આઠમા-નવમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના.
મા, આ દિશામાં આગળ વધી શકું એવી સમજ આપ :
– ‘સતો’ કે ‘પત્નીવ્રતો’ એવા શબ્દો નથી, કારણ કે પત્ની સાથેના પુરુષના વફાદારીભર્યા રિશ્તાનો ખ્યાલ જ પ્રવર્તતો ન હોય; એટલે ચારિત્ર્ય અને વફાદારીનો આખો ય મામલો પુરુષ-તરફી છે, એમ મનમાં રાખું.
– સ્ત્રી સામે પૌરાણિક સ્ત્રીઓનાં આદર્શો મૂકીને તેને પગે રૂપાની સાંકળ બાધીને સોનાનાં પાંજરામાં ન પૂરું.
– સ્ત્રી પુરુષ સમોવડી કે પુરુષથી ચડિયાતી કહીએ છીએ ત્યારે પુરુષ માપદંડ બને છે. પુરુષ સ્ત્રી સમોવડો બને એવું નથી કહેવાતું. એટલે સ્ત્રી અને પુરુષને એકબીજાંની સરખામણીમાં નહીં પણ અલગ અસ્તિત્વ-વ્યક્તિત્વ તરીકે જોઉં અને સ્વીકારું.
– સ્ત્રીની દુશ્મન સ્ત્રી એ માન્યતાનો ભોગ બનતાં પહેલાં સ્ત્રીઓની એકબીજાં માટેની કહેવાતી ‘દુશ્મનાવટ’ માટેનાં કૌટુંબિક, આર્થિક, સામાજિક, શારિરીક, સાંસ્કૃતિક પરિબળોને તપાસું. યાદ રાખું કે દુનિયાનાં પુરાણોમાં ઘણાં મોટાં યુદ્ધો પુરુષની સ્ત્રી માટેની લાલસામાંથી ઊભી થયેલી દુશ્મનાવટમાંથી થયાં છે. ઇતિહાસનાં યુદ્ધો પુરુષોની સત્તા માટેની લાલસામાંથી ઊભી થયેલી દુશ્મનાવટમાંથી થયાં છે.
– દરેક પુરુષને આપણે કોઈનો ભાઈ/પિતા/પતિ તરીકે જોવાતો નથી. એ રીતે દરેક સ્ત્રીને કોઈની બહેન/મા/પત્ની તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે જોઉં અને તેનું ગૌરવ જાળવું.
મા, આઠ દિવસ મેં પ્રાર્થનાઓ બહુ કરી. હવે એ ફળે એ માટેની કોશિશ પણ માણસ તરીકે મારે જ કરવાની હોય ને !
24-10-2020
![]()


આજે દશેરાની સવાર તમે પણ માસ્ક પહેરીને, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ફાફડા જલેબી ખરીદવામાં ગાળી હશે. દર વખતની જેમ આજે પણ વાહનોની પૂજા, સંસાધનોની પૂજા એવું બધું થશે પણ છતાં ય એ ચમક ફિક્કી હશે. કોરોના વાઇરસને મનમાં ભાંડતા આપણે આ વર્ષ પતે એની રાહ જોઇ રહ્યા છીએ. પણ દર વખતની જેમ એ સવાલ ક્યાંક તો મનમાં આવશે જ કે દિવાળી આ વર્ષે કેવી જશે? વ્યાપાર, ધંધા, બજારો, ખરીદી એ બધાં પર ‘માસ્ક’ લાગી ગયા છે. દશેરા સુધી તો આમ જ ખેંચી નાખ્યું, પણ દર વર્ષે દિવાળીના ભણકારા શરૂ થાય એટેલે કે દશેરા પછીના દિવસોથી માંડીને નવું વર્ષ આવે ત્યાં સુધી તહેવારો અ લગ્ન ગાળો દરેક ઉત્પાદક, વ્યાપારી અને નાના મોટા તમામ ટ્રેડર માટે સૌથી અગત્યની ‘સિઝન’ હોય છે. આમ તો વ્યાપારીઓને આશા છે કે કોરોના વાઇરસના આ ગ્રહણમાંથી ઑક્ટોબર-ડિસેમ્બરનો ગાળો કોઇક રીતે રાહત આપનારો રહેશે, પણ છતાં ય તેમને આ અંગે કોઇ ખાતરી નથી.
સાહિત્યની સંસ્થાની ચૂંટણીમાં ઊભેલા કોઈ પણ ઉમેદવારને પોતાની હેસિયતની મનોમન ખબર હોય છે, છતાં એ ઝંપલાવે છે.