માનો ગરબો રે જમતો રાજને દરબાર …
રમતો જમતો રે, આવ્યો મેકડોનલ્ડને દ્વાર …
એલી મેકડોનલ્ડની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે પિત્ઝા, બર્ગરિયા મેલાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર ….
રમતો જમતો રે આવ્યો ચાઈનીસ હોટેલ દ્વાર,
એલા ચાઇનિસિયાની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે ચિલ્લી, મન્ચુરિયન લઈ આવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો મદ્રાસીને દ્વાર,
એલી મદ્રાસીની નાર તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે ઈડલી સાંબર તું મુકાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો મરાઠીને દ્વાર,
એલી મરાઠીની નાર તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે મિસળ, પુરણ પોળી લાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો ગુજરાતીને દ્વાર,
એલી ગુજરાતીની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે થાળી ગુજરાતી ખવડાવ …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


(ભારતના ઇતિહાસવિદ્દ અને 'The Unquiet Woods' તથા 'Spin and Other Turns' ઉપરાંત અનેક પુસ્તકોના લેખક તરીકે પ્રખ્યાતિ પામેલા, બેંગ્લોર સ્થિત રામચંદ્ર ગુહા, તેમના આ લેખ દ્વારા ભારતીય પ્રજાને ગાંધી ખરેખર કોણ હતા, અને આપણે તેમની પાસેથી શું શીખી શકીએ, તે વિષે જાગૃત કરવા માગે છે. આપણી સાંસ્કૃતિક અને આર્થિક ઊણપો માટે પશ્ચિમને દોષિત ઠરાવવાની આપણી વૃત્તિ કેટલી અર્થવિહીન છે તે સમજાવે છે. તેને બદલે તેઓ ઇચ્છે છે કે ભારતના લોકો પશ્ચિમ પાસે જે સારું છે, તે સ્વીકારે અને નઠારું છે તે છોડી દે. એ માટે તેમણે જાપાન અને સિંગાપોર જેવા દેશોના ઉદાહરણો ટાંક્યા છે, જે દેશોએ પોતાની સંસ્કૃતિને જરા પણ આંચ આવવા નથી દીધી છતાં ઘણી બાબતોમાં પશ્ચિમનું અનુસરણ કર્યું છે.)
બે સભ્યતાઓ વચ્ચેના તફાવતની બાબતમાં બે કટ્ટર વિચારધારાઓના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કુતૂહલ ઉપજાવે તેવું સામ્ય જોવા મળે છે અને તે માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ જોવા મળે. ઉદારણ તરીકે અમેરિકાના વિદ્વાનોના જગતમાં હાર્વર્ડના સેમ્યુઅલ હંટીન્ગટન પશ્ચિમની તરફદારી જોરશોરથી કરે, તો કોલંબિયાના એડવાર્ડ સેઈડ બાકીના દેશો માટે બુમરાણ મચાવી મૂકે. આ બન્ને ધુરંધરો સભ્યતાઓને એકબીજાને પરસ્પર સમાવિષ્ટ કરનારી નહીં તેવી, પરસ્પર વિરોધી અને ઘણે ભાગે એકબીજા પાસેથી કંઈ પણ શીખી ન શકે એવી વિભાવના તરીકે જુએ છે.
તે સમયે સમાચારોના પ્રસારણ પર અનેક પ્રતિબંધ હતા. Press Ordinances લાગુ હતા અને સરકારને મદદ કરવા National War Frontની પણ સ્થાપના થઈ ચૂકેલી. ઉષાબહેન અને તેમના સાથીઓએ નક્કી કરેલું કે કંઈક તો કરવું જ છે. તેમણે વિચાર કર્યો કે માહોલ તો રાષ્ટૃીયતાથી ભરેલો છે. લોકો લડતના સમાચાર જાણવા આતુર છે. જરૂર છે લોકો સુધી વિશ્વસનીય સમાચાર પહોંચાડવાની. બ્રિટિશ શાસન તરફથી અપાતા સમાચાર પર લોકોને વિશ્વાસ નહોતો. આવા સંજોગોમાં આ જૂથને થયું કે આપણો જ એક રેડિયો શરૂ કરીએ જે લોકોને સાચા સમાચાર આપી શકે. આજે રેડિયોનું એટલું મહત્ત્વ ન લાગે, પણ 1942માં અને ખાસ તો બીજા વિશ્વયુદ્ધ સમયે રેડિયો મહત્ત્વપૂર્ન સંચાર માધ્યમ બની ગયેલો.
