પુસ્તક વાંચીને –
પેટ નથી ભરાતું!
કવિતા લખીને –
પેટ નથી ભરાતું!
વાર્તા ઘડીને –
પેટ નથી ભરાતું!
નાટકનો અભિન્ન અંગ બનીને –
પેટ નથી ભરાતું!
પ્રેમ કરીને, મેળવીને –
પેટ નથી ભરાતું!
કોઈની માટે રડીને, હસીને –
પેટ નથી ભરાતું!
કોઈને યાદ કરીને –
પેટ નથી ભરાતું!
કોઈને બહુ દિવસે મળીને –
પેટ નથી ભરાતું!
મળીને છૂટા પડીને –
પેટ નથી ભરાતું!
સાથે બેસીને –
પેટ નથી ભરાતું!
એકલા ચાલીને –
પેટ નથી ભરાતું!
ચાલ્યા પછી થોભીને –
પેટ નથી ભરાતું!
થોભ્યા પછી કશું શોધીને –
પેટ નથી ભરાતું!
તમે પેટ ભરાઇ ગયું, કોને કહો છો?
ખાવાથી ભરાય કે પીવાથી ભરાય એને?
કે પછી …
બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને
તમારા ગળેથી કોળિયો
નીચે ના ઊતરે –
એને!
Email: panchalbrijesh02@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 10
![]()


દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, સ્થાનિક દમનને ન્યાયી ઠેરવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું?
ટાગોર અને સ્વામી વિવેકાનંદ સહિત બૌદ્ધિકોની ભૂમિ તરીકે ઓળખાતાં બંગાળમાં રાજકીય સ્થિરતા હોવા છતાં દેશના અન્ય ભાગોની જેમ ત્યાં પ્રગતિ દેખાતી નથી. મહદંશે ત્યાંની ચૂંટણી લોહિયાળ બને છે. આ વખતે બંગાળની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત થયેલા પક્ષો સિવાય ભા.જ.પે. પણ જોરશોરથી તેમાં એન્ટ્રી મેળવી છે. અને સરહદી રાજ્ય હોવાથી બંગાળમાં પણ રાષ્ટ્રવાદનો મુદ્દો અવારનવાર ચર્ચાય છે. રાજકીય વેરવૃત્તિના કારણે રાષ્ટ્રવાદને લઈને આજે ધોરણસરની ચર્ચા થતી નથી. ઊલટું એમ પણ કહી શકાય કે રાષ્ટ્રવાદની વ્યાખ્યા જ આજના સમયમાં બદલાઈ ગઈ છે. પરંતુ બંગાળની ભૂમિના રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદ વિશે એક પુસ્તક લખી ચૂક્યા છે. આ વિભાવના મૂળે તેમણે અંગ્રેજીમાં સમજાવી છે અને તેનો ગુજરાતી અનુવાદ ત્રિદીપ સુહૃદ દ્વારા કરવામાં આવ્યો છે. બંગાળની ચૂંટણી ટાણે ટાગોરના આ ‘રાષ્ટ્રવાદ’નો ધડો પૂરા દેશે લેવો રહ્યો.
તપતા સૂરજમાં અનાજ લણતા દીન ખેડૂત પાસે આવવું પડે છે. ”