લોભ પર થોભને ઉતારી વણી લે,
શીખ દેનારની ચતુરી વણી લે.
લોભિયા માણસો જ ચીકાશ કરશે,
આશને મારવા કરારી વણી લે.
વેદનાને અલગ કરી તારવી લે,
ફક્ત અસ્તિત્વની મઠારી વણી લે.
મૂલ્ય અંકાય ત્યાં જ સંવેદના છે,
શ્વાસ રુંધાય તો મક્કારી વણી લે.
આત્મને ગ્લાનિ થાય તે સાદ કરશે,
જૂઠના કાટ પર ઉધારી વણી લે.
ડર નહી રોફ છાંટનારા ઘણા છે!
રોફ-રુઆબને લવારી વણી લે.
લેખ પણ હાંસિયા વગરનો ન ચાલે,
તું કહાની લખી કસ્તૂરી વણી લે.
અમદાવાદ
e.mail : addave68@gmail.com
![]()


ખાણમાં મોટો અકસ્માત થયો, 361 કામદારોનાં મૃત્યુ થયાં. એમાંના 250 કામદારો પિતા હતા, એટલે 1,000 જેટલાં બાળકો એ દિવસે પિતાની છાયા ગુમાવી બેઠાં. એમાંની એક ગ્રેસ કલેટને સ્થાનિક ચર્ચમાં પિતાને અંજલિ આપતું પોસ્ટર મૂકેલું. ત્યાર પછી બે વર્ષે સોનોરા લૂઈ સ્માર્ટ નામની એક દીકરીને થયું, મધર્સ ડે ઉજવાય છે તો ફાધર્સ ડે કેમ નહીં? એના પિતાએ એકલે હાથે છ સંતાનોને ઉછેર્યાં હતાં. વાત તો બરાબર હતી, પણ એને માન્યતા મળતાં અને ફાધર્સ ડે ને નેશનલ હોલિડેનો દરજ્જો મળતાં અડધી સદી વીતી ગઈ. 1978માં સોનોરાનું મૃત્યુ થયું. એની કબર પર ‘ફાઉન્ડર ઓફ ફાધર્સ ડે’ એવાં શબ્દો કોતરાયેલા છે.
હારેલો ડેનિયલ નવી જોબ શોધે છે. પણ મિરાન્ડાને હવે સમજાય છે કે ડેનિયલ હતો ત્યારે બધાં કેટલાં ખુશ હતાં – બાળકો પિતાને ચાહે છે અને એમને તેની જરૂર પણ છે. ખરેખર તો બાળકોને મા-બાપ બંનેની જરૂર છે. બંને વચ્ચેની કડવાશ દૂર થાય છે અને ડેનિયલ શાળાના સમય પછી રોજ બાળકોને મળતો રહે છે.
મળે છે. જયપ્રકાશને અઠવાડિયે એક વાર દીકરીને મળવાની છૂટ અપાય છે. દુર્ગાપ્રસાદ એ વખતે પણ એના ચમચાની હાજરી હોય એવો આગ્રહ રાખે છે. અકળાયેલો જયપ્રકાશ દીકરીને લઈ નાસી જવાની નિષ્ફળ કોશિશ કરે છે ને પછી તેને માટે આયા જોઈએ છે એવી જાહેરાત વાંચી પિયક્કડ મેકપમેન પાસે પ્રૌઢ મરાઠી મહિલાનો મેકઅપ કરાવી લક્ષ્મી ગોડબોલે બનીને આયા તરીકે ગોઠવાઈ જાય છે. ધીરે ધીરે લક્ષ્મીચાચી ઘરનો બધો કારભાર સંભાળવા લાગે છે. દુર્ગાપ્રસાદને એને જોઈને પોતાની સદ્દગત પત્ની યાદ આવે છે તો જયપ્રકાશનો વિધુર મકાનમાલિક પણ લક્ષ્મીના સપના જોવા માંડે છે. એક ડૉક્ટર છે, જે જાનકીને પરણવા માગે છે. છબરડાઓ અને હસાહસનો અંત ત્યારે આવે છે જ્યારે જાનકી લક્ષ્મીચાચીની અસલિયત જાણી જાય છે અને સૌ સારાં વાનાં થાય છે. પિતા બાળક માટે કેટલું કરી શકે અને બાળક થયા પછી કુટુંબ તૂટવું ન જોઈએ એવા પ્રચ્છન્ન સંદેશ સાથે ફિલ્મ પૂરી થાય છે.