શબ્દકોષનાં પૃષ્ઠો ઉઘાડી જોયું મૌન ટહુકા કરે છે,
કાગળ વચ્ચે અક્ષરો ને ભીતરથી કોઈ સાદ કરે છે.
જૂના ગુલાબી કાગળો મારા હાથમાં ટળવળ્યા,
છે શબ્દની મેહફીલ વાણીની છટા વટ્ટદાર કરે છે.
હજારો શબ્દો એકમેકમાં ભળ્યા છે (છે વગર) પ્રેમની ખાતર,
ખુદ દર્દ બને દર્દે – એ – દવા મીઠી સારવાર કરે છે.
દિલ તો દિલ, દિલની પાછળ આંખોં પણ રોઈ,
મૌન આંખો, આંસુ વડે અજંપાનો ઉભાર કરે છે.
ખામોશી શબ્દોમાં મુક્ત વાણી પ્રવાહ રાખું છું,
ત્રિકાલે બ્રહ્માંડે, છંદ શબ્દો ધ્વનિ રસદાર કરે છે.
મુંબઈ – ઘાટકોપર
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


8મી માર્ચ નારી મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે. એ મૂળ તો વિદેશથી આવેલી ઉજવણી છે. આમ પણ આપણા દિવસો વિદેશ ઉજવે તે રીતે જ ઉજવાય છે. એમાં આપણું ખાસ કૈં નથી. આ દિવસોનું એવું છે કે તેનું જે તે દિવસ પૂરતું જ મહત્ત્વ હોય છે ને પછી બધું ભુલાઈ જાય છે. ભુલાઈ એટલે જાય છે કારણ, બીજે દિવસે, બીજો દિવસ ઉજવાવવા માટે સામે આવી જાય છે. નારી એક દિવસ માટે જ મહત્ત્વ ધરાવે એવું તો ન હોય. એ જ રીતે તેની મુક્તિ પણ એક દિવસ માટે ન જ હોય, પણ આપણે એકાદ દિવસ પૂરતું જ મહત્ત્વ સ્વીકારીએ છીએ એટલે તેની બહુ અસર ઊભી થતી નથી. મોટે ભાગનાનું જીવન પરદેશની નકલો કરવામાં જ વ્યતીત થતું હોય છે. વિદેશમાં જે સંજોગોમાં ઉજવણી શરૂ થઈ હોય એવી જ પરિસ્થિતિ આપણે ત્યાં પણ હોય ને જે તે દિવસ ઉજવીએ તો ઠીક, પણ એવું દરેક દિવસ માટે કહી શકાય એમ નથી. કાલ ઊઠીને વિદેશ ‘ડફોળ ડે’ ઊજવે તો આપણે પણ તે ઉજવવાનું શરૂ કરી દઇએ એમ બને. ઉજવણું કે ઉઠમણું આપણે તો ઉજવવામાં જ માનીએ છીએ. એમ જ દુનિયાની સાથે નારી મુક્તિ દિવસ આપણે પણ ઉજવીશું. એમ પણ બને કે શું કામ ઉજવીએ છીએ તેની બહુ ગતાગમ વગર જ એ દિવસ ઊજવી કાઢીએ. મોટે ભાગે તો દેખાદેખી જ બધું થાય છે, પણ કેટલીક ઉજવણી અંગેની સમજ આપણે આપણા હિતમાં કેળવવી જોઈએ.