અંધારું
પેટમાં કાળુંભમ્મર અંધારું
અંધારું
ડૂંટીને અંદર ખેંચી ગયું
વિચારને ભરખી ગયું
પછી
દાંતવાટે નખવાટે બહાર આવ્યું
શરીરને ચાટવા લાગ્યું
ધીમે-ધીમે ફેલવા લાગ્યું,
પછી
ડિલ છીનવી ગીધડાનું
ઊડવા લાગ્યું
ચાંચ મારવા લાગ્યું,
ચાંચ મારે ત્યાં અંધારું:
ચકલીને ચાંચ મારી
ચકલી કાળીમેશ
ઘુવડની આંખ ફોડી
રાત કાળીમેશ
ડાળી પર ચાંચ ઠોકી
પાન કાળાંમેશ,
પછી
વિચારવા લાગ્યું:
“આમ ચાંચ માર્યા કરીશ
તો વરસો વીતશે
રહેશે તો ય દુનિયા અડધી ધોળી-ધોળી”
અચાનક એક તુક્કો ઊઠ્યો
પાંખો ફફડાવી
ઊંચે ને ઊંચે જવા લાગ્યું
પહોંચ્યું સૂરજ કને,
પછી
સૂરજને ચાંચ મારી
દુનિયા કાળીમેશ,
હવે
શું ઘાસ શું થોર
શું ડુક્કર શું મોર
શું ઘાવ શું લગાવ
શું ભરચક શું અભાવ
બધ્ધેબધ્ધું અંધારું
આંખ ન જોઈ શકે એવું કાળુંભમ્મર અંધારું
તોયે
પેટથી ઉપર
છાતીમાં
બારીક કશુંક ઝળહળ્યા કરતું.
અંધારું એનાથી ફફડ્યા કરતું
e.mail : umlomjs@gmail.com
![]()



25 ઍપ્રિલ 2021ના દિવસે હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત રાજન મિશ્રાનું કોરોનામાં દુઃખદ અવસાન થયું. સૅકન્ડ વૅવ પૂરજોશમાં હતો. પંડિત રાજન મિશ્રા ખૂબ ગમતા ગાયક. અમદાવાદ સાથે પંડિત રાજન-સાજન મિશ્રાનો અનોખો નાતો હતો. એમના 1990-91થી 2020 સુધી અઢળક કાર્યક્રમો માણ્યા હતા. મારી પત્ની વિરાજ એમની શિષ્યા હોવાથી અમારે ઘેર પણ એમની અવરજવર રહેતી અને એમના સૂરીલા વ્યક્તિત્વનો અને એમની ઉષ્માનો અનુભવ અનેક વાર મને થયેલો. બીજે દિવસે દૂરદર્શન પર પંડિત રાજન મિશ્રાની સ્મૃતિમાં આ વિરલ બેલડીએ ગાયેલો રાગ બિહાગ સાંભળ્યો કવિ હરીન્દ્ર દવેની ગઝલના એક શેરની પ્રથમ પંક્તિ આમ છે –
મોજ પ્રમાણે ચાલવાનું સ્વાતંત્ર્ય મળ્યું તે બદલ આપણા દેશના બંધારણનો મનોમન આભાર માન્યો. બંધારણનો વિચાર મને એક પુસ્તક પાસે લઇ ગયો – Sixteen Stormy Days – સોળ તોફાની દિવસો – લેખક : ત્રિપુરદમન સિંઘ.
26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં આવ્યું. પ્રથમ સામાન્ય ચૂંટણી 1951ના અંતમાં કે 1952ની શરૂઆતમાં યોજાવાની હતી. પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ નીચેની પ્રથમ સરકારે જમીનદારીપ્રથા નાબૂદીનો ખૂબ પ્રચાર કર્યો હતો. જુદાં જુદાં રાજ્યો જમીન સુધારણાના કાયદાઓ ઘડી રહ્યાં હતાં. જમીનદારોના મતે તેમના મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો. પટણા હાઈકૉર્ટે 12 માર્ચ 1951ના મહારાજ કામેશ્વરસિંઘના કેસમાં બિહારનો જમીન સુધારણાનો કાયદો ગેરબંધારણીય ઠરાવ્યો. બીજી બાજુ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંતર્ગત “ઑબ્ઝર્વર”, “ક્રૉસરોડ્સ” જેવાં વર્તમાનપત્રો સરકારની નીતિઓની સખ્ત ટીકા કરતાં હતાં. આ બધાંથી નહેરુ સરકાર ભીંસમાં આવી હતી. અકળાયેલા નહેરુએ કહેવું પડ્યું –