Opinion Magazine
Number of visits: 9733610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાનગીકરણ અને સરકારીકરણની વાર્તા

ઋતુલ જોષી|Opinion - Opinion|29 July 2020

એક હતા પૂછીપૂછીસાહેબ. બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો આગ્રહ હતો. પોતે કાંઈ ખાસ કરતા નહોતા, પણ બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો કડક આગ્રહ હતો.

એક દિવસ ફરિયાદી કહે કે ‘સાહેબ, સારી સ્કૂલ કે કૉલેજ કે હૉસ્પિટલ – કંઈ આલજો મા – બાપ.’ પૂછીપૂછીસાહેબ કહે કે ‘એ નહીં બને, પણ પેલો 'મિ. ખાનગી' તને બધું આપશે. તું એની પાસે જા.’ એટલે ફરિયાદી ત્યાં ગયો અને બધું ખાનગી-ખાનગી થયું : સ્કૂલ ખાનગી, કૉલેજ ખાનગી, હોસ્પિટલ ખાનગી, નદી ખાનગી, તળાવ ખાનગી, બસ ખાનગી … બધું ખાનગી …

પૂછીપૂછીસાહેબ કહે, ‘બધું ખાનગી ભલે કર્યું, પણ પૂછવાનું તો મને જ. ખાનગી સ્કૂલમાં મને પૂછીને ભણાવવાનું, મને પૂછીને ફી લેવાની, મને પૂછીને નિયમો બનાવવાના. ખાનગી હૉસ્પિટલમાં મને પૂછીને દરદી દાખલ કરવાના, મને પૂછીને ફી લેવાની, મને પૂછીને નિયમો બનાવવાના … મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ. તારા ધંધામાં ય મારો ભાગને તારા ધર્માદામાં ય મારો ભાગ.’

ફરિયાદીને જ્યારે જ્યારે ‘મિ. ખાનગી’ સામે વાંધો પડે ત્યારે તે પૂછીપૂછીસાહેબ પાસે પહોંચી જાય. પૂછીપૂછીસાહેબ તેને સમજાવે કે ‘હું તો તારી સાથે જ છું. ચાલ, પેલા ખાનગીને દબડાવીએ.’ પૂછીપૂછીસાહેબ ખાનગીને જાહેરમાં દબડાવે ને ખાનગીમાં કહે, ‘મારું મારા બાપનું, ને તારામાં મારો ભાગ.’

એક દિવસ ખાનગી બગડ્યો અને એ તો ચાલ્યો રડતો રડતો હાઇકોર્ટ પાસે. હાઇકોર્ટ કહે કે, ચાલો કોઈ વચલો રસ્તો કાઢીએ. હાઇકોર્ટે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ વચલો રસ્તો કાઢ્યો. ખાનગી થોડો ખુશ થયો અને ફરિયાદી પણ થોડો ખુશ થયો. એટલે પૂછીપૂછીસાહેબને મજા જ મજા. ખાનગી રડતો રડતો હાઇકોર્ટમાં જાય, તો સાહેબ ફરિયાદીને કહે કે ‘હું તો તારા પક્ષે જ હતો, પણ આ જો પેલો ખાનગી હાઇકોર્ટમાં ગયો ને એટલે હાઇકોર્ટનું તો માનવું જ પડે ને.’ એટલે ફરિયાદી થોડો ખુશ થાય, પૂછીપૂછીસાહેબનો જયજયકાર કરે.

ફરિયાદી ખાનગીને જાહેરમાં દબડાવે અને ખાનગીમાં … સ્કૂલ ખાનગી, કૉલેજ ખાનગી, હોસ્પિટલ ખાનગી, નદી ખાનગી, તળાવ ખાનગી, બસ ખાનગી, ઘર ખાનગી, બધું ખાનગી …

દુનિયા ફરે તેમ આ વાર્તા ફરે છે, પણ કશું બદલાતું નથી. ખાનગી ખાનગી રહે છે. ફરિયાદી ફરિયાદી રહે છે અને પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને જ બધું થાય છે. ફરિયાદીને એટલી સરસ ટ્રેનિંગ મળી છે કે તે ખાનગીની ફરિયાદ કરતાં કરતાં પૂછીપૂછીસાહેબની ફરિયાદ કરવાનું કે તેમને અરીસો બતાવવાનું ભૂલી જાય છે. ખાનગી પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને બને તેટલી છૂટછાટ લે છે અને પૂછીપૂછીસાહેબનું દબાણ ન સહન થાય  કોઈક દિવસ તે હાઇકોર્ટનો આંટો મારી આવે છે.

બધા ખુશ છે. ફરિયાદીની ફરિયાદ સંભળાય છે. ખાનગી ખાનગીમાં બધું પતાવે છે. હાઇકોર્ટ વચલો રસ્તો કાઢીને ખુશ છે. પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને બધું થાય છે. આ સુખદ અંત ધરાવતી વાર્તા છે.

e.mail : joshirutul@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 13

Loading

29 July 2020 admin
← વૈશ્વિક મહામારીના સમયમાં શિક્ષણ : ડિગ્રી મહત્ત્વની કે જીવન?
હિંદુ રાષ્ટૃવાદે દેશ અને દેશની વિદેશનીતિને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved