સફરનામામાં ક્ષિતિજે હમસફર મળે જ મળે,
એમ મિત્ર હું શોધતો આવ્યો તને
મખમલી વાદળમાંથી વર્ષા ઝરમર ઝર્યા કરે,
એમ મિત્ર હું શોધતો આવ્યો તને
બાળપણની યાદનાં પંખીડાં ખટમીઠાં ડબ્બામાં જડે,
એમ મિત્ર હું શોધતો આવ્યો તને
મોતીડાં પાણીનાં તળિયે પાતાળે જળસમાધિમાં મળે,
એમ મિત્ર હું શોધતો આવ્યો તને
બરફમાં જામી યાદી, મિલનની જ્વાળા ઠારી ના ઠરે,
શોધતો આવ્યો, તું જ્યાં છે ત્યાં તને.
પૃથ્વીની વિશાળતા અમથી ના કળે,
કે જગમાં આતમ ને આતમ ના મળે,
આંબામાં ટહુકાના મોહર લગાવી જો,
ટપાલી આવે, ને તું મળવા આવી ચઢે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ગંગોત્રી ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર [Umashankar Joshi Center for Gujarat Studies] શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક પ્રવૃત્તિ તરીકે ગુજરાતનાં સાહિત્ય, સમાજ અને ઇતિહાસના આંતરસંબંધો પર સંશોધનનું કાર્ય કરવાનું નક્કી કર્યું છે.
સમર્પણની ચેતનવંતી કથાઓ જોમ અને જોશવંતી તો છે જ સાથે સાચો વિદ્રોહ કોને કહેવાય તે પણ સમજાવે છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજકીય, માનવ અધિકાર અને ચીલો ચાતરનાર વીરાંગનાઓએ ક્યારે ય પીછેહઠ કરી નથી. એક એક પરિવારમાંથી બે-ત્રણ સભ્યો ક્યાંક ને ક્યાંક સક્રિય રહ્યાં હોય એ સહજ બાબત હતી. સારાભાઈ કુટુંબમાં માલિક કે મજૂર પક્ષે ભાઈ-બહેન હોય કે રાજકારણમાં કૃપલાણી દંપતી હોય એમને સામસામે રહી લડત આપવાનો સંકોચ ન હતો, એમ હતું છતાં એમના સંબંધોને આંચ આવતી ન હતી તેવાં અનસૂયાબહેન સારાભાઈ, સુચેતા કૃપલાણીની કથાઓ અહીં વર્ણવાયેલી છે તો વિની માંડેલા અને નેલ્સન માંડેલાની કહાણી પણ છે. દરેક કથા સાથે જે તે સમયના વાતાવરણની અસર ઝિલાયેલી છે તો અનેક આડકથાઓ પણ સમાવાયેલી છે. સોનલબહેને કોઈપણ પૂર્વગ્રહ વગર વર્ગ, વર્ણ, જાતિ કે અન્ય ભેદભાવ માટે ફક્ત ને ફક્ત નારીવાદી દૃષ્ટિથી તટસ્થપણે પોતાની કલમ ચલાવી છે. પારિવારિક અને અંગત સંઘર્ષની કથાનું પણ અહીં આલેખન થયું છે. જેમાં મેં લખેલી અંબિકાની (નામ બદલ્યું છે.) સંઘર્ષકથા પણ છે. મૂળભૂતવાદીઓ હોય કે સામ્યવાદીઓ, સમાજવાદીઓ હોય કે કાઁગ્રેસીઓ જે ટીકાટીપ્પણની જરૂર લાગી હોય તે એમણે પારદર્શકતાથી તો ક્યારેક ધારદાર રીતે કરી જ છે. તસ્લીમા નસરીન, સફિયા ખાન, મૃણાલ ગોરે, વાંગારી માથાઈ, સ્લિવિયા પ્લાથ, શાઈલિંગ જેવી તેજસ્વિનીઓની સંઘર્ષકથા સાથે તેમને કેવી રીતે નજરઅંદાજ કરવામાં આવે છે કે ભુલવાડી દેવાય છે તે એમણે અહીં સુપેરે સમજાવ્યું છે. પત્રકારત્વ, સાહિત્ય, સંગીત, રાજકારણ કે વિજ્ઞાનક્ષેત્રે કોણે કેવું કાઠું કાઢ્યું અને કોની કલમ કઈ રીતે ચાલી એમાં નોબેલ વિજેતા સ્ત્રીઓથી લઈ