૧૭

એલેકસઝાન્ડર ફૉર્બસ
આ ઉપરાંત ફાર્બસનાં કેટલાંક લખાણો એ વખતના સામયિક ‘બોમ્બે ક્વાર્ટરલી રિવ્યૂ’માં પણ પ્રગટ થયાં હતાં. પણ તે વખતનાં બીજાં ઘણાં સામયિકોની જેમ આ સામયિકની નીતિ પણ લેખકના નામ વગર જ લખાણો છાપવાની હતી. એટલે આ સામયિકમાંના કયા લેખો ફાર્બસના લખેલા છે તે કહેવું થોડું મુશ્કેલ છે. પણ કેટલાક લેખો વિષે ઠીક ઠીક ખાતરીથી કહી શકાય કે તે ફાર્બસના લખેલા છે. એપ્રિલ ૧૮૫૭ના અંકમાં ‘Indian Architecture’ નામનો લેખ છપાયો છે. ફાર્બસે પોતે ગુજરાતના સ્થાપત્યનો સારો એવો અભ્યાસ કર્યો હતો. આ લેખમાં તેમણે બીજા બ્રિટિશ અભ્યાસીઓને સલાહ આપી છે કે જો આ દેશના ભવ્ય ભૂતકાળ વિષે જાણવું હોય તો તેનાં શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કરવો જરૂરી છે. જુલાઈ ૧૮૫૭ના અંકમાં ફાર્બસે સર જોન માલ્કમના જીવનચરિત્રના પુસ્તકનું અવલોકન લખ્યું હતું. તેમાં તેમણે અલબત્ત, આડકતરી રીતે, પણ આ દેશનું શાસન કઈ રીતે ચલાવવું જોઈએ એ અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અવલોકનને અંતે ફાર્બસ કહે છે :
“સર જોન માલ્કમે જે ડહાપણભર્યા સિદ્ધાંતો રજૂ કર્યા હતા તેના કરતાં છેલ્લા કેટલાક વખતમાં આપણે આપણી વર્તણૂકમાં કેટલા તો દૂર ચાલ્યા ગયા છીએ એ જોઈ ગ્લાનિ થાય. હિન્દુસ્તાનના રીત રિવાજો અને ભાવનાઓ પ્રત્યે આપણા લશ્કરના અને સનદી સેવાના અધિકારીઓ આપવડાઈભરેલી ઘૃણા સેવે છે તે જોઈ ચિંતા થયા વગર રહે નહિ.”૩૯
આ વાંચતી વખતે એ વાત યાદ રાખવી જોઈએ કે આ શબ્દો એક બ્રિટિશ અમલદારે લખ્યા છે, અને તે પણ જ્યારે બ્રિટિશ સરકાર ૧૮૫૭ના ‘બળવા’ને શમાવવા મથી રહી હતી ત્યારે લખ્યા છે.
જુલાઈ ૧૮૫૮ના અંકમાં ‘ઔન્ધ’ મથાળા હેઠળ એક લેખ પ્રગટ થયો છે. આ લેખ પણ ઘણુંખરું ફાર્બસનો લખેલો છે. આ લેખમાં કહ્યું છે :
“એક રાજા સામે જીત મેળવીને તો બીજા પાસે રાજ્ય-ત્યાગ કરાવીને પશ્ચિમ હિન્દુસ્તાનમાં આપણે ઘણો પ્રદેશ તો મેળવ્યો, અને મુસ્લિમ કે મરાઠા રાજવટે પણ જેમને પોતાના તાબેદાર નહોતા બનાવ્યા તેવા રાજાઓને આપણા તાબેદાર પણ બનાવ્યા, પણ તેમ કરતી વખતે તેમના વંશપરંપરાગત અને લાંબા વખતથી સ્થાપિત હક્કો અને ખેડૂતોના મહેસૂલ અંગેના કામચલાઉ હક્કો વચ્ચે આપણે કશો તફાવત ન જોયો-જાણ્યો.”૪૦
એક વફાદાર બ્રિટિશ અમલદાર તરીકે વખતોવખત શાસન અંગેનાં જે કામો કરવાનાં થયાં તે બધાં ફાર્બસે પૂરી નિષ્ઠાથી કર્યા. પણ સાથોસાથ તેઓ એ વાત પણ સમજી ગયા હતા કે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ શાસક અને શાસિત વચ્ચેના સંબંધોનું સ્વરૂપ બદલાતું જશે. સપ્ટેમ્બર ૧૮૬૫ના અંકમાં ફાર્બસને અંજલિ આપતા લેખમાં ‘બોમ્બે ક્વોર્ટરલી રિવ્યૂ’એ લખ્યું હતું :
“બ્રિટનમાં જે સિદ્ધાંતો, સંસ્થાઓ, વગેરે વિકસ્યાં છે, અને જેને લીધે આજે તે આખી દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી બની શક્યું છે તે જ સિદ્ધાંતોને આધારે હિન્દુસ્તાન પર શાસન કર્યા સિવાય બ્રિટનનો છૂટકો નથી એ વાત ફાર્બસ સમજતા અને સ્વીકારતા હતા. અલબત્ત, હજી હિન્દુસ્તાન એ દિશામાં પા પા પગલી માંડી રહ્યું છે એટલે સ્વાભાવિક રીતે જ કેટલીક મર્યાદાઓ તો રહેવાની. પણ કાળક્રમે ગુલામીની દશામાંથી ફેડરેશનની દિશા જ આપણે સ્વીકારવી પડવાની. બ્રિટન અને હિન્દુસ્તાન વચ્ચેનો સંબંધ છેવટે તો એ રૂપે જ ચાલુ રહી શકવાનો.”૪૧
(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com
 


 ભારત સેવક ગોપાલ કૃષ્ણ ગોખલે અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બે રાષ્ટ્રનેતાઓએ ગાંધીજી વિષે એક વાત સરખી કરી છે કે તેમણે આપણને માટીમાંથી મરદ બનાવ્યા. ગાંધીજી વિષે ગોખલેજીનો અનુભવ દક્ષિણ આફ્રિકાના કાળનો હતો અને સરદારનો અનુભવ તેઓ ભારત આવ્યા ત્યાર પછીનો. ગોખલેજી વિનીત દળના આગેવાન અને સરદાર લોખંડી પુરુષ. સ્વભાવ અને વૃત્તિથી સાવ જુદી જુદી વ્યક્તિના નેતાઓને ગાંધીજીમાં એક ગુણ સામાન્ય જણાયો, તે એમનો માટીમાંથી મરદ બનાવવાનો એટલે કે સાવ સામાન્ય શક્તિવાળા, અને ઢીલા પોચા લોકોમાંથી અસામાન્ય શક્તિવાળી, બહાદુર અને ટકી રહેનારી વ્યક્તિઓ અને સમાજ ઘડવાની શક્તિનો. આ વાત ગાંધીજીએ તૈયાર કરેલા દેશસેવકોને પણ એટલી જ લાગુ પડે છે જેટલી તેમણે તૈયાર કરેલી આખા દેશની સામાન્ય જનતાને. આપણે એ બંને દૃષ્ટિએ આ બાબતને વિચારીએ.
ભારત સેવક ગોપાલ કૃષ્ણ ગોખલે અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બે રાષ્ટ્રનેતાઓએ ગાંધીજી વિષે એક વાત સરખી કરી છે કે તેમણે આપણને માટીમાંથી મરદ બનાવ્યા. ગાંધીજી વિષે ગોખલેજીનો અનુભવ દક્ષિણ આફ્રિકાના કાળનો હતો અને સરદારનો અનુભવ તેઓ ભારત આવ્યા ત્યાર પછીનો. ગોખલેજી વિનીત દળના આગેવાન અને સરદાર લોખંડી પુરુષ. સ્વભાવ અને વૃત્તિથી સાવ જુદી જુદી વ્યક્તિના નેતાઓને ગાંધીજીમાં એક ગુણ સામાન્ય જણાયો, તે એમનો માટીમાંથી મરદ બનાવવાનો એટલે કે સાવ સામાન્ય શક્તિવાળા, અને ઢીલા પોચા લોકોમાંથી અસામાન્ય શક્તિવાળી, બહાદુર અને ટકી રહેનારી વ્યક્તિઓ અને સમાજ ઘડવાની શક્તિનો. આ વાત ગાંધીજીએ તૈયાર કરેલા દેશસેવકોને પણ એટલી જ લાગુ પડે છે જેટલી તેમણે તૈયાર કરેલી આખા દેશની સામાન્ય જનતાને. આપણે એ બંને દૃષ્ટિએ આ બાબતને વિચારીએ. માણસમાં રહેલી મૂળભૂત ભલાઈમાં શ્રદ્ધા ધરાવનાર ગાંધીજી કોઈ માણસ વિશ્વાસને પાત્ર નથી એમ સિદ્ધ થાય ત્યાં સુધી કોઈનો, અરે, પોતાને દુશ્મન ગણાવનાર સુધ્ધાંનો, પણ અવિશ્વાસ કરવા તૈયાર નહોતા. એમેય એઓ માણસને જલદી ઓળખી લેતા. અને એક વાર ઓળખ્યા પછી સહવાસ દરમિયાન એની ઉપર પૂરો ભરોસો રાખતા. તેઓ એમ માનતા કે બીજાને છેતરવા કરતાં જાતે છેતરાવું અનેકગણું સારું છે, જો કે માણસને પારખવાની તીવ્ર બુદ્ધિને લીધે તેઓ મોટા મોટા મુત્સદ્દીઓથી પણ છેતરાયા નહોતા. મહાદેવભાઈ આગળ એક વાર તો ગાંધીજીએ એવો દાવો કરેલો કે નાનપણના દોસ્તાર શેખ મહેતાબ સિવાય તેઓ આખી જિંદગીમાં કોઈથી છેતરાયા નહોતા !
માણસમાં રહેલી મૂળભૂત ભલાઈમાં શ્રદ્ધા ધરાવનાર ગાંધીજી કોઈ માણસ વિશ્વાસને પાત્ર નથી એમ સિદ્ધ થાય ત્યાં સુધી કોઈનો, અરે, પોતાને દુશ્મન ગણાવનાર સુધ્ધાંનો, પણ અવિશ્વાસ કરવા તૈયાર નહોતા. એમેય એઓ માણસને જલદી ઓળખી લેતા. અને એક વાર ઓળખ્યા પછી સહવાસ દરમિયાન એની ઉપર પૂરો ભરોસો રાખતા. તેઓ એમ માનતા કે બીજાને છેતરવા કરતાં જાતે છેતરાવું અનેકગણું સારું છે, જો કે માણસને પારખવાની તીવ્ર બુદ્ધિને લીધે તેઓ મોટા મોટા મુત્સદ્દીઓથી પણ છેતરાયા નહોતા. મહાદેવભાઈ આગળ એક વાર તો ગાંધીજીએ એવો દાવો કરેલો કે નાનપણના દોસ્તાર શેખ મહેતાબ સિવાય તેઓ આખી જિંદગીમાં કોઈથી છેતરાયા નહોતા ! જેલો અને સત્યાગ્રહ છાવણીઓ પણ સત્યાગ્રહીઓને તાલીમ આપનાર વિદ્યાપીઠો બની રહેતી. જેલના બધા નિયમોનું પાલન કરી, જેમને સખત મજૂરીની સજા હોય તે પોતાને ભાગે આવેલું કામ પતાવીને કાંઈક ને કાંઈક ફુરસદનો સમય કાઢતા, એટલે ઠેર ઠેર જેલમાં શિબિરો અને તાલીમ વર્ગો ચાલતા. ગાંધીજીને પોતાને ઘણી વાર સાદી જેલ થતી એટલે એમને સખત મજૂરીની સજાવાળા કેદીઓ કરતાં અધ્યયન કરવા સારુ ઘણો વધારે સમય મળી રહેતો. ૧૯૨૨થી ૨૪ સુધી અને ૧૯૩૨ – ૩૪માં ગાંધીજીએ જાતજાતના વિષયો પર સેંકડો પુસ્તકો વાંચેલાં. જેલમાં એમણે રાખેલી ડાયરીઓ પરથી એ ખ્યાલ આવે છે કે કેટલીક વાર તો એમણે એક જ દિવસમાં મોટી દળદાર ચોપડીઓ પણ વાંચીને પૂરી કરેલી. પણ જેલમાં સ્વાધ્યાયનો કદાચ સૌથી વધુ લાભ ઉઠાવ્યો હશે તો તે તરુણ – તરુણીઓએ. આ લેખક કેટલાં ય એવાં તરુણ તરુણીઓને ઓળખે છે જેમણે જેલ-વાસ દરમિયાન યુનિવર્સિટીના શિક્ષણ કરતાં જરા ય ઊતરતી કક્ષાનું જ્ઞાન મેળવ્યું નહોતું. કારાવાસનો એક બીજો મોટો લાભ થયો હોય તો તે એ કે અનેક મનીષીઓએ જેલમાં જ કેટલાંક અમૂલ્ય પુસ્તકો લખ્યાં હતાં. ગાંધીજીએ જેલમાંથી અઠવાડિયે અઠવાડિયે આશ્રમવાસીને ઉદ્દેશીને આશ્રમનાં વ્રતો ને નિયમો અંગે લખેલા પત્રોનો સંગ્રહ ‘મંગળપ્રભાત’ને નામે પ્રસિદ્ધ થયો છે.
જેલો અને સત્યાગ્રહ છાવણીઓ પણ સત્યાગ્રહીઓને તાલીમ આપનાર વિદ્યાપીઠો બની રહેતી. જેલના બધા નિયમોનું પાલન કરી, જેમને સખત મજૂરીની સજા હોય તે પોતાને ભાગે આવેલું કામ પતાવીને કાંઈક ને કાંઈક ફુરસદનો સમય કાઢતા, એટલે ઠેર ઠેર જેલમાં શિબિરો અને તાલીમ વર્ગો ચાલતા. ગાંધીજીને પોતાને ઘણી વાર સાદી જેલ થતી એટલે એમને સખત મજૂરીની સજાવાળા કેદીઓ કરતાં અધ્યયન કરવા સારુ ઘણો વધારે સમય મળી રહેતો. ૧૯૨૨થી ૨૪ સુધી અને ૧૯૩૨ – ૩૪માં ગાંધીજીએ જાતજાતના વિષયો પર સેંકડો પુસ્તકો વાંચેલાં. જેલમાં એમણે રાખેલી ડાયરીઓ પરથી એ ખ્યાલ આવે છે કે કેટલીક વાર તો એમણે એક જ દિવસમાં મોટી દળદાર ચોપડીઓ પણ વાંચીને પૂરી કરેલી. પણ જેલમાં સ્વાધ્યાયનો કદાચ સૌથી વધુ લાભ ઉઠાવ્યો હશે તો તે તરુણ – તરુણીઓએ. આ લેખક કેટલાં ય એવાં તરુણ તરુણીઓને ઓળખે છે જેમણે જેલ-વાસ દરમિયાન યુનિવર્સિટીના શિક્ષણ કરતાં જરા ય ઊતરતી કક્ષાનું જ્ઞાન મેળવ્યું નહોતું. કારાવાસનો એક બીજો મોટો લાભ થયો હોય તો તે એ કે અનેક મનીષીઓએ જેલમાં જ કેટલાંક અમૂલ્ય પુસ્તકો લખ્યાં હતાં. ગાંધીજીએ જેલમાંથી અઠવાડિયે અઠવાડિયે આશ્રમવાસીને ઉદ્દેશીને આશ્રમનાં વ્રતો ને નિયમો અંગે લખેલા પત્રોનો સંગ્રહ ‘મંગળપ્રભાત’ને નામે પ્રસિદ્ધ થયો છે. સ્વતંત્રતાનાં અહિંસક આંદોલનોએ જેમ દેશને નીડરતા શીખવી, તેમ તેણે શહેરોમાં અને નાનાં નાનાં ગામડામાં લોકોને સંગઠિત થતાં પણ શીખવ્યું. શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે પ્રભાત ફેરીઓ નીકળવા લાગી. આંદોલન લંબાય તો નિયમિત રીતે જુદા જુદા કાર્યક્રમો આપવાનું લોકો શીખ્યા. વિશેષ દિનોએ, વિશેષ પ્રસંગોએ લોકો નવા નવા કાર્યક્રમો યોજી કાઢીને એને અમલમાં મૂકતા થયા. છાપાંઓ પરના વિવિધ પ્રકારના નિયમો સામે જનતાએ પોતાની સ્વતંત્ર પત્રિકાઓ બહાર પાડી. અને બિનસરકારી વ્યવસ્થા મારફત ઊંડાણનાં ગામડાઓ સુધી સમાચારો અને વિચારો પહોંચાડવાની વ્યવસ્થા ઊભી થવા લાગી. ઘરના કમાતા સભ્યો જેલમાં ગયા હોય ત્યારે એમના પરિવારને કંઈક આર્થિક ટેકો મળી રહે એવી વ્યવસ્થા ગોઠવાવા લાગી. જે યુવાનોએ કૉલેજનું શિક્ષણ છોડીને સ્વતંત્રતા-આંદોલનમાં ઝંપલાવ્યું હોય તેમને સારુ રાષ્ટ્રીય વિદ્યાપીઠો શરૂ થઈ. અને તેમાં દેશના ઉત્તમોત્તમ અધ્યાપકોએ પોતાનાં દિલ રેડ્યાં. આશરે દસ દસ વર્ષને આંતરે આવતાં રાષ્ટ્રવ્યાપી આંદોલનો અને એવાં બે મોટાં આંદોલનોની વચ્ચે આવતાં અનેક સીમિત પણ ચોક્કસ ઉદ્દેશવાળાં આંદોલન અને આંદોલનોમાંથી મોટા ભાગની ચળવળોમાં મળેલી જીતને કારણે ત્રણ દાયકામાં દેશનો મિજાજ સાવ બદલાઈ ગયો.
સ્વતંત્રતાનાં અહિંસક આંદોલનોએ જેમ દેશને નીડરતા શીખવી, તેમ તેણે શહેરોમાં અને નાનાં નાનાં ગામડામાં લોકોને સંગઠિત થતાં પણ શીખવ્યું. શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે પ્રભાત ફેરીઓ નીકળવા લાગી. આંદોલન લંબાય તો નિયમિત રીતે જુદા જુદા કાર્યક્રમો આપવાનું લોકો શીખ્યા. વિશેષ દિનોએ, વિશેષ પ્રસંગોએ લોકો નવા નવા કાર્યક્રમો યોજી કાઢીને એને અમલમાં મૂકતા થયા. છાપાંઓ પરના વિવિધ પ્રકારના નિયમો સામે જનતાએ પોતાની સ્વતંત્ર પત્રિકાઓ બહાર પાડી. અને બિનસરકારી વ્યવસ્થા મારફત ઊંડાણનાં ગામડાઓ સુધી સમાચારો અને વિચારો પહોંચાડવાની વ્યવસ્થા ઊભી થવા લાગી. ઘરના કમાતા સભ્યો જેલમાં ગયા હોય ત્યારે એમના પરિવારને કંઈક આર્થિક ટેકો મળી રહે એવી વ્યવસ્થા ગોઠવાવા લાગી. જે યુવાનોએ કૉલેજનું શિક્ષણ છોડીને સ્વતંત્રતા-આંદોલનમાં ઝંપલાવ્યું હોય તેમને સારુ રાષ્ટ્રીય વિદ્યાપીઠો શરૂ થઈ. અને તેમાં દેશના ઉત્તમોત્તમ અધ્યાપકોએ પોતાનાં દિલ રેડ્યાં. આશરે દસ દસ વર્ષને આંતરે આવતાં રાષ્ટ્રવ્યાપી આંદોલનો અને એવાં બે મોટાં આંદોલનોની વચ્ચે આવતાં અનેક સીમિત પણ ચોક્કસ ઉદ્દેશવાળાં આંદોલન અને આંદોલનોમાંથી મોટા ભાગની ચળવળોમાં મળેલી જીતને કારણે ત્રણ દાયકામાં દેશનો મિજાજ સાવ બદલાઈ ગયો. એ મીઠું જે આખી પ્રજા ખાતી હતી, ને જેના પર ભારે કરનો બોજ હતો. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા સત્યાગ્રહ વખતે તેમણે એવા મુદ્દા લીધા હતા કે જે હિંદથી આફ્રિકા જઈ વસેલી કાળી મજૂરી કરનારા ગિરમીટિયાઓને સ્પર્શતા હતા. ગાંધીજીએ ત્યારે ગિરમીટિયાની જેમ લૂંગી અને ઝભ્ભો ધારણ કર્યા, એમની જોડે કૂચ કરી, એમની જોડે ઘાસિયામાં સૂતા. એમને પોતાને હાથે પીરસીને સાદું ભોજન ખવડાવ્યું અને પોતે અલૂણાં કર્યાં. હિંદના ગરીબને વસ્ત્રહીન જોઈને એમણે પોતાનાં વસ્ત્રનો કાયમને માટે ત્યાગ કર્યો. એટલે સુધી કે શહેનશાહને મળવા ગયા ત્યારે પણ એ જ પોતડી અને ચાદરના વેશમાં ગયા. ગાંધીજીના જીવનમાં હિંદની જનતાને પોતાના જેવો જ આગેવાન દેખાયો તેથી એ આગેવાનની મરદાનગી, એની કષ્ટ સહન કરવાની તાકાત, એની સાદગીની અસર હિંદની જનતા પર વીજળી વેગે થઈ.
એ મીઠું જે આખી પ્રજા ખાતી હતી, ને જેના પર ભારે કરનો બોજ હતો. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા સત્યાગ્રહ વખતે તેમણે એવા મુદ્દા લીધા હતા કે જે હિંદથી આફ્રિકા જઈ વસેલી કાળી મજૂરી કરનારા ગિરમીટિયાઓને સ્પર્શતા હતા. ગાંધીજીએ ત્યારે ગિરમીટિયાની જેમ લૂંગી અને ઝભ્ભો ધારણ કર્યા, એમની જોડે કૂચ કરી, એમની જોડે ઘાસિયામાં સૂતા. એમને પોતાને હાથે પીરસીને સાદું ભોજન ખવડાવ્યું અને પોતે અલૂણાં કર્યાં. હિંદના ગરીબને વસ્ત્રહીન જોઈને એમણે પોતાનાં વસ્ત્રનો કાયમને માટે ત્યાગ કર્યો. એટલે સુધી કે શહેનશાહને મળવા ગયા ત્યારે પણ એ જ પોતડી અને ચાદરના વેશમાં ગયા. ગાંધીજીના જીવનમાં હિંદની જનતાને પોતાના જેવો જ આગેવાન દેખાયો તેથી એ આગેવાનની મરદાનગી, એની કષ્ટ સહન કરવાની તાકાત, એની સાદગીની અસર હિંદની જનતા પર વીજળી વેગે થઈ.