ત્રણ મહિનાથી લૉક ડાઉન,, દોઢ મહિનાથી આંશિક કરફ્યૂ. ત્રણ અઠવાડિયા માટે ૨૪ કલાકનો સજ્જડ કરફ્યૂ. છતાં કુવેતમાં અસરગ્રસ્તોની સંખ્યા ૧૮,૦૦૦થી વધુ છે, ૨૧ ફેબ્રુઆરીથી સમયસર સાવચેતીનાં પૂરતાં પગલાં લેવાની શરૂઆત કર્યા પછી આપત્તિનાં બદલાતા સ્વરૂપ, પ્રકાર અને પ્રમાણનાં આધારે તેમાં કડકાઈ વધાર્યા છતાં, ૨૧મી મે, ૨૦૨૦ની સ્થિતિ એ છે કે કુવેતમાં રોજના સરેરાશ એક હજાર કેસનો ઉમેરો નોંધાઈ રહ્યો છે.
રોજના પાંચ હજાર ટેસ્ટ, ૨૨-૨૫ ટકા ટેસ્ટ પૉઝિટિવ. પરિણામે કુવેતની વસતી, વિસ્તાર અને વ્યવસ્થાની સરખામણીમાં અહીંનાં અસરગ્રસ્તોનો દર ઘણો ઊંચો છે. દંડની અસામાન્ય જોગવાઈઓ હેઠળ સાવચેતીનું શક્ય તેટલું પાલન કરાયા પછીનો આંકડો ગમે તેટલો મોટો હોય, પણ તેમાં એક-બે મીંડા ઘટાડી શક્યાનો જશ લૉક ડાઉનના અમલ અને પાલનને આપવો પડે.
કુવેતના મજૂરવર્ગની સતત કામ કર્યા કરવાની મજબૂરી અને રહેવાની જગ્યા ચેપને ફેલાવવામાં નિમિત્ત બન્યાં. સ્થાનિકોને બહારના કામદારો પર દોષનો ટોપલો નાંખવાનું મજબૂત કારણ મળી ગયું. બહારના લોકો ગમે નહીં ને બહારના લોકો વિના ચાલે નહીં. વળી, સારવારની વ્યવસ્થાઓ અને ગુણવત્તાનાં ધારાધોરણમાં સ્થાનિકો અને પરદેશીઓ વચ્ચે એટલા ભેદભાવ છે કે ચેપ લાગે તો ય સામે ચાલીને કોઇ સારવાર માટે જાય જ નહીં, એટલે સરકારી તંત્ર કરફ્યૂ લાદીને ફરજિયાત ટેસ્ટ કરી રહ્યું છે.
૨૬ મેના સવારના આંકડા પ્રામાણે, કુવેતમાં અત્યાર સુધી ૨૧,૯૬૭ કેસ અને ૧૬૫ મૃત્યુ નોંધાયાં છે. મે મહિનામાં કુવેતમાં કેસની સંખ્યાનો આલેખ એકદમ ઊંચો ચડવા લાગ્યો. તેને ઉતારવામાં હજુ ધારી સફળતા મળતી નથી.
(કુવેત)
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020
![]()


ભારતીય સાહિત્યની ઓળખ ભારતમાં જેટલી છે, તેના કરતાં વધુ વિશ્વમાં છે. વિશ્વના સાત મહાકાવ્યો પૈકી પ્રથમ બે એટલે કે રામાયણ (વાલ્મીકિ) અને મહાભારત (વેદ વ્યાસ) ભારતે દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે. મહાકાવ્યની સામાન્ય ઓળખ 'મહાફલક' પર મનુષ્યની કથા તે મહાકાવ્ય.
ગુજરાતી કાવ્યસાહિત્યના ક્ષેત્રે પદ્યનાટકનો નવો પ્રકાર ઉમાશંકર જોશીથી પ્રારંભ પામે છે. 'The Three Voice of Poetry'માં એલિયટ પદ્યનાટકને Third Voice – ત્રીજા સૂર તરીકે ઓળખાવે છે. ઉમાશંકર જોશી આ પડકારરૂપ સ્વરૂપને 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં પ્રયોજે છે. 'મહાપ્રસ્થાન' સંગ્રહના બે પદ્યનાટકો 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' આ બંને રચનાઓમાં સર્જક યુધિષ્ઠિરને કેન્દ્રમાં રાખી તેમના ચરિત્રની વિવિધરંગી લાક્ષણિકતાઓને આધુનિક સંદર્ભો સાથે ઉજાગર કરે છે. આ ચર્ચાના આરંભે યુધિષ્ઠિરના પાત્ર દ્વારા 'માનવીની વેદના-સંવેદનાને, ગુણ-દોષને જોયા પછી પણ તેમના વ્યક્તિત્વમાં કશુંક એવું છે, જે એમને બધાથી જુદા પાડે છે. ઉમાશંકર જોશી મહાભારતના 'મહાપ્રસ્થાનિક પર્વ'માંથી કથાબીજ પસંદ કરી, બહુખ્યાત વિષયવસ્તુ પર કામ કરે છે, અને આ ખ્યાત કથાનકને તેઓ પોતાની સર્જક પ્રતિભાના બળે મૌલિક અને નાવિન્યસભર બનાવે છે. કવિ કાવ્યસર્જન માટે જે ક્ષણ પસંદ કરે છે તે, પાંડવોના મહાપ્રસ્થાનની છે. કવિશ્રી ઉમાશંકરે કરેલી સંગ્રહની પ્રથમ બે રચનાઓ 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' પદ્યનાટકો જાણે દ્વિઅંકી નાટકના બે અલગ અલગ અંક હોય એવું લાગે છે. ઉમાશંકર જોશી અહીં યુધિષ્ઠિરના પાત્રને સાંપ્રત સમયની બૌદ્ધિક હવામાં મૂકી આપે છે. કવિ પોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી પૌરાણિક પાત્રમાં આધુનિકતાનું સંમિશ્રણ કરે છે.