‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”
અનિલ સ્વરૂપ કેન્દ્ર સરકારમાં અને ઉત્તર પ્રદેશ સરકારમાં અલગ અલગ મહત્ત્વના પદે રહ્યા છે. તેમનો સૌથી કઠિન કાળ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે દરમિયાન હતો, ત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં આવેલા સૌથી તંગ વિસ્તાર લખીમપુર ખેરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા. તેમણે આ કટોકટીમાં યોગ્ય નિર્ણય લીધા હતા અને તેથી જ તેમની નામના થઈ હતી. આ રીતે તેઓ કેન્દ્ર સરકારમાં વહિવટી પાંખમાં મુખ્ય પદાધિકારી બન્યા. વડા પ્રધાન મોદી સાથેના તેમના આગળ અનુભવ નોંધતા તેઓ લખે છે : “મીટિંગ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય છાપ ઓછું બોલનાર તરીકેની છે. કોઈ મુદ્દાને સમજવાની તેમની સમજ સારી હતી. અને તેઓ ખૂબ જે વ્યવહારુ ઉકેલ પણ દાખવી શકતા. આ બધા માટે તેમનો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીના કાળનો અનુભવ કામ આવતો. આ રીતે મારા તેમની સાથેના પ્રોફેશનલ સંબંધ ઘનિષ્ઠ થયા હતા. જો કે તેમ છતાં હું તેમના નજદીકી અધિકારીઓમાં ગણના નહોતો પામ્યો. તેમના અને મારા વિચારમાં મતભેદ હોવા છતાં તેઓ હંમેશાં મારા વિચારને મહત્ત્વ આપતા. વડા પ્રધાન કાળના આરંભના દોરમાં તેમણે સાચી દિશામાં ડગ માંડ્યા અને અર્થતંત્ર સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે તેમ દેખાયું.”
અહીં સુધી અનિલ સ્વરૂપે વડા પ્રધાનનાં જમા પાસાં દર્શાવવામાં ક્યાં ય કચાશ કરી નથી. વડા પ્રધાન પાસે અનુભવની જે મૂડી છે તેનો ઉલ્લેખ પણ અનિલ સ્વરૂપે કર્યો છે. પણ આગળ તેઓ લખે છે કે, “પછી આ બધું અવળે માર્ગે ક્યારે અને કેવી રીતે ગયું? મારી સમજ પ્રમાણે 8 નવેમ્બર 2016ના રોજ તે દુઃખદ રાત્રીએ આ બધું બદલાયું. નોટબંધીની જાહેરાત કરવામાં આવી. 1000 અને 500ની ચલણી નોટોને રદ્દબાતલ કરી દેવામાં આવી. મારી પ્રથમ પ્રતિક્રિયા આનંદની હતી. ઉત્તર પ્રદેશમાં કામ કરતી વેળાએ મેં જોયું હતું કે કેવી રીતે મુખ્ય મંત્રી ભ્રષ્ટાચારથી રોકડ એકઠી કરતા હતા. તે મારા માટે આશ્ચર્યજનક ઘટના હતી. હું વિચારતો હતો કે આ પ્રકારના રાજકીય નેતાઓએ તેમની આવી ખોટી કમાણી કોઈ પણ રીતે ગુમાવવી જોઈએ. પરંતુ તેમ ન થયું. નોટબંધી પછી જે અણધડ આયોજન થયું તેમાં તો આવા લોકોને પોતાની સંપત્તિ પાછી મળી ગઈ. અને ખરેખર જેઓ આ પૂરી ઘટનામાં પીડિત બન્યા તે તો સામાન્ય માણસ હતો. તે પછી અર્થતંત્ર ખાડે જતું ગયું અને પછી તે ક્યારે ય સુધારા પર ન આવ્યું. આ પછી પણ ‘નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ’ને ઉત્તર પ્રદેશમાં સારી બહુમતિ મળી. અને તેનાથી જાણે આ વિનાશકારી પગલાંને રાજકીય વૈદ્યતા મળી ગઈ. હવે ભાવિ પેઢી જ નોટબંધીથી થયેલાં નુકસાનને આંકી શકશે. સંભવત્ આ સારો વિચાર હતો પણ તેનો અમલ ખરાબ રીતે થયો.”
અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”
અનિલ સ્વરૂપ તેમના પદ મુજબ મોઘમ રીતે ટીકા કરી છે અને સાથે-સાથે તેમાં ઘટનાઓને સરસ રીતે વણી લીધી છે. તેઓ વહિવટી અધિકારી તરીકે રહ્યા છતાં જ્યાં કહેવા જેવું લાગ્યું છે ત્યાં તેઓ અભિવ્યક્ત થયા છે. તેમની આ અનુભવોને એટલે જ તેમણે પુસ્તકરૂપે પણ મૂક્યા છે. તેમણે બે પુસ્તક લખ્યા છે. તેમાંથી એક છે : ‘એથિકલ ડાઇલેમા ઑફ અ સિવિલ સર્વન્ટ્સ’ અને બીજું પુસ્તક છે : ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’. આગળ તેઓ આ લેખમાં વર્તમાન સરકારની કેટલીક સારી બાબતોનો ઉલ્લેખ કર્યો છે : “આ સરકારે અનેક ક્ષેત્રોમાં ખૂબ સરસ કામ કર્યાં છે; જેમ કે નેશનલ હાઇવેઝ, ગ્રામ્ય હાઉસિંગ, ગ્રામિણ વીજળીકરણ, રાંઘણગેસ અને ડિજિટલ પેમેન્ટ્સમાં. અને આ જ કારણે તેમને રાજકીય ડિવિડન્ડ મળ્યું છે. આ જે થયું છે તેની ક્રેડિટ જો સરકાર લે છે તો તે યોગ્ય છે. પરંતુ કમનસીબે, તે કેટલીક એવી બાબતોની ક્રેડિટ લે છે જે તેમણે કર્યું જ નથી. મને સ્વતંત્રતા દિવસનું ભાષણ યાદ છે જ્યારે વડા પ્રધાને યોગ્ય દાવાઓ કર્યા નહોતા. તેમાંથી એક હતો કે તેમણે ‘પ્રોજેક્ટ મોનિટરીંગ ગ્રૂપ’ સ્થાપ્યું છે. ખરેખર તે પાછલી સરકારના કાર્યકાળમાં થયેલું કામ છે. હવે જ્યારે તેમની પાસે સાચા દાવાઓ કરી શકે તેવી અનેક બાબતો છે ત્યારે તેઓ કેમ ખોટા દાવાઓ કરે છે.”
“હવે હું સિવિલ સર્વન્ટ્સમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે સરકારે જે કરવું જોઈએ તે કેમ નથી કરી શકતી.” તે વિશે સ્વરૂપ વડા પ્રધાને સંસદમાં જે નિવેદન આપ્યું હતું તે ટાંક્યું છે. તે નિવેદન હતું : “સબ કુછ બાબુ હી કરેંગે. આઈ.એ.એસ. બન ગયે મતલબ વોહ ફર્ટિલાઈઝર કા કારખાના ભી ચલાયેગા. યે કૌન સી બડી તાકત બના કર રખ દી હમને? બાબુઓ કે હાથ મેં દેશ દે કરકે હમ ક્યા કરને વાલે હૈ?” સ્વરૂપ હવે પોતાના મુદ્દા મૂકે છે : “કેમ તેમણે આવું નિવેદન આપ્યું? વ્યંગની રીતે જોઈએ તો પણ તેમણે તે વાત તથ્યની રીતે સાચી નથી. કોઈ પણ કિસ્સામાં દેશના વડા પ્રધાન નક્કી કરી શકે છે કે સૌથી ઉપરના સ્તરે શું કરવું જોઈએ. પછી તેઓ કેમ ફરિયાદ કરે છે? વડા પ્રધાન ખુદની ઓફિસ પણ આઈ.એ.એસ.થી સંચાલિત થાય છે. અને તેઓ પોતે જ રિઝર્વ બેન્કના ગવર્નર અને અન્ય મહત્ત્વની જગ્યાએ આઈ.એ.એસ.ની નિમણૂંક કરે છે. તેમણે અગાઉ ક્યારે.ય આ રીતે ગુસ્સો ઠાલવ્યો નથી. તેમને એ બાબતનો ખ્યાલ નથી કે તેમના આ એક નિવેદનથી અનેક યુવાન અધિકારીઓનો ઉત્સાહને ઠેસ પહોંચી છે.”
અનિલ સ્વરૂપના પુસ્તકમાં આવા રોચક અનેક કિસ્સા છે અને તેમણે આ કિસ્સાઓ સાથે સરકારોનો અને સાથે સાથે નેતાઓનું આકલન સરસ રીતે મૂકી આપ્યું છે.
e.mail : kirankapure@gmail.com
![]()


૨૦૧૫ની સાલમાં શરદ પવાર ૭૫ વર્ષના થયા, ત્યારે તેમનો અમૃતમહોત્સવ ઉજવવા પૂનામાં જાહેર મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આને ‘ગપ્પા’ તરીકે ઓળખવામાં આવે છે અને ગપ્પા માત્ર રાજકારણીઓ સાથે નથી યોજવામાં આવતા, સાહિત્યકારો, કલાકારો અને રમતવીરો સાથે પણ ગપ્પાના કાર્યક્રમ યોજવાની પરંપરા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો તેને સાંભળવા ઉપસ્થિત રહે છે. એમાં આ તો શરદ પવાર. મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતા. વળી તકવાદી તરીકે ઓળખાતા હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં આદરણીય. ગપ્પાનું સંચાલન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે કરવાના હતા જેઓ સંભાષણ કલા અને વાક્ચાતુર્ય માટે ખ્યાતિ ધરાવે છે. પૂનામાં ખુલ્લા મેદાનમાં યોજવામાં આવેલા ગપ્પામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. રાજ ઠાકરેએ પવારને સવાલ પૂછ્યો હતો કે તમે રાજકારણના ખેલાડી હોવાની ખ્યાતિ ધરાવો છો. અવિશ્વસનીય અને વિશ્વાસઘાત કર્યો હોવાના પણ તમારા ઉપર આરોપ છે અને છતાં ય પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને દેશની સમગ્ર રાજકીય જમાતમાં તમે આદરણીય ગણાઓ છો તો એનું શું રહસ્ય?
હા, માણસને જિંદગી એક જ વાર મળે છે. એ સારો હોય કે ખરાબ, જિંદગી એક જ વાર મળે છે. એમાં કમાલ એ છે કે એક જિંદગી ખોટી જીવાઈ ગઈ હોય તો તે સુધારીને જીવવા માટે બીજી જિંદગી મળતી નથી. બધું મળીને જિંદગી એક જ છે. તે સુધારો, બગાડો કે ઉત્તમ કરો, એ એક જ જિંદગીમાં શક્ય છે, તે પૂરી થાય પછી, બજારમાંથી નવી લવાશે, એવા ભરોસે રહેનારાને છેતરાવાનું જ થાય છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું સરેરાશ ગણીએ તે પછી પણ, તે પૂરું તો જ થાય છે, તે રિપ્લેસ કરી શકાતું નથી અથવા તો તેમાં એક્સટેન્શન મળતું નથી. કોઈ બાળક જન્મીને તરત મૃત્યુ પામે તો તેને સો વર્ષની સરેરાશ પૂરી કરવા બાકીનાં વર્ષો કોઈ આપતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશ્વરને પણ બીજી જિંદગી મળતી નથી, તો સાધારણ માણસની તો વાત જ શું કરવાની? એક જણને જિંદગી એક જ વાર મળે છે. એવું કહેવાય કે મનાય છે ખરું કે ફલાણો તો નવા અવતારે ઊઠ્યો કે ઢીકણાનો તો પુનર્જન્મ થયો, પણ એવું હકીકતે બનતું નથી. મૃત્યુ પછીની જિંદગીની વાતો થાય છે ખરી, પણ તેને વિજ્ઞાનનો આધાર નથી ને અંધશ્રદ્ધાને તો ક્યારે કોઈ પુરાવાની જરૂર જ પડી છે ! ટૂંકમાં, એક જણને જિંદગી એક જ વાર મળે છે.