ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર “શબ્દસૃષ્ટિ”માં છપાયેલા નનામા લેખ દ્વારા અકાદમીના અધ્યક્ષપદે વિશ્વવાઇરલ કવિતા અને લખનાર કવયિત્રી વિશે જે અનર્ગળ ભાષાવિલાસ કર્યો છે એ નિંદનીય કરતાં હાસ્યાસ્પદ વધુ લાગે છે. લેખ પોતે લખ્યો હોવાની પાછળથી કબૂલાત કરનાર અધ્યક્ષની નનામો લેખ છપાવવા પાછળ શું ગણતરી હોઈ શકે? ખેર, મૂળ મુદ્દો અહીં સાહિત્યિક સંસ્થાઓના સરકારીકરણનો છે.
ખબર આવી છે દૂરસૂદૂરનાં લક્ષદ્વીપ ટાપુઓથી. થોડા સમયથી આ કેન્દ્રશાસિત પ્રદેશના રહેવાસીઓ કેન્દ્ર દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં મોકલવામાં આવેલા એડમિનિસ્ટ્રેટર દ્વારા કરવામાં આવેલા કાયદાકીય ફેરફારોના વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યાં છે. દરમિયાન, બે એક દિવસ પહેલાં એક ટી.વી. ડિબેટમાં આ કાયદાનો વિરોધ કરનાર યુવા મહિલા ફિલ્મકાર આયેશા સુલતાના દ્વારા વપરાયેલા એક ચોક્કસ શબ્દને લઈને તેમના પર દેશદ્રોહનો કેસ લગાવવામાં આવ્યો છે.
લક્ષદ્વીપ સાહિત્યપ્રવર્તક સંગમ ફિલ્મકારની વહારે આવી છે અને નિવેદન આપ્યું છે કે, ‘એમને દેશદ્રોહી ચિતરવા યોગ્ય નથી.’ એમણે એડમિનિસ્ટ્રેટરના અમાનવીય અભિગમ સામે સૂર ઉઠાવ્યો છે. લક્ષદ્વીપનાં સાહિત્યિક સમૂહો એમની સાથે ઊભા છે.
સાહિત્યિક સંસ્થાઓનાં મૂલ્યો સંદર્ભે આંખ ઉઘાડતા બે કિસ્સા નજર સમક્ષ છે. લક્ષદ્વીપમાં સાહિત્યિક સંસ્થા ફિલ્મકારની વહારે સમર્થનમાં આવી છે તો આપણી સાહિત્ય અકાદમીના સરકારી અધ્યક્ષ કવયિત્રી અને એમના સમર્થકોને ‘લિટરરી નક્સલ’ની પદવી આપી રહ્યા છે.
ગુજરાતની શાણી કહેવાતી પ્રજા આ ઘટનાઓથી ધડો લેશે ?
૧૨-૬-૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 08
![]()


આજે હું માણસના એ વર્તનની વાત કરીશ જેને આનાકાની કહેવાય છે. અવઢવ કહેવાય છે. અંગ્રેજીમાં, હૅઝિટેશન કહેવાય છે. જોઈએ કે હ્યુમન કનેક્શન સાથે એનો શો સમ્બન્ધ છે.

પ્રકૃતિ મુક્ત છે. પશુપંખી પણ કુદરતે તો મુક્ત જ રાખ્યાં છે, પણ માણસે તેમને ય કેદ કર્યાં છે. પંખી પિંજરમાં કેદ હોય કે ન પણ હોય. કૂતરો ઘણાં પાળે છે, પણ સિંહ પાળવા ભાગ્યે જ કોઈ તૈયાર થશે. જેના પર કાબૂ મેળવી શકાય એમ છે, એ બધાં પર માણસ અધિકાર ભોગવવા તત્પર હોય છે. કોઈ તાબે થાય છે તો માણસને ગમે છે, પણ કોઈ શીંગડાં ભરાવે છે તો તેનાથી તે દૂર રહેવાનું પસંદ કરે છે અથવા તો તેને વશ કરવાની કોશિશ કરે છે. માણસ પહેલાં, સ્વતંત્રતાની ઝંખના કોઈને ન હતી, કારણ બધાં મુક્ત જ હતાં. આને મુક્તિ કહેવાય એવી કશી સભાનતા વગર જ સૌ મુક્ત હતાં. એ વિધિની વક્રતા છે કે સૃષ્ટિ પર સ્વતંત્રતાની વાત પહેલી વાર માણસે જ કરી છે, કારણ સૌથી વધુ ગુલામ પણ તે જ રહ્યો છે. કૂતરાને પટો માણસે બાંધ્યો, ત્યારે તેને ખ્યાલ નહીં હોય કે કોઈ તેને ગળે પણ પટો બાંધી શકે છે. આ “કોઈ” પણ છે તો માણસ જ ! કોઈ પશુ કે પર્વત માણસને પટો બાંધવા તૈયાર નથી. એ માણસ જ છે જેણે ગુલામીનો પાયો નાખ્યો ને પછી સ્વતંત્ર થવાની મથામણ પણ કરી. માણસ પહેલાં સૃષ્ટિમાં કોઈ ગુલામ ન હતું. ગુલામીની શરૂઆત માણસે કરી. માણસે બીજા પર વર્ચસ્વ જમાવવાનો પ્રારંભ કર્યો ને એ પછી સ્વતંત્રતા માટે અનેક યુદ્ધો થયાં જેનો છેડો હજી દેખાતો નથી.