સુરક્ષિત નથી
કાશ્મીરમાં પંડિત કે કૉલેજમાં નજીબ
ફરવા નીકળેલા દાભોલકર કે દાદરીનો અકલાખ
ઘરમાં ચોપડી વાંચતા કુલબર્ગી કે ઉના-થાનના બત્રીલાખેણા!
ધારાસભ્યે બળાત્કાર કરેલી પીડિતા
જળથળવાયુ કશું ય નથી
સુરક્ષિત
જીવતાં તો ઠીક મરેલાં ય નથી સુરક્ષિત
પછી ભલે ને હો મોટા મહાત્મા કે નહેરુ!
હવે તો બીક લાગે છે
કવિતા કરતાં કરતાં
ચિત્ર દોરતા કે ફિલ્મ કાર્ટૂન બનાવતાં
મિમિક્રી કરો તો ય તમારાં મરશિયા ગવાય!
ડર લાગે છે પોતાના પડછાયાનો ય!
એ વિશે
મીંઢુ મૌન ધારણ કરી
સીટીઓ પર સીટીઓ મારતો હોય એમ
ભાષણ ઠપકારે છે ચોકીદાર!
શું એ ય રહી શકશે સુરક્ષિત?
ભલે ને સહુને ફફડાવવા
ઊંઠા ભણાવતો હોય એમ એ ભણાવે છે
વાઘ આવ્યો ભાઈ વાઘની વાર્તા
પણ વાર્તા કહેતાં કહેતાં એ ય અંદરથી ફફડતો જ હોય છે!
એ બરાબર જાણે છે
બચાવી શકતા નથી
કેવળ મહામૃત્યુંજયના જાપ!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 02
![]()


દેશ-દુનિયામાં પણ અત્યારે પતંગ ચગાવવાને બદલે જાતે ચગી જવાનો ટ્રેન્ડ જોર પર છે. મહારાષ્ટ્રની ઠાકરે સરકારે એક ઠુમકો એવો માર્યો છે કે હવે તમામ દુકાનોનાં બોર્ડ મરાઠીમાં, હા, મરાઠીમાં જ મૂકવાં પડે તેવી સ્થિતિ છે. એક તરફ મરાઠીની પ્રાદેશિક હઠ ને બીજી તરફ ગુજરાત સરકારની ગુજરાતી પ્રત્યેની પીછેહઠ, એ બેની વચ્ચે લોકો ગોથ માર્યા કરે તો નવાઈ નહીં ! એ તો ઠીક, પણ બેચાર દા’ડા પહેલાં લગ્નમાં 400 જણાંને બોલાવવાની સરકાર છૂટ આપે ને એ જ એવો ફતવો પણ બહાર પાડે કે હવેથી લગ્નમાં 150થી વધુને બોલાવી શકાશે નહીં, તો લગનવાળાને ત્યાં જે તાયફો થાય એની સરકારને ખબર છે? એક વાર વરરાજાને જાનમાં ન મોકલો તો ચાલે, પણ વરઘોડિયાંને બોલાવીને પછી ના પાડીએ તો સગાંઓ તોડી ખાય તેની જાણ સરકારને છે? એકવાર આમંત્રણ આપો કે આવવાનું જ છે ને પછી કહો કે યુ આર નોટ એલાઉડ તો એ લાઉડ ઝઘડો રોકવો કેમ કરીને તે કોઈ કહેશે?
ભારતમાં અસમાનતા તાજેતરમાં બહાર પટેલા ૨૦૨૦ના ‘વર્લ્ડ ઇક્વાલિટી રિપોર્ટમાં વર્ણવામાં આવી છે. ભારતમાં ટોચના દસ ટકા લોકોનો ભાગ રાષ્ટ્રીય આવકનો ૫૭% ભાગ જાય છે. એમાં પણ એક ટકા લોકોના ભાગે ૨૨% આવક થાય છે. બીજી બાજુ તળિયે રહેલાં પચાસ ટકાના ભાગે ૧૩% આવક જાય છે. એની સરખામણીમાં યુરોપમાં તળિયાનાં ૫૦% ટકાના ભાગે લગભગ ૨૦% આવક જાય છે અને ટોચના ૧૦%ના ભાગમાં ૩૫% આવક જાય છે. ભારતમાં મધ્યમવર્ગ પણ પ્રમાણમાં ગરીબ છે. એનાં ભાગે ૨૯% જેટલી આવક જતી હતી. ભારતને જો બાકાત રાખવામાં આવે તો દુનિયાનાં તળિયામાં રહેલાં ૫૦% લોકોની આવકમાં થોડો વધારો થાય છે, આ પ્રમાણે ખ્યાલ આવે છે કે ભારતમાં અસમાનતા કેટલી તીવ્ર છે.