Opinion Magazine
Number of visits: 9816257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન ગરિમાપ્રદ કે ન સર્જક્તાપોષક

સિતાંશુ યશશ્ચંદ્ર|Opinion - Opinion|3 August 2015

મિત્રો,

સભામાં જાતે હાજર રહી શકતો નથી, એ માટે ક્ષમા ચાહી, જે  વ્યક્તિનિરપેક્ષ અને મર્યાદિત વિરોધથી પર એવી વ્યાપક અને વિધેયાત્મક ખેવના આપણને સહુને આજે સાંકળે છે, એ વિશે બે-એક વાત આ પત્રથી કરું.

સાહિત્યના સરકારી તેમ જ બિન-સરકારી સત્તાઓ સાથેના સંબંધ વિશેની એક સમજણ આજે આપણને સહુને સાંકળે છે. આ સમજણ શી છે? પ્રજાની સાહિત્ય અંગેની બધી સંસ્થાઓનું સંચાલન એ પ્રજાના લેખકો અને વાચકો, કલાકારો અને ભાવકો ભેગા મળીને, અંગત કે જૂથગત  સત્તાલાલસાથી ઉપર ઊઠીને, આપસૂઝથી અને આપસમાં સંવાદ-વિવાદ વડે કરે, એ રીત સાહિત્યગત તેમ જ પ્રજાગત સર્જકતા માટે જરૂરી છે, એવી કંઈક એ સમજણ છે. એ સંચાલન સંસ્થાગત સત્તાજૂથ વડે કે રાજ્યસત્તા વડે, સીધી કે આડકતરી રીતે થાય, એમાં સાહિત્યનું જ નહીં, આખા સમાજનું અહિત છે. સાહિત્યની સંસ્થાઓ માટે ફંડ જોઈએ. એ ફંડ આપનારું કોઈ પણ, સંસ્થા-સંચાલનનો દોર પોતાના હાથમાં રાખે, પોતાની પસંદગીના સંચાલકોને નીમે, તો એ સંસ્થા પ્રજાની કૌવતભરી સર્જકતાનું જતન કરનારી જગ્યા ન બની શકે કે રહી શકે. સાહિત્યની જાતે કશુંક શોધતી સર્જનાત્મક પ્રવૃત્તિ તો પ્રજાએ પોતાની આંતરસૂઝ કેળવવા માટે ખોલેલી કોઢ કે વર્કશોપ છે, એમાં એને પોતાની મેળે કામ કરવા દેવાય, એ રાષ્ટ્ર, રાજ્ય, સમાજ ત્રણે માટે સારું, બલકે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાના અધ્યક્ષપદે સરકાર કોઈની નિમણૂક કરે, એ વાત એ સંસ્થા માટે, સરકાર માટે, અને નિમણૂક પામનાર માટે ગરિમાભંગ કરનારી છે. સાહિત્ય અને સમાજ માટે તો મૂળગામી રીતે વિઘાતક છે, પછી ભલે બેઉ ડાળીઓ ઉપર પ્રજાના પૈસે રંગબેરંગી લાઇટોનાં તોરણ લટકાવાય. વિરોધ આ વિઘાતકતા સામે છે. આ વિરોધ કોઈ એક વ્યક્તિ સામે નથી કે નથી કોઈ અન્ય વ્યક્તિની તરફદારી કરનારો. એ વ્યક્તિનિરપેક્ષ અને વ્યાપક વિરોધ છે, એટલે તો એ આખા ગુજરાતમાં, બલકે ગુજરાતીભાષી સમાજમાં ફેલાતો જાય છે. 

ખેદની વાત તો એ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના ઘણા સત્તાવાળાઓ આ સરકારી હસ્તક્ષેપમાં સીધા સામેલ થયા છે અથવા થોડે આઘેથી એનું સમર્થન કરે છે. આવું કેમ થયું? વિચારતાં જણાય કે સાહિત્યની આવી, સમાજે સ્થાપેલી સંસ્થાના સભ્યો વચ્ચે પણ આજે કૃપા કરનાર અને કૃપાપાત્ર થનાર વચ્ચે હોય એવો આંતરિક સંબંધ ઘર ઘાલી ગયો છે. એવો સંબંધ એ સંસ્થા માટે જ નહીં, સમાજ માટે ય કેવો જોખમી નીવડે. કેમ કે એવો સંબંધ સંસ્થાને તાબેદારીમાં લેતી ઓલિગાર્કી કે ટોળકીશાહીમાં પરિણમે. એવી ઓલીગાર્કી સંસ્થાગત શાસકો કે સંસ્થાગત શાસિતો, બેમાંથી એકે માટે ગરિમાપ્રદ કે સર્જકતાપોષક ન નીવડે.

પ્રજાને માટે તો એ ભારે નુકસાન કરનાર સ્થિતિ બને. ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષની સરકાર દ્વારા સીધી નિમણૂક થાય, અને એને ગુજરાતી સાહિત્ય પરિષદની ઓલીગાર્કી ટેકો આપે, એ આજની હકીકત છે. એ હકીકતનો સમાન વિરોધ સમગ્રપણે થાય, એમાં એ વિરોધની સચ્ચાઈ રહી છે. બન્ને સંસ્થાઓ ગુજરાતની પ્રજાની સ્વાયત્ત સર્જકતાનો મહિમા કરવામાં, એને પોષણ આપવામાં પરસ્પર સ્પર્ધા કરે, એ કરવાજોગું કામ છે, બન્ને સંસ્થાઓ આત્મરતિગ્રસ્ત કૃપાળુઓ અને કીર્તિલોલૂપ, ધનલોલૂપ કૃપાવાંછુઓનો સંયુક્ત અડ્ડો ન બની રહે, એ જોવાનું કામ ગુજરાતની પ્રજા અને એ પ્રજાએ ચૂંટેલી સરકારનું સહિયારું અને તાકીદનું કામ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 03

Loading

3 August 2015 admin
← સ્વતંત્રતા … સ્વાયત્તતા … સ્વરાજ
અકાદમી-પ્રકરણ પર એક નજર →

Search by

Opinion

  • जब कैमरा बोला करता था … 
  • હમ ‘આપ’ કે હૈં કૌન?
  • આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં
  • લોકશાહીનો ‘શાંત કોલાહલ’ : હંગેરીની યાદ અપાવતું ભારતનું ભારે મતદાન
  • ચલ મન મુંબઈ નગરી—338 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved