એટલે આ.
નહીં નહાવું નહીં નિચોવવું,
નહીં વેરો નહીં વેઠ.
વીજચોરી વિઠ્ઠલ કરે
ભરશે વામનશેઠ. – ૧
વેરો માફ કરી દીધો, મુસાભાઈ ઉદાર,
વા, પાણી છે મુજ તણાં, કન્યાકેડે ભાર. – ૨
૨૧-૧૨-૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 09
એટલે આ.
નહીં નહાવું નહીં નિચોવવું,
નહીં વેરો નહીં વેઠ.
વીજચોરી વિઠ્ઠલ કરે
ભરશે વામનશેઠ. – ૧
વેરો માફ કરી દીધો, મુસાભાઈ ઉદાર,
વા, પાણી છે મુજ તણાં, કન્યાકેડે ભાર. – ૨
૨૧-૧૨-૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 09
હવે તો અહીં નાદ ઘેરો ઊઠવો જોઈએ,
પછી મુક્તિપથ સ્વપ્ન જેવો ખૂલવો જોઈએ.
ન મંદિર, ન મસ્જિદ, કશું કામ લાગે પછી;
પ્રતિક્ષા નકામી, ઇરાદો કૂંકવો જોઈએ.
રહો દૂર તો વાત ફોગટ, વારતા પાંગળી;
ભળાતો તમાશો કકડતો તૂટવો જોઈએ.
હવે હાથ જોડી ન યાચો, છે બધું આપણું;
હટાવી પહેરો, તરત હક ઝૂંટવો જોઈએ.
ન તોફાનો માનો, અસંતોષી નથી એમ તો,
હવે ક્રાંતિનો સ્વર સદાયે ઘૂંટવો જોઈએ.
કહે દોસ્ત, આ દેશમાં ક્યાં છે હવે માનવી,
બધે આગ છે, ઊઠ, પવનને કૂંકવો જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 09
પગ પછાડીને હું બોલેલો :
‘અડીશ, અડીશ ને અડીશ’,
ત્યારે છણકો કરીને ફઇબા બોલેલાં;
‘વાંદરપૂંછું, સમજતું જ નથી.’
અને સાવરણો આડો રાખીને,
પાછાપગલે ખસતી જતી મણિવહુ
ત્યારે કરગરતી’તી મને;
‘ના અડો, મને ના અડો,’
તો ય રેશમી ધોતલી પહેરેલો હું
એને અડીને દોડી ગયો’તો,
મહોલ્લાના શિવલિંગને જળનો લોટો ચડાવવા.
સાંજે તો વાતનો વિષય હતો મારી સ્વચ્છંદતાનો
ડિસેમ્બરની એ સાંજે તો ખભે દફતર ભરાવીને
હું ઘેર આવ્યો, ત્યારે પ્રવેશના પ્રતિબંધ વચ્ચે
ગોળાનું ઠંડું પાણી રેડીને, મને શુદ્ધ કરાયો’તો.
આજે સાઠ વર્ષપૂર્વેનો એ માહોલ
દસ્તક દઈને મને ઢંઢોળી રહ્યો છે
અને હું મને પૂછું છું;
‘હું શુદ્ધ રહ્યો છું ખરો?’
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 15