પુસ્તક વાંચીને –
પેટ નથી ભરાતું!
કવિતા લખીને –
પેટ નથી ભરાતું!
વાર્તા ઘડીને –
પેટ નથી ભરાતું!
નાટકનો અભિન્ન અંગ બનીને –
પેટ નથી ભરાતું!
પ્રેમ કરીને, મેળવીને –
પેટ નથી ભરાતું!
કોઈની માટે રડીને, હસીને –
પેટ નથી ભરાતું!
કોઈને યાદ કરીને –
પેટ નથી ભરાતું!
કોઈને બહુ દિવસે મળીને –
પેટ નથી ભરાતું!
મળીને છૂટા પડીને –
પેટ નથી ભરાતું!
સાથે બેસીને –
પેટ નથી ભરાતું!
એકલા ચાલીને –
પેટ નથી ભરાતું!
ચાલ્યા પછી થોભીને –
પેટ નથી ભરાતું!
થોભ્યા પછી કશું શોધીને –
પેટ નથી ભરાતું!
તમે પેટ ભરાઇ ગયું, કોને કહો છો?
ખાવાથી ભરાય કે પીવાથી ભરાય એને?
કે પછી …
બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને
તમારા ગળેથી કોળિયો
નીચે ના ઊતરે –
એને!
Email: panchalbrijesh02@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 10
![]()


સુપ્રતિષ્ઠ અને સુકીર્તિત, એક રીતે જોતાં લગભગ અદ્વિતીય જેવી અશોક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન અને જાહેર બૌદ્ધિક પ્રતાપભાનુ મહેતાએ રાજીનામું આપવાપણું જોયું એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? આમ તો, એક અર્થમાં, આ પ્રશ્નનો ઉત્તર રળ સોંસરો હોવો જોઈએ; કેમ કે પ્રતાપ ભાનુએ પોતાના રાજીનામા સબબ જાહેરમાં જણાવ્યું છે કે મારું જોડાણ યુનિવર્સિટી માટે ‘પોલિટિકલ લાયેબિલિટી’ (રાજકીય બોજ ને જવાબદારી) બની શકે છે. એમણે કેટલાક ટ્રસ્ટીઓ સાથેની ચર્ચાને પગલે આ વિધાન કર્યું છે એટલે એની ગંભીરતા સ્વયંસ્પષ્ટ છે. દેશપરદેશનાં વિદ્યાધામો સાથે સંકળાયેલા અને આપણે ત્યાં પણ ઉચ્ચ સ્તરે નીતિનિર્ધારણ વિમર્શમાં કાર્યરત રહેતા આવેલા પ્રતાપ ભાનુ હોદ્દા નિરપેક્ષપણે પ્રકાશે એવી પ્રતિભા છે. એકવાર રવીન્દ્રનાથે જે કહેલું તે જેમને બરાબર લાગુ પડી શકે એવી શખ્સિયતો પૈકી એ એક છેઃ મને વિદ્વાનો આપો, રવીન્દ્રનાથે કહ્યું હતું અને ઉમેર્યું હતું, એ આવશે અને એમની ફરતે યુનિવર્સિટીઓ રચાતી આવશે.