માર્ગમાં ભૂવો પડ્યો છે,
આભથી ચૂવો પડ્યો છે.
ડૂબવાની શક્યતા છે,
વ્હાણનો ખૂવો પડ્યો છે.
મોતને ચાલો કહીએ,
શ્વાસનો પડઘો પડ્યો છે.
એ જ છે અફવા નગરમાં,
આયનો જૂઠો પડ્યો છે!
મેં લખેલી કૈં ગઝલનો,
વાટમાં ડૂચો પડ્યો છે.
ગોળધાણાં વ્હેંચ ‘નિર્મન’,
તર્ક પણ ઊંણો પડ્યો છે.
07.11.2018
—
e.mail : daveparesh1959@gmail.com
![]()


સર્જાઈ ને ત્યારથી પુરુષની પાંસળીઓ તૂટતી રહી છે, એમ માનવાનું ભાગ્યે જ કોઈ પુરુષ નકારશે. પહેલી કહેવત તો બૂધે નાર પાંસળી જ હતી, પણ પછી અપભ્રંશ ને સ્મૃતિભ્રંશ થતાં પુરુષને અન્યાય કરવા ‘બૂધે નાર પાંસરી’નું ચલણ વધ્યું. સુરતીઓ બુધે ને બદલે બુઢે જ બોલે છે, તેનો વળી જુદો જ અ(ન)ર્થ થાય છે.
કપરા સમયમાં વ્યક્તિનું, સંસ્થાનું કે શાસનનું સૌથી વરવું કે સૌથી માનવીય સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવર્તમાન મહામારીમાં આવાં અનેક ઉદાહરણો જોવા મળી રહ્યાં છે, અને હજી મળતાં રહેશે. કેમ કે, મહામારીનો કપરો સમય હજી પૂરો થયો નથી. કંઈ કેટલા ય વ્યવસાય અને વ્યાવસાયિકોને વિપરીત અસર થઈ છે, જેનો અંદાજ મેળવવો અઘરો છે. એવે વખતે પ્રજ્ઞા અખિલેશે એક ચોક્કસ વ્યવસાયના લોકો પરની અસર વિશે ધ્યાન દોર્યું છે. પ્રજ્ઞા અખિલેશ દિલ્હીસ્થિત ‘ભીમ સફાઈ ટ્રેડ યુનિયન’નાં રાષ્ટ્રીય સેક્રેટરી અને ‘આર.આર.આઈ.’(રિહેબિલિટેશન રિસર્ચ ઇનિશિયેટિવ)નાં કન્વીનર છે. સફાઈ-કર્મચારીઓના વિવિધ મુદ્દે તેઓ અવાજ ઉઠાવતાં રહ્યાં છે, લખતાં રહ્યાં છે અને વાત પણ કરતાં રહ્યાં છે. આ કારણે તેમને ઉપહાસપૂર્વક અપાયેલું વિશેષણ ‘ટૉઇલેટ વુમન ઑફ ઇન્ડિયા’ હવે તો તેમની આગવી ઓળખ બની ગયું છે. તાજેતરના એક લેખમાં તેમણે મૃતકોનાં હાડકાં એકઠાં કરતા લોકો વિશે વાત કરી છે.
કેળવેલા છે અને સીધા તેમને એ પહોંચાડે છે. લૉકડાઉન દરમિયાન અસ્થિના વેપારીઓ પોતાના એજન્ટોને બારોબાર અંતિમ વિધિનાં સ્થળે મોકલી રહ્યા છે, જેમનું કામ મૃતકના અવશેષોમાંથી અસ્થિ વીણવાનું છે.