કોણ જાણે કેટલાં ય લોકો
પ્રાણની દોરી પોતાની તરફ ખેંચતાં ખેંચતાં
થાકીને યમદૂતના પાડા પર ચઢી ગયાં છે
શહેર શહેર
ગામડે ગામડે
ખાખ ઊડવા માંડી છે
બળતી ચિતાઓની
ખોદાતી કબરોની
કેટલીક લાશો પોત પોતાનું મોત લઈને
ગંગાજીના કિનારે થાકીને પડી છે
એમના મોતને ડુબાડવાનું સામર્થ્ય ગંગાજીમાં પણ નથી
તો એ કોણ છે જે આ મોતોને દાટી દેવા માંગે છે?
e.mail : daveparesh1959@gmail.com
![]()


ઘણીવાર આશ્ચર્ય થાય છે કે આ એ જ પ્રજા છે જે આઝાદીની લડતમાં માથે કફન બાંધીને સડકો પર ઊતરી પડી હતી? એમાંનો અંશ પણ અત્યારે કેમ વર્તાતો નથી? કોરોના નામની ફિલ્મ ચાલી રહી હોય અને 130 કરોડ લોકો ભારતનાં મસમોટાં થિયેટરમાં જોઈ રહ્યાં હોય તેમ મરણ માણી રહ્યાં છે. એમને એમ જ છે કે શો પૂરો થશે, પછી બધાં મરણની વાતો મમળાવતાં વિખેરાઈ જઈશું, પણ આ શો જલદી પૂરો થવાનો નથી અને થશે ત્યાં સુધીમાં અનેકને કૂતરાંઓ ભરખી જાય તો નવાઈ નહીં. આપણે સૌ ફિલ્મ જોઈ રહ્યાં હોઈએ એવી તટસ્થતાથી કોરોનાને જોઈ રહ્યાં છીએ. પ્રજા તરીકે આપણે સરકાર કરતાં પણ વધુ સંવેદનહીન અને નેત્રહીન છીએ. આ પ્રજા આટલી નિર્માલ્ય તો કદી ન હતી. અનેક સ્મશાનો ભડકે, ઓક્સિજન, ઇન્જેકશનો વગર દરદીઓ તરફડે અને આપણને કૈં થાય જ નહીં એ કેવું? આપણને કૈં ખબર નથી પડતી કે આપણે કૈં જાણવા નથી માંગતા એ નથી સમજાતું.
શાસકની અણઆવડત, ખોટી પ્રાથમિકતા અને અસંવેદનશીલતાનું પરિણામ હોય છે. ભારત ઉપર અત્યારે કોવીડની જે આફત ઊતરી છે એ દરેક અર્થમાં સુલતાની આફત છે, આસમાની નથી.