હું જે લખું છું એ જાતની અને જિંદગીની શોધનું પરિણામ છે. લેખને મને ખૂબ આપ્યું છે. અંગત રીતે સમૃદ્ધ કરી છે, મારી ક્ષિતિજો વિસ્તારી છે, ઉત્તમ મિત્રો આપ્યા છે. આઈ એમ સો ગ્રેટફૂલ.
ઉત્તમ મિત્રોની જેમ ઉત્તમ કલાકૃતિઓ પણ આ રસ્તામાં આવી છે. ‘રોડ ટુ સંગમ’ને એમાંની એક કહી શકું. ‘રોડટુ સંગમ’નો શાબ્દિક અર્થ સંગમ તરફ જતો રસ્તો. સંગમ એટલે confluence. મેળાપ. મઝા એ છે કે મેળાપનેપણ સંગમ કહેવાય અને મેળાપના સ્થળને પણ સંગમ કહેવાય. અને સંગમ એટલે માત્ર મળવાનું નહીં, સંગમએટલે એકબીજામાં મળી એક થઈ જવું. પ્રાચીન કાળમાં સભાઓ કે અકાદમીઓ એકત્ર થતાં તેને સંગમ કહેતા. દક્ષિણ ભારતમાં વિશાળ સંગમ સાહિત્ય છે. જુઓ, ‘રોડ ટૂ સંગમ’ નામમાં જ કેટલી બધી શક્યતાઓ છે.
‘રોડ ટુ સંગમ’ ફિલ્મમાં ઇતિહાસ પણ છે અને કલ્પના પણ. ઐતિહાસિક સત્યને સંભાવનાના સત્ય સાથે જોડીનેકેવું સુંદર પરિણામ લાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આ ફિલ્મે પૂરું પાડ્યું છે.
1997માં એક ઘટના બની હતી. ઓરિસ્સા સ્ટેટ બેન્કના લોકરમાંથી ગાંધીજીનાં અસ્થિ મળી આવ્યા. કોઈએરાખ્યા હશે, પછી ભુલાઈ ગયા હશે. 1948માં ગાંધીજીના અગ્નિસંસ્કાર પછી એમનાં અસ્થિ ભારતની વીસનદીઓમાં વિસર્જન માટે મોકલાયા હતા. એક વિસર્જન અલાહાબાદના ત્રિવેણી સંગમમાં થયું હતું. કેટલાક લોકોપણ અસ્થિ લઇ ગયા હતા. એવાં અસ્થિ મળે ત્યારે ગાંધીજનો એનું વિધિપૂર્વક વિસર્જન કરે છે.
હવે ઓરિસ્સા સ્ટેટ બેંકમાંથી અસ્થિ મળ્યા એટલે એ તુષાર ગાંધીએ માગ્યા કે એનું વિસર્જન થાય. બેન્કે નઆપ્યા એટલે એણે કોર્ટમાં જઈને એ મેળવ્યાં અને અલાહાબાદમાં એનું વિધિપૂર્વક વિસર્જન કર્યું. એમની ઇચ્છાએવી હતી કે જે રીતે 1948માં વિસર્જન થયું હતું એ જ રીતે અત્યારે પણ કરવામાં આવે. એ વખતે જે ગાડીમાંકળશ મુકાયો હતો એ ફોર્ડ ગાડી અલાહાબાદના મ્યુઝિયમમાં હતી, પણ એનું એન્જિન બગડી ગયું હતું. હશ્મતુલ્લા નામના એક મિકેનિકે એ રીપેર કર્યું હતું. એમાં જ અસ્થિનો કળશ મૂકી યાત્રા સંગમ સુધી ગઈ હતીઅને તુષાર ગાંધીએ અસ્થિ પધરાવ્યાં હતાં.
ઇતિહાસની આ ઘટનામાં થોડી સંભાવનાઓ ઉમેરી ‘રોડ ટુ સંગમ’ ફિલ્મ બનાવવામાં આવી છે.
2 કલાક અને 17 મિનિટની આ ફિલ્મ ગાંધીજીના વિધાનથી શરૂ થાય છે : હું એકલો પડીશ કે મરી જઈશ તો પણજ્યાં સુધી મારો વિશ્વાસ જીવતો છે, મારો અવાજ લોકો સુધી પહોંચતો રહેશે.
પછીના દૃશ્યમાં ઓરિસ્સા સ્ટેટ બેન્કના લોકરમાંથી એક પેટી કોઈને સોંપાય છે. લેનારના માત્ર હાથ દેખાય છે. એ પેટીમાં ગાંધીજીના અસ્થિ છે. પેટી હાથમાં લઇ એ હાથ જતનથી એના પરની ધૂળ સાફ કરે છે. બેંકવાળાચોખવટ કરે છે, ઘણાં વરસ થઈ ગયાં, લૉકર ખોલવા કોઈ આવ્યું નહીં એટલે – વગેરે. અહીં સંકેત છે – આવાસંકેતો ફિલ્મમાં ઘણા છે – ક્યાંક મૂકીને જેને ભૂલી ગયા છીએ એ અસ્થિ, ગાંધીજીના છે કે મૃત:પ્રાય થતાં જતાંગાંધીમૂલ્યોનાં? ધૂળ ગાંધી પર ચડી ગઈ છે? ગાંધીજીના વિચારો અને મૂલ્યો પર ચડી ગઈ છે? આપણા પર ચડીગઈ છે? આપણે એને સાફ કરવાની છે? આપણે એને સાફ કરવી છે? આ બધા પ્રશ્નાર્થો, પૂર્ણવિરામ પણ મૂકીશકાય એવા છે.
ત્યાર પછી ઘટનાઓ સમાંતરે બનતી બતાવાય છે. ઘરપરિવારવાળો મધ્યવયનો સુખી હશ્મત (પરેશ રાવલ) મસ્જિદ કમિટીનો સેક્રેટરી છે, પણ હોદ્દાઓમાં એને બહુ રસ નથી. કોમની સેવા કરવી ગમે છે. મિકેનિક તરીકેએનું નામ છે, સારું મિત્રવર્તુળ છે. હેલ્થ-કોન્શ્યસ છે. મિત્રો પાકિસ્તાન ક્રિકેટ ટીમના વખાણ કરે ત્યારે સૂર પુરાવેછે, પણ ‘હમારે સચિન જૈસા કોઈ નહીં’ કહે છે. પાછો સંકેત. ભારતમાં વસતા મુસ્લિમોમાં કેટલાક એવા છે જેપહેલા મુસલમાન છે, પછી ભારતીય. કેટલાક એવા છે જે પહેલા ભારતીય છે, પછી મુસલમાન. હિન્દુ કે બીજાબધાનું પણ આમ હોઈ જ શકે. ઉર્સમાં કાર્યક્રમ થવાનો છે એનું નિમંત્રણ લખેલા પોસ્ટકાર્ડની થપ્પી પર સરનામાંકરતાં શેર બોલે છે, એ પણ સૂચક છે.
‘હર તરફ શોર હૈ, ક્યા બાત હૈ પતા તો કરો,
કૈસે અબ તક ઇનમેં ભી આગ હૈ પતા તો કરો,
વો એક શખ્સ જો મંઝિલ કા પતા બાંટ રહા થા
કહાં ગયા પતા નહીં પતા તો કરો’
આમ હશ્મતનું પાત્ર ઉઘડતું આવે છે. એક સરકારી અધિકારીનો ફોન આવે છે, ‘એક જૂનું મશીન રીપેર કરવાનુંછે.’ ‘મોકલી આપો.’ વચ્ચે વચ્ચે અસ્થિની પેટી ગોદમાં લઈને બેઠેલી વ્યક્તિ ટ્રેનની મુસાફરી કરતી દેખાય છે. ચહેરો દેખાતો નથી. ટ્રેન કાવેરી ઓળંગે છે, યમુનાનો પુલ પસાર કરે છે. મુસાફરી હજી ચાલે છે.
એન્જિન આવે છે. હશ્મત કહે છે, ‘ફોર્ડ v 8નું લાગે છે, 60-70 વર્ષ જૂનું.’ કામ શરૂ થાય છે, પેલા અધિકારીનાફોન પર ફોન આવતા રહે છે. દરમ્યાન વારાણસી, લખનૌ, ફૈઝાબાદમાં બૉંબધડાકા થાય છે Students’ Islamic Movement of India – સીમી – ના થોડા નેતાઓ અને એમને મદદ કરનાર યુવાનો ગિરફતાર થાયછે. મૌલાના કહે છે, ‘સરકારે ફરી મુસ્લિમોને નિશાન બનાવ્યા’. મુસ્લિમો અદાલતમાં દેખાવો કરે છે. એમાં મસ્જિદકમિટીના ચેરમેન નવાબ કસૂરી(ઓમ પુરી)નો ભાણેજ મૃત્યુ પામે છે. હશ્મતને પણ માર પડે છે, પણ એ દુકાને જઈએંજિનની મરામત ચાલુ રાખે છે. ગિરફ્તારીનો દોર ચાલુ છે. સભા ભરીને મૌલાના કહે છે, ‘બેબુનિયાદ શકનેલીધે 83 મુસ્લિમોને ગિરફતાર કર્યા. કઈં પણ થાય સરકાર મુસ્લિમો પર તૂટી પડે છે. આપણે આ દેશને પસંદકર્યો પણ દેશે આપણને કદી પસંદ ન કર્યા. કાયમ અન્યાય કર્યો. પછી આતંકવાદ ફેલાય જ ને? હું આપણા બધાવતી આનો વિરોધ કરું છું ને હડતાળ જાહેર કરું છું. શેતાની સરકાર જવાબ નહીં આપે ત્યાં સુધી કામ બંધ.’
હશ્મત કહે છે, ‘મેં એક જરૂરી સરકારી કામ હાથ પર લીધું છે. એ પૂરું કરવા દો.’ પરમીશન નથી મળતી, હશ્મતમ્યુઝિયમ અધિકારીને ‘મશીન નહીં થાય’ એ કહેવા જાય છે. અધિકારી બહાર ગયા છે, રાહ જોતો એમ્યુઝિયમની નવી ગેલેરી જુએ છે. ભાગલાની તસવીરો, દુ:ખી ગાંધી, નોઆખલી. એને એ પણ ખબર પડે છે કેઆ મશીન અસ્થિવિસર્જન માટે 1948માં વપરાયેલી લોરીનું છે. એ લોરી પણ મ્યુઝિયમમાં છે અને શણગારાઈરહી છે. હશ્મતને થાય છે કામ કરવું તો જોઈએ. એ ફરી વિનંતી કરે છે, ‘દુકાન બંધ કરી અંદર કામ કરીશ. રજાઆપો.’ બધા એને તોડી પાડે છે. એ ત્યારે તો ગમ ખાઈ જાય છે પણ તબિયત બગડે છે, ડૉક્ટર મિત્રને કહે છે, ‘જરા મોં ખોલ્યું કે ભાઈ, મિત્રો બધા મારી વિરુદ્ધ થઈ ગયા. એ લોકો કહે એમ કર્યું ત્યાં સુધી હું સાચો મુસલમાનહતો. જરા મારી વાત મૂકી તો જૂઠો, દગાખોર, ધર્મવિરુદ્ધ થઈ ગયો? આ કેવો રોગ છે, દરેક વાતને મજહબ સાથેજોડી દેવાની?’ (માનસિકતા) ડૉક્ટર કહે છે, ‘શાંતિ રાખ. સૂતેલાને જગાડી શકાય. જાગતાને કેવી રીતે જગાડીશકાય?’
ઘરમાં પત્ની કહે છે, ‘આડા શું કામ ચાલો છો? એક સરકારી કામ ન કર્યું તો શું આભ તૂટી પડે?’
‘તું પણ … નમાજ ઈબાદત, દાન બધું તો કરું છું. મારો ઇસ્લામ મને કહે છે કે જે દેશમાં રહો છો એને વફાદાર રહો. એ લોકો નથી સમજતા કે હું આ કરું છું કારણ કે હું આ દેશનો છું, ગાંધીનો છું.’ (યોગ્ય લાગે એ કરવાની હિંમત)
અને એ દુકાન ખોલે છે. મિત્રો રોકે છે, ‘અપનોં સે ગદ્દારી?’
‘મારી અંદરથી અવાજ આવે છે કે મારે આ કામ કરવું.’ (આંતરાત્માનો અવાજ, નીતિમત્તા)
‘એવું તે કયું મોટું કામ કરે છે તું?’
‘કામ બડા નહીં. બડી આત્મા કા કામ કર રહે હૈં.’
મિત્ર હાથમાંથી ચાવી લઇ લે છે. હશ્મત દુકાનના પગથિયે બેસી જાય છે. ‘ચાબી મૈંને દી નહીં, તુમને લે લી હી. અબ તુમ હી આકર મુઝે ચાબી દોગે. તભી મેં દુકાન ખોલૂંગા. તબતક મૈં યહાંસે ઊઠૂંગા નહીં.’ (સત્યાગ્રહ) ‘પણઆ ગાડી ગાંધી માટે નહીં, ઝીણા માટે હોત તો પણ તમે આમ જ વર્ત્યા હોત? એટલું કહેતા જાઓ.’
અને એ ભૂખ્યો-તરસ્યો દુકાનના પગથિયે બેસી રહે છે. બે દિવસ થાય છે. પેલો મિત્ર પણ ખાઈ શકતો નથી. અંતે આવીને ચાવી આપે છે.
અને ઇન્ટરવલ પડે છે.
કોમ તરફથી પ્રેશર વધે છે – ધમકી, દાદાગીરી, હુમલો.
એ ડૉક્ટર પાસે જઈને કહે છે, ‘પડી ગયો.’ (મીર આલમ)
પણ ડૉક્ટર સમજી ગયો છે. ચેતવે છે, જિદ છોડ.
હશ્મત : ‘શું કરી લેશે? બહુ તો મારી નાખશે ને? પણ હું હવે અટકવાનો નથી. અંદરથી અવાજ આવે છે, સામનોકર. ડર ચાલ્યો ગયો છે.’ (અભય)
મિત્રો આવીને કહે છે, ‘પેલાઓને સરખા કરો.’
‘તેમણે જે કર્યું છે, આજે તમે પણ એ જ કરશો? અને મને તો એથી ફાયદો થયો છે. તમે બધા મારી તરફ છો એનીખબર પડી. પણ એક વાત કહો – મેરે હુનર કે ઝરિયે મુલ્ક કી ખિદમત કરને કા મૌકા મિલા, તો નહીં કર સકતા – અને તમે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડો એ ચાલે!’
દરમ્યાન પકડાયા હતા એ જેલમાંથી છૂટ્યા. બધા એમને લેવા ગયા હશ્મતને ન કહ્યું. (બહિષ્કાર)
હવે હશ્મત માટે કમિટી બેસે છે. ‘માફીનામું આપે, દંડ ભરે અને મંત્રીપદેથી રાજીનામું આપે.’
એ ના પાડે છે. ગુનો જ નથી કર્યો તો દંડ અને માફીનામું શા માટે?’
અને એ એકલો પડી જાય છે. મિત્રો પણ વિરુદ્ધ થઈ જાય છે. (પોતાનું સત્ય લઇ દુનિયા સામે એકલા ઊભારહેવાની તાકાત.)
એન્જિન રીપેર થઈ જાય છે. આ બાજુ અસ્થિ ક્યારના અલાહાબાદ પહોંચી ગયા છે. કળશને ફૂલો વચ્ચે રાખ્યોછે. રોજ લોકો આવે છે, દર્શન કરે છે. જુદા જુદા ધર્મના લોકો પ્રાર્થના કરે છે.
હશ્મત અધિકારીઓને મળે છે, ‘એક વિનંતી છે. યાત્રા અમારા મહોલ્લામાંથી પસાર થાય. મારે સાબિત કરવું છેકે અમે મુસ્લિમો પણ દેશપ્રેમી છીએ. સરકારનો વિરોધ કરવા દુકાનો બંધ કરીએ છીએ તો આ અંતિમયાત્રામાંસામેલ થવા માટે પણ કરીશું.’ ‘પણ તમારી વાત મુસ્લિમો સાંભળશે?’ ‘પ્રેમથી બધું જ થશે.’ (અહિંસા. સક્રિયઅહિંસા એટલે જ પ્રેમ.) (પોતાનું સત્ય લઇ દુનિયા સામે એકલા ઊભા રહેવાની હિંમત)
અને હશ્મત કામે લાગે છે. ગાંધીયાત્રામાં સામેલ થવાની અપીલ કરતાં હસ્તલિખિત પોસ્ટકાર્ડ ઘરઘરમાં મોકલેછે (ગાંધીજીનું પત્રકારત્વ) અને પોતે મસ્જિદ કમિટીના ચેરમેન નવાબ કસૂરી પાસે જાય છે.(વાતચીત દ્વારાસંઘર્ષનિવારણ) હશ્મત વાત મૂકે છે. નવાબ કહે છે, ‘કઈં પણ થાય, સરકાર આપણને જ જવાબદાર ગણે છે.’ હશ્મત: ‘તેને માટે સરકાર જેટલા જ જવાબદાર આપણે પણ છીએ.’
બંને વચ્ચે ઘણી ચર્ચા થાય છે. નવાબના ઘરમાં ઝીણાનો ફોટો લટકે છે. હશ્મત કહે છે, ‘તમારી પાસે એટલા માટેઆવ્યો છું કે તમે કરશો એમ બધા કરશે. તમારી જવાબદારી એથી વધી જાય છે. ગાંધીજીએ આપણને આઝાદીઅપાવી છે, આપણે એક રહીએ એ માટે ગોળી ખાધી. આઝાદી અપાવનારને માન નથી આપવું તો આપણે અહીંરહીએ છીએ શા માટે? આ દેશ વહેંચાયો એથી કોને લાભ થયો? ન વહેંચાયો હોત તો એકબીજા સામે વપરાતીશક્તિ, ધન બધું વિકાસમાં વપરાત. આપણે દુનિયામાં સૌથી આગળ હોત. મને તો લાગે છે કે ભાગલા દેશનાનહીં, મુસલમાનોના થયા છે. 80 ટકા મુસલમાનોને વિશ્વાસમાં લીધા વિના, 20 ટકા મુસ્લિમોને સાથે લઈને ઝીણાસાહેબે અલગ દેશ માગ્યો હતો. આપણે 80 ટકા પણ એમની રાજરમતના શિકાર બન્યા છીએ. હજી દેશનેપોતાનો માનતા અચકાઈએ છીએ. ‘ઇસ્લામ ખતરે મેં હૈ’ સાંભળતાં જ મરવા-મારવા તૈયાર થઈ જઈએ છીએ. ભૂલી જઈએ છીએ કે પાકિસ્તાન કરતાં ભારતમાં સુખી છીએ. પાકિસ્તાને આતંકવાદને પોષીને શું મેળવ્યું? હવેએ અહીં આતંકવાદ ફેલાવવા માગે છે. આપણે સમજવાની શરૂઆત કરીએ. આપણું આંગણું સાચવીએ.’
નવાબના મનનો સંદેહ, અવિશ્વાસ, ધિક્કાર પીગળવા લાગે છે. હશ્મત કહે છે, ‘અલ્લાહ બાર બાર પયગંબરનહીં ભેજતા. યહ ઇત્તેફાક નહીં હૈ. આજે ગાંધીના અસ્થિ આપણી વચ્ચે, આપણને મેળવવા આવ્યા છે. આપણેએમને માન નહીં આપીએ?’ નવાબ વિચારમાં પડે છે, એમની અંદર કશોક ખળભળાટ થાય છે. હશમત જાય છેત્યારે એ જૈફ માણસ પોતાના અંતરમાં ઊંડો ઊતરી ગયેલો છે. ભાવોની આ આવ-જાને ઓમ પુરી ખૂબ સરસરીતે બતાવી શક્યા છે.
દુબઈથી એક ભરતનારાયણજીએ મોકલેલા ગાંધીજીના અસ્થિનું મુંબઈ ચોપાટી ખાતે સન્માનપૂર્વક વિસર્જનકરવામાં આવ્યું હતું. બધા ધર્મના પ્રતિનિધિઓ એકસાથે ચાલતા હતા. આગળ શણગારેલા વાહનમાંઅસ્થિ-કળશ. મારા સહિત ગાંધીકુટુંબના થોડા સભ્યો ત્યારે હાજર હતા. ગાંધીજીના હવે છઠ્ઠી-સાતમી પેઢીએપહોંચેલા કુટુંબના દોઢસો જેટલા સભ્યો દુનિયાના જુદા જુદા ખંડોમાં વસે છે. કેટલાકે તો એકબીજાને જોયા પણનથી. એવું પ્રતીત થતું હતું જાણે હું આખા ગાંધીપરિવાર સાથે મનોમન જોડાઈ રહી છું.
પણ તરત જ ખ્યાલ આવ્યો, ગાંધીજી એવી વ્યક્તિ હતા જે માત્ર લોહીના સંબંધો પૂરતી મર્યાદિત ન રહે. ગાંધીજીએવો વિચાર હતા જે માત્ર એક દેશની સીમાઓમાં પણ બંધાઈને ન રહે. તો ગાંધીજીના પરિવારની સીમા ક્યાંસમજવી? આનો અર્થ તો એ કે ગાંધીપરિવાર સાથે જોડાવું એટલે સમગ્ર વિશ્વ સાથે જોડાવું. ગાંધીપરિવાર સાથેજોડાવું એટલે પ્રેમનો વ્યાપ અને વિસ્તાર વધારવો. ગાંધીપરિવાર સાથે જોડાવું એટલે દુનિયાના તમામ લોકોપ્રત્યે, વંચિતો-ગરીબો પ્રત્યે પણ પ્રેમનો અનુભવ થવો. જીવમાત્રમાં એક જ ચેતના પ્રવર્તી રહી છે, જીવમાત્રમાં જશું કામ, જડચેતન સારી ય સૃષ્ટિમાં. જાણે હું મારા શરીરમનની સીમાઓમાંથી વિસ્તરીને બ્રહ્માંડનો અંશ બની ગઈછું … અને મારામાં એક ઝબકારો થયો – કે જેમના અસ્થિમાં આટલાં વર્ષો પછી પણ આવો અનુભવ કરાવવાનીતાકાત હોય તેમની હાજરી કેટલી શક્તિશાળી હશે!
અહીં, ફિલ્મમાં અસ્થિ કેવો અનુભવ કરાવવાના છે?
30 જાન્યુઆરીનું પરોઢ થાય છે. ચર્ચના પ્રાંગણમાં પેલી શણગારેલી ગાડીમાં ફૂલોના ઢગલા વચ્ચે અસ્થિનોકળશ મુકાય છે. તુષાર પ્રણામ કરે છે, ફૂલ ચડાવે છે. ગાડી-ગાંધી સ્મૃતિ વાહન ધીરે ધીરે ચાલવા લાગે છે. તુષારબાજુમાં ચાલે છે. લોકો, વિદ્યાર્થીઓ જોડાતા જાય છે. માર્ગ સાફ કરતા આવે છે, ફૂલોનો અભિષેક કરે છે. અસ્થિકળશને પ્રણામ કરે છે, બેકગ્રાઉન્ડમાં રઘુપતિ રાઘવ ગુંજે છે.
ગુરુદ્વારામાં થઈ ગાડી મુસ્લિમોના મહોલ્લામાં પ્રવેશે છે. હશમત ટેન્શનમાં છે. મધુર ગીત શરૂ થાય છે – અલ્લાહઈશ્વર નામ તેરો, પતિતપાવન નામ તેરો, કુમતિ કો સન્મતિ બના દે, તમસ મન મેં સચ જગા દે, જગ કા પાલન કામતેરો … એક ખૂણેથી નવાબ કસૂરી એમના સાથીઓ સાથે આવે છે, દુકાનો બંધ થતી આવે છે. શેરી વળાતીઆવે છે. હશ્મતના મોં પર રાહત છે, સંતોષ છે. એનો હિન્દુ મિત્ર કહે છે, ‘તુમ સહી થે. પ્યાર સે સબકુછ હોસકતા હૈ.’ હશ્મતને ભેટીને નવાબ અને એમની પાછળ મુસ્લિમ સમુદાય આગળ આવે છે. સ્મૃતિ વાહનનું સ્વાગતકરે છે, ઈબાદત કરે છે, ફૂલો ચડાવે છે, પ્રણામ કરે છે અને યાત્રામાં જોડાઈ જાય છે.
વિશાળ સંગમ-જળ તરફ શાંત વિરાટ યાત્રા ધીમી ગતિએ આગળ વધતી જાય છે. ગીતના શબ્દો પણ આગળવધે છે : એક તુજસે આસ અબ તો, હો રહા વિશ્વાસ અબ તો, ભૂલ સબકી માફ કર દે, બૈર દિલ સે સાફ કર દે, તેરી રચના, તૂ રચયિતા, હમ તેરે સંસાર તેરો …
યાત્રા સંગમ પાસે પહોંચે છે, બધી કોમના લોકો એક થઈને ઘોષણા કરે છે, ‘જબ તક સૂરજ-ચાંદ રહેગા, ગાંધીજીકા નામ રહેગા.’ આજે બધા રાષ્ટ્રનાં, રાષ્ટ્રપિતાનાં સંતાનો છે. તુષાર કળશ હાથમાં લઇ હોડીમાં પ્રવેશે છે, હોડીપ્રવાહમાં આગળ જાય છે. તેઓ દૂધ, ફૂલ અને અસ્થિ જળમાં પધરાવે છે. પૂર્વના આકાશમાં હમણાં જ ઊગેલોસૂર્ય પ્રકાશે છે. (મનના આકાશમાં સમજનો સૂર્ય.) ગીતનો છેલ્લો અંતરો હવે આવે છે : હોઠોં પે સબકે હંસી દે, જલતી આંખોં મે નમીં દે, ફૂલ સે ખુશ્બૂ ન બિછડે, દેખ યે ગુલશન ન ઉજડે, તૂ હૈ માલી બાગ તુજસે, ફૂલ તેરે હારતેરો …
દેશ માટે આનાથી કલ્યાણકારી પ્રાર્થના બીજી કઈ હોઈ શકે?
આ છે આપણો દેશ. પ્રેમપૂર્ણ, સદ્ભાવભર્યો. પણ એની ઉપર જાતજાતનાં આવરણો આવી ગયાં છે. ગાંધીએ એઆવરણો હટાવી હિન્દુ-મુસ્લિમને એક કરવા મથામણ કરી હતી. લોકો એક થતા ય ખરા, પણ થોડી આપસીનફરત અને થોડી અંગ્રેજોની ચાલબાજી એમને ફરી ફરી જુદા પાડતી રહી.
ટી.વી.નો પ્રવક્તા બોલે છે, ‘બાપુ આઉટડેટેડ નથી. જ્યાં સુધી દુનિયાના એક ખૂણે પણ માનવતા જીવિત રહેશેત્યાં સુધી બાપુના વિચાર પ્રસ્તુત રહેશે. બાપુની રોશની દુનિયાના દરેક અંધારા ખૂણે પહોંચી એને અજવાળી શકેછે. એક એકલા માણસના એક વિચારે આજે કેટલી કોમોના માણસોને સંગમ પર એકઠા કર્યા. તો સવાલ એઊઠે છે કે આપણને તોડનારી શક્તિઓ કઈ છે? આનો જવાબ આપણે આપણામાંથી જ શોધવો પડશે. શું ઘરકરીને બેઠું છે આપણામાં – પ્રાંતવાદ, ભાષાવાદ, આતંકવાદ, ગંદુ રાજકારણ?’ ને છેલ્લે ફરી પાછું એ વાક્ય, હુંકબરમાં પણ શાંત રહેવાનો નથી.
ફિલ્મને ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ ઍવોર્ડ મળ્યા. વિવેચકોએ ખૂબ વખાણી, પણ બૉક્સ ઑફિસપર ન ચાલી. ગીત પણ ક્યાં ય મળતું નથી. જિયો સાવન પર મૂકાયેલું છે, પણ દરેક વખતે ખૂલતું નથી. અમિતરાય તેના (Omg 2ના પણ) લેખક-દિગ્દર્શક છે. તેમની આગ્રહભરી વિનંતીથી તુષાર ગાંધી બેત્રણ દૃશ્યોમાંદેખાયા હતા. સંગીતકાર નીતિનકુમાર ગુપ્તા, પ્રેમ હરિયા, સંદેશ શાંડિલ્ય. ગીતકાર સુધીર નેમા. ગાયિકા કવિતાકૃષ્ણમૂર્તિ અને કોરસ.
ગાંધીવિચાર વિના વિશ્વને ચાલવાનું નથી. એમના નામ સાથે કે નામ વિના આ વિચારોની જરૂર માનવજાતનેપડવાની જ છે. ગાંધીજી પ્રસ્તુત છે કે નહીં એ પ્રશ્ન – આપણા દેશ સિવાય કોઈ જગ્યાએ ઊઠતો સાંભળ્યો નથીપણ આપણે ત્યાં આ પ્રશ્નને મુદ્દો બનાવી ચર્ચાઓ થાય છે, પુસ્તકો લખાય છે, ચુકાદાઓ અપાય છે. પણ મનેતો એમને એક પ્રતિપ્રશ્ન પૂછવાનું મન થાય છે – કે ભાઈ, આપણે કેટલા પ્રસ્તુત છીએ?
બસ આ પ્રશ્ન સાથે અટકું. આપ સૌએ મને સરસ રીતે સાંભળી એ માટે આભાર.
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 03 ઑક્ટોબર 2026 વેળા, ‘રોડ ટુ સંગમ’ ફિલ્મ બાબત યોજાયેલી બેઠકમાં કરેલી રજૂઆત
e.mail : sonalparikhluri@gmail.com
![]()

