જીવન–સ્વીકૃતિ, જીવન–સ્વીકૃતિ વિશે પ્રશ્ન, સમ્પૂર્તિ
 સૌ પહેલું તો એ કે ઉમાશંકર જીવન-સ્વીકૃતિના કવિ છે. નિષેધ એમના વ્યક્તિત્વમાં જવલ્લે જ જોવા મળે. કલા-સ્વીકૃતિ એમનામાં જીવન-સ્વીકૃતિના એક સંવિભાગ રૂપે મ્હૉરે છે. જીવનનો અર્થ ઉમાશંકરમાં આજ દિન લગીનું મનુષ્ય-જાતિનું જીવન થાય છે. માનવસંસ્કૃતિનું જાણે છેલ્લી ક્ષણ સુધીનું સ્વારસ્ય એમની જીવન-પ્રેરણા તેમ જ કાવ્ય-પ્રેરણાનો એક એવો આધાર છે જેને આપણે એમની સાહિત્યસૃષ્ટિ અને સાહિત્યપ્રવૃત્તિ માત્રનું અકાટ્ય પરિમાણ ગણી શકીએ.
સૌ પહેલું તો એ કે ઉમાશંકર જીવન-સ્વીકૃતિના કવિ છે. નિષેધ એમના વ્યક્તિત્વમાં જવલ્લે જ જોવા મળે. કલા-સ્વીકૃતિ એમનામાં જીવન-સ્વીકૃતિના એક સંવિભાગ રૂપે મ્હૉરે છે. જીવનનો અર્થ ઉમાશંકરમાં આજ દિન લગીનું મનુષ્ય-જાતિનું જીવન થાય છે. માનવસંસ્કૃતિનું જાણે છેલ્લી ક્ષણ સુધીનું સ્વારસ્ય એમની જીવન-પ્રેરણા તેમ જ કાવ્ય-પ્રેરણાનો એક એવો આધાર છે જેને આપણે એમની સાહિત્યસૃષ્ટિ અને સાહિત્યપ્રવૃત્તિ માત્રનું અકાટ્ય પરિમાણ ગણી શકીએ.
જીવનપરક વસ્તુતત્ત્વ અથવા કવિની એ વિશેની વેદનશીલતા રચનાસિદ્ધિનું બળ છે. એ બળ કવિમાં મૉડે લગી વિસ્તર્યું છે, ઘણું બધું વિલસ્યું પણ છે. આ પ્રથમ વર્તુળમાં, એ બળ અનેક રચનાઓમાં વરતાય છે, અને એમ માનવાને પ્રેરે છે કે ઉમાશંકરની સમગ્ર કવિતા એ બળથી દોરવાતી રહી છે. જો કે, એમના કવિ-જીવનમાં જીવનતત્ત્વનો ધક્કો જ્યારે ત્યારે કાવ્યમાધ્યમ, શૈલી, પદ્ધતિ, મિજાજ, વગેરેને બદલી નાખતો ક્રાન્તિકર પણ પુરવાર થયો છે.
એટલે ઉમાશંકરને કશો ધીંગો કલા-વ્યામોહ પ્રગટાવનારા કલાકાર તરીકે ઘટાવવા જતાં, ભૂલ થશે. એ જીવન-કલાના કવિ છે. જીવનના સ્વીકારનું એક પરોક્ષ પરિણામ એ કે ઉમાશંકર ગાંધી-પ્રણિત માનવતાવાદની ભારતીય મુદ્રા પ્રગટાવતી, માનવ્યનો પુરસ્કાર કરતી, માનવ્યને દૃઢાવતી, કવિતા રચી શક્યા છે, જેથી તેઓ આપણને સંસ્કૃતિના કવિ ભાસે છે.
પણ, કલા ખરેખર તો માનવસંસ્કૃતિથી ઊફરી જઇને પોતાને સિદ્ધ કરતી વસ્તુ છે, તેથી કલાકાર વિદ્રોહશીલ અને નિષેધમૂલ સર્જકતા વડે જ પોતાની પ્રવૃત્તિનું સત પ્રગાવી શકે, એવી એક હકીકત સુવિદિત છે. અ-પૂર્વ સર્જન કરવામાં તત્સમવૃત્તિ કે પુરસ્કારોમાં રાચતી સમર્થનવૃત્તિ કલાકારને વ્યવધાનરૂપ લાગતી હોય છે. એવા સંજોગોમાં, કવિ કે કલાકારને પોતાની શ્રદ્ધાઓમાં કે પોતાના આશાવાદમાં કશીક ને કશીક શંકા ન પડે તો જ નવાઈ. આજે કોઈપણ કલાકાર સંસ્કૃતિના વૈતાલિકની ભૂમિકાએ ટકી શકતો નથી, સભ્યતાને હમેશાં બિરદાવી શકતો નથી.
“સમગ્ર કવિતા” દર્શાવે છે કે પરમ્પરાઓ અને તેને વિશેની પોતાની વિધ વિધની શ્રદ્ધાઓમાં ઉમાશંકરે તિરાડ પડતી અનુભવી છે. પરિણામે, એમની કવિતામાં રંગદર્શીતાથી વાસ્તવવાદની દિશાનો અને તે પછી આધુનિકતાની દિશાનો ઉઘાડ જનમી આવ્યો છે; અને ત્યારે લાગશે કે એ પ્રત્યેક સ્થિત્યન્તર નાની-મોટી આત્મસમીક્ષામાંથી આવિર્ભાવ પામ્યું છે, પ્રત્યેક વખતે શ્રદ્ધા વિશે આછી-ઊંડી શંકા ઉદ્ભવી છે અને પરમ્પરાનો ત્યાગ કરવાનું બન્યું છે. જુઓ, પ્રારમ્ભે મુકાયેલો ‘મંગલ શબ્દ’ ઉમાશંકરની શ્રદ્ધાનું અધિષ્ઠાન હતો, પ્રારમ્ભબિન્દુ, પણ ‘છેલ્લો શબ્દ’, અન્તિમ બિન્દુ. તેઓ મૌનને કહેવાનું કહે છે. એ બે બિન્દુથી રચાતા સુદીર્ઘ વિકાસપટ પર સંભવ છે કે અનેક ઊથલપાથલોની વૈયક્તિક અનુભૂતિઓ જનમી હશે.
જો કે, એ પછી પણ, કલાકારે પોતાની કલાસૃષ્ટિને સ્વકીય ભૂમિકાએ પૂરી કરી આપવાની હોય છે. થાય કે ન થાય એ જુદી વાત છે. એવી સમ્પૂર્તિ વિના, એટલે કે, ઍકમ્પ્લીશમૅન્ટ વિના, એની વાત અધૂરી રહી જતી હોય છે. જીવનની અનેકાનેક ગતિવિધિઓ વચ્ચે એની કલાએ પોતાની સત્તા પર ઊભા રહીને એ કરવાનું હોય છે. કેમ કે સ્વીકૃતિ પણ પોતાની છટાઓ કે વ્યામોહો વડે કલાસૃષ્ટિનો અતિશય ઊભો કરતી હોય છે, કલાસૃષ્ટિને એ એકાંગી અને પક્ષીલ અધૂરપોમાં છોડી દેતી હોય છે. એ અધૂરપોનું કલાકારે પોતાની સર્જકતાથી નિરસન કરવાનું હોય છે. પરિણામે, એના સમર્થ સર્જનપુરુષાર્થને કારણે, સૃષ્ટિ અને માનવસંસારનું સર્વાંગસુન્દર કાવ્યકલ્પન – પોએટિક ઇમેજ – કે મૅટાફર રચાય છે. અને એ સ્વરૂપે એની કલાને સમ્પૂર્તિ લાધે છે.
ઉમાશંકરની છેલ્લા દાયકાએકની કવિતામાં આ સ્વરૂપની સમ્પૃ્ર્તિ તરફનું પ્રયાણ છે. એમાં, નાનીમોટી બધી જ ક્રાન્તિઓ પછીનો ઉપશમ છે. એમાં, કાવ્યશ્રી પોતે જ વિલસવા માગે છે. એમાં, સત્ય હવે શોધનું પરિણામ છે અથવા શોધ રૂપે છે.
સત્તરેક વર્ષની ઉમ્મરે ઉમાશંકરે પહેલું કાવ્ય કર્યું હતું. તેની ફળશ્રુતિ રૂપે એમને ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમૅળે’-નો કવિને કે કલકારને જ મળવો ઘટે એવો મન્ત્ર લાધ્યો હતો. પરન્તુ ૧૯૨૮-ની એ સાલ પછીનાં ત્રણ જ વર્ષમાં, ૧૯૩૧-માં, તેઓ “વિશ્વશાન્તિ” લઈ ગુજરાતી કવિતાજગતમાં પ્રવેશ્યા, અને ત્યારે, એમની પાસે જે મન્ત્ર હતો તે તો ‘દૂરથી’ આવતો ‘મંગલ શબ્દ’ હતો, ‘ચેતનમન્ત્ર’ હતો.
એ બે મન્ત્રની શક્તશાળી હિલચાલોને ઉમાશંકરની કવિસંવિદે જાણી છે, પ્રમાણી છે, અને તેનાં અનુધાવનો રૂપે એમની કલાસૃષ્ટિ પાંગરતી રહી છે. સમ્પૂર્તિ એમાં મનનીય ઘટના છે.
(ક્રમશ:)
(25 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
 


 આજે કૃષ્ણાષ્ટમી ! કૃષ્ણનો 5,251મો જન્મોત્સવ દ્વારિકામાં આજે ઉજવાવાનો છે. એ જાણીને આનંદ એટલે થયો કે કૃષ્ણને 5,250 વર્ષ થયાં. ઘણાંને એવી શંકા છે કે રામ, કૃષ્ણ વગેરે થયા છે કે એ કેવળ કાલ્પનિક છે? આવાં કાલ્પનિક પાત્ર હોય તો પણ, વાલ્મીકિ અને વ્યાસને દંડવત્ જ કરવાં પડે, કારણ કલ્પના કરીને ય આવાં અદ્દભુત પાત્રો સર્જવાનું સરળ નથી. કૃષ્ણના હોવાને 5,250 વર્ષ થયાં. ન હોવાને તો 5,250 વર્ષ કેવી રીતે થાય? વળી, રામાયણ વાલ્મીકિએ સર્જ્યુ હોય તો એનો રામ કાલ્પનિક નથી, કારણ રામના પુત્રો લવકુશના ઉછેરમાં સ્વયં વાલ્મીકિ હાજર છે. જો લવકુશ હોય તો રામ પણ હોય જ ને ! એવી જ રીતે વ્યાસ પોતે મહાભારતમાં પાત્ર તરીકે ઉપસ્થિત છે, એટલું જ નહીં, કૌરવકુળનું પિતૃત્વ પણ એમણે સ્વીકાર્યું છે. સર્જક પોતે ઉપસ્થિત હોય ને ધૃતરાષ્ટ્રનું પિતૃત્વ સ્વીકારતા હોય તો ગાંધારી, શકુનિ, દુર્યોધન … કાલ્પનિક હોય? દુર્યોધન હોય તો પાંડવો પણ હોય. પાંડવો હોય તો અર્જુન પણ હોય. અર્જુન હોય તો કૃષ્ણ કેમ ન હોય? એણે જ તો અર્જુનને ગીતા કહી છે. ગીતા આજે પણ પુસ્તક તરીકે ઉપલબ્ધ હોય ને એ જો અર્જુનને કહેવાઈ હોય તો એ કહેનાર કૃષ્ણ સિવાય બીજું કોણ હોય? આ પછી પણ કોઈ દલીલો કરીને રામને કે કૃષ્ણને કાલ્પનિક ઠેરવે તો મને કશો વાંધો નથી, હા, મારી આ મહાનુભાવોના હોવા વિષે જરા પણ શંકા નથી, પૂરી પ્રતીતિ છે.
આજે કૃષ્ણાષ્ટમી ! કૃષ્ણનો 5,251મો જન્મોત્સવ દ્વારિકામાં આજે ઉજવાવાનો છે. એ જાણીને આનંદ એટલે થયો કે કૃષ્ણને 5,250 વર્ષ થયાં. ઘણાંને એવી શંકા છે કે રામ, કૃષ્ણ વગેરે થયા છે કે એ કેવળ કાલ્પનિક છે? આવાં કાલ્પનિક પાત્ર હોય તો પણ, વાલ્મીકિ અને વ્યાસને દંડવત્ જ કરવાં પડે, કારણ કલ્પના કરીને ય આવાં અદ્દભુત પાત્રો સર્જવાનું સરળ નથી. કૃષ્ણના હોવાને 5,250 વર્ષ થયાં. ન હોવાને તો 5,250 વર્ષ કેવી રીતે થાય? વળી, રામાયણ વાલ્મીકિએ સર્જ્યુ હોય તો એનો રામ કાલ્પનિક નથી, કારણ રામના પુત્રો લવકુશના ઉછેરમાં સ્વયં વાલ્મીકિ હાજર છે. જો લવકુશ હોય તો રામ પણ હોય જ ને ! એવી જ રીતે વ્યાસ પોતે મહાભારતમાં પાત્ર તરીકે ઉપસ્થિત છે, એટલું જ નહીં, કૌરવકુળનું પિતૃત્વ પણ એમણે સ્વીકાર્યું છે. સર્જક પોતે ઉપસ્થિત હોય ને ધૃતરાષ્ટ્રનું પિતૃત્વ સ્વીકારતા હોય તો ગાંધારી, શકુનિ, દુર્યોધન … કાલ્પનિક હોય? દુર્યોધન હોય તો પાંડવો પણ હોય. પાંડવો હોય તો અર્જુન પણ હોય. અર્જુન હોય તો કૃષ્ણ કેમ ન હોય? એણે જ તો અર્જુનને ગીતા કહી છે. ગીતા આજે પણ પુસ્તક તરીકે ઉપલબ્ધ હોય ને એ જો અર્જુનને કહેવાઈ હોય તો એ કહેનાર કૃષ્ણ સિવાય બીજું કોણ હોય? આ પછી પણ કોઈ દલીલો કરીને રામને કે કૃષ્ણને કાલ્પનિક ઠેરવે તો મને કશો વાંધો નથી, હા, મારી આ મહાનુભાવોના હોવા વિષે જરા પણ શંકા નથી, પૂરી પ્રતીતિ છે. રાધા હતી જ નહીં, એવું પણ કહેવાય છે, પણ એવું હોય તો પણ કલ્પના કેટલાં બધાં મંદિરોમાં સાકાર થઈ છે તે કેમ ભૂલાય? ગોકુળમાંથી બે પ્રતીકો કાનાએ ઉપાડ્યાં. મોરપિચ્છ અને વાંસળી. એ પછી એક્કે મોરપિચ્છ એવું ખર્યું નથી, જેણે કૃષ્ણનું સ્મરણ ન કરાવ્યું હોય. એ જ રીતે વાંસની એણે વાંસળી કરી. વાંસળી નામ પડતાં જ રાધા-કૃષ્ણનું એકત્વ પ્રગટ થયા વિના રહેતું નથી. રાધા અને કૃષ્ણને જોડનારું તત્ત્વ જ વાંસળી છે. સૂર છે. 16,108 રાણીઓ કરનારને રાધા વધારાની નથી. તે પરિણીત હતી એટલે રુક્મિણી થઈ, પણ રાધા પટરાણી ન થઈ. પણ, પ્રેમ તો હતો જ એટલે વાંસળીએ બંનેને મંદિરોમાં પણ સાથે રાખ્યાં. આમ લગ્નેતર સંબંધ સમાજ માન્ય નથી, તો તેનું મંદિર હોવાની તો કલ્પના પણ કેવી રીતે થાય? પણ, આ પ્રેમનાં મંદિરો થયાં. વૃંદાવનમાં રાસ રચાયો અને દરેક ગોપીને એનો કહાન મળ્યો. જે સમાજ માન્ય નથી, એ બધાંનું કૃષ્ણે પાવિત્ર્ય ઊભું કર્યું, તે એટલે કે જે ગોપીઓનાં તેણે ચીર હર્યાં, તેનું સાટું તેણે દ્રૌપદીનાં ચીર પૂરીને વાળ્યું.
રાધા હતી જ નહીં, એવું પણ કહેવાય છે, પણ એવું હોય તો પણ કલ્પના કેટલાં બધાં મંદિરોમાં સાકાર થઈ છે તે કેમ ભૂલાય? ગોકુળમાંથી બે પ્રતીકો કાનાએ ઉપાડ્યાં. મોરપિચ્છ અને વાંસળી. એ પછી એક્કે મોરપિચ્છ એવું ખર્યું નથી, જેણે કૃષ્ણનું સ્મરણ ન કરાવ્યું હોય. એ જ રીતે વાંસની એણે વાંસળી કરી. વાંસળી નામ પડતાં જ રાધા-કૃષ્ણનું એકત્વ પ્રગટ થયા વિના રહેતું નથી. રાધા અને કૃષ્ણને જોડનારું તત્ત્વ જ વાંસળી છે. સૂર છે. 16,108 રાણીઓ કરનારને રાધા વધારાની નથી. તે પરિણીત હતી એટલે રુક્મિણી થઈ, પણ રાધા પટરાણી ન થઈ. પણ, પ્રેમ તો હતો જ એટલે વાંસળીએ બંનેને મંદિરોમાં પણ સાથે રાખ્યાં. આમ લગ્નેતર સંબંધ સમાજ માન્ય નથી, તો તેનું મંદિર હોવાની તો કલ્પના પણ કેવી રીતે થાય? પણ, આ પ્રેમનાં મંદિરો થયાં. વૃંદાવનમાં રાસ રચાયો અને દરેક ગોપીને એનો કહાન મળ્યો. જે સમાજ માન્ય નથી, એ બધાંનું કૃષ્ણે પાવિત્ર્ય ઊભું કર્યું, તે એટલે કે જે ગોપીઓનાં તેણે ચીર હર્યાં, તેનું સાટું તેણે દ્રૌપદીનાં ચીર પૂરીને વાળ્યું.