૧૯૪૨માં જે બાવીશ વર્ષની છે તે સૂરત પંથકની વાણિયાની દીકરી ઉષા મહેતા (નિ. ૧૬-૧૨-૨૦૨૧ તેમ જ “ઓપિનિયન” 20 ઑક્ટોબર 2021) આઝાદીની ચળવળમાં ગુપ્ત રેડિયો સંભાળે, કેવાં કેવાં સાહસ કરે, પોતાના બચાવ માટે પોતાના કામ માટે કે આઝાદી પછી પોતાની આજીવિકા માટે એક શબ્દ પણ ન ઉચ્ચારે – દેશપ્રેમની આ દીવડી સામે ધરાર સૂરજ બનીને ચમકતા, ખરે ટાણે માફી માગતા કે આથમી જતા વીરપુરુષોની કેટલી કિંમત? સ્ટેજ ઉપર ભારતમાતાના ઝંડા ફરકાવતા અને વિરોધ ઊઠે તો સ્ત્રીનાં કપડાં પહેરીને પાછલા બારણાથી પલાયન થતા મહારાજને અભય સ્વદેશી સ્વાર્થત્યાગના ગાયત્રીમંત્રની દીક્ષા લેવા યા ઉષા સામે બેસવા જેવું છે! ઉષાની માતાને સમાચાર મળ્યા કે જેલમાંથી છૂટવા માટે ઉષાએ માફીપત્ર લખ્યો છે. બીજે દિવસે ટિફિનની એક રોટલીમાં માાતએ ચબરખી મૂકી : માફી માગીને ઘરે આવીશ તો મારા ઘરના દરવાજા બંધ હશે!
અભયમ્ સત્ત્વસંશુદ્ધિ: જ્ઞાનયોગ વ્યસ્થિતિ :- આ છે હિન્દુ! જે હિન્દુ-હિન્દુ કરતા નીકળી પડ્યા છે તેને અને જે સમજ્યા વિના હિન્દુને ગાળો કાઢે છે તે બન્નેને વેંત ઊંચા ઊઠવાની જરૂર છે.
પોરબંદર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 12
![]()


લગભગ રોજેરોજ આપણને આત્મહત્યાના સમાચાર વાંચવા-જોવા મળે છે. જો ભોગ બનનાર કોઈ નજીકની વ્યક્તિ ન હોય તો આવા સમાચારોની ખાસ કશી અસર ન થતી હોય એમ પણ બનવાજોગ છે. આત્મહત્યાના બનાવોમાં મોખરાના વીસ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. વિશ્વ આખામાં વરસે દહાડે દસથી વીસ લાખ આત્મહત્યાના પ્રયાસોમાં આઠથી દસ લાખ લોકોનાં મોત થાય છે.
રણમેદાન અસ્તવ્યસ્ત છે અને ખેલાડીઓ જુદ્ધ ખેલવાના ધખારાં બતાવી રહ્યાં હોય એવી નરક સમી ઉત્તર પ્રદેશમાં હાલત છે. યુ.પી. સરકારના મંત્રી દારાસિંહે રાષ્ટ્રપતિને જે પત્ર લખ્યો એમાંથી ભા.જ.પ.નો આંતરવિરોધ વિસ્ફોટની માફક ફૂટી નીકળ્યો છે. ચૂંટાયેલા ધારાસભ્યો, મંત્રીઓ એકાએક અન્ય પક્ષો તરફ કેવળ લાલચથી જ વળે એ માની શકાતું નથી. ભા.જ.પ. ધનવાન, વગદાર, કેન્દ્રીય સત્તાવાળી પાર્ટી હોય ત્યારે વિચારવું જોઈએ. હકીકતે યોગીશાસન દુઃશાસન જ રહ્યું છે, જેનો પણ આ પડઘો છે.