કેવડિયા જતી
આગગાડીઓ
ખેતરોને વિંધતી
ખેડૂતોને હાથ હલાવતી
દોડતી
ધરતીની સોડમ ફેલાવતી
સરદારના ચરણે આવી પૂગી
પણ
સરદારના પ્રિય
શ્રમિક ખેડૂત તો
દિવસોથી
કડકડતી ઠંડીમાં
સરદાર માર્ગે
માગે છે અધિકાર
સરદારની મૂર્તિ કરતાં તો
મૂર્તિમંત થયા
સરદાર ખેડૂત ચહેરે !
૧૯/૧/૨૧
![]()


અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિની ચૂંટણીને આખરી મહોર (સર્ટિફિકેશન) મારવા માટે છઠ્ઠી જાન્યુઆરીએ મળેલી અમેરિકાની પ્રતિનિધિ સભાની બેઠક દરમિયાન, સેવામુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં કેપિટલ હિલ (સંસદ ભવન) પર ચઢાઈ કરીને તેને જે રીતે ચાર કલાક બાનમાં લીધું અને હિંસા મચાવી, તે ઘટના અમેરિકાના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે દર્જ થશે. એક રીતે તો એ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેનનો તખ્તાપલટનો જ પ્રયાસ હતો. પ્રતિનિધિ સભા ચૂંટણીનાં પરિણામો પર સર્ટિફિકેશન જારી કરે, એટલે એક રાષ્ટ્રપતિની ઘરવાપસી અને બીજા રાષ્ટ્રપતિનો વ્હાઈટ હાઉસ પ્રવેશ અધિકૃત રીતે નક્કી થઇ જાય.
આપણે બધાં જાણીએ છીએ કે દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, વડા પ્રધાન જવાહરલાલ નહેરુ હતા ને ગૃહ મંત્રી સરદાર પટેલ હતા. એ સાચું કે વડા પ્રધાન સરદાર બન્યા હોત તો દેશની સ્થિતિ જુદી હોત, પણ એ ન થયું. સરદારને અન્યાય થયો એવું માનનારો એક વર્ગ આજે પણ છે, પણ ગમે તેટલું જુદું વિચારીએ તો પણ તે વખતે કૉન્ગ્રેસનું શાસન હતું એ હકીકત છે ને એ શાસન, વચ્ચેનાં થોડા વર્ષ બાદ કરીએ તો 2014 સુધી રહ્યું. એ પછી ભા.જ.પ.ની સરકાર આવી ને એને એમ લાગ્યું કે સરદારને અન્યાય થયો છે તો સરદારને પુન: સ્થાપવાના પ્રયત્નો થયા ને તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક સ્તરે પુન: પ્રતિષ્ઠા પણ થઈ.