ચલતે ચલતે થક કર સો ગયે
મૌત આઈ તો હમ ભી સો ગયે
ભૂખ થી, થી રોટી ભી સાથમેં
એક નિવાલા ખા ન સકે, સો ગયે
તુમ્હારી સિયાસત અબ તુમ જાનો
હમારા ક્યા હૈ, દેખો હમ સો ગયે
ચલો કહાની હમારી ખત્મ હુઈ
તુમ સુનાતે રહો, હમ સો ગયે
અંધેરો મેં દીપ જલાયા થા જો
અબ બુઝા દો ઇસે, હમ સો ગયે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020
![]()


ખૂબ જ સાચવી, સંગોપી, ફુગ્ગામાં હવા ભરીને ઊભું કરાયેલું ગુજરાત મૉડેલ કચ્છના વાવાઝોડામાં કે ભૂકંપ, સુરતના પ્લેગમાં કે પૂરમાં, ૨૦૦૨ના તોફાનમાં ભ્રામક છે એની પ્રતીતિ કરાવતું જ હતું, પણ ભક્તો સ્વીકારતા ન હતા. આ મહામારીમાં ગુજરાતનો અર્થ જ સર્વથા બદલાઈ ચૂક્યો! ગુજરાત એટલે નધણિયાતી પ્રજા! જે મૉડેલના તુંબડે તણાઈને બાદશાહસલામત દિલ્હી પહોંચી ગયા છે એ મૉડેલ અત્યારે દિગંબર દીસે છે! ગુજરાતમાં ભા.જ.પ.નું ત્રણ દાયકાનું શાસન કેવું ઢમઢોલ અને માંહે પોલમપોલ છે એની નાગરિકોને પ્રતીતિ કરાવે છે.
શું નરેન્દ્ર મોદી પોતાની અદા (અંદાજ) ભૂલી રહ્યા છે? એવો સવાલ એમના બીજા કાર્યકાળમાં આટલો જલદી ઉઠાવવો પડશે તે વિચાર્યું પણ ન હતું. જો તે સ્માર્ટ ન હોત તો અહીં સુધી ન પહોંચ્યા હોત, બે-બે વખત લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મેળવી શક્યા હોત, વિપક્ષને નેસ્તનાબૂદ ન કરી શક્યા હોત. ઇન્દિરા ગાંધી પછીના તે ભારતના સૌથી સ્માર્ટ નેતા છે અને ઇન્દિરા ગાંધી પાસે હતી એવી કોઈ રાજકીય વારસાઈ પણ તેમની પાસે નથી. શાયદ આઝાદ ભારતના અત્યાર સુધીના ઇતિહાસના તે એવા એક માત્ર નેતા છે જે પોતાના જોરે સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા છે.