આપણા લેબાશ પર ડાઘો હતો,
આટલો લ્યો એમને વાંધો હતો.
આપણે લૂંટાયા એ વિસ્તારમાં,
ઝાડ જંગલ ને વળી કાબો હતો.
પૂમડાં મૂકી દીધાં મેં કાનમાં,
શબ્દનો પણ કાઢવો ફાંકો હતો.
કોણ આવી પૂરશે કોને ખબર,
એ હરાયો ગામનો પાડો હતો.
બાંધતાં ભેગો જ એ તૂટી ગયો,
ખૂબ કાચો રેશમી ધાગો હતો.
તા.9.4.26.
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા. જિ.આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()




છોટા મીરે ગાંધીભાઈએ પાઠવેલા કાગળ કાળજીપૂર્વક સાંચવ્યા હતા. સન 1913 દરમિયાનની વિશાળ કૂચ વેળા ઈસ્માઇલના એક કાકા, એમ.એ. મીર ગાંધીના સાથીદાર હતા. એમ.એ. મીરની જેમ, વળી, છોટા મીર પણ ગાંધીજીના ભારે ચાહક હતા. એક માહિતી અનુસાર, હિન્દુસ્તાન પરત ગયેલા ગાંધીની નેતાગીરીથી, વિવિધ ગતિવિધિથી તેમ જ
સન 1946ના પાસિવ રેસિસ્ટન્સ (Passive Resistence) આંદોલનમાં અગ્રગણ્ય ભાગ લેનારા તો હતા જ, પણ પછી 1952ના ‘ડિફાયન્સ ઑવ્ અનજસ્ટ લૉઝ’ (Defiance of Unjust Laws)માં ય એ અગ્રેસર બની રહ્યા. 1955માં ‘ફ્રિડમ ચાર્ટર’ ઘડવામાં ય ઈસ્માઇલનો અગ્રગામી ફાળો રહ્યો. અને આફ્રિકન નેશનલ કાઁગ્રેસ તેમ જ નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસની કારોબારી સમિતિમાં ય એ કાર્યપ્રવૃત્ત બન્યા.
દક્ષિણ આફ્રિકાની સ્વાતંત્ર્ય લડતમાં ઉમદા ફાળો આપનાર પ્રાધ્યાપક ફાતિમા મીર જોડે 1951માં એમનું લગ્ન થયેલું. એમના પુ્ત્ર રશીદનું એક કાર અકસ્માતમાં અવસાન થયેલું. એમને બે દીકરીઓ ય હતી : શમીમ અને શેહનાઝ. ઈસ્માઈ મીર પાક મુસ્લિમ હતા. પોતાના વિસ્તારની મસ્જિદમાં એ ઘણી વખત ‘જુમા ખુત્બ:’નો ઉપદેશ આપતા અને ‘તફસિર’ ભણાવતા. 1984 વેળા પોતાની જોડે એ હજ માટે ય જઈ આવેલા. ઈસ્માઈલ મીરના કિમ્મતી જીવનની એકમેકથી ચડિયાતી વિગતમાહિતી આપણને ‘ઍ ફોરચ્યુનેટ મેન’ નામક આત્મકથામાં સાંપડે છે. વિધિની વક્રતા તો એવી કે આ આત્મકથાના અંત ભાગને એ પૂરો ન કરી શક્યા, કેમ કે 01 મે 2000ના રોજ એમનું અવસાન થયું. અને એમના વિદુષી પત્ની ફાતિમા મીરે આ આત્મકથા આટોપી અને પ્રકાશિત કરવાની કાર્યવાહી પણ કરી. જ્યારે નેલ્સન મન્ડેલાએ આ પુસ્તકની દીર્ઘ પણ સરસ પ્રસ્તાવના લખી છે. દક્ષિણ આફ્રિકાની સ્વાતંત્ર્ય લડતમાં વિધવિધ ક્ષેત્રે અગ્રગણ્ય ફાળો આપવા સારુ તત્કાલીન રાષ્ટૃપતિ જેકબ ઝૂમાએ ઇસ્માઈલ મીરને મરણોત્તર ‘ઑર્ડર ઑવ્ લુથુલી’ રૌપ્ય ચંદ્રક એનાયત કરેલો.