પાણીપોચાં સ્વપ્ન સ્વયં તરસ કેરાં તીરથી ઘાયલ,
ખોદી છે જીવતાં દિલની કબર શ્વાસોશ્વાસ ઘાયલ
શ્વાસ વણી બેઠો છું લોહીનાં આંસુ સાંર્યા આંખે,
વિરહની ઉષા પ્રેમની સંધ્યા દિલની ધરતી ઘાયલ.
વિરહનાં ફૂલો કંટક બની ખટકી રહ્યાં છે આંખોમાં,
કેફ દિલમાં દેહની વ્યાધિ હાથના ટેરવે અશ્રુ ઘાયલ.
હૈયું હોઠે શબ્દો મૌન બની આંખે છલકી રહ્યું છે,
છે ભીનાં સ્મરણો અને નિંદ્રાવિહોણી રાતો ઘાયલ.
પૂછોમાં મારી દશા હજી ય નયનમાંથી અશ્રુ વરસે,
હું સ્વપ્ન હોવા છતાં અશ્રુ કેરા કફનમાં છું ઘાયલ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com