હવે પડવા, ગબડવા કે આખડવાનો ડર નથી મને,
હું સ્થિર થયા પછી લડખડાયેલો માણસ છું.
બગડી જશે આકાર એ ચિંતાનો વિષય નથી હવે,
હું બધી બાજુએથી ગોબાયેલો માણસ છું.
નવું કોઈ મિલન થશે એ અભિલાષા નથી હવે,
હું દશેય દિશાઓથી તરછોડયેલો માણસ છું.
ધક્કામુક્કીથી સાવ ટેવાઈ જ ગયો છું હવે,
હું સહુ દ્વારા એક હડસાયેલો માણસ છું.
મનાવવાની કોશિશ વ્યર્થ જ નીવડશે હવે,
‘મૂકેશ’ હું તો સ્વથી જોડાયેલો માણસ છું.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mai : mparikh@usa.com
![]()


ભલે આઈઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હોય, અને આઈન્સ્ટાઈને એમાં મહત્ત્વનાં અને દૂરગામી ફેરફારો સૂચવ્યા હોય; આઈન્સ્ટાઈનની પરિકલ્પના મુજબનાં 





ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું. એમાં સુરતનું પરિણામ 87.52 ટકા આવ્યું. સુરતના A1, A2 ગ્રેડમાં પણ અનુક્રમે 643 અને 4,382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગોપી વઘાસિયા નામની રત્ન કલાકારની દીકરીએ 96.28 ટકા સાથે પ્રથમ રહી A1 ગ્રેડ મેળવ્યો છે. આ દીકરી સી.એ. બનવા ઈચ્છે છે. જેનાં માર્કસ 91-100ની રેન્જમાં છે તેને A1 અને 81-90ની રેન્જમાં છે તેને A2 ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. મતલબ કે સુરતમાં જ A1 ગ્રેડવાળા 643 વિદ્યાર્થીઓ એવા છે જેમના ઓછામાં ઓછા 91 ટકા તો આવ્યા જ છે ને એ જ રીતે A2 ગ્રેડવાળા 4,382 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 81 ટકા તો લાવ્યા જ છે. આ વખતે વિદ્યાર્થીઓ 84.67 ટકા પાસ થયા છે અને વિદ્યાર્થિનીઓ 89.23 ટકા સાથે 5 ટકા આગળ છે. પર્સન્ટાઇલ રેન્ક 99થી વધુ મેળવનાર 3,610 છે ને 98થી વધુ મેળવનાર 7,112 છે.