અમે જન્મ્યાં સાથે
બસ બે સેકન્ડના અંતરે
એ નાનો ને હું મોટી
એને કુલદીપક કહ્યો, મને લક્ષ્મી.
એ લાડકો ને હું લાડકી.
રડ્યાં, હસ્યાં, ધાવ્યાં
લાડ પણ કર્યાં સાથે.
પગમાં સાંકળિયાં ખમક્યાં
પાનીમાં મોજડી ચૂં ચૂં થઈ
અને ચાલ્યાં સાથે.
પછી,
મારાં કાન, નાક, પગ, હાથમાં
બેડીઓ જડાણી.
એનાં કાન, નાક, પગ, હાથમાં
મુક્તતા સોહાણી.
ભણ્યાં, ગણ્યાં, લડ્યાં, રમ્યાં સાથે
યુવાન થયાં
પાબંદી મુકાણી બહાર ન જવાની
ને એ સ્વતંત્રતાને પામ્યો.
બે સેકન્ડ મોટી છતાં
મારા પર પહેરેદારી એને …
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 07
![]()


શેરઅલી આફ્રિદી. 2020માં આ નામ વિશે આપણે કશું ના જાણીતા હોઈએ એવું બને. આફ્રિદીનું નામ ભૂલાઈ ગયું છે એવું પણ ના કહેવાય, કારણ કે ખરેખર તો આ નામ કાયમ અપરિચિત જ રહ્યું છે. આફ્રિદીનો જન્મ તત્કાલીન પંજાબ રાજ્યના એ વિસ્તારમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે. તે પખ્તુન હતા, ખૈબર એજન્સીમાં એક સમયે સિપાહી હતા, અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ટૂંકી જિંદગી જીવ્યા. આ વાત છે વર્ષ 1896માં સેલ્યુલર જેલનું બાંધકામ શરૂ થયું તેના કરતાં પચીસેક વર્ષ પહેલાંની અને 800 કેદીઓની પહેલી ટોળકી આજે જેને પોર્ટ બ્લેર કહીએ છીએ ત્યાં પહોંચી તેનાં થોડાં વર્ષો પછીની છે. આઝાદીપ્રેમી આફ્રિદીએ બહુ થોડા સમય માટે નામના મેળવી, જ્યારે તેમણે લોર્ડ મેયોની હત્યા કરી.