ભગવાન થાવરાણીના એક ગમતા કાવ્યનો અનુવાદ પ્રસ્તુત કરું છું :
દેશ આખાની મહાનદીઓનાં મૂળ
જોવા-શોધવામાં મશગુલ રહ્યો
ગંગોત્રી-યમુનોત્રી-અમરકંટક-તલકાવેરી
સુદૂર ઉત્તરથી માંડીને
મધ્ય ને દક્ષિણ ભારત લગી
પણ ક્યારે ય એવો વિચાર ના આવ્યો
કે મારા પોતાના મલકની નદીઓ –
ભાદર-ઓઝત-શેત્રુંજી ને મધુવંતી
એનાં ય મૂળ છે ક્યાંક –
મારી બહુ નજીકમાં
ભલે ને એ સાવ નાની હોય.
એને જોઇ-શોધી-ખોળી ને
નમી શકાય છે
પણ…
અને તમે ભલે ગમે તે વિચારો
એક વાતની પૂરી ખાતરી રાખજો
કે હું અહીં
નદીઓની જ
વાત કરું છું.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
 
 કોમવાદનું વાવાઝોડું આવ્યું અને કેટકેટલાં ય વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં, મૂળમાંથી ઊખડી ગયેલાં આ વૃક્ષોની વાત અહીં ‘મૂળ સોતાં ઊખડેલાં’ શીર્ષકના કેન્દ્રમાં છે. લગભગ કાટમાળ બની ચૂકેલી લાહોરની ગંગારામ ઇસ્પિતાલમાં ઊભી કરાયેલી છાવણી અને અન્ય છાવણીઓ એ આ કૃતિના પરિવેશ છે. અનુભવકથાનું વિષયવસ્તુ અપહ્યતાઓની પુનઃપ્રાપ્તિની કામગીરી, પુરુષોએ સ્ત્રીઓ પર આચરેલા અમાનુષી અત્યાચારની ફરતે વણાયું છે અને આખી ય કામગીરીમાંથી બે મુખ્ય પાત્રો તરી આવે છે – તેમાંથી એક કમળાબહેન પટેલ અને બીજાં મૃદુલાબહેન સારાભાઈ.