
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.
શિખર, તળેટી ને ખીણ સુધી ફેલાયેલ છું.
ચરણ અને ચક્રોથી માંડી, સઢ, હલેસાં કે પાંખ થકી,
મૌન પણે છાતી પર રાખી, સ્થિતપ્રજ્ઞ સમ સ્થિર રહી
અવિરત સ્વયં દબાયેલ છું … હરદમ સતત કચડાયેલ છું …
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.
કોદાળીથી ખોદો કણ કણ, અનાજ બની લહેરાઉં છું.
ધગધગતો ડામર નાંખો મણ, ખડક બની અંકાઉ છું.
તપું, થીજું કે ભીંજાઉં તો પણ, ઉફ ન કરવા ટેવાયેલ છું …
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.
પુષ્પ,પાન કે પવનની રાહે, શ્વાસ-નામની સફર વચાળે,
પશુ, પંખી, પ્રાણી પૃથ્વીની, ત્રિલોકની આ તમામ ધારે,
પંચમહાભૂતોને ભેટી પરમ મહીં સમાયેલ છું.
સાચો એક રસ્તો અરે, કેમ સૌથી સદા ભૂલાયેલ છું?…
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું .…
e.mail : ddhruva1948@yahoo.com
![]()


વિશ્વસાહિત્યના મહાન સર્જકો હોય કે ધાર્મિક ગ્રંથોના સર્જકો, ઉત્તમ સર્જક જગત સમક્ષ આદર્શરૂપ, ઉદ્દાત ચરિત્રોનું નિર્માણ કરવાને જ એનું કવિકર્મ ગણે છે. ઘણાં સાહિત્યિક અને ધર્મગ્રંથોનાં પાત્રો આજે તો લોકોત્તર અને અલૌકિક સ્થાન પ્રાપ્ત કરી ચુક્યાં છે. ધાર્મિક આસ્થા ધરાવતા લોકો તેમને દેવ તરીકે પૂજે છે. ક્યારેક આ જગત પર જન્મ ધારણ કરનાર અવતારી, મહાન વિભૂતિઓનાં જીવનચરિત્રનું ઉદ્દાત નિરૂપણ કરવામાં લેખકો પોતાની સમગ્ર સર્જનશક્તિ ખર્ચી નાખે છે, સર્જક આમ કરવા જતાં ક્યારેક કોઈ મહત્ત્વના પાત્રને જાણે અજાણે અન્યાય કરી બેસે છે. એ પાત્રના ચરિત્રની રેખાઓ ઉપસાવવામાં કંઈક ચૂકી જાય છે. એનું જીવન, એની વ્યથા, વેદના કે સંવેદનાને અજાણતા નજરઅંદાજ કરે છે. અભ્યાસીઓ દ્વારા વિશદ વિવેચનાત્મક અને સંશોધનાત્મક અભિગમ સાથે આવાં ઉપેક્ષિત પાત્રોનો અભ્યાસ કરવામાં આવતાં એમનાં ચરિત્રની એમનાં વ્યક્તિત્વની વણસ્પર્શી વિગતો આશ્ચર્યજનક રીતે ઊડીને આંખે વળગે છે. આવાં પાત્રોની એક વણકથી અધૂરી કથા હોય છે. થોડા સમય માટે આવતાં આ પાત્રો પોતાની અમીટ છાપ છોડી જાય છે. તેમનો પ્રભાવ લાંબો સમય જનમાનસ પર રહે છે. તેમના વિના કથાનક અધૂરું લાગે છે. ઓવરશેડ આવાં પાત્રોના સંદર્ભે ફ્રાન્ઝ્વા મોરિયેકનું એક વિધાન અહીં નોંધપાત્ર બને છે, એમને મતે સર્જકનું કામ – ‘સમાજ જેને ઉચ્ચ, ભવ્ય કે ભદ્ર ગણે છે એવા પાત્રોના આંતરમનમાં પડેલી પતીતતા અને આપણે જેમને પતીત અને અધમ ગણીએ છીએ તેવાં પાત્રોના હૃદયનાં ઊંડાણમાં વહેતી પાવિત્ર્યની સરવાણી એણે શોધી બતાવવાની છે.’ ઘણીવાર સાહિત્યમાં કે ધાર્મિક ગ્રંથોમાં આવાં ઉપેક્ષિત પાત્રો જોવા મળે છે, જેના પાત્રને યોગ્ય ન્યાય ન મળ્યો હોય.
મરિયમ માગ્દાલેણ (Mary Magdalene) વિશેની પૂર્ણ અભ્યાસ વિનાની, અધૂરી અને અર્ધસત્ય માહિતી ધરાવતા લેખકો અને ઈર્ષાળુ તેજ છિદ્રાન્વેશી લોકોએ એના પાત્રને વિવાદાસ્પદ બનાવી દીધું. જેને કારણે મરણોત્તર લગભગ બે હજાર વર્ષો પછી પણ તેણીના વ્યક્તિત્વને લોકો વિકૃત રીતે જુએ છે. તેણે ચારિત્ર્યહનનનું અપમાન સહેતાં રહેવું પડ્યું. ઘણાં અભ્યાસી લેખકો અને ધાર્મિક સ્કોલર એને પાપી સ્ત્રી કે ગુમનામ વેશ્યા તરીકે ચિત્રિત કરતાં રહ્યાં છે. વાસ્તવમાં મરિયમ માગ્દાલેણ (Mary Magdalene) એક ધર્મનિષ્ઠ અને ઈસુને વફાદાર અનુયાયી અને પ્રારંભિક રહસ્યવાદી ખ્રિસ્તીમંડળોની અગત્યની ધર્મનેતા (લીડર) હતી.
ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવા છતાં હોસ્પિટલોમાં તેની અછત વર્તાય ને બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ નાખવાની ને બીજેથી ઓક્સિજન મેળવવાની વાતો ચાલે ત્યારે એમ લાગે કે સરકારો બધે જ મોડી પડી રહી છે. મોડી એ રીતે કે જરૂર હોય ત્યારે સરકાર પડખે ઊભી રહી શકતી નથી. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો એ માનસિકતાનો કેન્દ્ર અને રાજ્ય સરકાર શિકાર છે. સરકાર કૈં કરતી નથી, એવું નથી. તે છાશવારે મિટીંગો ભરે છે, જ્યાં અસર વધારે હોય ત્યાં આંટાફેરા પણ કરે છે, પણ દૂરનું વિચારીને નિર્ણય લેવો અને જરૂર હોય ત્યારે પૂરતી વ્યવસ્થા કરવી એવું કોરોના દરમિયાન ઓછું જ બન્યું છે. કોરોના માર્ચ, 2020થી લાગુ પડ્યો ત્યારથી અત્યાર સુધીમાં સંભવિત પગલાંઓ અંગે વિચારવાનો તંત્રોને પૂરતો સમય હતો, પણ પરિણામો આટલાં ઘાતક હશે એનો અંદાજ લગાવવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. એ બને કે બધી વાતનો અંદાજ ન લગાવી શકાય, પણ આખા દેશની જે ગતિ હતી તે જોતાં 2021 માટે પરિણામોની કલ્પના કરવાનું મુશ્કેલ ન હતું.