ઉમા મિસ્ત્રી [Uma Misthrie], કે જેઓ ગાંધીજીનાં પ્રપૌત્રી છે, તેઓ હાલ ફિનિક્સ સેટલમેન્ટનો 1904થી 2020 સુધીનો – 116 વર્ષનો ઇતિહાસ લખે છે. સેટલમેન્ટમાં સ્થાપનાકાળમાં રહેતા એ લોકોની જીવની લખાઈ રહી છે. તેની સ્થાપનામાં ગાંધીજી અત્યંત મહત્ત્વના હતા, પરંતુ હરેક દાયકે એ મૂલ્યોને જીવિત અને કાર્યાન્વિત રાખવામાં કોનો કોનો ફાળો હતો, એ પણ અતિ મહત્ત્વનું છે, જે ઉમાબહેનના પુસ્તક પરથી જાણવા મળશે. ગાંધીજીના ભારત પરત ફર્યા બાદ તેમના પુત્ર મણિલાલ ગાંધીએ ફિનિક્સને સાંભળ્યું ન હોત, તો આજે તેનું અસ્તિત્વ અને આટલું મહત્ત્વનું પ્રદાન રહ્યું ન હોત. મણિલાલના અવસાન બાદ તેમનાં પત્ની સુશીલાબહેને એ મશાલ સળગતી રાખી. સેટલમેન્ટની યાત્રામાં રામ ગોવિંદ અને ઈલાબહેનનાં કાર્યને કેમ ભુલાય?
યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર (રાજદૂત) અને સાંસ્કૃતિક બાબતોના આંતરરાષ્ટ્રીય સબંધો જાળવનાર દૂત તરીકે ખ્યાતનામ બનેલ હીવા સર[Hedva Ser]નું પણ આ વેબિનારમાં પ્રદાન રહ્યું. તેઓ શાંતિ, બંધુત્વ અને સહિષ્ણુતા જેવા ઉમદા માનવીય ગુણોને કળા દ્વારા રજૂ કરે છે અને વિશ્વભરમાં તેમની ગણના એક ઉત્તમોત્તમ માનવતાવાદી કલાકાર તરીકે થાય છે. યુનેસ્કોના પારિતોષિકો મેળવનાર આ સન્નારીનું કહેવું છે કે તેમનાં મોટા ભાગના શિલ્પો અને કલાકૃતિઓની પ્રેરણા તેમને ગાંધીના જીવન અને કાર્યમાંથી સાંપડી છે. સહઅસ્તિત્વ, બધા ધર્મો પ્રત્યે પરસ્પર માનની લાગણી, પ્રકૃતિ માટે આદરભાવ વગેરે જેવા ખ્યાલોને તેમણે કલામાં મૂર્તિમંત કર્યા છે. યુનેસ્કોનું પ્રતીક Tree of Peace એ હીવા સરની જ કૃતિ છે. તેઓ એ શિલ્પ દ્વારા યુવા પેઢીને શાંતિનો સંદેશ અને શિક્ષણ આપવા ચાહે છે. યુનેસ્કોના આંતરદેશીય વાટાઘાટો દ્વારા સંઘર્ષ નિવારણના આદર્શોને પોતાની કલામાં મૂર્તિમંત કરવાનો તેમનો પ્રયાસ છે તેમ કહ્યું. દુનિયામાં હરેક ક્ષેત્રે સ્થિરતા આવે અને રાજકીય પક્ષો વચ્ચે સંવાદિતા કેળવાય તે માટે સંઘર્ષ વાળા વિસ્તારોમાંથી આવતા ઊગતા કલાકારોને કેળવવા તેઓ સતત કાર્યરત રહે છે. “હું ગાંધીની દેણગી દુનિયા પાસે મુકવા માંગુ છું.” હીવા સરના આ વિધાનને સમજવા તેમની કૃતિઓ જોવી રહી. ફિનિક્સ સેટલમેન્ટ માટે A Road of Peace – શાંતિ પથ બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો.
વિકટર સાબેક યુગોસ્લાવિયામાં જન્મેલા, જે બંને વિશ્વયુદ્ધોમાં ખેદાનમેદાન થઇ ગયેલું, એટલે તેમને શાંતિમય સમાધાનનું મહત્ત્વ બરાબર સમજાય. તેમના પિતાનો પરિવાર જર્મનીના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ થયેલો અને માતાનું કુટુંબ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાયેલું. તેમનાં માતા હિટલરના પ્રોગ્રમમાંથી નાસી છુટેલાં. પોતાના માતૃ અને પિતૃ પક્ષે બધા જાતિગત સમાનતા માટે લડેલા અને એટલે જ તો કદાચ વિક્ટર સાબાકે લિબિયા, સીરિયા અને યમનમાં યુદ્ધ પીડિત લોકોનાં કલ્યાણ માટે કામ કર્યું છે. એ બધા દેશો યુદ્ધ અને સંઘર્ષમાં ધરાશાયી થઇ ગયા, એ તેમણે નજરોનજર જોયું. પશ્ચિમી જગતમાં લાંબામાં લાંબો સંઘર્ષ કોલંબિયામાં 50 વર્ષથી ચાલ્યો આવે છે, હાલમાં વિકટર સાબેક ત્યાં કામ કરે છે. આથી જ ગાંધીના શાંતિમય સમાધાનના સિદ્ધાંતો કેટલા આજે પણ અને આજે તો વધુ પ્રસ્તુત છે એનો તેમને જાત અનુભવ છે. તેઓને લાગે છે કે સંસ્થાનવાદનું પ્રચલિત રૂપ હવે ખતમ થયું ગણાય, પરંતુ બીજા અનેક પ્રકારના સંસ્થાનવાદનો પ્રસાર, ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધવાને કારણે સંઘર્ષો નિવારવા અને તેના નિરાકરણ માટે શાંતિમય ઉપાયો યોજવા અનિવાર્ય થઇ પડ્યા છે. 